ત્યાં સુધી યુદ્ધસ્વ – કાન્તિ ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

આજે 75 વર્ષની ઉંમરે પણ લાગ્યા કરે છે કે જીવનમાંથી હું શીખ્યો નથી. હજી શીખવાનું બધું જ બાકી છે. સાર્થ જોડણીકોષમાં શીખવું એટલે જ્ઞાન મેળવવું. એ વ્યાખ્યા મુજબ હજી જ્ઞાન લાધ્યું નથી. અંગ્રેજીમાં શીખવું માટે લર્ન શબ્દ છે. તે અર્થમાં બ્રિટિશ કવિ વિલિયમ શેનસ્ટોને લખેલું કે માય નોલેજ ઑફ બુક્સ હેડ ઈન સમ ડિગ્રી ડિમિનિશ્ડ માય નોલેજ ઑફ ધ વર્લ્ડ – અર્થાત પુસ્તકો વિષેના મારા જ્ઞાને મારા જગત વિષેના જ્ઞાનને ઓછું કર્યું છે… પરંતુ મારા આ જવાબથી વાચકોને સંતોષ નહીં થાય. પ્રચલિત અર્થમાં જ મારે જીવનમાંથી શું શીખ્યો એમ નાછૂટકે કહેવું પડશે. શરૂમાં જ મેં સ્પષ્ટ જવાબ આપ્યો નથી, કારણ કે બચપણથી આજ સુધી મારે જે શીખવું હતું, જે જ્ઞાન મેળવવું હતું, જે ‘જાણવું’ હતું તે જાણવાની મને ખરી તક મળી નથી. આ જગતની વ્યવહારિકતા અને મારા અસ્તિત્વ માટેના સંઘર્ષમાં મને જોઈએ તે રીતે જાણવાની ફુરસદ મળી નથી અને આજે 75 વર્ષની ઉંમરે હું 15 કલાક લખવા અને વાંચવાનું કામ કરું છું. તેથી શીખવાનો મોકો મળતો નથી.

સવારે 5 વાગ્યે ઊઠીને લેખ લખવા બેસી જાઉં છું. રોજ રોજ 365 દિવસ માટે ગુજરાતી દૈનિકમાં એક કટાર લખવાની હોય છે. બે સાપ્તાહિક કટારો બીજાં બે પ્રકાશનો માટે લખવાની હોય છે. કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર હોય કે નાના બાળક ઉપર અત્યાચાર થાય કે અસહ્ય દુ:ખ આવી પડ્યા પછી ઘણા કોમળ જીવો હિબકાં ભરે છે. હું આજે મારા સમગ્ર જીવનમાં મારા પર આવેલા કેટલાય વ્યવહારુ અને પ્રિયજનોએ કરેલા અન્યાય તેમજ લાગણીને લગતા આઘાતોનાં હીબકાં ભરું છું. તેથી નિવૃત્ત થવાનો કે ‘શીખવાનો’ અવકાશ મળ્યો નથી.

મને જેમના પર શ્રદ્ધા છે તે રાજશ્રી મુનિને મેં એક વખત પૂછેલું : ‘હું ક્યારે નિવૃત્તિ લઈશ ?’ પત્રકારત્વની મારી કહેવાતી લોકપ્રિયતા હવે કોઠે પડી છે. ઊલટાની બંધનમાં નાખે છે અને વ્યસનરૂપ બની છે. હું ખરેખર કંટાળી ગયો છું. થાકી ગયો છું. વાજ આવી ગયો છું. મને રાજશ્રી મુનિએ કહ્યું : ‘ના, લખવાનું ચાલુ રાખો.’ એ પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું એક કથન યાદ આવ્યું. તેમણે લખેલું કે ‘આ પૃથ્વી ઉપર આપણી સ્થિતિ બહુ વિચિત્ર છે. આપણે તદ્દન ટૂંકી મુલાકાતે આવીએ છીએ. એમ છતાં લાગે છે કે આપણે કોઈ દિવ્ય હેતુ અર્થાત ઈશ્વરની કોઈ યોજના હેઠળ અહીં આવી પડ્યા છીએ.’ વાહ. જો આઈન્સ્ટાઈનની વાત માનું તો ડિવાઈન પરપઝ મારે માટે એ છે કે હું લખ્યા કરું અને ‘જીવનમાંથી શું શીખ્યો’ તે વિષે વાચકને ગળે ઊતરી શકે તેવો જવાબ આપું. તે માટે મારે થોડું આત્મકથાત્મક કહેવું પડશે. તે પ્રક્રિયામાં હું જે કાંઈ શીખ્યો તેનો જવાબ આવી જશે. હજી થોડી આ લેખની પ્રસ્તાવના લંબાવું. તંત્રીઓના નિયમ પ્રમાણે પ્રત્યેક લેખના કદની મર્યાદા હોય છે. જો ભગવાન કૃષ્ણને આધુનિક એડિટરો મળ્યા હોત તો કહેત કે 18 અધ્યાય નહીં, સંક્ષેપમાં પતાવો. તો કૃષ્ણે માત્ર એટલું જ કહેવાનું રહેત કે ‘યુદ્ધસ્વ’

જીવન ગતિશીલ છે. માનવી છેલ્લો શ્વાસ ન લે ત્યાં સુધી તેણે નવું નવું રોજ શીખવાનું રહે છે. સાથે સાથે યુદ્ધ કરવાનું રહે છે. માનવીનાં જીવનમૂલ્યોય બદલાતાં રહે છે. અનુભવને લીધે અને કંઈક પ્રારબ્ધવાદી વલણ ગળથૂથીમાં મળવાને કારણે નવું શીખીને જૂની વિચારધારા સામે લડવું પડે છે. મેં જીવનમાં જોયું છે કે પત્ની, પુત્ર, ભાઈઓ કે સાથીદારો દગો દે છે. પણ પુસ્તકો દગો દેતાં નથી. પુરુષાર્થ દગો દેતો નથી. મેં પુસ્તકો અને પત્રકારત્વને જ મારા મિત્રો રાખ્યાં છે. જીવનમાંથી હું એ શીખ્યો કે આખરે રાત પડે ત્યારે તમે જ તમારા સાથીદાર છો, એટલે સાથીદાર શોધવા બહુ ધમપછાડા ન કરવા. છતાં પણ ધમપછાડા ચાલુ છે. હું કંઈ શીખ્યો નથી. આજથી 23 વર્ષ પહેલાં હું ‘અભિયાન’ નો તંત્રી હતો ત્યારે તે સમયના ઈન્ડિયન ચૅમ્બર ઑફ કોર્મસના વિદ્વાન મહાસચિવ રામુભાઈ પંડિતને પણ મેં વિષય આપેલો – ‘જીવનમાંથી હું શું શીખ્યો ?’ રામુભાઈ પંડિત જીવનમાંથી શીખેલા કે પ્રારબ્ધને દોષ દઈને બેસી ન રહેવાય. જીવન સાથે સંઘર્ષ કરવો જ પડે છે.

કેટલાંક પરસ્પર વિરોધી અનુભવો કે તારણો આપણને જીવનમાં જાણવા મળે છે. સરદાર પાણીકર જેણે ભારતના રાજ્યોની પુન:રચના કરી તેમણે જીવનનું તારણ કાઢેલું, ‘આખરે મારા જીવનમાં મેં જોયું કે માણસ ગમે તેટલા ધમપછાડા કરે પણ જ્યાં સુધી સંયોગો બળવાન ન બને ત્યાં સુધી માનવી કંઈ કરી શકતો નથી.’ સરદાર પાણીકરની આ વાત પણ મને સાચી લાગી છે. સાથે રામુભાઈ પંડિતની વાત સાચી લાગી છે કે સંયોગો કે પ્રારબ્ધને દોષ દઈ બેસી ન રહેવાય. હું કેટલીક કપરી સ્થિતિમાંથી છૂટવા સખત પુરુષાર્થ કરતો અને કેટલીય વખત બળવો કરીને અને કપરા સંયોગો સામે લડીને મુક્તિ મેળવી છે તે લાભપ્રદ નીવડી છે અને કેટલીક વખતે અનુકૂળ સંયોગોની રાહ જોવાનું હું 60ની ઉંમર પછી શીખ્યો, તેમાં લાગ્યું છે કે સંયોગો પાકે તેમ જ તમારી છટપટાહટ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે જીવનમાં આફૂડું (પોતાની મેળે) પરિવર્તન આવે જ છે. કહેવતોને બહુ મહત્વ ન આપવું. ધીરજનાં ફળ મીઠાં છે, પણ વધુ પડતી ધીરજનાં ફળ માઠાં છે. મારી અધીરજ અને ઉતાવળાપણાથી મેં ગુમાવ્યું તેના કરતાં પત્રકારત્વમાં વધુ મેળવ્યું છે.

‘જે ગમે જગત-ગુરુ દેવ જગદીશ ને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે…’ કવિની આ પંક્તિઓ મારા જીવનમાં ઘણી ઉપયોગી નીવડી છે. બચપણમાં માતા-પિતાના કંકાસને કારણે માતા અભણ હોઈને ખાવાપીવાના સાચા સંસ્કાર ન મળ્યા. પિતા શિક્ષક અને કવિ હતા એટલે ઘરે પુસ્તકાલયનો લાભ મને મળ્યો. માતાને પેટ પિતાએ 8 સંતાનો આપી દીધાં. ઘરકામના ઢસરડા સાથે મહેમાનોની લંગાર લાગી હોય તેથી માતાની દયા ખાઈને હું 7 વર્ષની ઉંમરે તમામ ઘરકામ શીખ્યો. છાશ તાણવી, છાણાં થાપવાં, વાસણો માંજવાં, વાસીદું કરવું, પાપડ વણવા વગેરે શીખ્યો. એ પછી ભાદરોડ મહુવામાં વિધવા ગરીબ ફૈબા પાસે ગરીબીમાં રહ્યો. ઝાંઝમેર ગામે વતનમાં પિતા શિક્ષક હતા. 1931ની એ સાલમાં 75 વર્ષ પહેલાં શિક્ષક (માસ્તર) એ ગામના રાજા ગણાતા. પિતા શેરીમાં નીકળે તો સાંજે નિશાળિયા સંતાઈ જતા એટલી હાક પડતી. એ માસ્તરનો પ્રથમ ખોળાનો હું દીકરો એટલે આખું ગામ મને લાડ લડાવે. માસ્તરના મોટા દીકરા તરીકે એટલાં લાડ મળ્યાં કે આજે એ લાડના સંસ્કાર મને દુ:ખી દુ:ખી કરે છે. વળી તંત્રીઓ અને વાચકોના લાડ મેળવવા આંતરડાં તોડીને કામ કરું છું. લાડ અને પ્રેમની કિંમત ચૂકવવી પડે છે.

મોડે મોડે શીખ્યો છું કે સમાજ તમને જેટલાં લાડ કરે છે તેટલી જ થપ્પડો પણ મારે છે. એમ છતાંય બચપણથી સખત પરિશ્રમ કરીને ઊજળી કારકિર્દી રાખીને તમામ લોકોને પ્રિય થવાનો મારો જન્મજાત સ્વભાવ છે અને સાથે આવી રીતે બીજાને માટે ઘસાઈ મરીએ પણ સામે પક્ષેથી લાડ મળતા નથી તેથી વારંવાર નંદવાઈ જવાની ટેવ પણ પડી છે. ઘણા અનુભવ છતાં આ નંદવાઈ જવાની મારી ટેવને ભૂલતો નથી તેથી દુ:ખી થાઉં છું. એમ છતાં મને લાગે છે કે જીવનમાં તમે સીધે માર્ગે ચાલો, આંતરિક ચારિત્ર્ય નિર્મળ રાખો, તમારા પુરુષાર્થમાં ધારદાર અને પ્રમાણિક રહો તો ઈશ્વર તમને મદદ કરે છે. તમામ પ્રતિકૂળ સંયોગો ભવિષ્યમાં અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની પ્રથમ શરતરૂપે મળે છે.

બચપણમાં ખાવાની ખોટી ટેવથી પેટ બગડ્યું. બી.કોમમાં નરમ તબિયતને કારણે ફર્સ્ટકલાસ ન આવ્યો. ફર્સ્ટકલાસ આવ્યો હોત તો હું વડોદરા સ્ટેટમાં ક્યાંય 1952માં કલેકટર બનીને નિવૃત્ત થઈને મરી ગયો હોત. નરમ તબિયત ઉપકારક થઈ. ઉરુલી કાંચનમાં નિસર્ગોપચારનું શાસ્ત્ર જાણ્યું તે ઉપકારક થયું છે. બચપણમાં જે રેઢિયાળપણું ખોરાકમાં હતું તે આજે શિસ્તવાળું હોઈ 75 વર્ષની ઉંમરે પંદર કલાક કામ કરી શકું છું.

પિતા પરાવલંબી હતા. મેં ગાંધીજીના આશ્રમમાં સેવક તરીકે આજીવન રહેવાનો સંકલ્પ કર્યો. પણ પરાવલંબી પિતાને નિભાવતા કાકાએ મને મલેશિયા બોલાવ્યો. 12 વર્ષ કાકાની ગુલામી ભોગવી. આ ગુલામી ફળી. બિઝનેસનો અનુભવ મળ્યો. વિશાળ દષ્ટિ આવી. સાહસિકતા આવી. ડાયરી રાખતાં શીખ્યો. કાકાએ સ્વાર્થ પૂરો થતાં મલેશિયાથી રવાના કર્યો. રવાના ન કર્યો હોત તો ? ન્યુયોર્કમાં હું નોનફેરલ મેટલનો (બિનલોહ-ધાતુ) નિષ્ણાત બનીને દારૂડિયો બની મરી ગયો હોત. મલેશિયાથી પાછો ફરીને આખા દેશમાં ભટક્યો. આખરે મનગમતું પત્રકારત્વ હાથમાં આવ્યું. આજે પત્રકારત્વ મને જીવાડે છે. 56-58 વર્ષની ઉંમરના કાંદિવલીના વૃદ્ધોને ઓટલા ઉપર બેસી ગપ્પાં મારતા જોઉં છું ત્યારે મને લાગે છે કે ઈશ્વરે મને જેટલી થપ્પડો આપી તેના ઈનામમાં પત્રકારત્વ આપ્યું. આ પત્રકારત્વ મને જીવંત રાખે છે. એટલે ઈશ્વરની યોજના વિષે બહુ ફરિયાદ ન કરવી અને કહી જ હારણ ન થવું. ઈશ્વરે આપેલી તમામ અડચણો સ્વીકારવી. હા, પણ શરત છે કે તમે વર્તણૂકથી કે વલણથી બદતમીઝ અને અપ્રમાણિક ન હોવા જોઈએ. જો તમે સમાજ, વ્યવસાય અને તમારી પોતાની જાત પ્રત્યે વફાદાર રહો તો જીવનમાં આવતી તમામ અડચણો તમારે માટેની તકમાં ફેરવાઈ જાય છે. હું એ શીખ્યો છું.

પણ પુન: મારે તો ફરી આ જન્મના ચક્કરમાં ફસાવું નથી. મારે મોક્ષ મેળવવો છે. એ કેમ મેળવવો ? મારે શીખવાનું બાકી છે. કદાચ આવતે જન્મે તો શીખીશ જ. ત્યાં સુધી યુદ્ધસ્વ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાથી અને સસલો – યશવંત મહેતા
દુનિયા અમારી – ભાનુપ્રસાદ પંડ્યા Next »   

29 પ્રતિભાવો : ત્યાં સુધી યુદ્ધસ્વ – કાન્તિ ભટ્ટ

 1. કાન્તિ ભટ્ટની કોલમ હંમેશા માહિતીપ્રદ અને રસપ્રદ હોય છે. એમની જીવન સંઘર્ષ ગાથા ઘણી ગમી…

 2. ashalata says:

  કાન્તિ ભટની વાતો ખરેખર ઘણી રસપ્રદ હોય છે
  સલામ—યુધ્ધસ્વ.

 3. pragnaju says:

  ખૂબ સરસ
  નરસિંહ મહેતા પણ કહે છે
  હરીના જનતો મુક્તીના માંગે,
  માંગે જન્મો જન્મ અવતાર રે.
  કાન્તિ ભટ્ટ ઉરૂલી કાંચન આશ્રમમાં સેવક તરીકેની સદા યાદ રહે તેવી છે

 4. Dilip Patel says:

  “જો તમે સમાજ, વ્યવસાય અને તમારી પોતાની જાત પ્રત્યે વફાદાર રહો તો જીવનમાં આવતી તમામ અડચણો તમારે માટેની તકમાં ફેરવાઈ જાય છે. હું એ શીખ્યો છું.” –
  આપણે પણ આ પદાર્થપાઠ શીખી યુધ્ધસ્વથી બુધ્ધત્વ ભણી પ્રયાણ આદરીએ.

 5. Bansi Patel says:

  The truth about life! Well said.

 6. Narendra says:

  Mr.Kanti bhatt,
  congrets for your open article on your life and path.
  It is very informative to do this for other people particularly
  readers, if you are a writer.
  One thing I would suggest to you as I am not so aged or
  learned to advise,you now, should not work so hard just to
  keep all wheels rolling.Instead, forget your readers,editors
  and do something for you if, it to learn,no problem.
  Then, may be you will reach where, I think you want to be.
  Anyway, being a ardant reader of yours from my school days,
  wish you keep writing but can reduce.
  God may help
  Thanks.

 7. siddharth desai says:

  i read kantibhai’s articles for the last thiryfive years in different news pappers and magazines and i learned lot of information from him.he is a perfact guide and wellwisher to all readers.i wish him good health and spirit upto his last day on this earth.
  siddharth desai

 8. કાન્તિ ભટ્ટ સાહેબ , અહિ એમણે જે કંઇ વાત છે તે કોઇ આર્ટીકલ નથી, એક આમ આદમી, અદના ઇન્સાનની કબુલાત કે રજુઆત છે પરંતુ આપણી તકલીફ એ છે કે મેરા નામ જોકરનો રાજુ રડે તો પણ એને અદભુત અભિનયમાં ખપાવી દઈએ.

  કાન્તિ ભટ્ટ સાહેબ કરતાં ઉંમરમાં હું અડધો છું છતાંપણ આ વાતમાંથી એટલુ શીખવાનું જે શાયદ કાન્તિ ભટ્ટે જ લખેલ છે કે કોઇ માણસ સંપુર્ણ કદી હોતો નથી…. સાથે સાથે મારા પ્રિય , અતિ પ્રિય, મારી કમજોરી કે પ્લસ પોઇન્ટ એવા બક્ષી સાહેબનો ઓલ્લેખ કરવાનું કદી ન ચુકુ કે માણસ ધારે તો પોતાન સંજોગો પર વિજય મેળવી શકે, શરત માત્ર એટલી કે કઠોર પરિશ્રમ. દ્રઢ નિશ્ચ્ય અને ગજબનો આત્મવિશ્વાસ !

 9. jalpa says:

  મને આપના લેખ વાન્ચવા બહુ ગમે .આપની વધુ ક્રુતિઓ વાન્ચવા ની અભીલાશા ખરી.આપની આભારી.

 10. Vaishali says:

  Respected Kantibhai,

  I am very big fan of your articles. I have learnt lot and inspire a lot from your articles. Thanks very much for it.

 11. દિલીપ સુરાણી સરવડ says:

  ભામણ નો દિકરો બધાની વેદના સમજે છે એનો અમને ગર્વ છે……જે સી કૃષ્ણ……

 12. BHUPENDRASINH GOHIL says:

  RESPECTED SHREE KANTI BHATT.I HOPE TO WRITE A LETTER.BY POST.
  GIVE ME YOUR ADDRESS PLEASE .MY MOBILE NUMBER IS 9228218517
  I AM BHUPENDRASINH GOHIL. FROM SURENDRANAGAR GUJARAT

  YOURS TRULLY.
  BHUPENDRASINH GOHIL.

 13. BHAVESH GUNA says:

  shri kantibhai bhatt,

  I am very happy to read this spacial articles from shri KANTI BHATT.And i also hope that about to this articles to make a lot of inspire from your best knowladge and philosophy.

  I have allready reader of your daily colom of ‘DIVYA BHASKAR’ daily gujarati news paper.So i am very big fan of your articles.

  THANKS,
  BEST WISHES.
  BHAVESH GUNA
  9727777297.

 14. Rajdeepsinh jadeja says:

  hi’
  i m impres to your life
  tamara lekh mane khoob gamya
  tamara divya bhaskar ma aavta lekho hu dar sunday vanchu chhu
  pan aa lekho nu anukaran karnaara ghana ochha chhe tenu mane dukh chhe
  thank’s

 15. Rajdeepsinh jadeja says:

  સોરિ,
  મારો મોબઈલ ન.૯૪૨૮૩૫૯૭૫૧

 16. કાંતિ ભટ્ટ એટલે સંપૂર્ણ માહિતિનો ખજાનો અને એ પણ સરળ ભાષામાં.

 17. Veena Dave,USA. says:

  Respected Kanti Bhatt is a great author. I always like to read his articles.

 18. Mayur Patel says:

  Good Article

 19. vishal says:

  Hi friends

  Since the last few years I am not able to find anything new in his articles.. most of them are around SEX , Medicine, Against USA and some 2-3 common issue..

  He was good when he writes from heart but now a days he is using too many qoutes from foreign books..sometimes its getting irritating..he needs to understand current situation.. it may be the case ke you people find me very harsh or rude or a person who do not have attitude.. but this is my opinion. hope you take it positively.

  By the way its good to see that at the age of 75 he is still busy.. just like sir ALEX..65+ but no retirement sign..

  Thanks
  Vishal Shah

 20. sudha says:

  My Lord Mr. Kanti Bhatt

  I am a big fan of your last 28 year at that tiem i ahve a no idea about the life n struggle and all the things but when i am reached at the age 20 i feel my Yuddhswa’ યુદ્ધસ્વ’ is going on ……………….

  stil not end at the age of 39 still ‘ યુદ્ધસ્વ ‘ no idea when stopped so it may be continues the enf of life ……… I like to communicate personely if you are give me your emai id or a your postal Address and like to vist perosnally as well when i visit Bomaby no idea whnere n when but like to meet ……….
  sudha Lathia
  London

 21. prabhu says:

  Good article. Honerable kanti bhat doing his kartavydharma with Great Spirit. Reader’s kartavyadarma is to get positive thought, idea etc. from any article, reading, and personality nothing wrong with it. If you say ‘ I am fan of you’ this is confuse me, if you say anybody ‘ I am fan of you’ then – what about you? …Consolidate your inner power you will be found your self very strong personality and found very strong in spiritually…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.