કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી

અભણ બાળની તોતડી કાલી બોલીમાં
અને મોકળા સરળ તાલમાં
અનાયાસ તાળીના પ્રાસમાં
જે હરખે હરખે આરંભાઈ
તે કવિતા નહીં
પણ એની જણેતા ભાષા
જેણે ભાખી રાખેલ
જે એના પેટમાં બીજ પણ નથી
એનું અડાબીડ અપરિમેય અવશ્ય અરણ્ય

કવિતા જન્મ્યા પહેલાં જ
જે – તેના ગજા બહારની જણસ
ગેલમાં આવી કોઈ ગલગલિયાં કરવા જાય
તો ગૂંચળે વળી જાય
ખંજવાળ છાંટતા કાનખજૂરાની જેમ

શોરીલા સરઘસના તોરમાં તરબતર કોઈ
અકારણ ડંગોરાયટ આંગળીથી
આકરણ કરે તો પડકારે
ગોળ ફરતાં શૂળિયાં પસારીને શાહુડીની જેમ

ડગલે પગલે અક્ષર સૂંઘતી સૂંઘતી
મહાલતી જાય એવી વાઘણ કવિતા
વ્યાકરણ વરુના જડબે ફસાયલા
ખરગોશી હરફને
પંજાના એક ફટકારે બેધડક આઝાદ કરી
આવારા દડબડી જવા દે

પછી ચળક શિંગડે સજેલા
તારા ચાંદ સોન ટપકાળા કેડ પાતળા
વાયરાનેય લજાવે એવા વળાંક વેગાળા
ચરણતંગ
હરણનો
તરંગવત પીછો કરી
હોડમાં પોતાનીય હાંફળી ફાળને જોડી
ઊછળી ઊઠે
અને શબ્દકુરંગનાં લટકાં લય લહેકા
એક તરાપમાં ઝડપી પછી
હરણ વાઘણ વાઘણ હરણ વરણઘરણ
કનકશામળ કાગળકલમ કાનન
કાનમાં મર્મરી જતું
કાલીઘેલી બોલીમાં
સનાતન સંગીતભર્યું
કાળાતીત પ્રાચીન અરણ્ય
જેને જિવાડે
એમાં જીવતી
એને પાંદડે પાંદડે પ્રાસ જોડતી
પવને પવને શ્વાસ જોડતી
પળે પળે રૂપ બદલતી શાશ્વત અણજન્મ અનાયાસ
કવિતા

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાપડમાં અવલ્લ ઉત્તરસંડા – હરસુખ થાનકી
પરમ ભક્તની પરખ – જૉસેફ મેકવાન Next »   

9 પ્રતિભાવો : કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી

 1. સમજવામાં થોડી અઘરી લાગી

 2. કવિતા “ન” કરવા વિશે એક સુંદર કાવ્ય આપ ‘લયસ્તરો.કોમ’-ગુજરાતી કવિતાઓની સૌથી વિશાળ વેબસાઈટ પર અહીં માણી શકો છો:

  http://layastaro.com/?p=966

 3. pragnaju says:

  સુંદર
  જગ નૂતન જીનવજ્યોત લભી
  સુખ શાંતિ સમૃધ્ધિમાં સ્નાન કરે,
  કવિ કામની થા કવિતા તું ભલે,
  મને દિવ્ય સંતોષ સદાયે મળે..
  તે કવિતા…
  વિષમય વાયુ વહે સંસારે, તેમાં અમૃત ભરવું મારે
  શબ-સરખા માનવ કૈં ફરતા સુહાવવા સંજીવન ધારે.
  પૃથ્વીના પરિતાપ હરે તે કવિતા હે કવિ, ગાજે….

 4. અતુલ જાની (આગંતુક) says:

  કવિતા “ન” કરવા વિશે એક સુંદર કાવ્ય હજુ હમણાં જ ‘લયસ્તરો.કોમ’ પર માણેલું ત્યાં તરત જ કવિતા ઉપર આ કવિતા વાંચીને વધારે મજા આવી ગઈ.

  મારી આસપાસ તો જાણે ચારે તરફ કવિતા, કવિતા અને કવિતા. કવિતા ઉપરની આ કવિતા ઘણી અટપટી છે. શું બધી કવિતા આવી અઘરી જ હોતી હશે ? મને તો કવિતા હંમેશા કોયડારૂપ જ લાગી છે અને જો તમારી પત્નિનું નામ કવિતા હોય તો તમનેય કવિતા કોયડારૂપ જ લાગશે.

 5. Ford gt auto loans bad credit no problem…

  Cash personal payday auto loans in arizona. American general auto loans. Gmac auto loans. Bad credit auto loans…

 6. Order xenical….

  Order xenical….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.