રીડગુજરાતીના વાચકોને….. – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતીના સાહિત્ય વિભાગના કુલ વાચકોની સંખ્યા ગઈકાલે 6,00,000 થી વધી તેનો ખૂબ આનંદ અનુભવું છું પરંતુ સાથે સાથે એક દુ:ખ અને આઘાતની વાત પણ મારે આપને જણાવવી છે.

રીડગુજરાતી પર લેખોની સંખ્યા હવે 1500થી આગળ વધતી જાય છે ત્યારે ગુણવત્તાને ટકાવી રાખીને લેખોના ચયનનું કામ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. જ્યારે સાઈટની શરૂઆત થઈ ત્યારે લેખો પસંદ કરીને મૂકવા માટે મારે દિવસનો માત્ર 25% સમય આપવો પડતો અને બાકીનો 75%નો સમય મારા વ્યવસાય તરફ આપીને આ શુભપ્રવૃત્તિ તેમજ રોજગાર – એમ બંનેનું પલ્લુ સમાન કરી શકાતું. પરંતુ અત્યારે પરિસ્થિતિ જુદી છે. હવે સાઈટના તમામ વિભાગો, સુવિધાઓ, લેખોની પસંદગી, પુસ્તકોની શોધખોળ, લેખોનું ટાઈપિંગ વગેરે તમામ કામો મારે એકલા હાથે કરવાના હોઈને દિવસનો લગભગ નેવું ટકા જેટલો સમય રીડગુજરાતીને આપવો પડે છે. આમ કરવાં જતાં ગતવર્ષથી મારે મારા રોજગાર અને વ્યવસાય છોડીને રીડગુજરાતી પર આવકનો આધાર રાખવો પડ્યો છે.

સમાજને ઉત્તમ સાહિત્ય મળે અને મને મારા શોખની ગમતી પ્રવૃત્તિ મળે તે હેતુથી રીડગુજરાતીને જ મારું કેન્દ્રસ્થ કાર્ય બનાવવાનો નિશ્ચય કર્યો ત્યારે મનમાં એક વિચાર હતો કે આ વેબસાઈટને અદ્યતન બનાવીને તેના પર જાહેરખબરો દ્વારા જીવનખર્ચ માટે જરૂરી આવક પ્રાપ્ત કરવી (અને તેમ કરતાં વેબસાઈટનું સંપૂર્ણ વાંચન તમામ લોકો માટે વિનામૂલ્યે જ રહેવું જોઈએ.) જાહેરાત આપનાર વ્યક્તિને ઉત્તમ વળતર મળે તે હેતુથી આપ જોઈ શકો છો કે રીડગુજરાતીના સંપૂર્ણ લે-આઉટમાં ફેરફાર કરવાનું કાર્ય પૂરા બે માસ સુધી ચાલ્યું. તે પછી પ્રત્યેક દિવસના 12 કલાક લેખે પૂરા 22 દિવસની જાહેમત બાદ ‘જાહેરખબર વિભાગ’ ગત સપ્તાહે રીડગુજરાતી પર શરૂ કરવામાં આવ્યો. પરંતુ દુ:ખ સાથે કહેવું પડે છે કે તે શરૂ કરાયા બાદ હજી પાંચ દિવસ સુધી એક પણ જાહેરાત પ્રાપ્ત થઈ શકી નથી. વળી, રીડગુજરાતીને છેલ્લા છ માસથી કોઈ ડોનેશન પ્રાપ્ત થયું નથી. તેથી આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે.

રીડગુજરાતીનો કુલ વાર્ષિક ખર્ચ રૂ. 15,000 છે અને જો ટાઈપિંગનું કાર્ય બહાર કોઈ ટાઈપિસ્ટને આપવામાં આવે તો તે પ્રતિમાસ રૂ. 3,000 સુધી થતું હોય છે. સાઈટના લે-આઉટ અને ડિઝાઈનિંગનો ખર્ચ આશરે 8000 થી 10,000 રૂ. થવા જાય છે તેમજ નવા ‘જાહેરાત વિભાગ’ જેવા વિશિષ્ટ પ્રોગ્રામિંગનો ખર્ચ આશરે 15,000 થી 20,000 રૂ. થતો હોય છે. આર્થિક ક્ષમતાના અભાવે આ તમામ કાર્યો બહાર આપી શકાતા નથી. રીડગુજરાતીનો ખર્ચ પહોંચી વળાય તેથી હું જાતે જ આ તમામ કાર્યોનું કામ શકય એટલી ક્ષમતાથી કરવા પ્રયત્ન કરું છું. આમ કરતાં રીડગુજરાતી ચલાવવા માટે કોઈ રકમ કે ડોનેશનની જરૂર નથી પડતી પરંતુ સંપૂર્ણ સમય તેમાં જવાથી મારું ગુજરાન પૂરું કરવાની કે ઘરખર્ચની રકમ પ્રાપ્ત થઈ શકતી નથી. આ રકમ સરળતાથી મળી શકે તે માટે જ ‘જાહેરાત વિભાગ’ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ તેને યોગ્ય પ્રતિસાદ ન મળતાં પરિસ્થિતિ થોડી ગંભીર બની છે. હું રીડગુજરાતીના વાચકોને મારા કુટુંબીજનો ગણું છું તેથી જ આજે તેમની પાસે સલાહ લેવા ઈચ્છું છું કે આ પરિસ્થિતિને કેવી રીતે નિવારી શકાય ?

ભારતીય ચલણમાં આજે સરેરાશ ઘરખર્ચ ચલાવવા માટે રૂ. 10,000 ની માસિક આવક હોવી આવશ્યક ગણાય છે. કદાચ તેનાથી અડધી રકમ પણ રીડગુજરાતીના જાહેરાત વગેરે વિભાગમાંથી મળી રહેશે તો બાકીની રકમ થોડો નાનોમોટો વ્યવસાય કરીને મેળવી લેવાશે – એવી આશાથી રીડગુજરાતીને મેં મારું સર્વસ્વ આપી દીધું હતું. પરંતુ એ આશા ઠગારી નિવડતા હવે કઈ દિશા તરફ આગળ વધવું તે એક પ્રશ્ન બની રહે છે. સમાજને ઉત્તમ સાહિત્યની આવશ્યકતા છે અને તે સાથે લોકોની વાંચનભૂખને પણ હું સમજું છું પરંતુ સાથે-સાથે મારા કુટુંબીજનોનું પૂરું કરવાનો સ્વધર્મ પણ હું છોડી શકતો નથી. વળી, જરૂરી રકમ મારા અંગતખર્ચ માટે વાપરવાની હોઈ હું તે માટે કોઈપાસે ડોનેશન માંગી શકતો નથી તેમજ જો તે માટે નોકરી કે વ્યવસાયને સમય આપું તો રીડગુજરાતીનું કાર્ય બરાબર થઈ શકતું નથી. તેથી બંને બાજુ પ્રશ્ન વણઉકલ્યો રહે છે. આ દ્વિધામાં કઈ બાજુનો માર્ગ અપનાવવો તે ખ્યાલ આવતો નથી.

રીડગુજરાતીને કોઈ પ્રકારનું ‘માર્કેટિંગ ડિવિઝન’ ન હોવાથી માર્કેટમાં જઈને જાહેરાત મેળવવાનું શક્ય બનતું નથી. વળી, આ ઉત્તમ પ્રકારના સાહિત્યના લાખોની સંખ્યામાં વાંચકો ન હોવાથી સાઈટની ‘હિટસ્’ અંગ્રેજી વેબસાઈટો કરતાં તો ઓછી જ રહે છે અને તે ઓછી ‘હિટસ્’ના કારણે કોઈ જાહેરખબર આપવા તૈયાર થતું નથી. (કદાચ આવી જ પરિસ્થિતિઓ વચ્ચેથી સાહિત્યના ગુજરાતી સામાયિકોને પસાર થવું પડ્યું હશે.) જાહેરાત લખવા, બનાવવા, મૂકવા માટે પણ ટીમની આવશ્યકતા રહે છે. આવકના સ્ત્રોતના અભાવમાં આ બધા જ કામ જાતે કરવા પડે છે તેથી કામનું ભારણ ખૂબ વધી જાય છે. વાચકોને તો કદાચ બે લેખ વાંચવામાં 15 થી 20 મિનિટ સમય લાગતો હશે પરંતુ એ બે લેખો નિયમિત આવે તે માટે તેના પુસ્તકો શોધવા, પરવાનગી લેવી, ટાઈપ કરવા, સાઈટ પર મૂકવા સુધીની મહેનત માટે દિવસના 12 કલાકથી વધુ કામ કરવું પડે છે. વળી, એમાં સાઈટના લે-આઉટ બદલવાનું કે જાહેરાત વિભાગનું નવું કામ આવે તો કામના કલાકો ઓર વધી જાય છે. ઘણા વાચકો મને પૂછે છે કે ‘સમાચાર વિભાગ’ અને ‘પુસ્તક પરિચય વિભાગ’ કેમ અપડેટ કરવામાં નથી આવ્યા ? તેનું મૂખ્ય કારણ આ જ છે.

રીડગુજરાતીના આ નવા જાહેરાત વિભાગની વિશિષ્ટતા એવી છે કે તેમાં માત્ર $1 માં એક દિવસ માટે કોઈ પણ પ્રકારની જાહેરાત કોઈ પણ વ્યક્તિ આપી શકે છે. અખબારોમાં આવતી હોય છે તેવી ટચૂકડી જાહેરખબર કોઈ પણ વ્યક્તિ જાતે બનાવીને પોતાના નક્કી કરેલા સમયે મૂકી શકે છે. ગમે તે દેશનો વ્યક્તિ પોતાના ચલણમાં રકમ ઓનલાઈન ચૂકવી શકે છે. તેથી રીડગુજરાતીની આ સુવિધાનો જો વધુમાં વધુ ઉપયોગ થાય તો રીડગુજરાતીને તેમજ મારા પરિવારને આવકનો સ્ત્રોત મળી રહે. વાચકોને નમ્ર વિનંતી છે કે આપના સંપર્કમાં જો કોઈને આ પ્રકારની જાહેરખબર આપવાની હોય તો રીડગુજરાતીને મદદ કરવા જરૂરથી આ સુવિધામાં સહયોગ કરે.

જાન્યુઆરી-2008 સુધીમાં જો જાહેરાતો ન મળે અને આ સુવિધા ફેઈલ જાય તો તેવા સંજોગોમાં મારે મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે કોઈ અન્યત્ર વ્યવસાય શોધવાની જરૂરિયાત રહેશે અને તેવી પરિસ્થિતિમાં કદાચ મારે રોજના બે લેખમાંથી ઘટાડીને એક લેખ મૂકવો પડે તેમ લાગી રહ્યું છે તો વાચકો એ માટે મને ક્ષમા કરશે. ઉંમરમાં તો હું રીડગુજરાતીના વાચકોથી ઘણો નાનો છું તેથી વધુ વિગતે ન કહેતા, હું આશા રાખું છું કે આ સમસ્યા માટે મારા વડીલ વાચકમિત્રોનું મને માર્ગદર્શન મળી રહેશે અને કોઈક રસ્તો જરૂરથી નીકળશે. આવતીકાલથી લેખો રાબેતા મુજબ આપવામાં આવશે.

આપ સૌને વંદન સાથે,

લિ. મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.કોમ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એના રે ઓસાણે – ભરત કવિ ‘ઊર્મિલ’
અરમાન અને પંખી – નરેન્દ્ર વેગડા Next »   

33 પ્રતિભાવો : રીડગુજરાતીના વાચકોને….. – તંત્રી

 1. GHANSHYAM says:

  Dear Mrugeshbhai,
  Gone through your pain notes. I do not know your age I am at 42 .I strongly suggest please do not depend on GUJRATI READER for expenses you need to run your family .
  We also doing lot of such activities to spread more and more GUJRATI reading to more and more peoples but have same experiences .People need all good things without spending much money.
  So do your best as you can but give priority to some good job for self financial need.
  If am not wrong even MILAP was unable to continues after some years only because of Financial problem.
  Additinal one small suggestino is please fix some chrages to put PUSTAK PARICHAY on publisher of the book. (They can afford being making b…i…g money)
  We all are proud of Mr MRUGESH & TEAM at READ GUJRATI for a valuable service being provide to uplift GUJRATI Culture.
  2.TO Dear ALL READER +600000
  While writing this note I also felt very bad but fact does remain.

  With kind regards
  Ghanshyam Dangar

 2. Jignesh Mistry says:

  “વળી, રીડગુજરાતીને છેલ્લા છ માસથી કોઈ ડોનેશન પ્રાપ્ત થયું નથી.” – રીડગુજરાતીના વાચકો માટે આ બાબત શરમજનક ગણી શકાય!!!

 3. Maulik Sayani says:

  Shri Mrugeshbhai

  I want to donate but paypal is not recommended way, accept direct credit or debit card, that is easier way, because paypal is charging conversion rate whatever they like, i have a bad experience with it, paypal may be preventing others to donate,
  i hope that you understand

 4. sunil shah says:

  વહાલા મૃગેશભાઈ,
  તમારી વેદના, મુંઝવણને આ સાઈટના વાચકો વચ્ચે વહેંચી એ ગમ્યું… તમે વર્ણવેલી પરીસ્થીતી આઘાત જનક છે. છતાં ધીરજ રાખશો..ગુજરાતીભાષા પ્રેમીઓ– વાચકો આ વેબસાઈટને બંધ નહીં થવાદે તેવી મને ખાતરી છે. તમારા લખ્યા પ્રમાણે રીડ ગુજરાતીનો વાર્ષીક ખર્ચ ૧૫૦૦૦રુ. છે. તો એ હીસાબે જાન્યુ.થી માર્ચ સુધીના ત્રણ માસના ખર્ચની હું જવાબદારી લઉં છું..સંકોચ રાખશો નહીં..તમારી વાત મીત્રો સમક્ષ મુકી છે તેથી જરુર સમસ્યા ઉકેલાશે. આ અંગે હું અંગત મેઈલથી વાત કરું છું..(ત્રણ માસની મારી ઓફર જાહેરમાં કરવાનો એક માત્ર હેતુ અન્ય સક્ષમ મીત્રો આ દીશામાં વીચારે તેટલો જ છે.)

 5. Shri Mrugeshbhai,
  Your hard word really admirable. I am a general Gujarati reader. And would like to suggest you one thing. Please have faith and try to use Google Adsense (https://www.google.com/adsense). It will help in getting some help and if used in a good way, it won’t decrease the look and feel of the website. Please feel free to contact me in getting help on the same. I would feel proud if I can help in getting things done in right way.

 6. Editor says:

  શ્રી જ્વલંત ભાઈ

  મેં ગુગલ એડસેન્સ માટે પ્રયત્ન કરેલો છે અને અન્ય વિભાગોમાં તે મૂકેલ પણ છે પરંતુ સાહિત્ય વિભાગમાં ગુજરાતી લખાણ હોવાને કારણે તે જાહેરાત બતાવતું નથી. તેમજ આ માટે ગુગલ કંપનીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે તમારી સાઈટ પર મહત્તમ પ્રમાણમાં અંગ્રેજી લખાણ હોવું આવશ્યક છે.

  તેથી તે ઉપાય પણ નિષ્ફળ નીવડ્યો છે. કદાચ અન્ય કોઈ રીતે તે શક્ય બનતું હોય અને આપની જાણમાં હોય તો જરૂરથી જણાવશો.

  તંત્રી.

 7. સુરેશ જાની says:

  ગુજરાતમાં તો આમ જ ચાલે. કાના માતર વગરનું જ આપણને તો ખપે !

  દીવસનો એક નહીં, પણ આંતરે દીવસે એક લેખ આપવાનું રાખો તો વ્યવસાય અને હોબી વચ્ચે વીવેક જાળવી શકશો.

  જો તમને ગમે તો ‘ગદ્યસુર’ અને ‘અંતરની વાણી’ પરનાં મારાં કોઈ પણ સર્જન ખુશીથી કોપી કરી શકો છો. આમાં તમને બહુ જ ઓછો સમય લાગશે.

 8. Jugalkishor says:

  હું એક નીવૃત્ત અને પેંશન વગરની વ્યક્તી એટલે નાણાંકીય મદદ તો શક્ય નથી. પણ એક વીચાર આવે છે કે તમારો ટાઈપીંગ વગેરેનો સમય કામની વહેંચણી દ્વારા ઘટાડી શકો ? દુર રહ્યાં એ કામ તો થઈ શકે. મારા જેવાને એકાદ પેજ રોજ કરવાનું આવે તો કરી શકે.(તમારી પસંદગીનું જ મુકવાનું હોય તો એ પણ પ્રશ્ન થાય ખરો…….)

  હું તો તમારો પત્ર વાંચીને હતપ્રભ જ થયો છું. પ્રીન્ટ મીડીયામાં જે થયું એવું આપણે ત્યાં પણ થવાનું હોય તો તો પછી થઈ રહ્યું ગુર્જરીને ભજવાનું !! આ પ્રશ્ન સૌનો બની રહેવો જોઈએ.

  સારું કર્યું તમે આ વાત સૌ સમક્ષ મુકી તે. આ પણ આપણ સૌને જગાડી મુકનારું બની રહેવું જોઈએ. સૌ સારાં વાનાં જલદી થઈ રહેશે એવી શ્રદ્ધા અને પ્રાર્થના સાથે, જુ.

 9. ભાવના શુક્લ says:

  વહાલા મૃગેશભાઈ,
  સુનિલભાઈની સાથે મારી પણ તૈયારી છે આર્થીક જવાબદારી કોઈક અંશે શેર કરવાની. કૃપા કરીને મારા પર્સનલ ઇ-મેલ દ્વારા મારો સંપર્ક કરશો.

 10. પ્રિય મૃગેશભાઈ,

  વાચકમિત્રોને કુટુંબ ગણી આ વાત મૂકી એ સાચે ઘણી જ માન જન્માવનારી વાત છે …

  ઉંમરના હિસાબે તો હું આપથી પણ નાનો છું .. પણ એક બ્લોગ ઓનર તરીકે, ભાષાપ્રેમી તરીકે અને એક વ્યવસાયિક તરીકે આટલી ચીજ ધ્યાનમાં આવે છે,

  ૧. ટાઈપીંગનું કામ મારા જેવા બીજા ગુજરાતી બ્લોગર્સને આપી શકો જે પણ સ્વેચ્છાએ સ્વીકારે તેમને (મને તો ચોક્કસ જ આપી શકશો… આપણે ઓનલાઈન મળીએ જ છીએ…) જો કે હું જાણું છું કે લેખ ટાઈપ કરવા પહેલાની કામગીરીમાં જ ૮૦-૯૦ % સમય ખર્ચાતો હશે પણ.. થોડી રાહત તો જરૂર થઈ શકે ..

  ૨. સમયની વહેંચણી વ્યવસાય અને ગુર્જરી-ભક્તિ વચ્ચે પ્રેક્ટિકલ રીતે થઈ શકે (આ એટલા માટે કહું છું કે તમારું પ્લાનિંગ હાલ અપેક્ષાપૂર્વક નથી પાર પડી રહ્યું… અને જ્યારે એ શક્ય બને ત્યારે ચોક્કસ પૂર્ણપણે રીડગુજરાતીને સાધન અને સાધ્ય બન્ને બનાવી શકાય ..અને મને ખાતરી છે કે એ શક્ય બનશે… વાચકમિત્રો ચોક્કસ આપણી રીડગુજરાતી ને મુશ્કેલીઓમાંથી ઉગારવામાં અને એ દરમિયાન એના સ્વરૂપમાં આવતી ઓટ સ્વીકારવામાં પાછી પાની નહિ કરશે …)

  આમાંની કોઇ વાત ભાવનાકીય રીતે અરૂચીકર હોય તો ક્ષમા ચાહું છું …

 11. Ami Dwivedi says:

  શ્રી મૃગેશભાઈ,

  હાલની તમારી પરિસ્થિતિ વિષે જાણીને આઘાત સાથે દુઃખ અનુભવ્યું છે. હું ગુજરાતીમાં ટાઈપ કરીને મદદ કરી શકીશ. તે માટેની વિગતો અને સૂચનાઓ મને peacelily2025@yahoo.com પર મોકલશો.

 12. Hetal says:

  Hello Mrugash,

  I would also like to help you to financing read Gujarati,so please contact me on my personal email
  Thank you
  Hetal

 13. Viren says:

  Donations via Credit card seems real easy.

  Thanks for putting such a good website and dedicating yourself for it.

 14. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  આપ સૌના પ્રતિભાવો, સહકાર અને સહયોગ બદલ હું ખૂબ આભારી છું. આપ સૌના રીડગુજરાતી પ્રત્યેના પ્રેમને હું સમજી શકું છું અને આપનો આ પ્રેમભાવ જ આ કાર્યને સતત વેગવંતુ બનાવે છે.

  મારો આ લેખ લખવાનો ઉદ્દેશ વાચકો તરફથી કોઈ ડોનેશન પ્રાપ્ત કરવાનો નહોતો. મારો હેતુ રીડગુજરાતી આવનારા વર્ષોમાં વધારે સક્ષમ બને તે માટે જો જાહેરાત વગેરે વિભાગો વધારે ઉપયોગમાં લેવાય તો એક નિશ્ચિત સ્થાયી આવક રીડગુજરાતીને પ્રાપ્ત થતી રહે તે માટે લોકોને જાણ કરવાનો હતો. એકવારમાં પ્રાપ્ત થયેલું ડોનેશન કેટલા માસ સુધી ચાલે ? એના કરતાં રીડગુજરાતી પર જાહેરાત વગેરેથી આવક થતી રહે તો વગર ડોનેશને પણ સાઈટનું તમામ કાર્ય સરળતાથી ચાલ્યા કરે.

  ટાઈપિંગ વગેરેમાં આપ મદદ કરો એ તો આપનો સદભાવ છે. પરંતુ એ એટલું અઘરું કામ નથી જેટલું એક ગુજરાતી સાઈટને સ્થાયી આવક પ્રાપ્ત કરવાનું હોય. મારી દષ્ટિએ અત્યારે આ પ્રશ્નના મને બે જ ઉકેલ દેખાય છે. એક તો હું કોઈ અન્ય વ્યવસાયમાંથી જરૂરી રકમ પ્રાપ્ત કરું જેથી મારો ઘરખર્ચ અને રીડગુજરાતી – એમ બંને ખર્ચ સરળતાથી ચાલે, અથવા તો રીડગુજરાતીને એટલી પર્યાપ્ત માત્રામાં સતત જાહેરાતો મળતી રહે કે જેથી સાઈટનું કાર્ય નિર્વિધ્ને સરળતાથી ચાલે.

  તેમ છતાં વાચકો તરફથી જે જે નવા અભિપ્રાયો મળતા રહેશે તેની પર હું વિચારતો રહીશ. તેથી આપ આપના સૂચનો ચોક્કસ જણાવતા રહેશો.

  આપ સૌને સસ્નેહ વંદન સાથે,

  લિ.
  મૃગેશ શાહ
  તંત્રી, રીડગુજરાતી.

 15. sunil shah says:

  મૃગેશભાઈ,
  તમે ખુબ સાચી અને સ્પષ્ટ વાત કરી. રીડ ગુજરાતીના વાચકો જાહેર ખબર માટે પ્રયત્નો કરે તે બરાબર છે. તમે પણ તમારી આજીવીકાને પ્રથમ કાર્ય ગણી તે માટે પ્રયત્ન કરો તે મહત્વનું અને જરુરી છે. આ વેબસાઈટ પર અઠવાડીયે એક–બે લેખો મુકો તો ચાલશે.

 16. RAJENDRA SHAH-SVAPNIL, VADODARA says:

  ” શું શા પૈસા ચાર ” વાળી ગુજરાતી ભાષા ને ઉપર ઉઠાવીને વિશ્વ ને ચોતરે મુકવા માટે તમે જે પ્રયત્નો કરો છો તે ખરેખર પ્રશંસાને અને અભિનંદન ને પાત્ર છે. વાસ્તવિકતા ને આદર્શો ના આકાશ ની ક્ષિતિજ થી ધરતી પર લઈ આવવા માં તમને ગુર્જરી નિષ્ફળ નહીઁ જ જવા દે તેવી શ્રધ્ધા છે.

  રાજેન્દ્ર શાહ
  વડોદરા

 17. વિનય ખત્રી says:

  આ લેખમાં એક નહીં, એક કરતાં વધારે આઘાતની વાત છે.

  ૧. ગતવર્ષથી આપ રોજગાર/વ્યવસાય છોડીને ફુલ ટાઈમ ‘રીડ ગુજરાતી’ પર કામ કરો છો.
  ૨. આ વાતની અમને આજે જાણ થઈ!
  ૩. હજી સુધી એક પણ જાહેરાત પ્રાપ્ત થઈ શકી નથી.
  ૪. છેલ્લા છ માસથી કોઈ ડોનેશન પ્રાપ્ત થયું નથી.

  આ આઘાત પચાવ્યા પછી કેટલાક અવલોકનો, નક્કર હકિકતો અને સુચનોઃ

  ૧. આટલી પેટ છુટી વાત કર્યા પછી નં ૩ અને ૪માં કાંઇ ફરક પડ્યો? આઈ મીન ડોનેશનમાં વધારો થયો? જાહેરાતો મળી? જવાબ નકાર હોય તો તુંરંત રોજગાર/વ્યવસાય વિશે વિચારો, જાન્યુઆરી ૨૦૦૮ સુધી રાહ ન જુઓ.

  ૨. સૌપ્રથમ પરિવારનું ભરણપોષણનું વિચારો અને રીડ ગુજરાતીને શોખ તરીકે પ્રધાન્ય આપો.

  ૩. ૬ લાખ વાચકોની સંખ્યા ખરેખર તો રીડ ગુજરાતીની હિટ્સની સંખ્યા છે કે યુનિક વાચકોની સંખ્યા છે? હિટ્સ હશે તો વાચકોની સંખ્યા ઘણી ઓછી થશે. તેમાંથી છાપેલા કાટલા વાળા અમારા જેવા બ્લોગરોને બાદ કર્યા પછી સાચા વાચકોની સંખ્યા મળશે જે જણ્યા પછી આ સાઈટને કોમર્શીયલ (પેઈડ સાઈટ) કરી શકાય કે કેમ તે વિશે કઈંક વિચારી શકાય.

  ૪. “એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના.. સાથી હાથ બઢાના…”ના નાતે રીડ ગુજરાતીની ટીમ બનાવી શકાય અને સમાન ઉદેશવાળા લોકોની સાથે મળીને કામ કરવાથી કામનો બોજો હળવો થશે. હાલ ટાઈપ કરવાથી લઈને પ્રોગ્રામિંગ, લેખકોની પરમિશનથી લઈને માર્કેટીંગની તમામ જવાબદારી એકલે હાથે ઉપાડો છો!

  સુચન કરતી વખતે કોઈ અરુચીકર વાત થઈ હોય તો ક્ષમા..

 18. સ્‍નેહલભાઇ પટેલ says:

  પ્રિય, મૃગેશભાઇ.

  ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓ,ર૦૦૭ અંતર્ગત કામગીરીના અનુસંધાને ઘણા લાંબા સમયથી આ સાઇટ ખોલી નહોતી. જેથી આપે રજૂ કરેલ નગ્‍ન સત્‍ય ખુબ મોડેથી જાણવા મળેલ છે.
  ઘણા મિત્રોએ આપને ડોનેશન આપવાથી માંડી ટાઇપીંગ કરી આપવાની ઓફર કરી હશે. જે સરાહનીય છે.

  હુ મારા મતે જણાવુ તો એટલુ ચોકકસ કહી શકુ કે, આપની સાઇટ ઉપર જે કોઇ લેખક તેમની રચના મુકવા માગે તે અંગે સાહિત્‍યના પ્રકાર પ્રમાણે તેનો ભાવ નકકી કરી શકાય. તદૃન મફતના ભાવમાં અને સસ્‍તી પ્રસિધ્‍ધિ કોઇપણ લેખક આપની સાઇટના માધ્‍યમથી મેળવે તે કેટલે અંશે વાજબી છે ? આપની મહેનત અને લગનથી આ ગુર્જર ધરાની એકમાત્ર હૃદયસ્‍પર્શી સાઇટ જો ચાલતી હોય તો કોઇ લેખક તેમાં સહભાગી બનતાં આપ ધ્‍વારા નિયત થયેલ રકમ અવશ્‍ય ચુકવશે. મને શ્રધ્‍ધા છે કે કામચલાઉ ડોનેશન મેળવવા તેના કરતાં સુચવ્‍યા મુજબ ફી અંગેનાં કોઇ ધારાધોરણ અવશ્‍ય ઘડશો.જેથી આપના કુટુંબની નાવ પણ હે…. દરિયો પાર કરી જશે અને આપનો શોખ પણ સંતોષાસે.

  વશેષમાં, ગુજરાતી સ્‍વરચના ઇ-મેઇલથી આપને પહોચતી ન હોઇ, તે અંગે માર્ગદર્શન આપશો.
  મારી વાતને સુચન તરીકે નહિ લેતાં એક હૃદયસ્‍પર્શી લાગણી ગણશો. અંતરના ઉમળકાને કોઇ ઠેશ પહોચે તો મને અવશ્‍ય માફ કરશો….

  Wishing great sucess for your future attempts in any of field including this site too.

 19. kirit madlani says:

  Dear Mrugesh bhai,

  i understand yr predicament. what if we keep a small membership fees of rs 10 p m or rs 100 per annum

  even if 1 % people pay it can be sizable sum, and those who give ad of their product can be automatic member.advertsement can be anything including matrimonial.

  i will also send some donation as a goodwill next week and let is all put some donations so that we get enough time to think about other means of income.

  we willl surely not allow yr excellet attmpt to go waste.
  what you have done is unparallal in gujrati litereture.
  when intentions are clean the help comes from all the quarters in the world.

  kirit

 20. કેયુર says:

  પ્રિય મ્રુગેશભાઈ

  મને પણ “Paid Site” નો વિચાર ગમ્યો.
  I would agree to Kiritbhai that we should NOT let this excellent effort to go waste. Please think about the Paid site idea.

  Thanks,
  Keyur

 21. Bhooman Bodani says:

  Dear Mrugeshbhai,

  Considering that the donation option is not acceptable to you, I can help you differently. Here is my suggestion.

  I know several people (most of them are friends) who have tried to provide contents of different kinds on regular basis for free on web and at the end stopped. Unless you look at this as a business, higher chances that it will fail sooner or later. Keeping the emotions to the limit, if you want I can help you prepare a business continuation and feasibility plan and help you make the readgujarati site self sufficient (that means we budget for your own efforts as well, so that you don’t have to go look for a job and continue providing the best material on this site).

  If you would like to try this option please contact me through my email address and we will go further int details.

  I am a regular reader on this site since last few months and would not like to loose the source that is too valuable. I have laughed and cried with the contents provided on the site and would like to do the same in the future.

  If you have found any other way of survival and you need help in that let me know. I am located in Canada.

  Thanks

  Bhooman

 22. pankajdabhi says:

  આપની હકીકત જાણી. વાચકોના પ્રતિભાવ પણ જાણ્યા.હું છેલ્લા થૉડા સમયથી આ સાઇટના સંપર્કમાં આવેલ છું. સરસ કામ થાય છે. આપની નિખાલસતા પણ સરાહનીય છે.

  પરંતુ મારી દ્રષ્ટિએઆ નિખાલસતા એક માગણી બની ગઇ હોય તેવુ લાગે છે. જો આપે આજીવિકા માટે આ કાર્ય શરૂ કર્યું છે. તો દરેક ધન્ધાની જેમ આમા પણ ખોટ કે નફો હોઇ શકે.અને પોતાના વેપાર માટે પ્રયત્નો કરવા એ કંઇ સેવા કરી ગણાય ખરી ? આપનો હેતુ પહેલેથી જ સ્પષ્ટ હતો..આ સાઇટ દ્વારા ગુજરાન ચલાવવાનો..વચકોને સ્નેહ મળે નએ આપની અપીલના જવાબમા તેઓ લાગણેથી દોરવાઇ ડોનેશન કે જાહેરાત આપે તેમાં આપનુ સ્વમાન ઘવાય નહીં ? આપની ખુદ્દારી કયાં ગઇ ? કોઇ દાન ઉપર જીવન ન ચાલી શકે. નેટ ઉપર ઘણાં લોકો ..નિસ્વાર્થભાવે કામ કરે જ છે. કોઇ ડોકટર છે કોઇ વકીલ છે કોઇ લેખકો છે. દરેક પોતાની આજીવિક અમાટે આ રીતે અપીલ કરે..તો ? આમા તમે હકેકતે બીજાનુ વાંચીને લોકો સુધી પહોચાડો છો..એ સારે વાત છે. બાકી તમે મહેનત કરી સાઇટ પર સગવડો વધારવા …તો એ તો કોઇ પણ વેપારી પોતાના ધન્ધા માટે કરતો જ હોય છે ને ?

  કહેવાનો અર્થ અને આશય એટલો જ કે કોઇની દયા..મેળવવાને બદલે તમારે બીજુ કોઇ કામ આજીવિકા માટે કરવુ6 જ જોઇએ…અને પછી સાઇદમાં આ કામ તમારી ઇચ્છાથી…પોતાના સંતોષ અને શોખ માટે કરવું જોઇએ.જેથી કોઇ પાસે હાથ લંબાવવાનો વારો ન આવે. આ બધી ચર્ચા મારે ઘણા મિતત્રો સાથે થઇ છે. અને પછી હુ લખુ છુ. ઘણા ઉત્તમ માસિકો આ કારણે બંધ થયા છે. લાચારી, દીનતા છે આ..નિખાલસતા નહી જ. લાગણીને લીધે હુ તેને નિખાલસતા નામ જરૂર આપી શકુ. મા ગુર્જરીની સેવા ઘણી રીતે થઇ શકે છે. અને હવે નેટ ઉપર રોજ કેટલુ યે ગુજરાતી ઠલવાય છે. વાંચવાળા ગમે ત્યાંથી વાંચી જ લેતા હોય છે. અને નથી વાંચવાના તે નથી જ વાંચવાના. હવે ગુજરાતી વાંચવા માટે નેટ પર ઘણા ઓપ્શન છે જ. બીકી બે લેખ મૂકો કે એક અમૂકો..જે કરો તે પણ તમારી ખુમારે જાળવી રાખો.લાંબા ગાળાના ઉપાયો જ વિચારવા જોઇએ. અને તે આ ન જ હોઇ શકે.ગમે તે નામ આપો આ એક માગણી જ છે. શા માટે ? તમારા કહેવા મુજબ તમે યુવાન છો,,યુવાન કદી માગે નહી..પથ્થર ફોડીને પાણી પેદા કરે..જો તમે આ જાતે સ્વેકાર્યું છે તો તેનો ઉકેલ દયામણા બનીને વાચકોની લાગણી કે જાહેરાતો ઉઘરાવીને નહી..તમારી રીતે કાઢો.

  સોરી…તમને ન ગમે તેવુ લખવા બદલ. પરંતુ સત્ય હમેશા કડવુ જ હોય છે ને ? મારી જેમ બીજા પણ ઘના વિચારતા હશે..પરંતુ મારી જેમ કદાચ લખતા અચકાતા હશે હુ કદચ આખાબોલો છુ.એ માટે દિલગીર છું

  કંઇ ખોટુ લાગ્યુ હોય તો સોરી.સોરી….મારો ઇરાદો તમારુ દિલ દુભાવવાનો બિલકુલ નથી…ન હોઇ શકે. પણ આ દ્રષ્ટિ એ પણ વિચારશો અને કોઇ કાયમી ઉકેલ ન મળે તો આપની ઈજિવિકા માટે અન્ય ઉપાય જરૂર વિચારશો.
  અનેક શુભેચ્છાઓ સાથે.

  આપ્ની ખુદ્દારી, સ્વમાન જળવાઇ રહે…

 23. Amit Patel says:

  મ્રુગેશભાઈ
  વાંચીને દુઃખ થયું
  માત્ર રીડગુજરાતી પર આવકનો આધાર રાખશો નહિ.

 24. Jignesh Mistry says:

  Try to make a team… Deligate some work. That will save your time

 25. neeta jhaveri says:

  મ્રુગેશભાઈ,
  આ સાથે જનાવવાનુ કે તમે ‘રિદ્દ ગુજરાતિ ચાલુ કરિને ઘનુ સરસ કાર્ય કર્યુ ચે.
  તમે તમારિ વાત વાચકોને જનાવિ તે સારુ કર્યુ. તમે કહેવત તો સાભરિ હશે પાચ આગરિઓ સાથે મલે તો હાથનો પજો બને ચે .આ જ રિતે બધા તમારિ સાથે ચે. તમે આ વેબ સાઈત ચાલુ કરવા માતે શરુઆતમા ઘનિ મહેનત કરિ હશે. હવે હિમત ના હારશો. બાકિ ‘ધિરે ધિરે રે મના ધિરે સબ કચુ હોય, માલિ સિન્ચે સો ઘદ્દા ત્ર્ર્તુ આયે ફલ હોય’
  ‘રિદ્દ ગુજરાતિ ચાલુ કરિને ઘનુ સરસ કાર્ય કર્યુ ચે.
  વાચકમિત્રો,
  આ સાથે જનાવવાનુ કે મ્રુગેશભાઈઅએ ‘રિદ્દ ગુજરાતિ ચાલુ કરિને ઘનુ સરસ કાર્ય કર્યુ ચે.
  આપને બધા અએ તેમને સહકાર આપવો જોઈઅએ જેથિ તેમનુ કાર્ય આ રિતેજ ચાલુ રહે.તેમના જનાવયા અનુસાર રીડગુજરાતીના સાહિત્ય વિભાગના કુલ વાચકોની સંખ્યા ગઈકાલે 6,00,000 થી વધી , તો દરેક વાચકો મિનિમમ રુપિયા ૧૦થિ…..૧૦૦.. કે વધારે પોતાનિ ખુશિથિ મેમ્બરશિપ ફિ સમજિને આપે જેથિ તેમનિ લાગનિ પન નહિ દુભાય ને તેમનુ કામ પન આરામથિ થેઈ શકે રુપિયા ૧૦ *(ગુન્યા) ૬૦૦૦૦૦ = ………..આથિ તેઓ આ રકમ બેન્કમા રાખિ તેના વ્યાજથિ કામ કરિ શકશે. તો તેમનિ બિજિ સુવિધાઓ પન વધશે. કોઈ ભુલ હોય તો માફ કરશો. આપને સોઅએ યોગદાન આપવુજ રહયુ.“એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના.. સાથી હાથ બઢાના…”

 26. Nilesh says:

  Hi Mrugeshbhai,

  The idea of making the website paid is fair.I think readers would agree that.You can take per year very low amount as low as rs100 so all can contribute instead of few readers paying thousands.OR You can keep a option open for donation..

 27. R N Gandhi says:

  Dear Mrugeshbhai,

  Why dont you accept moderate subscription from the readers. Some commercial touch is required and that is not the obligation from the readers who receive such a nice facility to get knowledge and entertainment.

  I would also like to have your software for Gujarati Lipi. It is so consumer friendly that people would like to have it at a price. Please give some thought to this also.

  I would like to send my cheque of subscription for readgujarati.com. Please let us know where do I send it.

 28. અતુલ જાની (આગંતુક) says:

  વચ્ચે ઘણો સમય મને ‘Read ગુજરાતી’ વાંચવાનો અવકાશ નહોતો રહ્યો તેથી અહીં શું બની રહ્યું છે તેનાથી હું અજાણ હતો.

  અહીં ત્રણ બાબતો એક-બીજા સાથે ભળી ગઈ હોય તેવું લાગે છે.

  ૧.શોખ ૨.સેવા અને ૩.આજીવિકા

  શોખ એવી વસ્તુ છે કે જેમાં આપણે આપણું પુરુ હ્રદય રેડીને કામ કરીએ છીએ. સેવા એવી વસ્તું છે કે તેમાં આપણે આપણી જેટલી પણ શક્તિ હોય તેટલી અન્યના ભલા માટે લગાડીએ છીએ પરંતુ બદલામાં કશાની આશા રાખતા નથી. અને આજીવિકા એવી બાબત છે કે જેમાં આપણે સમાજને જરુરી કાંઈક આપીએ છીએ અને બદલામાં આપણને જરુરી એવું કશુંક પ્રાપ્ત કરીએ છીએ.

  મનુષ્ય જો આર્થિક રીતે પગભર હોય તો જ તે શોખ માટે સમય આપી શકે. સેવાધારીઓ બે પ્રકારના હોય છે ૧. માત્ર ઈશ્વરનો આધાર રાખનાર અને ૨. પોતાના અન્ય સંસાધનો દ્વારા પોતાનું ગુજરાન ચલાવવા ઉપરાંત બાકી વધેલા સમયે સમાજને પોતાની યથાશક્તિ મદદ કરનાર. આજીવિકા શોખમાંથી પ્રાપ્ત થઈ પણ શકે અને ન પણ થાય. પરંતુ વ્યવસ્થિત વ્યવસાયમાંથી આજીવિકા પ્રાપ્ત થાય જ.

  અત્રે વાંચકોને શક્ય હોય ત્યાંથી જાહેરાત મેળવી આપવા માટે અપીલ કરવામાં આવી છે અને મારી દ્રષ્ટિએ તે તદ્દન વ્યાજબી પણ છે.

  મારી દ્રષ્ટિએ તમે આ તમારી સેવાને શોખ ઉપરાંત આજીવિકાનું સાધન પણ બનાવી શકો છો. પરંતુ કોઈ પણ નવા વ્યવસાયને વ્યવસ્થિત કરવા માટે શરુઆતમાં જાત જાતના પ્રયોગો કરવા પડે છે. તમે હાલ આવક મેળવવા માટે જાહેરાત મેળવવાનો રસ્તો વિચાર્યો છે તે ઉપરાંત અન્ય વાંચકોએ બતાવેલ લવાજમ નો રસ્તો પણ વિચારી શકાય. આ ઉપરાંત પણ સમયે સમયે આવક મેળવવાના નવા નવા રસ્તા વિચારતા જ રહેવા પડે, જ્યાં સુધી નિયમીત વ્યવસ્થિત આવક ન થાય ત્યાં સુધી.

  મને દૃઢ વિશ્વાસ છે કે આ સંકટમાંથી તમે હેમ-ખેમ પાર ઉતરી જ જશો અને કદાચ તમે નિષ્ફળ જાવ તો પણ તમારે ગુમાવવાનું કશું જ નથી પરંતુ ગુમાવવાનું અમ વાંચકોના જ શિરે હોવાથી અમે પણ તન-મન અને ધનથી આપની સાથે જ છીએ.

 29. manoj raval says:

  પ્રિય, તમારિ વાત વાન્ચિ
  , આનન્દ થયો. આવિ રિતે
  પ્રથમ

  ખત લખવા નુ પન ગમ્યુન્
  મનોજ રવલ્

 30. prabhu says:

  This is the 2009. Do you have same problem this year? If so pls let me know

  by my e mail. I am not happy with Pankajbhai dabhi, what he say. Carry on what

  are you doing. You doing very nice job for people. I kindly request to N R I, PLS

  come forward about this issue. God bless you.

  Pravin Bhuva

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.