એક છોરી – પ્રહલાદ પારેખ

એક છોરી
કોરી ગઈ અંતરમાંહી દેરી:
આંખો તણાં બે નિજ ટાંકણાંથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.

બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઊઠે છે
દીવા બનીને.

અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળે પળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.

ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી !
માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !

પણ એક છોરી
આવી, અને અંતર કોરી કોરી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્હેલાણી સ્વર – મકરન્દ દવે
એના ગયા પછી – યશવંત કડીકર Next »   

9 પ્રતિભાવો : એક છોરી – પ્રહલાદ પારેખ

 1. pragnaju says:

  મોટા ગજાનાં પ્રહલાદ પારેખની રચના-
  શાશ્વત જીવનના સનાતન અસ્તિત્વનો પયગામ આપે છે,
  જેમાઁ કાઁઈ ઈશ્વરી આદેશ છે
  અથવા
  ખોટા મૂલ્યોનુઁ ખંડન કરવનુઁ સામર્થ્ય છે.
  તેમાં આ સુંદર પંક્તીઓ
  પણ એક છોરી
  આવી, અને અંતર કોરી કોરી,
  દેરી બનાવી,
  બની ગઈ દેવ સ્વયં પધારી !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.