રે લોલ – કૃષ્ણ દવે

[‘વાંસલડી ડૉટ કોમ’ પુસ્તકમાંથી સાભાર.]

ઝાકળના ટીપાએ ડૉરબેલ મારી ને કળીઓએ બારણાં ઉઘાડ્યાં રે લોલ,
આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાંઓ પાડ્યાં રે લોલ.

દૂરદૂર સ્ક્રીન ઉપર ઊપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ,
લીમડાની લિફટમાંથી નીચે ઊતરીને બે’ક ખિસકોલી વૉક લેવા ચાલી રે લોલ.

બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસી મ્હેતાનું પરભાતિયું રે લોલ,
લીલાને સૂકા બે તરણાંમાં સુઘરીએ કેટલુંયે ઝીણું ઝીણું કાંતિયું રે લોલ.

ચાલુ ફલાઈટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધાં રે લોલ,
એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોના સરનામાં દીધાં રે લોલ.

ડાળી પર ટહુકાનાં તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણાં સજાવ્યાં રે લોલ,
પાંખો પર લૉડ કરી રંગોનું સૉફટવેર રમવા પતંગિયાઓ આવ્યાં રે લોલ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાધુને ગમતી સવારી – આદિલ મન્સૂરી
નૂતન વર્ષાભિનંદન – સુરેશ એમ. પરમાર ‘સૂર’ Next »   

12 પ્રતિભાવો : રે લોલ – કૃષ્ણ દવે

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice….!

  “ઝાકળના ટીપાએ ડૉરબેલ મારી ને કળીઓએ બારણાં ઉઘાડ્યાં રે લોલ,”

  “લીમડાની લિફટમાંથી નીચે ઊતરીને બે’ક ખિસકોલી વૉક લેવા ચાલી રે લોલ.”

 2. અતુલ જાની (આગંતુક) says:

  પ્રકૃતિની ઘટમાળ ટેકનોલોજીના શબ્દો દ્વારા સુંદર રીતે રજૂ કરી. વાહ મજા પડી.

 3. pragnaju says:

  આ તે કેવું?પત્થરનો ઇશ્વર ,પળ બે પળ ,પ્રભાત , બબાલ અને વાંસલડી ડૉટ કૉમ… – કૃષ્ણ દવે નામં કાવ્યો માણ્યાં હતાં હવે રે લોલમાં
  “ચાલુ ફલાઈટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધાં રે લોલ,
  એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોના સરનામાં દીધાં રે લોલ.”વધુ ગમી.પ્રકૃતિનાં દર્શનો અગૅની તેમની દ્રષ્ટિ કાંઇક અલગ મિજાજની છે.આમાં કવિનો આક્રોશ છે કે, આપણે આધુનિકતામાં અને જીવનસંઘર્ષમાં પ્રકૃતિના તત્વોને જોવાની દૃષ્ટિ ખોઇ બેઠા છીયે !તેય કેટલી હળવાશથી ! તેઓ બેન્કમાં કામ કરે છે પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે ઘેર ઘેર જઈ ફર્નિચર બનાવતાં હતાં તે હકીકતને હેટસ ઓફ્ફ્

 4. ભાવના શુક્લ says:

  એક અલગ જ પ્રકારની તાજગી (freshness) નથી ટપકતી શબ્દો માથી!!!!!!! પેલી બે એક ખિસકોલી લિમડાની લીફ્ટ માથી ઉતરીને વોક લેવા જાય એ કલ્પન જ કેટલુસુંદર મજાનુ!!
  વાહ ભાઇ, કૃષ્ણ દવે ને ઘણા અભિનંદન..

 5. Ashish Dave says:

  Simply superb…
  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.