જીવનવાણી – સંકલિત

[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.]

પોતાના પુત્રને કાંઈક ભેટ આપવાની એક પિતાની હોંશથી એક નાની રૂપકડી ચોપડીની ઉત્પત્તિ થઈ છે. પિતાની એ શીખમાંથી નીપજેલી અંગ્રેજી ચોપડીનું નામ છે : ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન બુક’ તેને દરેક પાને સાદા શબ્દોમાં બે-ચાર નાની નાની શિખામણો મોટા અક્ષરે છાપેલી છે. તેમાંની કેટલીક :

[1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.

[2] કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય છે.

[3] દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.

[4] તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.

[5] તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.

[6] આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.

[7] સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.

[8] જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.

[9] ઘસાઈ જજે, કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.

[10] હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.

[11] લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.

[12] તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.

[13] ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય એનો પણ.

[14] ગંદકી સામે જંગ માંડજે.

[15] પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે – ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.

[16] એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રમાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.

[17] જેમને એ વાતની કદી જાણ પણ થવાની ન હોય એવા લોકો માટે કશુંક સારું કરતા રહેવાની આદત કેળવજે.

[18] દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.

[19] કોણ સાચું તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે.

[20] એકંદર યુદ્ધમાં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈઓમાં હસતાં શીખજે.

[21] જે ગાંઠ છૂટી શકે તેને કાપતો નહીં.

[22] દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.

[23] યાદ રાખજે કે સફળ લગ્ન જીવનનો આધાર બે વસ્તુ પર રહે છે (1) યોગ્ય પાત્ર શોધવું અને (2) યોગ્ય પાત્ર બનવું.

[24] તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઈન્સ્ટાઈનને.

[25] એટલું સમજજે કે સુખનો આધાર માલમિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા કે સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો પર રહે છે.

[26] તને માન મળે તેમાં બીજાને સહભાગી બનાવજે.

[27] ‘મને એની ખબર નથી’ એમ કહેતાં ડરતો નહિ. ‘મારાથી ભૂલ થઈ’ એમ કહેતાં અચકાતો નહિ. ‘હું દિલગીર છું’ એટલું બોલતાં ખચકાતો નહિ.

[28] ક્યારેક નિષ્ફળ નીવડવાની પણ તૈયારી રાખજે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માઈલસ્ટોન – નરેશ શાહ
પાપડમાં અવલ્લ ઉત્તરસંડા – હરસુખ થાનકી Next »   

27 પ્રતિભાવો : જીવનવાણી – સંકલિત

 1. Jignesh Mistry says:

  Too Good!!!

 2. સરસ!

  જેકસન બ્રાઉનની જીવનમાં ઉતારવા જેવી ‘રત્નકનણિકા’ઓ.

 3. atit says:

  Very nice…

 4. Niraj says:

  ખૂબ જ સરસ.. એક એક વાત જીવનમાં ઉતારવા જેવી..

 5. અતુલ જાની (આગંતુક) says:

  These little instructions from “Life’s little instruction book” is able to change our life.

  Thanks

 6. pragnaju says:

  આપણે શુભ-અશુભ પ્રસંગે આવી ચોપડીઓ વહેંચીએ તો ઘણું મોટું કામ થાય્-ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.

 7. Sapna says:

  very very good

 8. Maish Thakar says:

  when my father came to canada he gave me this at the time when he leave ,its realy touchs to heart, keep it up readgujarati.com ………..

 9. એકદમ સરસ..થોડીક વાત જીવનમા ઊતરી જાય તો ધન્ય ધન્ય…

 10. priyank soni,kalol. says:

  I just wanna say that class dont need comments.

 11. Ami says:

  Its a really good article…..

 12. Ami says:

  Excellent article.

 13. DDIT, નડિયાદમાંથી BCA ના પદવીદાન દિવસે અમને ડીગ્રી સર્ટિફીકેટની સાથે એક પાનુ આપવામાં આવ્યું .. એ વખતે એ પાનું મેળવી ને નવાઈ લાગેલી કે મારી કોલેજે આ કક્ષાનું પણ કંઈક આપ્યું .. હું કાંઈ અતિશયોક્તિ નથી કરી રહ્યો પણ અમને બધાને નવાઈ લાગેલી ..

  એ પાનું આ જ બધા મોતીઓથી ભરેલું હતું.. 🙂

  આજે એ બધા રીફ્રેશ થઈ ગયા.. અને એ દિવસ પણ યાદ આવી ગયો … ૫ વર્ષો થઈ ગયા એ વાત ને ..

 14. mitul says:

  i love this thoughts

 15. mitul says:

  i love these thoughts

 16. Niraj says:

  Simply the best!

 17. mukesh thakkar says:

  simply the best

 18. Dhruv says:

  Bahu j sundar “SUVAKYO” jivan ma 1-2 pan “Atmasat” thai jay to Jivan Dhanya thai jay….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.