મહેફિલ – સં. આશિત હૈદરાબાદી

[1]
હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ !
– જલન માતરી

[2]
અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે !
– મરીઝ

[3]
શોકનો માર્યો તો મરશે ન તમારો ‘ઘાયલ’
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
– અમૃત ‘ઘાયલ’

[4]
નૈન ભીના, શ્વાસ ઊના એટલે થઈ જાય છે,
કોઈ પણ ખાનું ઉઘાડો, એમનો કાગળ હશે !
– કીર્તિ વાઘેલા

[5]
જીવનનો અર્થ આવ ! કાનમાં કહું તને,
પહેલો પુરુષ એક વચનની એ શોધ છે !
– શોભિત દેસાઈ

[6]
અમારા દોસ્તનો જરા આ પ્યાર જોઈ લો,
જનાજો નીકળ્યો ત્યારે દિલાસો આપવા આવ્યા !
– આશિત હૈદરાબાદી

[7]
જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને મારા, મને એવા નયન દેજે !
– નાઝિર દેખૈયા

[8]
વિતાવી મેં વિરહની રાત તારાં સ્વપ્ન જોઈને,
કરૂં શું મારી પાસે એક પણ તારી છબી નહોતી !
– બરકત વિરાણી ‘બેફામ’

[9]
ભૂલથી પણ એ ભાવ તો પૂછે,
આખે આખી દુકાન આપી દઉં !
– ઉદયન ઠક્કર

[10]
નજર લાગી જવાનો જેમને ડર હોય છે ‘નૂરી’
હું બંધ આંખો કરીને એમના દર્શન કરી લઉં છું !
– મૂસા યુસુફ ‘નૂરી’

[11]
મન ઘણી વાર અકારણ ઉદાસ પણ લાગે,
નર્યા એકાંતનો ખુદને ય ભાર પણ લાગે !
– ડૉ. રશીદ મીર

[12]
સતત ફરતા રહે છે ચક્રના પૈડાની ઝડપે સૌ,
અહીંયા ઘૂમવાનો અર્થ માણસ એટલે માટી !
– મનોજ ખંડેરિયા

[13]
જીવનનાં બધાં પાપ જે ધોઈ નાખે,
નયન પાસ એવું રૂદન માગવું છે !
– મુકબિલ કુરેશી

[14]
સહન કરેલ તમાચા સમાજના છે ‘અમીન’
અમારા ગાલ ફક્ત કુદરતી જ લાલ નથી !
– ‘અમીન’ આઝાદ

[15]
હું મારા ઘરમાં રહી ખુદ મને મળી ન શકું,
ખુદા કોઈને કદી એમ લા-પતા ન કરે !
– નૂર પોરબંદરી

[16]
ભલે દેખાવમાં ભોળાં અને નિર્દોષ લાગે પણ,
મચાવ્યા છે ઘણા દિલમાં ઘણા તોફાન ફૂલોએ !
– અજ્ઞાત

[17]
પગલાં પૂજાય એવું ગમન હોવું જોઈએ,
સમજાય છે કે કેવું જીવન હોવું જોઈએ ?
– રતિલાલ ‘અનિલ’

[18]
કથા બે દિલની જુદી છે જે કહેવામાં નથી હોતી,
અલગ છે મૌનની ભાષા, જે લખવામાં નથી હોતી !
– ચંદ્રા જાડેજા

[19]
યુવાની ગઈ છતાં પણ એ જીવન – શણગાર લાગે છે,
કળી કરમાઈ ગઈ છે, તો ય ખુશબૂદાર લાગે છે !
– આસિમ રાંદેરી

[20]
અંધને આંખો મળે એ રીતથી મળ્યા તમે,
ચાંદ બદલે આજ તમને તાકવાનું મન હતું !
– ડૉ. હરેશ તથાગત

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બંધન અને મુક્તિ – નવીન વિભાકર
વાર્તાસેતુ – લતા હિરાણી Next »   

28 પ્રતિભાવો : મહેફિલ – સં. આશિત હૈદરાબાદી

 1. urmila says:

  અમારા દોસ્તનો જરા આ પ્યાર જોઈ લો,
  જનાજો નીકળ્યો ત્યારે દિલાસો આપવા આવ્યા !

  so true –

  યુવાની ગઈ છતાં પણ એ જીવન – શણગાર લાગે છે,
  કળી કરમાઈ ગઈ છે, તો ય ખુશબૂદાર લાગે છે !
  – આસિમ રાંદેરી

  Art of living

 2. અંધને આંખો મળે એ રીતથી મળ્યા તમે,
  ચાંદ બદલે આજ તમને તાકવાનું મન હતું !
  – ડૉ. હરેશ તથાગત

  સુંદર સંકલન…

 3. Pragnaju Prafull Vyas says:

  આશિત હૈદરાબાદીનાં મહેફિલ મહેફીલનાં વીસે વીસ શેરો ગમ્યાં તેથી તે અવાર નવાર વાંચવા પ્રીન્ટ કાઢી રાખ્યા છે
  શુક્રીયા
  બીજી વાર ક્યારે મહેફીલમાં બોલાવો છો?

 4. Hetal Patel says:

  well said…

  વિતાવી મેં વિરહની રાત તારાં સ્વપ્ન જોઈને,
  કરૂં શું મારી પાસે એક પણ તારી છબી નહોતી !
  – બરકત વિરાણી ‘બેફામ’

  અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી
  ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે !
  – મરીઝ

  કથા બે દિલની જુદી છે જે કહેવામાં નથી હોતી,
  અલગ છે મૌનની ભાષા, જે લખવામાં નથી હોતી !
  – ચંદ્રા જાડેજા
  its really touching the heart…..

 5. parul says:

  અંધને આંખો મળે એ રીતથી મળ્યા તમે,
  ચાંદ બદલે આજ તમને તાકવાનું મન હતું !
  – ડૉ. હરેશ તથાગત
  touching the heart….

 6. Donga Sandeep says:

  આ સુકઇ ગએલી ઊર્મી નુ ઝરનુ ફરી જાગશે
  ભલા અપના સ્પ્ર્શની જ ખોટ હતી
  i like
  n thenxxx to read gujarati

 7. pulkit says:

  Really nice collection…..

  દાક્તર પાસેથી નીક્ળયો હુ દિલની દવા લઇને ,
  જગત સમે જ ઉભુ હતુ જખ્મો નવા લઇને.

  anonymous

 8. varsha says:

  ખુબ સરસ ખુબ સરસ શુ લાઇન છે દિલ ને સ્પર્શિ ગઇ

 9. Dr.Firdosh dekhaiya says:

  હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
  ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

  એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
  ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

  પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
  ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

  રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
  તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

  જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
  લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

  —-ડો.ફિરદૌસ દેખૈયા

 10. Dr Firdosh Dekhaiya says:

  કેવાં હશે એ લોક જે ચંદર સુધી ગયાં,
  પણ આપણે અલ્લાહ ને ઈશ્વર સુધી ગયાં

  ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
  પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

 11. Dr Firdosh Dekhaiya says:

  પ્રિય મિત્રો
  આજે ઈસુભાઈ ગઢવી ની એક સદાબહાર રચનાનો ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી..
  જો તમને ગમી હોય તો કંઠસ્થ કરી રાખશો.
  અહીં ભાવનગરમાં તો આ રાષ્ટ્રગીત જેટલું પ્રચલિત છેઃ

  આવો તો સાજણ ,છુંદણાનો મોર કરી રાખું
  જીવતરના વગડામાં આવી મળો જો તમે
  શબરીનાં બોર જેમ ચાખું
  છુંદણાનો મોર કરી રાખું
  આવો તો સાજણ ,સમદરની છોળ્ય જેમ ભળીએ
  આવો તો સાજણ ,અવની ને આભ જેમ મળીએ
  એકાદું વેણ-શેણ પાળવાનું હોય તો આયખાની હોડ બકી નાખું
  છુંદણાનો મોર કરી રાખું

  આવો તો સાજણ ,પૂનમનું પાનેતર ઓઢું
  આવો તો સાજણ ,ચંદરથી રૂપ કરુમ દોઢું
  વાવડીયા મોકલો જો આવવાની દશ્યુંના તો ઊગાડું અંગ-અંગ પાંખું
  છુંદણાનો મોર કરી રાખું
  આવો તો સાજણ ,અષાઢી આભ જેમ વરસું
  આવો તો સાજણ ,વૈશાખી ભોમ જેમ તરસું
  આખો અવતાર સંગ કાઢવાની વાત તો યે શું રે પડે છે હવે વાંકું?
  છુંદણાનો મોર કરી રાખું

 12. dr firdosh dekhaiya says:

  એક તાજા રચનાઃ(બે શેર)

  એના નામે સઘળાં મોટાં કામ કરું છું,બિસ્મિલ્લાહ ;
  વાઈઝ!તારી સામે બેસી જામ ભરું છું ,બિસ્મિલ્લાહ .

  એકલ સાંજે,બાદ નમાજે,જામ બનાવી ઊભો’તો;
  એ જ હિસાબે શાયર!તારું કામ કરું છું,બિસ્મિલ્લાહ.

  ————-ડૉ.ફિરદૌસ દેખૈયા

 13. Mehool says:

  એના નામે સઘળાં મોટાં કામ કરું છું,બિસ્મિલ્લાહ ;
  વાઈઝ!તારી સામે બેસી જામ ભરું છું ,બિસ્મિલ્લાહ .

  એકલ સાંજે,બાદ નમાજે,જામ બનાવી ઊભો’તો;
  એ જ હિસાબે શાયર!તારું કામ કરું છું,બિસ્મિલ્લાહ.

  વાહ્ વાહ ડો. ફિઝ્દો્સ સાહેબ ખુબ હજ સરસ રચના!!
  શુ શેર !!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.