એક સુસ્ત શરદની રાતે – નિનુ મઝુમદાર

એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.

              એક સુસ્ત શરદની રાતે
             ત્યાં મંદ પવન લ્હેરાયો,
             ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
             એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
             મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
             ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.

             એક સુસ્ત શરદની રાતે
             જ્યાં મંદ પવન લહેરાયો,
             કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
             જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
             ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
             સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
                   એક સુસ્ત શરદની રાતે
                   જ્યાં મંદ પવન લહરાયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખોવાયાને ખોળવા – અનુ. હરિશ્ચંદ્ર
તારે શું જોઈએ છે ? – રવીન્દ્ર ઠાકોર Next »   

16 પ્રતિભાવો : એક સુસ્ત શરદની રાતે – નિનુ મઝુમદાર

 1. Nimish Rathod says:

  It’s beautiful !

 2. Meena Chheda says:

  એક સુસ્ત શરદની રાતે…….. નિનુ મઝુમદારના દીકરી મીનળબેનના અવાજમાં આ ગીત સાંભળવું એ પણ એક લ્હાવો છે.

 3. Dhaval B. Shah says:

  બહુજ સુન્દર.

 4. અતુલ જાની (આગંતુક) says:

  એક સુસ્ત શરદની રાતે
  જ્યાં મંદ પવન લ્હેરાયો,
  ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
  મધુમાલતી બહુ શરમાઈ ગઈ
  અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
  ને ચંપો ખડખડ હસી પડ્યો.

  આ સુંદર રચના વાચ્યા પછી આજુબાજુમાં જોવાની દ્રષ્ટી જ જાણે બદલાઈ ગઈ. કેવી સરસ રચના.

 5. pragnaju says:

  ફરી ફરી વાંચવાની સાંભળવાની ગમે તેવી સુંદર રચના

 6. Jayesh Thakkar says:

  નિનુભાઈનાં (અને ગુજરાતીભાષાના) ગીત-સંગીત-વિશ્વમાં શાશ્વત સ્થાન પામેલી અદભૂત રચનાઓમાંની એક. વાંચીને “પંખીઓએ કલશોર કર્યો ભાઈ…” તરત યાદ આવી…

 7. ભાવના શુક્લ says:

  મધુમાલતી બહુ શરમાઈ ગઈ
  અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
  ને ચંપો ખડખડ હસી પડ્યો.
  ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.
  એક સુસ્ત શરદની રાતે જ્યાં મંદ પવન લહેરાયો,
  …………………………………………………….
  મોહક અને કુણી કુણી ચેતના ઝગાડે છે આ શબ્દોના વનમા વિહાર કરવુ તે…
  ભાઇ જયેશભાઇ,
  “પંખીઓએ કલશોર કર્યો ભાઈ…” ઘણા વખતથી અધુરી અધુરી મનના અધુરા અધુરા ખુણે ફર્યા કરે છે. જો આખી હોય તો અહી મુકવા નમ્ર વિનંતી કરુ છુ.

 8. RAJENDRA SHAH-SVAPNIL, VADODARA says:

  શબ્દોની ઝંકૃતિ ભાવજગતમાં કેવી ચેતના જગાડી જાય તેનું ઉત્તમ ઉદાહરણ ! માત્ર શબ્દોથી જ રોમે રોમ સુધી પહોંચી જાય તેવી કૃતિ સંગીત સાથે હોય તો તો …………. !!!!

 9. RAJENDRA SHAH-SVAPNIL, VADODARA says:

  શબ્દોની ઝંકૃતિ ભાવજગતમાં કેવી ચેતના જગાડી જાય તેનું ઉત્તમ ઉદાહરણ ! માત્ર શબ્દોથી જ રોમે રોમ સુધી પહોંચી જાય તેવી કૃતિ સંગીત સાથે હોય તો તો …………. !!!!

  રાજેન્દ્ર શાહ (સ્વપ્નિલ )
  વડોદરા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.