ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા

મારા પાડોશી જેઠાલાલને ત્યાં પચ્ચીસ વર્ષ પછી એમના પિતાશ્રીએ પેટલાદથી પધરામણી કરી ત્યારથી જેઠાલાલની ડાગળી ચસકું ચસકું થયા કરતી હતી. જેઠાલાલને એમના એકના એક ચિરંજીવી ટપુડાએ માનસિક રીતે હાલમડોલ તો કરી જ નાખ્યા હતા. તેમાં પિતાશ્રી ચંપકલાલના આવ્યા પછી તો જેઠાલાલ અમારા માળાની સીડી ઉપરથી બે વાર ગોથાં ખાઈ ગયા હતા. રસ્તો ક્રોસ કરવા જતાં એક-બે વાર એ મોટરો નીચે આવતા બચી ગયા હતા. તે ખોટી બસમાં ચઢી જતા અને દુકાનમાં ગ્રાહકો જોડે લડી પડતા. એમ જ લાગે કે જાણે ચંપકલાલ અને તેમના પુત્ર ટપુડાએ એકઠા થઈને જેઠાલાલને પાગલ બનાવવાનું વ્યવસ્થિત કાવતરું કર્યું હતું.

દુકાનેથી પોતાને ઘેર જવાને બદલે હવે જેઠાલાલ મારે ત્યાં આવી તેમની હૈયાવરાળ કાઢતા અને પછી નાછૂટકે મારા આગ્રહને વશ થઈને પોતાને ઘેર જતા. રોજની જેમ આજે એમની રોતી સૂરત સાથે દાખલ થઈ મારા સોફામાં પોટલું થઈને પડતાં જેઠાલાલ કહે :
‘મારા ટપુડાએ ડોસાને ચાકી ચઢાવી ફિલ્મ જોવા તૈયાર કર્યા છે.’ જેઠાલાલે બગડેલા પ્રાઈમસ જેવો નિસાસો નાખતાં કહ્યું.
મને જેઠાલાલનું વલણ પસંદ ના પડ્યું. ‘જુઓ જેઠાલાલ, આ તમારી વાત ખોટી છે. માણસ ઘરડું થાય એટલે શું એને મનોરંજન મેળવવાનો અધિકાર નથી ?’
‘અરે ભાઈસા’બ, એ વાત નથી. મારા ડોસાને બન્ને આંખે મોતિયા પાક્યા છે. એમને એક ફૂટ દૂરનું પણ દેખાતું નથી. દિવસમાં દસ વાર ભીંત સાથે અથડાય છે. આપણે બેઠા હોઈએ ત્યાં આવીને આપણી ઉપર બેસે છે. હવે એમાં શું ફિલ્મ જોવાના હતા ?’
‘એમ તો શ્રવણનાં મા-બાપ આંધળાં હતાં. તોય એણે કાવડમાં બેસાડી ચાર ધામની જાત્રા કરાવી. તો તમારે બાપાને ટેક્સીમાં લાવવા-લઈ જવા છે. દેખાશે નહિ તો ચાર-છ ગાયન સાંભળશે એટલે જરા ખુશ થશે.’ મે જેઠાલાલને હિંમત આપી.

‘મને ખાતરી જ હતી કે તમે આમ જ બોલવાના એટલે મેં ભેગી તમારી પણ બે ટિકિટ લીધી છે.’
‘પણ-’
‘પણબણ કંઈ નહિ. “ધરમ-કરમ”ની છ ટિકિટો લાવ્યો છું.’
‘ધરમ-કરમ ! એ તો ધમાધમીનું ચિત્ર છે.’ મેં કહ્યું.
‘હા- પણ ફિલ્મના નામ ઉપરથી ડોસા એને ધાર્મિક ફિલ્મ સમજ્યા છે. મેં એમને સમજાવ્યા તો કહે : ‘જેઠિયા, પાજી, એમ કહેને કે તારે મને લઈ જવો નથી.’ બોલો, હવે મારે શું કરવું ?’
‘ભલે અમે આવશું’ મારે હા પાડવી પડી.
‘તો જમીને તૈયાર રહેજો. છેલ્લા શોમાં જવું છે.’ કહી જેઠાલાલ ઊપડી ગયા.

રાત્રે સાડા આઠ વાગે અમારો વરઘોડો નીકળ્યો. અમે છ જણ હતા એટલે વિકટોરિયા રોકી. જગાના અભાવે ટપુડો દાદાના ખોળામાં બેઠો અને અમારી રથયાત્રા આગળ ચાલી. ખોળામાં બેઠેલા ટપુડાએ દાદાજીને રનિંગ કોમેન્ટ્રી આપવા માંડી. બે પેઢી વચ્ચે સેન્ડવીચ થઈ ગયેલા જેઠાલાલ મૂંગા મૂંગા ચારે બાજુ ડાફરિયાં મારી પોતાની અસ્વસ્થતા ઢાંકતા હતા.

અમારો વરઘોડો ‘અલંકાર’ સિનેમા પહોંચ્યો. ચંપકલાલની આંખની કચાશને કારણે રસ્તો ઓળંગી સિનેમા સુધી પહોંચવામાં જ અમને બીજો પા કલાક નીકળી ગયો. ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. અંદર અંધારું થઈ ગયું હતું. એટલે અમારા બધાની હાલત આંખે મોતિયા જેવી થઈ. ડોરકીપરની બેટરીને આધારે અમે અમારી બેઠકો તરફ આગળ વધ્યા, પણ ટપુડાના ટેકે આગળ વધી રહેલા ડોસાએ કોઈક સન્નારીનો પગ કચર્યો. સન્નારીએ અંધારામાં ચિત્કાર કર્યો એટલે સન્નારી સાથેના પુરુષે જોરથી ઘાંટો પાડ્યો :
‘અબે અંધા હૈ ક્યા ? દીખતા નહીં હૈ !’
મેં કહ્યું : ‘હા ભાઈ, બુઝર્ગ આદમી હૈ, જરા દેખનેમેં તકલીફ હૈ.’
‘તો ફિલમ દેખને ક્યું આતા હૈ ?’
ત્યાં ટપુડાને દાદાનું અપમાન થતું જોઈ શૂર ચઢ્યું : ‘તેરે બાપુજી કા થિયેટર હૈ ?’

સાંભળીને પેલો પુરુષ એકદમ સીટમાંથી સળંગ ઊભો થઈ ગયો અને નજીકથી પસાર થઈ રહેલા જેઠાલાલની બોચી પકડી. પણ અકળાયેલા જેઠાલાલે એને હડસેલો માર્યો. ઊભો થયેલો પુરુષ એની જ સ્ત્રી ઉપર પડ્યો અને સ્ત્રીએ પાછી ચીસ પાડી. દરમિયાનમાં આજુબાજુ બેઠેલા પ્રેક્ષકોએ પણ જાતજાતના અવાજો કરી એમનો વિરોધ દર્શાવવા માંડ્યો. એટલે ડોરકીપરો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી રહેલા પેલા પુરુષને સિનેમાની બહાર ફેંકી દેવાની ધમકી આપી. પેલા પુરુષે અમને ધમકી આપી.

અમારા તરફથી ટપુડો યુદ્ધમાં ઊતરવા ઊભો થતો હતો. પણ અમે એને માંડ માંડ રોક્યો. મારાં પત્ની મારા કાનમાં બબડ્યાં, ‘કહું છું, મને તો બીક લાગે છે.’
‘છો લાગે, હમણાં ચુપચાપ બેસી રહો.’ મેં કહ્યું. હજી પત્નીને શાંત પાડું છું ત્યાં ચંપકલાલ કહે, ‘અલ્યા જેઠ, તું ભારે રઘવાટિયો છે. મારે બાથરૂમમાં જવું’તું ને તું મને બારોબાર સિનેમામાં ખેંચી લાયો.’
જેઠાલાલ ધીરેથી કહે, ‘બાપુજી, હવે તો ફિલમ શરૂ થઈ ગઈ. ઈન્ટરવલમાં જજો.’
‘કેમ ! તારે મને બે કલાક આમ બેસાડીને મારી નાખવો છે ?’ ચંપકલાલે ગર્જના કરી. પાછળના પ્રેક્ષકોએ વિરોધ નોંધાવ્યો, પણ દાદાના લાડકા ટપુડાને શૂરાતન ચડ્યું, ‘ચાલો દાદાજી, લઈ જાઉં.’ કહેતો એ ઊભો થયો. સાથે સાથે ડોસા પણ ઊભા થયા. ઉશ્કેરાયેલા જેઠાલાલે બૂમ પાડી, ‘બેસ.’ તેનાથી પાછળ બેઠેલો કોઈ પ્રેક્ષક ધીરજ ગુમાવી બેઠો એટલે એણે ઊભા થઈ ટપુડાને પરાણે બેસાડવા પ્રયત્ન કર્યો. ટપુડો બેસવાને બદલે પોતાની સીટ ઉપર ઊભો થઈ પેલા પ્રેક્ષકને ધક્કા મારવા લાગ્યો. ટપુડાના અણધાર્યા પ્રતિકારથી ઉશ્કેરાયેલા પ્રેક્ષકોએ ટપુડા ઉપર આક્રમણ કર્યું. વળી પાછી ધક્કામુક્કી, ચીસાચીસ થતાં ડોરકીપરોએ અમારા ઉપર બેટરી ફેંકી. બેટરીના અજવાળાથી બધા હતા તેમ ગોઠવાઈ ગયા.

પડદા ઉપર પ્રેમનાથ પડખામાં એક બાળક લઈ વરસતા વરસાદમાં ભાગંભાગ કરતો હતો. વાર્તા જામી ત્યાં પાછા ચંપકલાલ કહે : ‘અલ્યા જેઠા, મારા મોઢમાંથી ચોકઠું પડી ગયું.’
‘હવે અંધારામાં ચોકઠાં ના જડે, બાપુજી. ઈન્ટરવલમાં ખોળજો.’
ચંપકલાલથી એ સહન ન થયું : ‘તને તારા બાપની પડી નથી. તને ફિલમની પડી છે.’
‘પણ બાપુજી, ફિલમ કંઈ ખાવાની વસ્તુ નથી કે તમારે ચોકઠાની જરૂર પડે. જોતા નથી ? આજુબાજુવાળા આપણને મારવા તૈયાર થઈ ગયા છે તે !’ જેઠાલાલે માંડ માંડ ગુસ્સો કાબૂમાં રાખી કહ્યું.
‘હટ બાયલા, તારા કરતાં તો મારો ટપુડો બહાદુર છે. ટપુડા બેટા, ચાલ, જોઉં મારું ચોકઠું ખોળી કાઢ.’

દાદાજીના પ્રોત્સાહનથી રંગમાં આવેલા ટપુડો સીટ ઉપરથી નીચે ઊતર્યો અને ઘૂંટણિયાં તાણી અંધારામાં ખાંખાખોળાં કરવા લાગ્યો. તેમાં એનો હાથ કોણ જાણે આગલી હરોળમાં બેઠેલી કોઈ બાઈને અડી ગયો અને બાઈ અંધારામાં સફાળી ઊભી થઈ ગઈ.
‘હાય, હાય, કંઈ છે, કંઈ છે.’ બોલતી ખુરશીમાં પગ લઈ લીધા.
સમયસૂચકતા વાપરી ટપુડો ડાહ્યોડમરો થઈ ખુરશીમાં બેસી ગયો અને આગલી હરોળવાળાએ ડોરકીપરને બોલાવી ઉંદરો ફરે છે એવી ફરિયાદ કરી. દરમિયાનમાં અમારી આસપાસ જાતજાતની ગાળો-સિસોટીઓ અને હોંકારાઓ ચાલુ થઈ ગયા.
ચંપકલાલ કહે, ‘જેઠા, મારા ચોકઠા ઉપર હું જ બેઠો છું. મને સખત ચપટી ભરાઈ છે.’

મરણિયા થયેલા જેઠાલાલનાં પત્ની દયાબહેને જાણે એ જ પળની રાહ જોઈ રહ્યાં હોય તેમ ઊભાં થઈ ચાલવા માંડ્યું. પ્રેક્ષકોના ગાલીપ્રદાન વચ્ચે અમે ‘ધરમ-કરમ’ છોડ્યું. વરઘોડો જેમ આવ્યો હતો તેમ પાછો વિક્ટોરિયા ગાડીમાં પાછો ફર્યો. માત્ર ચંપકલાલ બોલતા હતા : ‘ટપુડા, ફરી વાર આપણે બે એકલા જ ફિલમ જોવા આવીશું. જેઠો નકામો લોહી પીએ છે, સુખે સિનેમા જોવા નથી દેતો.’

જેઠાલાલ લાચારીથી મારી સામે જોઈ રહ્યા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કુલપતિના પત્રો (1) – કનૈયાલાલ મુનશી
કુલપતિના પત્રો (2) – કનૈયાલાલ મુનશી Next »   

42 પ્રતિભાવો : ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા

 1. Himanshu Zaveri says:

  Tarak Maheta no Tapudo, always been funny stories from long time

 2. Divyant Shah says:

  Good Article

 3. Pragnaju Prafull Vyas says:

  હાસ્ય લેખક તારક મહેતાનો ટપુડો એક ગમી જાય તેવું અમર પાત્ર છે.આપણે આખા લેખમાં સ્મીત કરતા કરતા છેવટે આવો અંત વાચી ‘ મરણિયા થયેલા જેઠાલાલનાં પત્ની દયાબહેને જાણે એ જ પળની રાહ જોઈ રહ્યાં હોય તેમ ઊભાં થઈ ચાલવા માંડ્યું. પ્રેક્ષકોના ગાલીપ્રદાન વચ્ચે અમે ‘ધરમ-કરમ’ છોડ્યું. વરઘોડો જેમ આવ્યો હતો તેમ પાછો વિક્ટોરિયા ગાડીમાં પાછો ફર્યો. માત્ર ચંપકલાલ બોલતા હતા : ‘ટપુડા, ફરી વાર આપણે બે એકલા જ ફિલમ જોવા આવીશું. જેઠો નકામો લોહી પીએ છે, સુખે સિનેમા જોવા નથી દેતો.’ વિરમીએ છીએ

 4. Jyoti says:

  બહુ જ મજા આવિ હો….

 5. navin patel says:

  dar vakhat ni jem bahu maza na avi.Thodi vastaviktva hoy to yadhare game.

 6. Gira says:

  HAHAHAHHAHAHAHAHAHAHHAHAHAAAAAAAAAA…
  o my god.. i been laughing since they started planning to watch movie… i love champaklal n tapudo.. and all of the characters.. lmao.. marvelous story.. hillarious…. 😀 😀 can’t stop laughin… plus it’s vivid too!! 😀 😀

 7. Ami says:

  બહુ દિવસે તારક મહેતાનો ટપુડો વાંચવાની તક મળી .. મજા આવી..

 8. rajesh upadhyay says:

  undoubtly tarak mehat is finest comic aurther in the country..

  His imaginery characters like Champaklal,jethalal,tapudo etc etc… are in our heart.they are immortal …..i am reading tarak mehtas” undha chasma” since 1986 and may be he writting on this even before.

  Interesting thing is that tapu is in school from last 20 years, so as vachali is still small girl/not married and champaklal is still shouting to jethalal.

  No auther in the india has ever impressed like this…

  keep on writing tarakbhai….we love you….you are our proud….

 9. Jinal says:

  My father is a big fan of Tarak Mehta..(I m also!!!) He was reading him in Chitralekha…Here he was missing it…Today I sent him this link and he is enjoying Tarakji once again like he was in India.
  Thanks a lot!!

 10. Urmi says:

  adda….bhut….
  are hu to ekli ekli computer same joine hasu chu.ava bija vadhare lekh internet par mukava vinanti.jethi UDAS thai gayelane jivva mate kaik himmat rahe-“HASYA RAS”thi.
  tamari krutio vishe mahiti mokalva vinanti.

 11. Maharshi says:

  બહુ જ મજા આવિ

 12. tapan says:

  બહુ મઝા આવિ. બિજા તારક મહેતા ના લેખો જોઇએ ચે.

 13. farzana says:

  excellent…………….

 14. Sohel says:

  Wow….!!! it was like a time travel to my childhood when I used to steal my dad’s chitralekha’s to read ‘Tapudo’, please post some more…. from Tarakbhai

 15. Bimal says:

  અરે યાર…. બહુ સરસ

 16. sachin gauswami says:

  સાર લાગ્યુ

 17. pooja says:

  its nice… gud time 2 send..suuppeb

 18. rushi says:

  જલસો થઇ ગયો ભાઇ…….. બિ જા કોઇ લેખ છે તારક મહેતા ના કૉઈની પાસૅ …..????

 19. Chintan says:

  Hi,

  I really enjoyed a lot. My parents and my brother are fan of you. But I not used to read. But Today I read this artical on the web site and today I came to know why they are your fan.

  I am way from my home from past two months and I am not even in India, but when I read your articals it was the situation like I was in Mumbai and in the same local train.

  Also this one was the fantastic artical regarding Champaklal and Movie.

  🙂

  Now when I will go back to India next month I will do the first thing that I will buy your original books and will laugh a lot.

  Thanks
  Chintan Vaishnav

 20. SURESH TRIVEDI says:

  Mt wife looked at me as I was laughing while reading she asked me what happened?!Why are u laughing I told her to read this article and she obeyed my (ORDER/REQUEST!!!!!)and she stareted reading and laughing meanwhile her friend came and she also saw her friend so bouncelessly so it proves that Tarakbhai has got immense power in his writing to make people laugh.

 21. Bhupendra says:

  તારક મહેતા ના ઉલટા ચશ્મા સિરિયલ જોઈ ખુબ આનન્દ થાય આભાર્

 22. hemang shah says:

  im regular watchin on sub tv tark mehta ka ulta chashma n great feeling after the watching all episod.

 23. Gunjan says:

  વાહ બહુ સરશ લેખ….

 24. Anand says:

  ઓ ભગવાન….. હસી હસી ને પેટ દુખી આવ્યુ….. મજા આવી ગઇ

 25. Dhaivat says:

  વાહ તારક્ભાઈ વાહ . બહુ મજા આવિ…..

 26. Vaishali Maheshwari says:

  Nice one. Enjoyed reading as usual.

  Good job Mr. Tarak Mehta.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.