દીપાવલીની શુભકામનાઓ – તંત્રી

maa sarasvatiવિક્રમ સંવત 2063નો આ છેલ્લો દિવસ એટલે પર્વાધિરાજ ‘દિવાળી.’ આજ ના આ વિશિષ્ટ દિવસે તમામ વાચકમિત્રો, લેખકો, પ્રકાશકો અને નામી-અનામી અનેક સ્નેહીઓને, મિત્રોને મારી દિવાળીની શુભકામનાઓ. તહેવારોના આ દિવસો આપણા સૌમાં એક નવો રંગ અને ઉમંગ ભરે એવી અભ્યર્થના.

જેમ દિવાળીના આ પાંચ તહેવારોમાંનો પ્રત્યેક દિવસ એક નવા જ પ્રકારનો આનંદ લઈને આવે છે તેમ રીડગુજરાતીની આ યાત્રમાં ક્યારેક વાંચનનો, તો ક્યારેક લેખનનો, ક્યારેક સંપાદનનો તો વળી ક્યારેક સાઈટના પ્રોગ્રામિંગનો નીતનૂતન આનંદ અસ્ખલિત વહેતો રહે છે. ગુજરાતી સાહિત્ય સાગર જેવું વિશાળ અને વેદો જેવું સમૃદ્ધ ભાસે છે. જેટલું વાંચતા જઈએ તેમ તેમ વાંચનની ભૂખ વધુ ને વધુ ઉઘડતી જાય છે. કદાચ આપ સૌ વાચકોને મારી જેમ જ થતું હશે.

રીડગુજરાતી પર રોજ નવા બે લેખો મૂકવામાં આવે છે, એ ન્યાયે ગત દિવાળીથી આજ સુધીમાં (અમુક રજાના દિવસોને બાદ કરતાં) 700 જેટલાં લેખો પ્રકાશિત થયાં. દરેક લેખ આશરે ત્રણ A4 પાનના કદનો હોય છે, એ પ્રમાણે જો ગણીએ તો 2100 પાનાનું વાચન આપણે સૌએ કર્યું કહેવાય. જો આમાંથી કાવ્યો અને ગઝલોને બાદ કરવામાં આવે તો પણ આશરે 1500 પાનાનું વાચન તો ગણી શકાય. (એટલે આપણે ચાર પાનાં રોજ વાંચીએ છીએ !). વળી, પુસ્તકનું કદ A4 સાઈઝ કરતાં અડધું હોય છે એટલે જો 3000 પાનાં ગણીએ તો રોજ 700 જેટલા વાચકો સમગ્ર વિશ્વમાંથી રીડગુજરાતી પર આઠ પાન લેખે 5600 પાનાનું વાંચન કરે છે એમ અંદાજે ગણી શકાય. ગુજરાતી સાહિત્યના આટલા પાનાનું વાંચન હું અને તમે ભેગા થઈને એક સાથે કરી શકીએ છીએ તે આ ટેકનોલોજીની દેન છે. જેવી રીતે કોઈ અખબારની કૉલમ લખવાની હોય તો લેખકને નિયમિત વિચારતા રહેવું પડે છે, તેવી જ રીતે રીડગુજરાતીના કારણે વ્યક્તિગત રીતે મને વાંચનનો લાભ ખૂબ સારો એવો મળી રહે છે.

વાંચનની આ યાત્રામાં 1400 લેખો (અંદાજે 8400 પુસ્તકની સાઈઝના પાનાં) અને 13,058 પ્રતિભાવો સાથે વિક્રમ સંવત 2063ને વિદાય આપીને આપણે સૌ 2064ને સત્કારવા તૈયાર છીએ તેનો વિશેષ આનંદ છે. રોજે રોજ નવા વાચકોના પ્રતિભાવો મળતા રહે છે. સાહિત્યના નવા સર્જકોને મળવાનું અને તેમની સાથે વાર્તાલાપ કરવાનું અહોભાગ્ય પ્રાપ્ત થતું રહે છે અને પ્રેરણાદાયક કૃતિઓ રીડગુજરાતીને સતત મળતી રહે છે. બસ, એનાથી વધારે શું જોઈએ ? દિવાળીના આ દિવસે સુંદર વિચારો, જ્ઞાન અને જીવનપ્રેરક વાતોનો આ પ્રવાહ સતત વહેતો રહે તેવી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના.

ઉત્સવના આ દિવસોમાં, શુભકામનાઓને લગતા અનેક વાચકમિત્રોના SMS, ઈ-મેઈલ અને પત્રો પ્રાપ્ત થયા છે અને વ્યક્તિગત રીતે તમામને પ્રત્યુત્તર આપવો મુશ્કેલ હોવાથી આપ સૌને યાદ કરીને દિવાળી અને આવતીકાલથી શરૂ થતા નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ આપ સૌને માટે નવા વિચારો આપતું, પ્રસન્નતા અને ઉલ્લાસભર્યું રહે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. નૂતનવર્ષના ‘રીડગુજરાતી દીપોત્સવી’ તરીકે આવતીકાલે આપણે 5 હાસ્ય લેખો અને 5 કાવ્યો/ગઝલોનો દિવાળી સંપુટ માણીશું. તે પછી લાભપાંચમ સુધી નૂતનવર્ષ નિમિત્તે રીડગુજરાતી પર રજા રહેશે. લાભપાંચમ (એટલે કે 15-નવેમ્બર-2007) ના રોજ ગુરુવારથી રોજ સવારે બે લેખો સાથે ફરી મળીશું.

પુન: સમગ્ર વિશ્વના વાચકોને દિવાળી અને નૂતન વર્ષાભિનંદન સાથે સૌને પ્રણામ.

તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા
+91 9898064256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નવું વર્ષ, નવી વૃત્તિ, નવી પ્રવૃત્તિ – ગુણવંત શાહ
પાર ગોરંભો – દિનેશ દેસાઈ Next »   

23 પ્રતિભાવો : દીપાવલીની શુભકામનાઓ – તંત્રી

 1. Hiral Thaker 'Vasantiful' says:

  આપને પણ દિવાળીની શૂભેચ્છઆઓ અને નૂતન વર્ષાભિનંદન …..!

  રીઙગુજ્રરાતી નવા વષ્ મા વધૂ ને વધૂ પ્રગાતિ ક્રરે તેવી શૂભેચ્છઆઓ……!!

 2. Rajan says:

  નૂતન વર્ષ આભીનન્દન મ્રુગેશ્ભાઇ.આ વેબ સાઈટ થી આપ ગુજરાતી વાચકો ની ખુબજ સારી સેવા કરો છો.નવુ વર્ષ આપણ ને ખુબજ લાભદાયી નિવડે તેવી પ્રભુ ને પ્રાર્થના.

 3. “રીડગુજરાતી” દિવસે ન વધે એટલુઁ રાત્રે વધે ને રાત્રે ન વધે એટલુઁ દિવસે વધે, ઉત્તરોતર એની પ્રગતિ થતી જ રહે ને સાથે તમારી પણ,
  નૂતન વર્ષાભિનંદન

 4. અતુલ જાની (આગંતુક) says:

  વિક્રમરાજાનો જન્મ થયાને ૨૦૬૩ વર્ષ આજે પુરા થયા. ઇસુ ખ્રિસ્ત ના જન્મ પછી બીજા ૨૦૦૬ વર્ષના વહાણાં વાઈ ગયાં. શા માટે આજે પણ આપણે કાળની ગણતરી આ મહાનુભાવોના જન્મથી કરીએ છીએ?

  તેનો જવાબ છેઃ- તેમણે કરેલા માનવહિતના કાર્યો.

  ઘણાં બધા મનુષ્યો આ મૃત્યુલોકમાં જન્મીને મરી જાય છે, પરંતુ જગત ને તેની કશી ખબર પણ નથી પડતી. જ્યારે કેટલાક મહા-માનવો તેમને મળેલું જીવન એવું સરસ રીતે જીવી જાય છે કે સમગ્ર વિશ્વમાં તેમના સત્કાર્યોના પડઘા પડે છે.

  વિક્રમ સંવત ૨૦૬૩ ના છેલ્લા દિવસે, આ પ્રકાશના પર્વે આપણે સહું સંકલ્પ કરીએ કે આપણાં સહુંના જીવન પણ એવા પ્રકાશમય બને કે જે આપણા તથા આપણી આસપાસ આવનાર સહું ના અંતરનો અંધકાર દુર કરે.

  સહુને દીપાવલીના ખુબ ખુબ અભીનંદન.

  Readગુજરાતી આગામી વર્ષમાં પણ ખુબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા.

 5. JITENDRA TANNA says:

  શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન.

 6. mayuri_patel79 says:

  “નવુ સાલમુબારક”‘ રિડ ગુજરાતિ નિત નવિ પ્રભાત લઇને આવે તેવિ શુભે કામના ,વાચિને અમારુ દિલ આનદ મય રહે અને તમે પ્રગતિ કરો તેવિ પ્રાથના

 7. Suhas Naik says:

  બધા વાચક મિત્રો ને દિવાળીની શૂભેચ્છઆઓ અને નૂતન વર્ષાભિનંદન …..!

 8. Dipak says:

  મૃગેશભાઇ તમને શુભ દીપાવલી તેમજ નુતન વર્ષાભિનંદન ….. નવો અવતાર એકદમ જ્ક્કાસ છે……

 9. pragnaju says:

  તમનેપણ્

 10. BHAUMIK TRIVEDI says:

  મૃગેશભાઇ અને બધા વાચક મિત્રો ને શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન.

 11. zankhana says:

  happy new year to all read gujarati members& mrugesh bhai.
  keep it up read gujarati.

 12. sant swami says:

  જય સ્વામિનારાયણ્
  મ્રુગેશભા ઇ
  અભિનંદન્

  આપે વડોદરાને ગૉરવ આપ્યુ ચે .
  આપે ગુર્જરગિરાની અવિસ્મરણીય સેવા કરી ચે.
  આજે વડોદરાના મહારાજા સયાજિ રાવ પ્રસન્ન થતા હશે,કે મારા શહેરમા કેવો સારસ્વત વસે ચે.
  જો મહારાજા સયાજિ રાવ હયાત હોત તો આપને રાજકીય સન્માન અને ઇનામ મળત .
  અસ્તુ

  મરી કર્મભુમિ કંડારી ગુરુકુલચે. અને વિદ્યાભુમિ વડોદરા મહારાજા સયાજિ રાવ યુનિવર્સિટી.
  હાલ હું ઑસ્ટેલિયા ચુ
  ૨૨ એપ્રિલે ઇન્ડિયા આવીને આપને રુબરુ મલિશ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.