પરપોટે પુરાયો – લાલજી કાનપરિયા

પરપોટે પુરાયો મારો પ્રાણ રે હો જી
લિયો રે ઉગારી જીવણ ! લિયો રે ઉગારી,
ઘૂઘવતાં જળની છે તમને આણ રે હો જી.

ફૂલો પર બેઠું છે ઝાકળ ઝીણું રે હો જી
ઝટ રે ઝીલો જીવણ ! ઝટ રે ઝીલો,
પલકમાં ઢોળાશે અમરત-પીણું રે હો જી.

પંથ રે ખૂટ્યા ને ખૂટી કેડિયું હો જી
અધવચ ડૂક્યા રે જીવણ ! અધવચ ડૂક્યા,
ચરણોમાં પડી છે કાંઈ બેડિયું હો જી.

આથમણે સીમાડે સૂરજ ઝાંખો રે હો જી
ઢળ્યાં રે અજવાળાં જીવણ ! ઢળ્યાં રે અજવાળાં,
સજાવો રૂડી ઝળહળ પાંખો રે હો જી.

ડાળીથી ખર્યું છે પીળું પાન રે હો જી
કૂંપળ-શું ફૂટો રે જીવણ ! કૂંપળ-શું ફૂટો,
સમજી લિયોને તમે સાન રે હો જી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારા પાપિ : ગુલઝાર – મેઘના ગુલઝાર
વિવિધ વાનગીઓ – સંકલિત Next »   

7 પ્રતિભાવો : પરપોટે પુરાયો – લાલજી કાનપરિયા

 1. pragnaju says:

  સુંદર રચના
  પરપોટે પુરાયો મારો પ્રાણ રે હો જી
  લિયો રે ઉગારી જીવણ ! લિયો રે ઉગારી,
  ઘૂઘવતાં જળની છે તમને આણ રે હો જી.
  ગમી
  ડાળીથી ખર્યું છે પીળું પાન રે હો જી
  કૂંપળ-શું ફૂટો રે જીવણ ! કૂંપળ-શું ફૂટો,
  સમજી લિયોને તમે સાન રે હો જી.
  વધુ ગમી
  તેમની
  “એક રાતના…” તથા “દરિયો ડોલે..”
  માણી હતી
  આધ્યાત્મિક વાતો હોય તો સાથે કવિનું રસદર્શન આવકાર્ય છે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.