દુનિયા અમારી – ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
             પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
             ને તોય પગરવની દુનિયા અમારી !
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો
             બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથી છટકીને રણઝણતું
             રૂપ લઈ રસળે શી રાત !
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
             વૈભવની દુનિયા અમારી !
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
             નાતા આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
             અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
             અનુભવની દુનિયા અમારી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્યાં સુધી યુદ્ધસ્વ – કાન્તિ ભટ્ટ
ઊગ્યું અનુપ પ્રભાત ! – ઉપેન્દ્ર પંડ્યા Next »   

9 પ્રતિભાવો : દુનિયા અમારી – ભાનુપ્રસાદ પંડ્યા

 1. pragnaju says:

  ‘ટેરવાને તાજી કૈં ફૂટી તે નજરુંના અનુભવની દુનિયા અમારી
  સુંદર
  યાદ આવ્યું
  કયાં છે ? શું છે ? કોણ છે? કેવુક છે ?
  જીવવાની ટેવ છે પ્રશ્નો વગર…..
  અમારા માનનીય ભગવતીભાઈની કવિતા યાદ આવી
  હા, બને ઘટનાઓ, પણ દૃષ્યો વગર;
  ફૂલ મારાં ઊઘડે સૂર્યો વગર,
  હું અવાજોની સપાટી પર તરું;
  મારું પુસ્તક હોય છે પૃષ્ઠો વગર.
  શ્વાસમાં છે ટેરવાંનું દળકટક;
  પુષ્પને પામી શકું રંગો વગર.
  સપ્તરંગી મારાં આકાશો નથી:
  ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર.
  એક નહિં, પણ સૂર્ય ડૂબ્યા બે ભલે:
  રથ તો ચાલે છે અહીં અશ્વો વગર.
  ક્યાં છે? શું છે? કોણ છે? કેવુંક છે?
  જીવવાની ટેવ છે પ્રશ્નો વગર.
  રંગ, રેખા, રૂપ, આકારોથી દૂર;
  તોય હું જીવ્યા કરું સૂર્યો વગર.
  આંખ પર છે કાળા સૂરજનો કડપ;
  કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?

 2. Replica watches….

  Replica tag heuer watches. Replica rolex watches. Replica watches….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.