કસરત કરવાથી થતા ફાયદા – મુકુન્દ મહેતા

[‘અખંડઆનંદ માંથી સાભાર.]

[01] માનસિક તણાવ એકદમ ઓછો થઈ જશે અને આજના જમાનામાં એ ખૂબ જરૂરી છે.

[02] તમારું બી.પી. ઓછું થઈ જશે. ફકત છ માસમાં રીડિંગમાં 20 પૉઈન્ટ જેટલો ફરક પડશે.

[03] તમારા શરીરનો શેપ (આકાર) જો તમને અત્યારે ગમતો નથી તે તમને અને બધાને ગમશે.

[04] ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જશે અને થયો હશે તો કાબૂમાં આવી જશે.

[05] તમારી તબિયત એટલી સારી થઈ જશે કે તમે જેટલી ઉંમરના છો તેનાથી નાના લાગશો.

[06] તમને દાદાજી કહેતા હશે તેવાં બાળકોની સાથે તમે બગીચામાં રમી શકશો.

[07] તમે પરણેલાં નહીં હો તો પાર્ટનર મળવાના ચાન્સ એકદમ વધી જશે કારણ કસરતને કારણે તમારું શરીર મજબૂત અને મન પ્રફુલ્લિત અને આનંદિત થઈ જશે.

[08] તમારી યાદશક્તિ સુધરી જશે. ફક્ત અઠવાડિયામાં ચાર વખત નિયમિત અર્ધો કલાક જ કસરત કરવાથી તમારી યાદશક્તિમાં 70% જેટલો વધારો થશે.

[09] હાર્ટ એટેક આવવાના ચાન્સ 80% ઘટી જશે.

[10] માસિક વખતે થતો દુખાવો (પ્રીમેન્સ્ટુઅલ પેઈન) થશે નહીં. નિયમિત કસરતથી સ્ત્રીઓને આ મોટામાં મોટો ફાયદો છે.

[11] સ્ત્રીઓમાં સ્તનના કેન્સર થવાની શક્યતા ઘટી જશે.

[12] પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઘટી જશે.

[13] કસરત કરવાથી તમે શારીરિક રીતે મજબૂત લાગશો, જેથી પોલીસ ખાતામાં, મિલિટરીમાં, લાઈફ ગાર્ડ તરીકે કે બોડી-ગાર્ડ તરીકે નોકરી તરત મળશે.

[14] કસરતથી તમારા શરીરમાં એટલી બધી શક્તિ હશે કે જે કોઈ કામધંધો તમે કરતા હશો તેમાં થાક્યા વગર વધારે સારી રીતે કામ કરી શકશો.

[15] કસરતથી હાડકાં ખૂબ મજબૂત થઈ જશે એટલે હાડકાં પોલાં થવાનો (ઓસ્ટીઓ પોરોસીસ) કે ભાંગી જવાનો ડર નહીં રહે.

[16] કસરતથી કૅલરી બળશે એટલે શરીરની ચરબી ઓછી થશે.

[17] શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઊલટી, શરીરનો દુખાવો વગેરે કસરત કરનારને થશે જ નહીં.

[18] તમારું આયુષ્ય વધી જશે. ઘણું જીવશો.

[19] ઘરની, બહારની કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ સહેલાઈથી કરી શકશો.

[20] તમારો કમરનો દુખાવો કમરના અને પેટના સ્નાયુ મજબૂત થવાથી જતો રહેશે.

[21] એકથી બીજે ઠેકાણે જવા માટે બીજાને બસ, કાર કે રિક્ષા ઉપર આધાર રાખવો પડે. તમે કસરત કરતા હો તો ચાલીને કે સાઈકલ ઉપર પણ જઈ શકો.

[22] કસરત કરનારને સરસ ઊંઘ આવે. કારણ કોઈ દરદ ના હોય.

[23] તમારું વજન ઓછું થાય. (કૅલરી બળવાથી.)

[24] આંતરડાના કે મળાશય (રેક્ટમ) નાં કૅન્સર ના થાય.

[25] કસરત કરનારને હરીફાઈના આયોજકો તરફથી ટી શર્ટ, શર્ટ, બૂટ ફ્રી મળે !!

[26] યાદશક્તિ વધવાથી તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકો. ચિત્રો દોરવાં, સંગીત, કોમ્પ્યુટર્સ વગેરે ઉપર હાથ અજમાવો.

[27] તમારી ચાલ મર્દાનગીવાળી થઈ જાય. બેઠા હો તો સૂતા હો ત્યારે સ્ફૂર્તિથી ઊભા થઈ શકો.

[28] તમારે દવાઓ ઓછી લેવી પડે.

[29] નાનાં બાળકોને શરૂઆતથી જ કસરતની ટેવ પાડવાથી તેમનું ગણિત, ભૂમિતિ, ઍલ્જિબ્રા એકદમ સુધરી જશે.

[30] તમારું ડીપ્રેશન જતું રહે.

[31] તમે તમારી જાતે યુવાનીનો અનુભવ કરશો.

[32] આઉટડોર રમતોમાં એટલા બધા હોશિયાર થઈ જશો કે બધી જ રમતો મોટી ઉંમર સુધી તમે રમી શકશો.

[33] તમારા કાંડાના સ્નાયુને કસરતથી મજબૂતી મળશે. એટલે ‘કાર્પેલ ટનલ સીન્ડ્રોમ’ નામનો રોગ થશે નહીં.

[34] લિફટ બંધ હોય તો આઠ માળ ચડવામાં પણ તમને તકલીફ નહીં પડે.

[35] સ્ટ્રેચ ફ્રૅકચર થવાની શક્યતા જતી રહેશે.

[36] મોટી ઉંમર સુધી તમારું બૅલૅન્સ (શરીરનું) જાળવી શકશો.

[37] તમને સ્ટ્રોક એટલે કે બ્રેઈન એટેક નહીં આવે. લકવા થવાના ચાન્સ ઓછા થઈ જશે. તમારે આખી જિંદગી પરવશ થઈને બીજાના ઉપર ભાર થઈને જીવવું નહીં પડે.

[38] કસરતથી એટલે કે નિયમિત કસરતના કાર્યક્રમથી તમે હંમેશાં તરોતાજા અને આનંદવાળા મૂડમાં રહેશો.

[39] તમે નિયમિત કરસત કરશો તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તમે વિચારશૂન્ય કે બેબાકળા થશો નહીં.

[40] તમારામાંથી કોઈને કામની ત્રણ શિફટ સવારે 8 થી 4, બપોરે 4 થી 12, રાત્રે 12થી સવારે 8 માં કામ કરતા હશો એટલે તમે સૂવાના, ઊઠવાના, ખાવાના-પીવાના સમયમાં અનિયમિત થઈ જશો. જો કસરત કરતા હશો તો આવી બધા જ પ્રકારની અનિયમિતતાનો સામનો તમારું શરીર કરી શકશે.

[41] તમારા શરીરમાં ચાલતી ચયાપચયની (મોટબોલીઝમ)ની ક્રિયા કસરત કરવાથી સારી રીતે ચાલશે.

[42] તમને થયેલી ‘વેરીકોઝ’ વેઈનમાં કસરતથી રાહત થશે.

[43] ઉનાળો, શિયાળો કે ચોમસું ત્રણે સિઝનમાં ગરમી-ઠંડીના ફેરફારથી તમને કોઈ તકલીફ થશે નહીં.

[44] તમે જ્યાં નોકરી કરતા હતા તેના માલિક તમારી નિયમિતતા, પ્રમાણિકતા અને ચુસ્તીને લીધે ખૂબ ખુશ હશે. જ્યારે પગાર થશે ત્યારે વધારે પગાર મળશે !

[45] તમારું મન એટલું પ્રસન્ન હશે કે જેથી તમે જૂના મિત્રોને તો રાખશો જ, પણ નવા મિત્રો બનાવશો.

[46] તમારો ગુસ્સો ગાયબ થઈ જશે અને તમે શાંત થશો.

[47] એક્સિડન્ટ થયો હશે તો તમે જલદી સારા થઈ જશો.

[48] જો કસરત કરી શરીર મજબૂત હશે તો સુવાવડમાં તકલીફ નહીં પડે.

[49] સ્કૂલ કે કૉલેજના રિયુનિયન વખતે તમે એકલા જ યુવાન દેખાતા હશો.

[50] કસરત કરવાથી તમારા સ્નાયુ-સાંધા એટલા બધા સરસ હશે કે જેને લીધે કોઈ વખત પડી જશો તો સ્નાયુ ખેંચાશે નહીં, હાડકાં ભાંગશે નહીં.

[51] તમારી સુષુપ્ત શારીરિક અને માનસિક શક્તિઓનો ખૂબ વિકાસ થશે.

[52] રમતગમતો હોકી-ફૂટબૉલમાં ભાગ લઈ શકશો.

[53] સિગારેટ પીતા હશો તો બંધ કરશો અને નવેસરથી ચાલુ નહીં કરો.

[54] તમે કદાચ વધારે ખાતા હશો તો પણ વજન વધશે નહીં.

[55] મોટી ઉંમરે આવતી મેનોપોઝની સમસ્યા અને લક્ષણો થશે જ નહીં.

[56] સાંધાનો દુખાવો કસરતથી જતો રહેશે.

[57] તમારા પરિચયમાં આવનાર સૌને તમે ગમશો.

[58] તમારી રોગપ્રતિકાર શક્તિ ખૂબ વધશે.

[59] તમારી સાંસારિક લાઈફ (જીવન) સુધરશે.

[60] તમારી શ્વાસોશ્વાસની ગતિ અને લય સરસ થશે.

[61] તમે ટીમવર્કથી ગમે તેવી મુશ્કેલી પાર પાડશો.

[62] તમને કોઈ વસ્તુનો ડર નહીં લાગે.

[63] તમારો સ્વભાવ દયાળુ અને માયાળુ બનશે.

[64] દરેકદરેક વસ્તુ અને જ્ઞાન માટે તમારી સમજશક્તિ અને ગ્રહણશક્તિ ખૂબ વધશે.

[65] તમારા આડોશીપાડોશી અને મિત્રોમાં તમે દાખલા રૂપ બનશો.

[66] મોટી ઉંમર સુધી તમને હર્નીયા, પ્રૉસ્ટેટની તકલીફ હેરાન નહીં કરે.

[67] તમારી આંખોની જોવાની શક્તિ જીવનભર સરસ રહેશે.

[68] તમારી આંખોની જોવાની શક્તિ જીવનભર સરસ રહેશે.

[69] તમારી ચામડી ઉપર કરચલી નહીં પડે.

[70] તમારી ઉંમર દેખાશે નહીં.

[71] તમારી પાચનશક્તિ મોટી ઉંમર સુધી જળવાશે.

[72] તમારે કોઈ દુશ્મન નહીં હોય.

બોલો હવે કસરત કરશો ને ? કેટલા બધા ફાયદા છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સર્જન-વિસર્જન – હરકિસન મહેતા
સુનો મેરે ગુનિયા – શાહબુદ્દીન રાઠોડ Next »   

14 પ્રતિભાવો : કસરત કરવાથી થતા ફાયદા – મુકુન્દ મહેતા

 1. આ બધા ફાયદાઓ વાંચવાની કસરત કરી એના ફાયદાઓનું લીસ્ટ બનાવવાની કસરત તો પહેલા કરી લઈએ.. !!!

 2. mayuri_patel79 says:

  કસરત કરવાથિ હેલથ સારિ રહે “જાન હે તો જહાન હે;;;તન સુનદર તો મન સુન્દર ,,

 3. કેયુર says:

  આ વાંચી ને જ થાકી ગયો.
  હવે કસરત કાલે કરીશ.

  ઃ-)

 4. Pragnaju Prafull Vyas says:

  ડો. મુકુન્દ મહેતા જેવા મેડીકલ પ્રેકટીશનર તો ઘણા હોય પણ જે રીતે કસરત, લાફીંગ ક્લબ, વિ,થી શારીરિક એવં માનસીક રોગોને થતા અટકાવવા તેમજ વગર દવાએ કે ઓછામાં ઓછી દવાઓથી કાબુંમા લેવા અગે તેમણે જે રીતે સતત હાર્યા વગર મંડી રહ્યા છે તે પવૃતીને સપ્રેમ વંદન. મારા જેવા ઘણા, આ ઉંમરે પણ કસરત તેમનાં લેખોથી પ્રેરણા લઈ કરે છે…ફરી ફરી આ વાતો વાંચવાનું -વંચાવવાનું ગમે છે

 5. અતુલ જાની (આગંતુક) says:

  ક – કસરત કરવા કમર કસો
  સ – સ્વાસ્થ્ય મેળવો સ્વસ્થ રહો
  ર – રોજે રોજ તાજગી ભર્યું જીવન માણો
  ત – તન મનમાં તરવરાટ નો અનુભવ કરો

 6. ભાવના શુક્લ says:

  સુંદર હળવી શૈલીમા અને પ્રેરણાદાયક વાતો કસરત માટે..
  અતુલભાઈના (ક + સ = ર + ત) બહુ ગમ્યા.

 7. gopal h parekh says:

  પહેલું સુખ તે જાતે નર્યા

 8. hemantkumar b shah says:

  સરસ મારે મુકુન્દ મહેતા ના બીજા પુસ્તક વાચવા

 9. anand says:

  સરસ ખુબ્જ સરિ અને સાચિ સલાહ ચ્હે માનિએ તો સઆરુ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.