પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી,
મા ! જાવા દે જરી.
ચારેકોર ઊભરતા હાલક હિલોળ મહીં
ઝબકોળાં થોડાંઘણાં થાવા દે જરી.
મા ! થાવા દે જરી.
કેમ આજે રે’વાશે ઘરમાં ગોંધાઈ,
કેમ બારી ને બા’ર કીધાં બન્ધ ?
ઝાલ્યો ઝલાય નહીં જીવ કેવાં કે’ણ લઈ
આવી મત્ત માટીની ગન્ધ !
ફળિયાને લીમડે ગ્હેંકતા મયૂર સંગ
મોકળે ગળે તે ગીત ગાવા દે જરી,
મા ! ગાવા દે જરી.

ચાહે ઘણુંય તોય રે’શે ના આજ કશું
તસુ એક હવે ક્યહીં કોરું,
જળે ભર્યા વાદળાંના ઝુંડ પર ઝુંડ લઈ
ઝૂક્યું અંકાશ જ્યહીં ઓરું :
ઝડીયુંની જોરદાર જામી આ રમઝટમાં
થઈએ તરબોળ એવું ના’વા દે જરી,
મા ! ના’વા દે જરી.
ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી
મા ! જાવા દે જરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એકવીસમી સદીનું જ્યોતિષશાસ્ત્ર – મૃગેશ શાહ
પિંજર – નીલમ દોશી Next »   

4 પ્રતિભાવો : પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના

 1. pragnaju says:

  સારો પ્રયાસ
  કેટલીક પંસ્તીઑ યાદ આવી
  પહેલા વરસાદ નો છાંટો મને વાગ્યો હું પટો બંધાવવાહાલી રે…
  ઘનઘોર જ્યારે ચહું ઓર મારુ મન મોર બની થનગાટ કરે…,
  કાન માં પવન થૈ ને ચલ્યો …હે આવે મેહુલિયો રે….,
  રિમઝિમ રિમ વરસે ….મારું મન ગુન્જે ઝંકાર……
  ————————————————
  પાણીના ટીપે ઘાસમાં જઇએ
  ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ
  પહેલી વર્ષામાં એક થઇને પછી
  ાટીના ભીના શ્વાસમાં જઇએ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.