સાધુને ગમતી સવારી – આદિલ મન્સૂરી

રાતદિવસ શબ્દને એવા લસોટ,
કોઈ રીતે અર્થની લાગે ન ખોટ.

બાર દરવાજા પરસ્પર પૂછતા:
ક્યાં ગયો આ શહેરની ફરતેનો કોટ ?

નામ છ અક્ષરનું ઘૂંટાતું રહ્યું,
છેક અમદાવાદથી તે રાજકોટ.

અન્યને બ્રહ્માંડ આપો છો અને
અમને રોજેરોજનો આપો છો લોટ.

રેલવે ને પ્લેન પણ સારાં છતાં,
સાધુને ગમતી સવારી આગબોટ.

જિંદગાનીના તમાશા જોઈને,
હસતા હસતા થઈ જવાયું લોટપોટ.

છેવટે ‘આદિલ’ હવે મક્તા લખો
ટૂંકો ને ટચ સાવ સીધો ને સચોટ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાર ગોરંભો – દિનેશ દેસાઈ
રે લોલ – કૃષ્ણ દવે Next »   

13 પ્રતિભાવો : સાધુને ગમતી સવારી – આદિલ મન્સૂરી

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Realy so simple and still so nice…!

 2. અતુલ જાની (આગંતુક) says:

  જિંદગાનીના તમાશા જોઈને,
  હસતા હસતા થઈ જવાયું લોટપોટ.

  તમાશા જોવામાં આવે તો જ લોટપોટ થઈ શકાય છે બાકી જો તમાશો ભજવવા જઈએ તો તો ભારે ભૂંડા હાલ થાય છે.

  સાદી અને સરળ છતા પણ માર્મિક રજૂઆત.

 3. pragnaju says:

  ‘નામ છ અક્ષરનું ઘૂંટાતું રહ્યું,
  છેક અમદાવાદથી તે રાજકોટ’.
  …………તે આદિલ મન્સૂરી
  આ મોટા ગજાના આદમીને
  અમારી અદની અસલામ્
  આપણા દેશમાં કંઈક અંશે લોકોના દિલમાં,
  જે તિરાડ થઈ ગઈ છે એની વાત છે.
  રેલવે ને પ્લેન પણ સારાં છતાં,
  સાધુને ગમતી સવારી આગબોટ.
  કહેવાય ત્યારે લાગે છે-ખરેખર,
  આધાર જ ખસી ગયો છે !
  અન્યને બ્રહ્માંડ આપો છો અને
  અમને રોજેરોજનો આપો છો લોટ.
  તેમનાંજ શબ્દોમાં કહીએ તો
  ટૂંકો ને ટચ સાવ સીધો ને સચોટ શેર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.