પિંજર – નીલમ દોશી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી નીલમબેન દોશીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ]

શગુનને તો હજુ માન્યામાં નહોતું આવતું કે પોતાને આવું ઘર ને આવો વર મળ્યો છે ! અક્ષત ચોખાથી ગોરમા પૂજયા છે તે મળે જ ને ? તે મનોમન મલકી રહી. બહેનપણીઓને તેના નસીબની ઇર્ષ્યા આવી. ‘અલી, તને તો સાચ્ચેજ ગોરમા ફળ્યા હોં.! હવે સાસરે જઇ ને અમને ભૂલી ન જતી હોં !’ શગુન તો સાતમા આસમાને ઉડતી હતી અને કેમ ન ઉડે ? નીરવ જેવો હેન્ડસમ, ભણેલગણેલ….લાખોનો કારોબાર સંભાળતો પતિ, પાંચમાં પૂછાય એવું સાસરું. પૈસાની રેલમછેલ. મહેલ જેવડો બંગલો. નોકરચાકરનો પાર નહીં. ‘વાહ ! શગુનબેન તમારા તો ભાગ્ય ઉઘડી ગયા ને !’ – તે પોતે જ પોતાની જાતને કહેતી.

જો કે પોતેયે કયાં કમ હતી ? કરાટે ચેમ્પીયન, કથક ડાન્સમાં તો તેની માસ્ટરી. તેની કવિતાઓ અવારનવાર સામયિકોમાં છપાતી, ગાવામાં તો હમેશાં તે ઇનામો લઇ આવતી. કૉલેજમાં નાટક હોય, રાસ ગરબા હોય કે વકતૃત્વ સ્પર્ધાઓ હોય, શગુન વિના બધા કાર્યક્રમો જાણે ફિક્કા ! કોઇને એના વિના ન ચાલે. અને શગુન ઉત્સાહથી ઉછળતી હોય. ચાલતા તો જાણે તે શીખી જ નહોતી. ઉડતી જ હોય,પતંગિયાની જેમ. આનંદના ફુવારા, તેની આસપાસ ઉડતા હોય. તેના ખડખડાટ હાસ્યથી સામેની વ્યકિત ભીંજાયા વિના, છલકાયા વિના રહી જ ન શકે. સંવેદનાથી ભરપૂર જીવંત વ્યકિતત્વ..! દેખાવે પણ સુંદર અને મનથી યે સુંદર ! આવી શગુનને તો આવું જ સાસરુ શોભે ને ?

શગુન મલકતી રહેતી. જીવનસાથી સાથેની રંગીન કલ્પનાઓથી છલકતી રહેતી. દરેક છોકરીની જેમ તેણે પોતાના ઘરના અને વરના ગુલાબી સ્વપ્નો જોયાં હતાં અને હવે આજે તે સ્વપ્નો સાકાર થવાનો દિવસ આવી ગયો હતો. ખૂબ ધામધૂમથી તેના લગ્ન થયા, રાજ રજવાડાની જેમ. પપ્પાએ પોતાના ગજા ઉપરવટ જઇને પણ ખર્ચો કરવામાં કંઇ બાકી ન રાખ્યું. મોટા ઘરને શોભે એવો વહેવાર તો કરવો જોઇએ ને ? આવું સરસ ઘર દીકરીને મળ્યું છે તો પોતે ભલે થોડુ ખેંચાવું પડે. ….અને આમ રંગેચંગે પરણીને વહાલા મમ્મી પપ્પાની વસમી વિદાય લઇને, આંખમાં અને હૈયામાં સ્વપ્નોના શણગાર લઇ શગુન સાસરે આવી. સાસરે ભવ્ય સ્વાગત થયું. શગુનના હૈયામાં હર્ષ હિલોળા લેતો હતો.

તેની આસપાસ તો જાણે ટોળું જામ્યુ હતું. જાણે તે છોકરી નહીં એક નવતર પ્રાણી હતું. તે થોડી સંકોચાઇ રહી. તેને તરસ લાગી હતી. ગળું સુકાતું હતું પણ કોને કહેવું તે સમજ ન પડી, તેથી તે મૌન રહી. જો કે તેના મને તો રાડ પાડી જ લીધી…. “મમ્મી, પાણી આપજે ને..” પણ અહીં તો તે સાસરે હતી. એમ થોડી રાડ પડાય ? મમ્મીએ કેટલી શિખામણોથી તેને ભરી દીધી હતી. ‘જો, મોટા ઘરની રીતરસમો શીખતાં થોડી વાર લાગશે. ને હવે તું દીકરી નથી, મોટા ઘરની વહુ છો….’ પણ એથી કંઇ દીકરી થોડી મટી ગઇ છું ? તે મનમાં જ બોલતી. મમ્મી થોડી જૂનવાણી છે એટલે આવું વિચારે. સાસરે આમ ન કરાય ને તેમ ન કરાય. ‘અરે, હવે એ જમાના ગયા મમ્મી, આ તો એકવીસમી સદી છે. તું અઢારમી સદીની વાતો ન કર…!’ તે મનમાં જ કહેતી રહેતી અને મમ્મીની વાતો પર હસતી રહેતી….!

તે સોફામાં થોડી સંકોચાઇને બેસી હતી. ત્યાં તેના કાને કોઇનો અવાજ સંભળાયો, ‘વહુ કંઇ ખાસ લાવી હોય તેવું લાગતી નથી કેમ, મીનાબેન ? આપણા મોભા પ્રમાણે કંઇ દેખાયું નહીં એને ત્યાં પણ….’
સાસુએ જવાબ આપ્યો, ‘હા, પણ શું થાય? આમેય આપણી બરાબરી એ નોકરિયાત લોકો થોડા જ કરી શકે ? ખેર ! બાકી આપણે કયાં પૈસાનો મોહ હતો ? દીકરીને સારા સંસ્કાર આપ્યા હોય તો સારું. મોટામાં ભળતા શીખી જાય એટલે આપણે તો ઘણું. ઇશ્વરે આપણને કયાં ઓછું આપ્યું છે ?’
ત્યાં વળી બીજા કોઇ એ ટાપસી પૂરાવી, ‘અરે, કંઇ વાંધો નહીં. એ બિચારા નાના લોકોને આપણા વહેવારો, આપણી રીતભાત, રિવાજો વગેરેની ખબર ન હોય તે સ્વાભાવિક છે. વહુ ધીમે ધીમે શીખી જશે.’

શગુનને કયાંક કંઇ ખૂંચ્યું.
એ હજુ આગળ વિચારે તે પહેલાં તેની નણંદ ત્યાં આવી, ‘શ્વેતાભાભી…અરે, ભાભી, આમ હવે શરમાશો એ કયાં સુધી ચાલશે ? અહીં તો બધાની સાથે હળતા ભળતા..હસતા.. બોલતા શીખવું પડશે.. શગુન વિચારી રહી. શ્વેતા ? કોને કહે છે ?
આને કદાચ મારા નામની ખબર નહીં હોય. તેણે ધીમેથી કહ્યું, ‘મારું નામ શગુન છે.’
‘હા, પણ તે તો પિયરનું ને ? અહીં તો તમારું નામ શ્વેતા છે. મમ્મીને શગુન નામ ગમતું નથી. જૂનવાણી લાગે છે. તેથી બદલાવી નાખ્યું છે.’
શગુનને શું બોલવું તે સમજાયું નહીં. તેનું નામ પણ મિટાવી દીધું ? તેને પૂછયા સિવાય..? તેમને નહોતું ગમતું પણ મને તો મારું એ જ નામ ગમે છે. એ જ મારી ઓળખ છે. એ જ નામ સાથે હું વરસોથી હું જીવી છું. અંદરથી જાણે કોઇ તેને કહી ગયું….‘વરસોથી જે જીવી છે એ અહીં કંઇ નહીં મળે…..ભૂલી જા શગુન બધું ભૂલી જા સુખી થવું હોય તો…અહીં તો અત્યારથી જ “શીખવું પડશે…..” ના પડઘમ વાગી રહ્યા છે.’
તે ગભરાઇ ગઇ. કોણ બોલ્યું આ ? તેને રડવું આવી ગયું. આંખ અનાયાસે છલકાઇ ગઇ. અને પછી તો તેને જોવા આવનારાની લાઇન લાગી અને જાતજાતની કૉમેન્ટો તેના કાને અથડાઇ. મીઠા જળની માછલી અચાનક ખારા સમંદરમાં આવી ચડે અને જે છટપટાહટ અનુભવે તે દશા તે અનુભવી રહી.

અંતે બધું પૂરુ થયું ત્યારે રાતનો એક વાગી ગયો હતો. હવે તેને એક સરસ શણગારેલ રૂમમાં દોરી જવામાં આવી. તેને ન જાણે કેમ યાદ આવી ગયું, ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય….’ અને તે હમેશાં હસતી ને કહેતી, ‘મમ્મી, આ જમાનામાં તો દીકરી ને ગાય ફાવે ત્યાં જાય..’
જમાનો નથી બદલાણો કે શું ? તે ખોટી હતી ?
‘ભાભી, આ તમારો રૂમ…’
હાશ ! તેને જરા શાંતિ થઇ. થોડું સારું લાગ્યું. આ મોટા બંગલામાં તેનો યે કોઇ અલગ રૂમ છે ખરો ! અહીં તો તે પોતાની રીતે રહી શકશે.

અને જે રાતની, જે વાતની તે કલ્પના કરતી આવી હતી એ પળ આવી પહોંચી. નીરવ આવ્યો ત્યારે તેનું મન ભરાઇ આવ્યું. આ એક વ્યકિત તો છે પોતાની. તે મનની બધીયે વાત અહીં તો વિના સંકોચે કહી શકશે..!! ત્યાં તેની છલકાઇ આવેલ આંખો જોઇ નીરવ બોલી ઉઠયો, ‘કેમ હજુ મા-બાપ યાદ આવે છે કે શું ? સાસરે તો આવવાનું જ હતું તે ખબર નહોતી ?’ નીરવના પહેલા શબ્દો….! તે ડઘાઇ ગઇ. આવી શુષ્કતા..? ખબર તો હતી જ. બધાને ખબર હોય જ છે. પણ…..
તે ન કશું બોલી શકી. ન વિચારી શકી. ત્યાં પતિ આગળ બોલ્યો, ‘જો, મને વેવલાવેડા જરાયે પસંદ નથી અને હા, મને ખબર છે તેં આવો વૈભવ તારા પિયરમાં નથી જોયો એટલે મોટા ઘરના નિયમોની તને ખબર ન હોય. પણ હવે અહીં રહીને અહીંની રીતભાત બધી જલ્દી શીખી લેજે. નહીંતર આવડા ઘરમાં તારો પત્તોયે નહીં ખાય. આમેય તું તો કોલેજમાં બહુ હોંશિયાર હતી એવું સાંભળ્યું છે. એથી શીખતા તને વાર નહીં લાગે. સમજ પડી ?

આ કટાક્ષ હતો કે શું ? નીરવનું બોલવું તેને કેમ ખૂંચ્યું ? હા, તેને બધી સમજ બધી પડી ગઇ હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના
અમે અંતરિયાળ – પ્રજ્ઞા પટેલ Next »   

14 પ્રતિભાવો : પિંજર – નીલમ દોશી

 1. Manisha says:

  સોના નુ પિજર્……………

 2. manvant@aol.com says:

  નીલુબહેન ! પ્રથમ ગ્રાસે મક્ષિકા ?

 3. urmila says:

  ‘poor girl’ I wonder if this sect of community still exists?in this day n age

 4. nilam doshi says:

  આ વાર્તા 3 ઓકટોબર ના સન્દેશ માં પ્રકાશિત થયેલ છે. જે જાણ માટે.

  આભાર સાથે.

 5. pragnaju says:

  સુંદર વાસ્તવીકતા દર્શાવતી વાત
  આપણા સમાજના સામાન્ય પતિદેવનું દર્શન—“‘જો, મને વેવલાવેડા જરાયે પસંદ નથી અને હા, મને ખબર છે તેં આવો વૈભવ તારા પિયરમાં નથી જોયો એટલે મોટા ઘરના નિયમોની તને ખબર ન હોય. પણ હવે અહીં રહીને અહીંની રીતભાત બધી જલ્દી શીખી લેજે. નહીંતર આવડા ઘરમાં તારો પત્તોયે નહીં ખાય. આમેય તું તો કોલેજમાં બહુ હોંશિયાર હતી એવું સાંભળ્યું છે. એથી શીખતા તને વાર નહીં લાગે. સમજ પડી ?”

 6. સુંદર વાર્તા… અભિનંદન…

 7. ભાવના શુક્લ says:

  હવે પછીની દરેક શગુનોએ સમજ કેળવવાની જરુર રહેશે કે પ્રથમ ભુલ પોતાની ક્યા થઈ? કોઈપણ “નિરવ” કે તેના ફેમિલિ વિશે નકારાત્મ વિચાર સરણી કેળવતા પહેલા ક્યો અને કેવો “નિરવ” પોતાની સાથે બંધબેસતો રહેશે એ પહેલેથી જ વિચારશે તો આ પરિસ્થિતિ નિવારી કે સુલજાવી શકેશે. બાકી પૈસો અને તેની સત્તાતો પોતપોતાનુ કામ કર્યે જ જાય. ક્યાતો ઝઝૂમવાની તાકાત કેંળવવી ને ક્યાતો બચવુ એ પ્રેક્ટીકલ વાત રહે જ્યારે લાગણીનો કોઈ પ્રશ્ન ના હોય ત્યારે..

 8. Ciprofloxacin….

  Ciprofloxacin….

 9. aesha says:

  hum………….true inspiration for new generation girls…….money mater but not that much which destroy your identity.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.