સૌમિની – ડૉ. શરદ ઠાકર

[ડૉ. શરદભાઈની વાર્તાઓ હાલ ધારાવાહિક સ્વરૂપે ઝી-ગુજરાતી ટી.વી પર પ્રસારિત થઈ રહી છે ત્યારે આ ધારાવાહિકના પ્રથમ એપિસોડમાં રજૂ થયેલી આ વાર્તા જનકલ્યાણ સામાયિકમાંથી સાભાર.]

સૌમિની પહેલવહેલી વાર મને બતાવવા માટે આવી, ત્યારથી જ મેં જોયું કે એ બહુ મજબૂત મનોબળ ધરાવતી સ્ત્રી હતી. ન તો એણે ચેકઅપ દરમ્યાન કશી ફરિયાદ કરી, કે ન કશી દવાની પૂછતાછ કરી. આ ગોળી મારાથી નહીં ગળી શકાય કે આ દવાનો સ્વાદ મને નહીં ફાવે…. આમાનું કશું જ નહીં. દર મહિને તપાસઅર્થે આવે, ત્યારે પણ એકલી જ આવે.

ઘણી વાર હું અને મારી પત્ની ક્યાંક બહાર જતા હોઈએ ત્યારે રસ્તા પર ખરીદી માટે નીકળેલ સૌમિનીને જોઈએ. હું એને બતાવીને કહું પણ ખરો : ‘જો પેલી સૌમિની ! એના પેટમાં ‘ટવીન્સ’ પાંગરી રહ્યા છે. એક ડાળી પર બે ફૂલ બેસવાનાં છે. હજી તો એ કળીરૂપે જ છે, પણ ડાળીને છે કશો જ ભય ? મેં એને આરામની સલાહ આપી છે અને એને જો… કેવી ઝડપથી હરી ફરી રહી છે ?’

એક વાર એ ‘ચેક અપ’ માટે આવી, ત્યારે મેં એને પ્રેમપૂર્વક ધમકાવી પણ ખરી, પણ એમ ડરે એ બીજાં, આ સૌમિની નહીં. હસીને મને કહેવા લાગી : ‘આરામ કરું તો પછી ઘરનું કામ કોણ કરે ? એકલી જ છું. જેઠ-જેઠાણી છે, પણ ઉપરના માળે રહે છે. એને થોડું કહેવાય કે…. ?’
‘પણ જેઠાણીને તો કહેવાય જ ને ? દેરાણી તરીકે એમની સુવાવડ સાચવી જાણી હશે ને ? એ થોડા કંઈ નવી-નવાઈનું….?’
મારો સવાલ અધૂરો જ રહી ગયો. સૌમિનીના નિસાસાએ એના બોલાયેલા વાક્યની પીઠિકા બાંધી દીધી : ‘જેઠાણીનો ખાટલો સાચવવો પડે એવા મારા નસીબ ક્યાંથી ? પરણ્યે દસ વર્ષ થઈ ગયા, પારણું હજુ ઝૂલ્યા વગરનું જ છે. ડૉકટર એટલા દેવ કરી જોયા, પણ કોઈ દેવે વરદાન ન આપી જાણ્યું. હવે એમણે તો સ્વીકારી લીધું છે કે જીવન એક અધૂરપ સાથે જ પૂરું થવાનું…’

સૌમિનીના છેલ્લા વાક્યમાં રહેલા ‘તો’ માં ઘણું બધું છુપાયેલું હતું, સમજતા મને વાર ન લાગી. મેં પૂછી નાખ્યું : ‘જેઠાણીએ તો સ્વીકારી લીધું છે, પણ તેં હજી સુધી નથી સ્વીકાર્યું એમ જ ને ?’ એના ચહેરા પર ફરીથી એ જ ચિરપરિચિત ખુમારી ઊભરી આવી :
‘એમ હાર સ્વીકારે એ બીજાં, આ સૌમિની નહીં….!’
‘કેમ સૌમિની હાર ન સ્વીકારે ?’ મેં પૂછ્યું, ‘તારી જેઠાણી જો જનેતા ન જ બની શકવાની હોય, તો પછી….?’
‘એ ભલે જનેતા ન બની શકે, પણ મા તો બની શકે ને ?’ સૌમિનીએ આટલું બોલતાં એના પેટ પર હથેળી મૂકી. ઉદરની અંદરના ફરકાટને જાણે પૂછી લીધું, અંદરથી હોંકારો ભણતા હોય એમ ચાર હાથ અને ચાર પગ એક સાથે ઊછળી રહ્યા.
‘એટલે ?’ તારા કહેવાનો મતલબ ન સમજ્યો હું…’ મેં અડધુંપડધું સમજી જવા છતાં પણ કહ્યું.
‘પૂરું સમજવા આડે હવે વાર પણ ક્યાં છે ? બે-ત્રણ મહિના નીકળી જવા દો, પણ આ સૌમિની જ સમજાવી દેશે તમને કે જનેતા બનવું એ ભલે કોઈ સ્ત્રી માટે અશક્ય હોય, પણ મા બનવું એ મુશ્કેલ નથી.’
‘એટલે તારે બે બાળકો જન્મશે એમાંથી એક તું તારી જેઠાણીને આપી દઈશ એમ જ ને ?’
‘હા’ એની આંખોમાંથી જેઠાણી પ્રત્યેની લાગણી છલકી રહી હતી : ‘જ્યારે મને ખબર પડી કે મારે જોડકાં બાળકો છે, ત્યારે જ અમે દેરાણી-જેઠાણીએ નક્કી કરી લીધું છે કે ભગવાને અમારા બંનેને એક-એક સંતાન આપવા માટે ‘ટ્વીન્સ’ મોકલી આપ્યા છે. એ સિવાય આવું બને જ શા માટે ? એક કુટુંબમાં એક સ્ત્રીની થાળી સાવ ખાલી ખમ અને બીજી સ્ત્રીને બમણું ભોજન ભગવાન પીરસે શા માટે ?

હું ચૂપ રહ્યો. સૌમિનીના તર્ક આગળ મારું વિજ્ઞાન ચૂપ રહે એ જ વધુ યોગ્ય હતું અને પૂરા મહિના આડે પંદરેક દિવસની વાર હતી, ત્યારે એક રાત્રે સૌમિની પ્રસૂતિની પીડા લઈને મારા નર્સિંગ હોમમાં દાખલ થઈ. બધું સમુંસૂતરું પાર પડ્યું અને સૌમિનીની થાળી ખરેખર બેવડાં ભોજનથી ભરાઈ ગઈ. મને હતું કે હમણાં જ એ પૂછશે : ‘શું આવ્યું છે ? બાબો કે બેબી ?’ પણ એને બદલે એણે તો એટલું જ પૂછ્યું : ‘ખરેખર બે બાળકો જ છે ને ?’ મેં હા પાડી અને નિશ્ચિત મને ઊંઘી ગઈ. એને તો પાછળથી મેં જણાવ્યું ત્યારે ખબર પડી કે એને બે દીકરીઓ અવતરી હતી.

રજા લઈને એ ઘરે ગઈ ત્યારે એના બંને હાથમાં એક દીકરી તેડેલી હતી, અને ફરીવાર થોડા દિવસે જ્યારે એ ‘ચેક અપ’ માટે મારી પાસે આવી ત્યારે ગોદમાં એક જ છોકરી હતી.
‘કેમ, બીજી છોકરી ક્યાં ગઈ ?’ મેં અમસ્તું જ પૂછ્યું.
‘બીજી ક્યાંથી હોય ? મારે તો એક જ છે ને ? મારી દીકરી મારી પાસે, બીજી દીકરી એની મા પાસે.’ સૌમિનીએ ખોળામાં સૂઈ રહેલી ઢીંગલી તરફ વહાલથી જોતાં જવાબ આપ્યો.
‘આ તો બધી એક પ્રકારની વ્યવસ્થા થઈ…. ? બાકી એમ પેટનું જણ્યું સંતાન થોડું મટી જાય છે ? તારું હૃદય એના તરફ પણ ખેંચાતું તો હશે ને ?’
‘મેં વ્યવસ્થાની સાથે વહાલ પણ મારી જેઠાણીના હવાલે કરી દીધું છે. હવે એ મારી દીકરી નહીં, પણ ભત્રીજી છે.’
‘પણ એ ભૂખી થાય, રડે, પડે-આખડે, મોટી થાય ત્યારે માન કે તારી જેઠાણી ક્યારેક કોઈક કામસર એને વઢે કે મારે તો તારું હૃદય કકળી તો ઊઠે જ ને ?’ મેં એને પ્રશ્નોની ઝડીથી ગૂંગળાવી નાંખી.
‘એવું તો મને કોઈપણ બાળક પ્રત્યે થાય. બાકી એ છોકરીના ભાગ્યમાં જે હશે એ એણે ભોગવવાનું, એને સાચવનારી એની મા બેઠી છે, પછી મારે શી ચિંતા ? સાચું કહું હું તો એને રમાડવા પણ નથી જતી. બાટલીના દૂધ પર ઊછરી રહી છે. પણ મેં એને એક વાર પણ મારી છાતીએ નથી વળગાડી. ધાવણની સાથે સાથે ક્યાંક સંબંધ પણ જોડાઈ જાય તો ?’

સમય પસાર થતો ગયો, બંનેની ઢીંગલીઓ પાંચેક વર્ષની થવા આવી. આમ પણ એના ઘરની સાથે અમારે આત્મીયતા બંધાઈ ગઈ હતી. એટલે મને ઘણી બધી જાતમાહિતી તો હતી જ ! એની ‘ભત્રીજી’ પડે-આખડે તો ક્યારેય મેં એની આંખોમાં ‘જનેતા’ જન્મતી જોઈ નહોતી, એને ઊભી કરવા માટે દોડે એ માત્ર ‘કાકી’ જ હોય ! બંને છોકરીઓમાં પેલી દત્તક અપાયેલી વધુ તોફાની હતી, વધુ મજબૂત હતી, વધુ ભારાડી હતી. એ ક્યારેક સૌમિનીની દીકરીને મારે, તો સૌમિની એની જેઠાણી પાસે એની ફરિયાદ પણ કરે : ‘તમારી દીકરીને જરા કાબૂમાં રાખો. મારી છોકરીને ગમે ત્યારે ધોલધપાટ કેમ કરી જાય છે ?’ સાંભળનારા ખુદ ભૂલી જતાં કે મોટી પણ એનું જ સંતાન છે.

અને આ વખતે સૌમિનીએ પુત્રને જન્મ આપ્યો. સરસ, મઝાનો તંદુરસ્ત બાબો હતો. સૌમિની ખુશ હતી. એણે ઈશ્વરનો આભાર માન્યો. મેં પણ એને મુબારકબાદી આપી. એણે એક વંધ્યાની ખાલી ગોદ ભરી આપી, એટલે જ ભગવાને એને બદલો આપ્યો એવું સમાધાન સૌમિનીએ મેળવી લીધું. બીજે દિવસે સવારે હું વોર્ડમાં રાઉન્ડ લેવા ગયો. સૌમિની સૂતી હતી અને પડખામાં એનો દીકરો ઉઘાડી આંખે પડ્યો હતો. નીચે જમીન પર પેલી બે ઢીંગલીઓ રમી રહી હતી. રમતી હતી એમ તો શી રીતે કહેવાય ? હુંસાતુંસી કરી રહી હતી.
‘જો, મારું ફ્રોક તારા ફ્રોક કરતાં કેટલું સારું છે ?… ‘મને તો મારા પપ્પાએ નવું દફતર લઈ આપ્યું, બોલ !…’ ‘પણ તારી પાસે મારી મોજડી જેવી મોજડી ક્યાં છે ?’… હું એ બંન્નેના ઝઘડાને માણી રહ્યો હતો. સૌમિની પણ ધીમું ધીમું હસી રહી હતી. અમે જોતાં હતાં કે પેલી મોટી હતી એની લગભગ દરેક વસ્તુ ચડિયાતી હતી, વધુ સુંદર હતી, વધુ નવી હતી. નાની દીકરી હાર સ્વીકારીને રડમસ થઈ જવાની અણી પર આવી ગઈ હતી અને ત્યાં જ અચાનક એને યાદ આવ્યું હોય એમ એ પૂછી બેઠી : ‘એં…જો ! મારી પાસે તો તદ્દન નવો ભઈલો પણ છે. મારી મમ્મીએ હજી ગઈકાલે જ મને અપાવ્યો. બોલ, તારી પાસે છે ભઈલો…?’ મોટી છોકરીની આંખમાંથી બોર-બોર જેવડાં આંસુ ખરવા મંડ્યા. સૌમિનીના માતૃહૃદયમાં મોટો ધરતીકંપ થઈ ગયો. વાસ્તવિકતા એ પણ જાણતી હતી અને હું પણ ! પણ એ વચનબદ્ધ હતી. જેઠાણીને દીકરી આપતી વખતે એણે વચન આપ્યું હતું કે એ ક્યારેય વાણીદ્વારા કે વર્તન દ્વારા ભત્રીજીને વાતની જાણ નહીં થવા દે કે પોતે એની કાકી નથી, પણ મા છે ! અને અત્યારે એ ભત્રીજી રડી રહી હતી. વાસ્તવમાં મોટી હોવાના નાતે ભઈલા પર પહેલો હક્ક એનો હતો.

સૌમિનીને રડતી જોઈને મેં કહ્યું : ‘છાની રહે, સૌમિની ! રડે એ બીજાં, તું નહીં. વાસ્તવિકતાને સ્વીકારી લે. માનવીની જિંદગીનાં અનેક રંગો છે…. આ પણ એમાંનો જ એક રંગ છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય
જ્ઞાનયજ્ઞનો આચાર્ય – ગિરીશ ગણાત્રા Next »   

30 પ્રતિભાવો : સૌમિની – ડૉ. શરદ ઠાકર

 1. Dhaval B. Shah says:

  Too difficult to see such incidences practically and further too much difficult to behave in this way..

 2. tejal thakkar says:

  “માનવીની જિંદગીનાં અનેક રંગો છે…. આ પણ એમાંનો જ એક રંગ છે.”
  ખુબ જ સરસ વાક્ય – અને એ જ રંગો ભેગ મળી ઇચછીએ તો સુન્દર, આક્ર્ષક રંગોળી પણ બની શકે છે.

 3. Pragnaju Prafull Vyas says:

  કૌટુંબીક ઝગડાવાળી સીરીઅલોથી બદનામ ઝી-ટીવીનું પ્રસંશનીય કામ તે શરદની આવી સર્વાગ સુંદર અમારાં સબંધીને ત્યાં બનેલી વાતને રજુ કરી…ધન્યવાદ શરદને,રી ગુ.કોમને અને ઝી-ટીવીને…

 4. ભાવના શુક્લ says:

  સુંદર આલેખન. શરદભાઈની વાર્તાઓ આમ પણ દમદાર હોય છે તેનો વધુ એક પુરાવો..

 5. ranjan pandya says:

  મન માનતુ નથી–આવું બની શકે?

 6. Dr.Aroon.V.Patel. says:

  Dear Dr.Sharadbhai Thakar,
  I’m fan of your writings, and whenever/wherever I get a chance to read your story/article, I can’t afford to miss it, and in the end, I feel freshenmed by myself.
  Your penmanship is unique in the sense that a person Doctor by prodfession, how can he get the time to write in such a beautiful manner? Really, that’s a surprise to me!
  Congrat.s and keep going like this, wish you all the best.
  aroon.

 7. gopal h parekh says:

  સૌમિનીએ હ્રદય પર કેવડો મોટો પત્થર મૂક્યો હશે? કલ્પના બહાર ની વાત લાગે છે.

 8. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice…!

  “Different colours of life in different way…”

 9. NARENDRA PATEL says:

  સૌમિની નો ત્યાગ દાદ માંગી લે તેવો છૅ. લાગણી ઉપર કાબુ જિંદગી નો ભાગ છૅ અને તે જિવનના અંત સુધી જાળવી રાખવા માટે હિંમત જરુરી છૅ. જે આ વાત પરથી ફલિત થાયછૅ.

 10. Hari says:

  બહુ જ સરસ વારતા છે. પણ્ હકીકત છે એ માની નથી સકાત.ુ

 11. Jigish says:

  ધન્ય છે આવી માને…….મારા અંત્-કરણ પૂર્વકના પ્રણામ…….

 12. Hitendra says:

  Normally people says that No one understand Pain of self , but while we reads of story by Sharad Thakar we become “majbur” to Understand Other PAin

  Another SAlute……..,

 13. snehal says:

  ખુબ સરસ…..very very nice….sharad thakar’s story…always nice…..

 14. Mahendi says:

  Dr Thaker is just genius, great work

 15. nayan panchal says:

  I am speechless. There are countless emotions, I don’t know what kind of emotions I am feeling now.

  Hats off to Saumini. Being a mother is the toughest job i guess, but giving your child to someone else after being a mother is even tougher. Only consolence is that child is also in front of her eyes.

  nayan

 16. Ekta Tripathi says:

  This is really wonderful
  Nobody has this kind of spirit I just love it

  Thanks Dr. Thaker to give us this kind of example

  Ekta Tripathi

 17. alpa says:

  મા જ દુનિયા મા ધારે તે કરિ શકે ચે.

 18. Dr. Mukesh Pandya says:

  ડૉ. શરદ ઠાકરની બધી જ કૃતિઓ માત્ર મનને જ નહીં, પરંતુ આંખોને પણ ભીંજાવી જાય છે. આવી રચનાઓ માટે ડૉકટર સાહેબનો અને એ અમારા સુધી લાવવા માટે રીડગુજરાતીનો ખૂબ ખૂબ આભાર.

 19. i like your all navalika, i never forget to read, first in paper i always read your lakh. after read anything. now times really very good. because some time we also suffuring same problem. samali is so good why she is not my sisterinlow?thank you.

 20. piyush says:

  such a immotional story. could be encourage the society ,which is found quaralling in each and every matter.

 21. Neha Parmar says:

  Good story.

 22. Dr Shruti Shastri says:

  A real heart touching Story.

 23. Gargi says:

  very very very nice…………

 24. sandeep says:

  શરદ સર,
  જયારે જયારે તમારિ વાતો વાચિ ,
  આન્ખ માથિ બોર બોર આન્સુ સર્યા વગર રહ્યા નથિ.

  અદભુત્! અદભુત્

 25. vibha says:

  speechless story……………!!!!!!!!!

  Indiscribable,,,,,,,,,suparb.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.