રમૂજી ટૂચકાઓ – સંકલિત

દર્દી : ‘ડૉ. મારું ટેમ્પરેચર પાંચેક પોઈન્ટ ઉપર જાય તો શું કરું ?’
ડૉક્ટર એમના શૅર-સ્ટોકનાં ફોર્મ ભરવામાં વ્યસત હતા. ઊંચું જોઈને એમણે કહ્યું : ‘એને વેચી દે !’
*********

કોઈએ છગનને પૂછ્યું : ‘અગર આપકી બીવી કો ભૂત ઉઠા કે લે જાય તો આપ ક્યા કરોગે ?’
છગન : મૈંને ક્યા કરના હૈ ભાઈ, ગલતી ભૂત કી હૈ તો વો ખુદ ભુગતેગા ના !’
*********

શિક્ષક : ‘આ વાક્યનું અંગ્રેજી કરો : તમને લાત મારીને, બેઈજ્જત કરીને બહાર કાઢી મૂક્યા, પછી પાછા બોલાવ્યા.’
વિદ્યાર્થી : ‘You have been Gangulyfied.’
*********

રમેશ : ‘અલ્યા, પેલાએ ઉધરસની દવા માગી અને તેં એને જુલાબની કેમ આપી ?’
મહેશ : ‘તું જો એની સામે, કલાક થઈ ગયો દવા લીધે પણ એને નામની ઉધરસ આવી છે ? હવે એ હિંમત જ નહીં કરે !’
*********

એક મૂરખના સરદારે ફૂટપાથ ઉપર ચોકથી લખેલું વાક્ય વાંચ્યું :
‘વાંચવાવાળો ગધેડો.’
મૂરખના સરદારે એ ભૂંસીને લખ્યું :
‘લખવાવાળો ગધેડૉ !’
*********

‘આજે, આ બધાં પુસ્તકો છુપાવી દેજો. મારા મિત્રો ઘેર જમવા આવી રહ્યા છે.’
‘કેમ, તેઓ પુસ્તક ચોરી જશે ?’
‘ના, ઓળખી જશે !’
*********

કોઈએ બાપુને કહ્યું : ‘બાપુ, તમારો કૂતરો બાકી કેવું પડે. સિંહ જેવો લાગે છે.’
બાપુ : ‘અરે ડફોળ, તારો સગો ઈ સિંહ જ છે. પણ ખાધાપીધા વગર્યનો કૂતરા જેવો થઈ ગયો છે.’
*********

પ્રોફેસર : તમને જે ખબર ન હોય તે મને પૂછો
છગન : What is the meaning of I don’t know ?
પ્રોફેસર : મને ખબર નથી.
છગન : તમને આટલું ખબર ન હોય તો તમને શું પૂછવાનું ?!
*********

ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ, ત્રણ દિવસથી ખાધું નથી.’
કંજૂસ : ’10 રૂપિયા આપીશ, પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’
*********

કવિ : ‘મારું એક પણ કાવ્ય સામાયિકે પાછું નથી મોકલ્યું બોલો !’
મિત્ર : ‘શું વાત કરો છો ?’
કવિ : ‘સાભાર પરત માટે રવાનગી ખર્ચ મોકલતો જ નથી !’
*********

બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.
એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’
આ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : ‘હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.’
*********

‘આપને હું દર મહિને ડૉક્ટર પાસે જતા જોઉં છું. દવાઓ પણ ખાસ્સી લાવો છો. આપને શી તકલીફ છે ?’
‘તકલીફ તો કશી જ નથી. પણ વાત જાણે એમ છે કે એ ડૉકટર મારો ભાડવાત છે. એ ભાડું ચૂકવતો નથી, એટલે મારી રીતે હું વસૂલ કરું છું.’
*********

યુદ્ધમાં દીકરો ગુમાવનાર પિતાને આશ્વાસન આપવાના ઈરાદાથી તેમની પાડોશી વૃદ્ધા ગઈ અને પૂછ્યું : ‘ગોળી ક્યાં વાગેલી ?’
‘બરાબર કપાળની વચ્ચે જ.’ છોકરાના પિતાએ કહ્યું : ‘ઈશ્વરનો ઉપકાર માનો કે આંખ તો બચી ગઈ.’ વૃદ્ધાએ આશ્વાસન આપતાં કહ્યું.
*********

છગન : ‘મારો કૂતરો મારા જેટલો જ સમજદાર છે !’
મગન : ‘કોઈને કહેતા નહિ ક્યાંક તમારે કૂતરો વેચવાનો થાય તો તકલીફ પડશે.’
*********

પુત્ર : ‘પપ્પા, હું આજથી મારું પોતાનું દવાખાનું શરૂ કરું છું. મને તમારી સફળતાનો મંત્ર આપો.’
ડોક્ટર પિતા : ‘બેટા, દવા ન ઊકલે એ રીતે લખવી અને બિલ ઉકલે એ રીતે લખવાં.’
*********

મગન : ‘ડૉક્ટર, રોજ હું 100 રૂ. ની દવા લઉં છું પણ કશો ફાયદો નથી થતો.
ડૉક્ટર : ‘મગનભાઈ ! રોજ 50 રૂ.ની દવા લેવાનું રાખો. રૂ. 50 નો ચોખ્ખો ફાયદો થશે ને ?!
*********

2010નો અલ્ટ્રામોર્ડન ભિખારી : ‘એ માઈ થોડા ખાના દે દે, કુછ ખાયા નહીં હૈ…’
સ્ત્રી : ‘અભી બનાયા હી નહીં હૈ, ક્યા દૂં મેરા સર ?’
ભિખારી : ‘ગરમ ના હો માઈ ? ખાના બન જાને કે બાદ જરા મિસ કોલ દે દેના…..’
*********

મૂરખનો સરદાર : ‘મારા બાળક માટે કંઈક વિટામીનની ગોળીઓ આપો.’
દુકાનવાળો : ‘ક્યા વિટામીન ? A, B, C કે D ?
મૂરખનો સરદાર : ‘કોઈ પણ ચાલશે. હજી એને ABCD નથી આવડતી !’
*********

લલ્લુ અને રાજુને ત્રણ ટાઈમ બોમ્બ મળ્યા. બેઉ એને લઈને પોલીસસ્ટેશન ચાલ્યા. લલ્લુએ કહ્યું : ‘ધાર કે આમાંથી એકાદ બોમ્બ રસ્તામાં ફાટી જાય તો ?’
રાજુ : ‘તો શું ? ખોટું બોલીશું કે બે જ બોમ્બ મળ્યા હતા !
*********

નયન : બચપન મેં મા કી બાત સૂની હોતી તો આજ યે દિન ના દેખને પડતે.
ન્યાયાધીશ : ક્યા કહેતી થી તુમ્હારી માં ?
નયન : જબ બાત હી નહીં સૂની તો કૈસે બતાવું માં ક્યાં કહેતી થી ?!
*********

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીવાની વાટ – અનિલ જોશી
કેટલાક વણલખ્યા રિવાજો ! – મન્નુ શેખચલ્લી Next »   

17 પ્રતિભાવો : રમૂજી ટૂચકાઓ – સંકલિત

 1. અતુલ જાની (આગંતુક) says:

  એક દરવાજા ઉપર લખ્યું હતું કે BEWARE OF PARROT. તેના એક મીત્રને આ વાક્ય સમજાયું નહી તેથી તેણે પુછ્યુ કે BEWARE OF DOG હોય તો બરોબર છે પણ આ BEWARE OF PARROT વળી શું? પોપટથી વળી શું બીવાનું? તેના મીત્રએ ફોડ પાડતા કહ્યું કે કોઈ અજાણ્યો આવે એટલે પોપટ સીટી વગાડે અને તે સીટીનો અવાજ સાંભળીને ઘરમાંથી કુતરો બહાર આવે.

 2. Bhajman Nanavaty says:

  ‘ડોક્ટર, આ તમારા મકાનમાલિક ભાડા કરતાં બમણી દવાઓ લઈ જાય છે. તેના કરતાં ભાડું આપી દેતા હો તો?’
  ‘ચિંતા નહીં. M.R.એ આપેલી મફતની અને expire થઈ ગયેલી દવાઓ જ હું અએને આપું છું.’

  HAPPY DIWALI and PROSPEROUS NEW YEAR to ALL!

 3. ભાવના શુક્લ says:

  રાજુ એ મા ને કહ્યુ :મા મને ૫૦ પૈસા આપની મારે ખારીસીંગ ખાવી છે.
  મા એ પુછ્યુ : કેમ બેટા ખારીસીંગ શા માટે ખાવી છે.
  રાજુ કહે : મા, મારા માસ્તરસાહેબ કહેતા હતા ખારીસીંગ ખાવાથી થોડી અક્કલ વધશે.
  મા કહે : એમ!!!!! ત્યારે તો તે લે આ ૧૦ રુપીયા, વધુ લાવજે, રોજ થોડી થોડી તારા બાપાને પણ ખવડાવીશુ….

  HAPPY DIWALI and PROSPEROUS NEW YEAR TO ALL FRIENDS!

  .

 4. pragnaju says:

  “2010નો અલ્ટ્રામોર્ડન ભિખારી : ‘એ માઈ થોડા ખાના દે દે, કુછ ખાયા નહીં હૈ…’
  સ્ત્રી : ‘અભી બનાયા હી નહીં હૈ, ક્યા દૂં મેરા સર ?’
  ભિખારી : ‘ગરમ ના હો માઈ ? ખાના બન જાને કે બાદ જરા મિસ કોલ દે દેના…..”જેવા
  રમૂજી ટૂચકાઓ કેવી સરસ રીતે હાલની પરિસ્થિતીને અનુરુપ મરક મરક હસ્ય લાવે છે!

 5. Bhavesh Thaker says:

  superb ones

 6. shreyas says:

  પ્રગ્નાન્જુ અવતરન આપ્યા વીના કઈ લખી સકતા નથી?

  prosperous new uear to all reader

 7. Jay Thakkar says:

  મને આ ટુચકા બહુ ગમે છે. પ્લિઝ મને આ ટુચકા ઇ-મેઇલ કરવા વિનન્તી

 8. sachin gauswami says:

  well done very good

 9. siraj uthamana says:

  Harbhajan to his wife :
  Darling ! kya main tera pahila pyar hoo ?
  Wife : Kardina sardar wali baat .
  Spinner ko kabhi opening milti hai kya?

 10. Amit says:

  રમૂજી ટૂચકાઓ ગમે છે….ને હસ્ય લાવે છે!

 11. pamaka says:

  મઝા આવિ ગૈ ભૈ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.