છતાં – રસિક ચંદારાણા

બહાર ભટકો છો, શું કામ ?
        બધું અહીં જ ભર્યું છે !
જ્યાં ત્યાં શોધો છો, શું કામ ?
        શોધાયેલું જ પડ્યું છે !
દોડયા દૂર દૂર, રઝળ્યા જ્યાં ત્યાં,
        ન લીધો વિશ્રામ !
રહ્યા નિરંતર, છતાં એ અંતર,
        ન આવ્યો અંજામ !
અંતર નથી, અંતરમાં જ છે,
        છતાં અંતરે શોધો છો !
નજીક છે, ઓજસમાં જ છે,
        છતાં અંધારે ભટકો છો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝાકળબિંદુ
પ્રારબ્ધ અને પુરુષાર્થ – સ્વામી આનંદ Next »   

11 પ્રતિભાવો : છતાં – રસિક ચંદારાણા

 1. nayan panchal says:

  અંતર નથી, અંતરમાં જ છે,
  છતાં અંતરે શોધો છો !

  વાહ! એક જ શબ્દના કેટલા ઉપયોગ.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર રચના

  ઈત ઉત મુરખ શીદને ભટકે, જો તું ભીતર ભારી ;
  આ દેહમાં બેઠા દેવ મુરારી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.