એના રે ઓસાણે – ભરત કવિ ‘ઊર્મિલ’

વા’લા તારી રાએ રહેવું,
જે કાંઈ તું આપે ઈ સહેવું.

ઈચ્છા તારી શિરપે ધરીને,
નાહક બીજું શીદને કહેવું ?

જોઈ તારી અકળ લીલા,
મૌજે દરિયામાં વહેવું.

ભીતર રૂડી ઝાલર બાજે,
તારો બસ સનેડો સેવું.

વિપદ વિભુ શમને પડી,
એના રે ઓસાણે રે’વું.

ભજન તારું થાય ના છોને,
ભૂખ્યાંને હા ! ભોજન દેવું.

ધરમ-ધ્યાન કીધાં ભલે ના,
સવરની પીડાએ રોવું.

સબળ આ હોય શી ઝાઝી ?
રૂદે તારી માળા જ પ્રોવું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમે અંતરિયાળ – પ્રજ્ઞા પટેલ
રીડગુજરાતીના વાચકોને….. – તંત્રી Next »   

7 પ્રતિભાવો : એના રે ઓસાણે – ભરત કવિ ‘ઊર્મિલ’

 1. Hiral Thaker 'Vasantiful' says:

  રામ રાખે તેમ રહિયે ઓ ધવજિ રામ રખે તેમ રહિયે

  I have this poem in my school days… Sounds like this by meaning

 2. pragnaju says:

  શાસ્ત્રોનો સારની સુંદર સરળ અભિવ્યક્તી

 3. નીલા says:

  સરળ ભાષા સાથે સુંદર કાવ્ય

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.