મુસાફર – રાજેન્દ્ર પટેલ

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

મુસાફર,
જન્મ્યો ત્યારથી જ જાણે
મુસાફરીએ નીકળ્યો છે.

ઘડિયાળના કાંટાની
કે નક્ષત્રની જેમ
પોતાનાં પગલાં
ભૂંસી શકતો નથી
કે નવો રસ્તો ચાતરી શકતો નથી.

એના એ જ રસ્તા વચ્ચે ગૂંચવાએલો
માઈલસ્ટોનનો પથ્થર થવા મથે છે.

ઊભો હોય ત્યારે
પોતાની આરપાર
અનેક મારગ પસાર થતાં જુએ છે.

જ્યારે થાકે ત્યારે
થાકેલાં સપનાંને ઓશીકે
સૂતો હોય છે, નચિંત

મુસાફરને ખબર નથી
તેને ક્યાં જવું છે ?

તે ચડતો નથી
તે ઊતરતો નથી
તે ઊભો રહ્યો છે
અને રાહ જોયા કરે છે
જોયા જ કરે છે
એક એવા વાહનની
જે તેને લઈ જાય
પોતાના સાચા ઘર સુધી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સૂરજ ઊગશે – કુન્દનિકા કાપડીઆ
ગ્રહણ – માવજી મહેશ્વરી Next »   

9 પ્રતિભાવો : મુસાફર – રાજેન્દ્ર પટેલ

 1. ભાવના શુક્લ says:

  એક એવા વાહનની
  જે તેને લઈ જાય
  પોતાના સાચા ઘર સુધી.
  ………………………………..
  આ સાચા વાહનની શોધ માટે મન એટલુ થોભતુ અને એટલી મુસાફરી કરતુ રહે છે કે ખબર જ નથી પડતી કે આ મન રસ્તાઓ છે કે મંઝીલ ખુદ!!! મે નથી નક્કી કર્યા કોઈ પ્રમાણદંડ કે હુ જ્યા છુ ત્યા કોઇ ની મઝીલ છે, વિસામો છે કે કોઇ પથ્થરીલા રસ્તાનો પ્રવાસ શરુ થતો..
  ………………………………..
  રાજેન્દ્રજીએ જે કાવ્ય લખ્યુ છે ત્યાથી જ થાય છે વિચારોની આ ઘેલછામય સફર….
  સાર્થકતા છે એ જ કવિના શબ્દોના જાદુની…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.