એવા રે મારગ – તનસુખ ભટ્ટ ‘યાત્રી’

ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા.

ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે મારગ અમે સંચર્યા.

ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલ સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે મારગ અમે સંચર્યા.

પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ,
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે મારગ અમે સંચર્યા.

ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તાસેતુ – લતા હિરાણી
વાંસળી હૃદયની – શેખાદમ આબુવાલા Next »   

9 પ્રતિભાવો : એવા રે મારગ – તનસુખ ભટ્ટ ‘યાત્રી’

  1. અતુલ જાની (આગંતુક) says:

    કોઈ ગિરિવરની યાત્રાએ નીકળી પડ્યાં હોઈએ એવી ઘરમાં બેઠા જ અનુભુતિ થઈ આવી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.