અવળવાણી – સં. રમેશ સંઘવી

[‘અમીઝરણાં’ પુસ્તકમાંથી સાભાર.]

[1] એક હૉટલમાં મૂકાયેલું બોર્ડ :

ઈશ્વર નિરાકાર છે, પૂરી ગરમાગરમ છે.
ઈશ્વરને બધા સરખા છે, ભજિયાં ઘણી જાતનાં છે.
સંતોષી નર સદા સુખી, સાથે શીખંડ પૂરી ઠીક પડશે.
વિદ્યા એ ખરું ધન છે, ખમણ ખાવા જેવું છે,
મહાત્માઓનાં વૃત્તાંત વાંચજો, ચા સ્પેશ્યલ જ મંગાવજો !

[2]
‘અહીંથી ઊઠી જાવ, આ સીટ મારી છે.’
‘વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ ?’
‘હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.’
‘તમે તો ખરા છો ! કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારી બેગ મૂકી આવશો, તો તાજમહાલ શું તમારો થઈ જાશે ?’

[3]
એકવાર દેવળમાં પ્રવચન કરતાં પાદરીએ કહ્યું : ‘આજે હું જૂઠાણાં વિષે પ્રવચન આપવાનો છું. પણ એ પહેલાં મને કહો અહીં હાજર રહેલાઓમાંથી ‘માર્ક’નું સત્તરમું પ્રકરણ કોણે કોણે વાંચ્યું છે ?’ હાજર રહેલા લગભગ બધી જ વ્યક્તિઓએ હાથ ઊંચા કર્યા પછી પાદરી શાંતિથી કહે : ‘બાઈબલમાં માર્કનું સત્તરમું પ્રકરણ છે જ નહીં, ચાલો હવે આપણે શરૂ કરીએ.’

[4]
એક બહુ જ સિગારેટ પીનાર માણસને ખૂબ જ તાવ આવ્યો. તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું એટલે પેલો કહે : ‘બાક્સ આપો !’
*******
‘શાંતિ માટેના અનેક માર્ગો છે. કોઈ એક ચોક્કસ માર્ગ બતાવો.’
‘છૂટાછેડા’
********
દુનિયાની મોટી આફત એ છે કે મૂરખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી અને બુદ્ધિશાળીઓ પોતાની આશંકાઓમાંથી કદીએ ઊંચા આવતા નથી !
*******
વકીલ પુત્રે કહ્યું : ‘પપ્પા, મમ્મીએ મને માર્યું’
‘જો ભાઈ, ઉપલી કોર્ટે કરેલી સજા વિશે નીચલી કોર્ટમાં અપીલ નથી થઈ શકતી !’
*******
સ્ત્રીની સલાહ માગો અને જે કાંઈ સલાહ મળે એનાથી અવળું કરો – તમારું ડહાપણ વધશે ! – થોમસ મૂર.

[5] કેટલાક યથાર્થ નામધારી ડૉક્ટરો !

ડાયેટિશિયન : ડૉ. તન-સુખ-ઘાટ-લિયા
આંખના ડૉક્ટર : ડૉ. નયન રોશન
ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ : ડૉ. પવન આઝાદ
કાર્ડિયોલોજિસ્ટ : ડૉ. હૃદયનાથ
ગાયનેકોલોજિસ્ટ : ડૉ. જન્મેજય
બાળકોના ડૉક્ટર : ડૉ. બાલકૃષ્ણ જોષી
માનસિક રોગના ડોક્ટર : ડૉ. મનસુખ વાઘેલા
નાક-કાન-ગળાના ડોક્ટર : ડૉ. કાનજી ગલાણી
અનેસ્થેટિસ્ટ : ડૉ. જાગૃતિ સુવાગિયા
કેન્સરના ડૉક્ટર : ડૉ. પ્રાણજીવન જીવરાજાની
પશુચિકિત્સક : ડૉ. મયૂર પોપટલાલ હાથી

[6]
‘મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે ?’
‘લો. હું સમજાવું. એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરણશે, મા-બાપ બનશે, પૈસા ભેગા કરશે, દીકરા-દીકરી પરણાવશે, નિવૃત્ત થશે અને પછી આ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે !’
********
‘પપ્પા, પપ્પા ! એન્ટાર્કટિકા ક્યાં છે ?’
‘મને હેરાન ન કર. આ ઘરમાં બધી વસ્તુઓ તારી મમ્મી મૂકે છે એને પૂછ !’
********
‘મસુરી બહુ સરસ છે. એને લીધે મને જીવનમાં સૌથી આનંદદાયી દિવસો મળ્યા.’
‘એમ ? તમે ક્યારે ગયા હતા ?’
‘હું તો નથી ગયો, પણ મારી પત્ની ગઈ હતી !’
********
અર્થશાસ્ત્ર એ દર્શાવે છે કે કંઈ પણ ખરીદવાનો સારામાં સારો સમય ગયું વર્ષ છે !

[7] ઊંઘા પડેલાં માટલામાંથી એક ફિલસૂફે માટલું ખરીદ્યું અને આમાં પાણી ક્યાંથી ભરવાનું એમ પૂછ્યું. અને ધારો કે ઉપરથી કાણું પાડીએ તોય શું ફાયદો ? કારણ કે નીચેથી તો મોટું બાકોરું છે !

[8]
પોલીસ : મેઘધનુષ જેવા, તોફાન શમી ગયા પછી જ દેખા દે !
પૈસાદાર : જેમને પોતાનાં સગાંની શોધમાં જવું પડતું નથી તેવી વ્યક્તિ.
નૃત્ય : પગનું કાવ્ય
નાક : ચશ્માની દાંડી ટેકવવા કુદરતે કરી આપેલી ગોઠવણ.
થર્મોમીટર : જેને હંમેશાં ચડતી – પડતી આવ્યા કરે છે તેવું સાધન.

[9]
ટોળું = બે સ્ત્રીઓ !
ટેબલ = ખાનાંઓ વાળી કચરાપેટી !
ઠંડુ યુદ્ધ = ગરમ શાંતિ !

[10]
‘મનુષ્ય પર ક્યા ભાવો સૌથી આઘાતજનક અસર કરે છે !’
‘બજાર ભાવો !’
********
કૂતરો એટલા માટે પૂંછડી હલાવે છે કે કૂતરામાં પૂંછડી કરતાં વધુ તાકાત છે. જો પૂંછડીમાં વધુ તાકાત હોત તો પૂંછડી કૂતરાને હલાવત.
********
‘પેટનું કાર્ય જણાવો’
‘પેન્ટને પકડી રાખવાનું !’
********
‘આપણે સાથે જમીએ તો કેવું ?’
‘ઘણું જ સરસ. આવતી કાલે હું તમારે ત્યાં જમવા આવીશ !’

********
મારે બે એકરાર કરવાના છે. જ્યારથી તને મેં જાણ્યો છે ત્યારથી હું તને ભૂલી શકતી નથી. અને તું મારા સપનામાં આવે છે અને હું ચીસો પાડું છું : ભૂત…. ભૂત !
********
એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી. અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’
‘ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !

[11]
એસ.એમ.એસ કરવાનું બંધ કરો શ્યામ
હવે રૂબરૂમાં આવવાનું રાખો,
વૃંદાવન, મથુરા તો રોમ રોમ જાગ્યાં છે
મોરલી મોબાઈલ જેવી રાખો !
– ભાગ્યેશ જહા

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તો લો, આ તમારું વાર્ષિક ભવિષ્ય – વિનોદ ભટ્ટ
વિભૂતિઓનું વર્ણન – શ્રીમદ્ ભાગવત Next »   

23 પ્રતિભાવો : અવળવાણી – સં. રમેશ સંઘવી

 1. કૂતરો એટલા માટે પૂંછડી હલાવે છે કે કૂતરામાં પૂંછડી કરતાં વધુ તાકાત છે. જો પૂંછડીમાં વધુ તાકાત હોત તો પૂંછડી કૂતરાને હલાવત.

  હા હા હા …
  🙂

 2. Dhaval B. Shah says:

  બહુજ સરસ.

 3. Rahul Gadhiya says:

  very funny

 4. Pragnaju Prafull Vyas says:

  સાધારણ કક્ષાની અવળવાણી
  તેમાં સ્ત્રીઓને હલકી પાડી રમુજ કરવાની પધ્ધતિ જેવી કે…
  “સ્ત્રીની સલાહ માગો અને જે કાંઈ સલાહ મળે એનાથી અવળું કરો – તમારું ડહાપણ વધશે !

  ગાયનેકોલોજિસ્ટ : ડૉ. જન્મેજય

  ટોળું = બે સ્ત્રીઓ !

  મસુરી બહુ સરસ છે. એને લીધે મને જીવનમાં સૌથી આનંદદાયી દિવસો મળ્યા.’
  ‘એમ ? તમે ક્યારે ગયા હતા ?’
  ‘હું તો નથી ગયો, પણ મારી પત્ની ગઈ હતી !’
  નીચી કક્ષા બતાવે છે
  જ્યોતિન્દ્ર દવે,વિનોદ જેવાના લેખમાં પોતા પર હાસ્ય હોય છે

 5. ભાવના શુક્લ says:

  હાસ્યરસ કે વિનોદવૃત્તિ પર પ્રભુત્વ હોવુ તે કદાચ ઇશ્વરીય વરદાન હોય શકે જે જ્યોતિન્દ્રભાઈ,વિનોદભાઈ વગેરે ને પ્રાપ્ય હોય (કહેવાય છે ને કે કળા તે કુદરતી બક્ષીસ છે.)
  રમુજ અને હલકી હાસ્યવૃત્તિ વચ્ચેનો તફાવત એ કોઇ પાતળી ભેદરેખાનો નથી જ,
  જેવી જેની ક્ષમતા..

 6. Jyoti says:

  બહુજ સરસ. હસવનિ મજા આવિ….

 7. komal says:

  Very very funny!!! Maja avi gayi

 8. apexa says:

  બહુ જ સરસ લખ્ય ચ્હે વાચિ ને મન પ્રસ્સન્ન થૈ ગયુ.It’s a really funny & good matter

 9. DG Chaudhari says:

  ખૂબ જ સરસ હાસ્ય પામ્યા. Keep it up. Congrates!

 10. Utkarsh says:

  સરસ લેખ છે 😀

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.