અમે અંતરિયાળ – પ્રજ્ઞા પટેલ

કદી વરસ્યાં વાતોથી
કદી વરસ્યાં આંખોથી
કદી રહ્યાં ચૂપચાપ, ઉદાસીઓને ઓઢી
અમે અંતરિયાળ શ્વાસોથી.

થોડી અમે જાત પાથરી
થોડા સાંકડમાંકડ બેઠા
હળવેથી કીધો ટહુકો, લાગણીઓને તેડી
કોઈ આવે, ઘડીક બેસે પાસે
અમે પ્રતીક્ષામાં વર્ષોથી

ઘડીક થંભ્યાં, ઘડીક દોડ્યાં
ઘડીક સરવા કીધા કાન
ઋતુ આવે-જાય, છૂટતી રહી સાન
હજુયે ભીતરે મ્હેકતી ભીનાશ
અમે અપરંપાર અમારાથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પિંજર – નીલમ દોશી
એના રે ઓસાણે – ભરત કવિ ‘ઊર્મિલ’ Next »   

10 પ્રતિભાવો : અમે અંતરિયાળ – પ્રજ્ઞા પટેલ

 1. Hiral Thaker 'Vasantiful' says:

  “કદી વરસ્યાં વાતોથી
  કદી વરસ્યાં આંખોથી”

  Very nice…!

 2. pragnaju says:

  સરસ
  રમેશ પારેખ યાદ આવ્યા
  હું મરી ગયો.

  અંતરિયાળ.

  તે શબનું કોણ ?

  તે તો રઝળવા લાગ્યું.

  કૂતરૂં હાથ ચાવી ગયું

  તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગ ઇ

  કાગડા મજેથી આંખો ઠોલે

  કાન સોંસરી કીડીઓ આવે-જાય

  સાલું, સાવ રામરાજ ચાલે..

  પવન દુર્ગંધથી ત્રાસીને છૂ

  તે વાળ પણ ન ફરકે

  -ને આ બાજુ સાંજ પડું પડું થાય.

  ઘેર જવાનું તો હતું નહીં.

  આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

  હું સારો માણસ હતો.

  નખમાં ય રોગ નહીં ને મરી ગયો.

  કવિતા લખતો.

  ચશ્માં પહેરતો.

  ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.

  પાછળ ઘર કલ્પાંત કરતું હશે.

  અને એમ સહુ રાબેતાભેર.

  ખરો પ્રેમ માખીનો

  જે હજી મને છોડતી નથી.

  હું બિનવારસી,

  ને જીવ સાલો, જલ્સા કરતો હશે.

  પણ કાકો ફરી અવતરશે.

  ને માણસગીરી કરશે, હી હી હી..

  -આમ વિચારવેડા કરતો હતો

  તેવામાં

  બરોબર છાતી પર જ

  ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.

  પણ નહોતું.

  છાતી પર પતંગિયું બેઠું’તું

  પતંગિયું..

  આલ્લે..

  સડસડાટ રૂંવાડાં ઊભાં..

  લોહી ધડધડાટ વહેવા માંડ્યું

  ઓચિંતી ચીસ નીકળી ગ ઇ કે

  હું મરી ગયો નથી..

  સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઇશ?

 3. ભાવના શુક્લ says:

  હજુયે ભીતરે મ્હેકતી ભીનાશ
  અમે અપરંપાર અમારાથી
  ………………………
  કાવ્યના અંતીમ ચરણમા લાગણીનુ શ્રેષ્ઠત્વ ને અમરત્વ ઝલક્યુ તે બહુ ગમ્યુ. જે જરુરી છે તેનેજ જાળવી રાખવાની જવાબદારી !!!!!!!! છેલ્લે એક શબ્દની માનસીક હાજરી લાગે છે.
  …………………..
  હજુયે ભીતરે મ્હેકતી ભીનાશ
  અમે અપરંપાર અમારાથી
  (સદાય્)

 4. Mohit Parikh says:

  very nice.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.