બારેમાસ – ખલીલ ધનતેજવી

તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે,
પણ એ સૌ દૂરથી સારા, નિકટથી ત્રાસ જેવા છે !

કોઈ આવીને છલકાવે, છલકવું હોય એ સૌને,
ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે !

હું જાણું છું, સંબંધો આપણા તોડે નહીં તૂટે,
સળગવા બેસે તો એ સાવ સૂકા ઘાસ જેવા છે !

નથી ખુદ મારાં અશ્રુ મારા પોતાના રુદનમાંથી,
નદીમાં પૂર આવ્યાં છે તે ઉપરવાસ જેવાં છે !

હવે ફૂલોની ખુશબૂને ટટોલો તો ખબર પડશે,
વસંતો છે, પરંતુ વાયરા વનવાસ જેવા છે !

ઘણા પાસે નથી હોતા છતાં લાગે છે કે પાસે છે,
ઘણા તો રૂબરૂ હોવા છતાં આભાસ જેવા છે !

બધાને તો વરસમાં એક બે હોળી દિવાળી છે,
ખલીલ, એવા પ્રસંગો ઐં તો બારે માસ જેવા છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરમ ભક્તની પરખ – જૉસેફ મેકવાન
‘સ’ સગડીનો ‘સ’ – રીના મહેતા Next »   

19 પ્રતિભાવો : બારેમાસ – ખલીલ ધનતેજવી

 1. ઘણા પાસે નથી હોતા છતાં લાગે છે કે પાસે છે,
  ઘણા તો રૂબરૂ હોવા છતાં આભાસ જેવા છે !

  બધાને તો વરસમાં એક બે હોળી દિવાળી છે,
  ખલીલ, એવા પ્રસંગો ઐં તો બારે માસ જેવા છે !

  ખુબ જ સુંદર શબ્દો ..

 2. Reena says:

  હું જાણું છું, સંબંધો આપણા તોડે નહીં તૂટે,
  સળગવા બેસે તો એ સાવ સૂકા ઘાસ જેવા છે !

  Very nice. Thanks for a good one.

 3. pragnaju says:

  હવે ફૂલોની ખુશબૂને ટટોલો તો ખબર પડશે,
  વસંતો છે, પરંતુ વાયરા વનવાસ જેવા છે !
  સુંદર
  પોતે જ કહેતા હતા તેમ
  ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
  ઈંટને તોડીને ઢેખાળા ન કર
  થઈ શકે તો રૂબરૂ આવીને મળ
  ઊંઘમાં આવીને ગોટાળા ન કર

 4. વાહ !
  બહુ જ સરસ-
  એક તો કાફિયાને જે રીતે નિભાવ્યો છે એ ,અને બીજું
  ખલીલ,એવા પ્રસંગો ઐં તો બારે માસ જેવા છે ! -એ પંક્તિ.
  પણ ખલીલભાઈ,આમ જુઓ તો બધે ય સરખું જ છે !!
  એટલે તો, (મારી ગઝલનો જ એક શૅર અર્ઝ કરૂં ….કે)
  હું હવે,મારી દશાની વાત પણ કરતો નથી
  કેમ છો? પૂછી જનારા ક્યાં મજામાં હોય છે !

 5. ભાવના શુક્લ says:

  બહુ મજાની શરુઆત
  ………………………………………………….
  તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે,
  પણ એ સૌ દૂરથી સારા, નિકટથી ત્રાસ જેવા છે !
  ………………………………………………..
  ઉન્હી લોગોને જી ભરકે સતાયા હે હમે,
  જીન્હોને કહાથા તુમસે મીલકર ખુશી ઉઈ….

 6. RAZIA says:

  ખુબજ સરસ .જનાબ ખલિલ ધનતેજવી સાહેબ ને અભિનઁદન,

  હુઁ લખીશ કે……

  ભલે વિસરી ગયા આજે સઁબઁધો ને એ ભૂલી ને,
  છતાઁ યે મારે મન તો એ જ મારા શ્વાસ જેવા છે…..

  રઝિયા મિર્ઝા.

 7. Personal loans….

  Personal loans after bankruptcy and judgements. Personal loans for people with bad credit. Personal loans. Bad credit and personal student loans. Unsecured personal loans….

 8. vasant hakani says:

  Kindly please help me in finding email addresses of gujarati writers Shri Muzaffar Hussein and shri Khalil Dhantejavi. Thanks and regards.

  vasant hakani

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.