એના ગયા પછી – યશવંત કડીકર

વરસાદની એક ભીની સાંજ. વાદળાં હવાની સાથે દૂરદૂર ચાલ્યાં ગયાં, પણ અહીં થોડાક છાંટાં નાખીને. હવામાં ઠંડક છે. પાંદડાં પવનથી હાલી રહ્યા છે. બસ, આ જ જગ્યાએ તે બેસી રહેતી હતી. ચૂપચાપ. બિલકુલ શાંત. અને એના છેવટના દિવસોમાં તો એ એકદમ ચૂપ થઈ ગઈ હતી. આમે અમારી વચ્ચે અબોલા રહેતા હતા. કદાચ તમે નહીં માનો, પરંતુ સાચે જ ક્યારેક તો જરૂરત ન પડતાં, કેટલાય દિવસો સુધી અમે એકબીજા સાથે ના બોલતાં.

હા, મેં હમણાં જ કહ્યું કે એના છેવટના દિવસોમાં તો એકદમ ચૂપ થઈ ગઈ હતી. કોણ જાણે છત સામે તાકી રહીને એ શું જોયા કરતી હતી ! મેં કેટલીયે વાર વિચાર્યું કે એક દિવસ એને પૂછીશ કે ‘ત્યાં શું છે ?’ પણ તે દિવસ જ ના આવ્યો. મેં કહ્યું ને કે જરૂરત ના હોય તો અમે એકબીજાની જિંદગીમાં દખલ દેતાં ન હતાં. હું પણ છતના એ ખૂણાને એકધારી રીતે જોઈ રહું છું. મને થયું કે એની આંખો પેલા ખૂણા પર જ મંડાઈ છે. હું ગભરાઈને નજર નીચી કરી લઉં છું.

હું પહેલાં આવો ન હતો. અમે અમારા જીવનનાં ઘણાં બધાં સુંદર વર્ષો એક સાથે વિતાવ્યાં છે. ઘણા જ સરસ દિવસો હતા. સાંજ પડતાં જ અમે ઘેરથી નીકળતાં અને આ નાના પહાડ પર જેની તળેટીમાં અમારું ઘર હતું, ઉપર તરફ ચઢતાં, અમને રસ્તામાં કેટલાંય યુગલો ઊતરતાં જોવા મળતાં. એમાંથી મોટાભાગનાં માનોને કે લગભગ બધાં જ એમ વિચારતાં કે સાંજ પડતાં જ્યારે બધાં ઊતરી રહ્યાં છે, ત્યારે અમે કેમ ઉપર ચઢીએ છીએ ! તેઓ અમને ઘણી વાર પૂછવા પણ માગતા પણ ક્યારેય કોઈએ પૂછ્યું ન હતું. ઉપર છેવટની ટેકરી પર અમે બેસતાં. આકાશથી કેટલી નજદીક અમે ત્યાં આવી જતાં હતાં ! તરતા વાદળના ટુકડા જાણે અમને સ્પર્શ કરી જતા. ક્યારેક તો મને થતું કે એને પકડીને કેદ કરી લઉં. રૂના જાણે નાના-નાના ગોળા.

અમે કેટલીયે સુંદર રાતો તારલાઓની જેમ તગતગતા નાનકડા એક ફાનસ સાથે પેલી છેવટની ટેકરી પર હાથમાં હાથ ભેળવીને વિતાવી હતી ! કોણ જાણે અચાનક શું થયું ? પછી તો અમારી જિંદગીમાં ઘણી વસ્તુઓ આવી. ફક્ત વસ્તુઓ જ નહીં, ઘણા લોકો પણ આવ્યા. અમે ત્યાં જવાનું છોડી દીધું. શરૂશરૂમાં તો ક્યારેક એ સુંદર પહાડોને યાદ કરીને હું કહેતો, ‘ચાલ નીલુ, ઘણા દિવસો થયા પહાડની પેલી છેલ્લી ટેકરી પર ગયે.’ એ ના ન પાડતી પણ તે બેચેન, થાકેલી ઊઠતી. તો હું કહેતો, ‘ના, રહેવા દે.’ એણે પણ મને ઘણી વાર એ સોનેરી દિવસોની યાદ અપાવી. મેં પણ જવાની ના પાડી. પછી તો અમે એ પહાડી પર કદી ના ચઢ્યાં.

મેં કહ્યું ને અમારી વચ્ચે તો હવે ઘણું બધું આવી ગયું છે. હવે તો મોટા ભાગે અમે મૌન જ રહીએ છીએ. ઘરમાં ક્યારેક વાતાવરણ ભર્યું ભર્યું લાગતું તો તેનું કારણ અમારું નાનું બાળક. અમારી વચ્ચે આટલી બધી વસ્તુઓ, આટલા બધા લોકો આવવા છતાં પણ અમે એકબીજા સાથે જોડાયેલાં રહેતાં હતાં, કારણ અમને પેલું બાળક જોડી રાખતું હતું. હવે કેટલાંય વર્ષોથી, યાદ પણ નથી, અમે બસ ચૂપચાપ હતાં. તે મારું પૂરેપૂરું ધ્યાન રાખતી હતી. એને ખબર હતી કે કેટલા વાગે ઑફિસે જવા માટે હું નીકળી જાઉં છું. સાંજે મારે કઈ વસ્તુની જરૂર પડશે. મારા કપડાં ધોવાયાં છે કે નહિ, મારાં ખમીસનાં બધાં બટન બરાબર છે, સિલાઈ તો નથી ઉકેલી ગઈ, ઈસ્ત્રી થઈ છે કે નહીં….. હું થોડોક બેપરવાહ હતો. કારણ ક્યારેક ક્યારેક એણે મને કહેવું પડતું કે ઘરમાં આ વસ્તુ ખલાસ થઈ ગઈ છે. ઘઉં દળાવવા જવાનું છે. અને એની તથા બાળકોની કેટલીક જરૂરિયાતો છે. પરંતુ હમેશાં નહીં, ક્યારેક કયારેક. મોટાભાગે તો હું જ ધ્યાન રાખતો કે એને કંઈ જરૂર તો નથી. ક્યારેક ક્યારેક એને પૂછી પણ લેતો હતો.

એવું પણ નથી કે જ્યારે હું ઘરે હોઉં તો અમે જુદા-જુદા રૂમમાં બેસી રહેતાં કે જુદા જુદા રૂમમાં સૂતાં. રસોઈનું કામ પતાવી તે ત્યાં આવી જતી. હું ઘણા સમય સુધી ટી.વી. જોતો રહેતો. મને વહેલા સૂવાની ટેવ ન હતી. ક્યારેક તો તે એમ જ બેસી રહેતી કે સૂતાં-સૂતાં છતના પેલા ખૂણા તરફ જોઈ રહેતી, જે તરફ હવે હું જોઈ રહ્યો હતો. એણે મને ક્યારેય કહ્યું ન હતું કે આજે એની પસંદગીનો કાર્યક્રમ આવી રહ્યો છે, હું ચેનલ બદલું કે એ ઊંઘવા માગતી હોય અને એને લાઈટમાં ઊંઘ ના આવતી હોય એમ કેટલીય વાર એને પાસાં બદલતી જોઈ હું લાઈટ બંધ કરી દેતો.

લગભગ રવિવારે આખો દિવસ હું ઘરે જ રહેતો. મને પણ બહાર જવાની ખાસ ટેવ નથી. બસ, કેટલાક મિત્રો મળવા આવે છે. બહારના લોકો સામે તો અમે નમ્રતાથી રજૂ થઈએ છીએ. તે હસીને મારા મિત્રોનું સ્વાગત કરતી, જ્યારે એના મિત્રો આવતા તો શિષ્ટાચારથી હું પણ એમની વચ્ચે બેસતો, વાતો કરતો. જાણે આ એક સમજ ઊભી કરાઈ હોય. એ બારણા બહાર પગ મૂકે કે તરત જ અમારી વચ્ચે મૌન છવાઈ જતું. આ પણ ફક્ત ઔપચારિક મિત્રોની સાથે. મારા, એના કે અમારા એવા મિત્ર-પરિચિત જેને મિત્રો કહેવા જઈએ એમની સાથે અમે એટલા જ અંતરથી રહેતાં. એમના માટે પણ આ કોઈ નવી, અજાણી વાત ન હતી. કદાચ શરૂ-શરૂમાં એમને એવું લાગ્યું હોય. મારા ઘણા મિત્રો એની સાથે હસતા-બોલતા અને એના મિત્રો મારી સાથે. તો પણ અમે મૌન હતાં. જિંદગીના બોજાભર્યા અણગમતા દિવસો. શુષ્ક પીળાં પર્ણોની મોસમમાં જ્યારે ઉદાસીનતા વધવા લાગે છે, ત્યારે મને થતું કે હવે છૂટકારો મળી જવો જોઈએ. હું ક્યાંક દૂર ચાલ્યો જાઉં અને નીલું…. તે હમેશાં સીધું વિચારતી હોય એમ લાગતી હતી. ખબર નથી, એના મનમાં શું હતું ? કદાચ એ દિવસોમાં એ પણ એવું વિચારતી હોય, મુક્તિ…..

છેવટના દિવસોમાં એ ખૂબ બીમાર રહેવા લાગી હતી. ક્યારેક કયારેક હું ચિંતાતુર પણ બની જતો. બસ, ક્યારેક ક્યારેક. હવે તો હું એની બાળકની જેમ દેખભાળ કરવા લાગ્યો હતો. ઑફિસ જતાં પહેલાં મને થતું કે તે કેવી રીતે ઊઠશે ? મારે એના માટે કંઈક બનાવવું જોઈએ. તેને શું ખાવું ગમશે ? કદાચ એક ગ્લાસ ગરમ દૂધ એને રાહત આપે. મેં કેટલાય દિવસો સુધી સતત એની સેવા કરી. પણ ક્યારેય અમને એકબીજા સાથે વાત કરવાની જરૂરત ના જણાઈ. હું જે કંઈ બનાવતો તે ચૂપચાપ ખાઈ લેતી. ક્યારેય કશું ના કહેતી. હવે મને થાય છે કે એણે કંઈક કહેવું જોઈતું હતું.

તમે વિચારશો કે આમ કેમ બન્યું ? અમે એ પહાડીની છેવટની ટેકરી પર જવાનું છોડી દીધું હતું એટલા માટે….. કે બીજી કોઈ વાત હતી. મેં હમણાં જ તમને કહ્યું હતું કે અમારી વચ્ચે ઘણી વસ્તુઓ આવી ગઈ હતી. અમારી પસંદ-નાપસંદ, નાની-નાની વસ્તુઓ. તે સાચે જ ઘણી નાની વસ્તુઓ હતી, જેણે અમને મોટાં બનાવી દીધાં હતાં ! શરૂ શરૂમાં તો એકબીજા પર ખૂબ બૂમ-બરાડા કરતાં હતાં. અમારી પસંદ-નાપસંદ બીજા પર ઠોકી બેસાડતાં. ધીમેધીમે અમે આવું કરવું છોડી દીધું. બન્ને જણાં સાથે રહેવા છતાં પણ અમે પોત-પોતાની રીતે જીવવાનું શરૂ કરી દીધું. એકબીજાથી સ્વતંત્ર થઈને. આ જ અમારી ભૂલ હતી.

એના ગયા પછી…. હાં, એના ગયા પછી મને લાગ્યું કે મારું કંઈક ખોવાઈ ગયું છે. ઘર એકદમ ખાલી થઈ ગયું છે. પહેલાં પણ અમે કંઈ બોલતાં ન હતાં અને દિવસ પસાર થઈ જતો હતો. રાતો પણ એટલી લાંબી નહોતી. ત્યારે મને ખબર નથી કે મારી પાસે એવું શું હતું, જે અત્યારે નહોતું. એના ગયા પછી એક સૂમસામપણું ઘર કરી ગયું હતું. હવે પેલી છતને ધારી-ધારીને કોઈ નથી જોતું. પરંતુ મને લાગે છે કે એ બે આંખો એ ખૂણામાં લાગી ગઈ છે. હવે છતનો એ ખૂણો અપલક રીતે જુએ છે મારી બધી ગતિવિધિઓને, આ ભારેખમ દિવસોને. હવે મને લાગે છે કે ગયું વર્ષ પણ બહુ ખરાબ ન હતું, જ્યારે એ હતી. આ સમય વધુ મુશ્કેલ છે. તે બે આંખો મારા પર ઠસે છે, હસે છે. તારે છુટકરો જોઈતો હતો ને ? મુક્તિ મળી ગઈ. હવે તો ખુશ ને ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક છોરી – પ્રહલાદ પારેખ
ધણીને ધાકમાં રાખો (પ્લસ !) – ચિત્રસેન શાહ Next »   

13 પ્રતિભાવો : એના ગયા પછી – યશવંત કડીકર

 1. Pinki says:

  ભારતીય યુગલનું જીવંત ચિત્ર………. !!

  ભારતીય સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિ છૂટાછેડા લેવાની
  પરવાનગી નથી આપતી અને પશ્ચિમના વાયરા વ્યક્તિસ્વતંત્રતા
  વિશે જાગૃત કરે છે. પતિ અને પત્ની બન્ને સંસ્કાર અને સ્વતંત્રતા વચ્ચે
  અલગ થઈ સાથે જીંદગી જીવવા પ્રયત્ન કરે છે.

 2. pragnaju says:

  હંમણા જ લયસ્તરો પર જ્યંત પાઠકની પ્રેમની વાર્તામાં
  આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
  ભર્યા ભર્યા રસથાળમાં
  કશુંક ખાટું ખારુંય હોય;
  અઢળક સુધાપાનમાં
  કંઈક તીખું-કડવુંય હોય;
  વાંચ્યું.
  ‘એના ગયા પછી’ વાર્તા જેવી ઘણાની જીંદગી જોઈ છે.
  મને યાદ આવ્યું-ગયે મહીને અમારી ૫૦મી વેડીંગ એનીવર્સરી ઉજવાઈ ત્યારે કેટલાકે નવાઈ લાગતી હોય તેમ-‘ એક જ સાથે ૫૦ વર્ષ?’ તેમ પૂછેલું!!
  મારું માનવું છે કે આ વાર્તા જેવા યુગલે જાણકાર ડો. પાસે મેરેજ કાઉન્સીલીગ કરાવવું જોઈએ

 3. ભાવના શુક્લ says:

  મુક્તિએ કઈ બલાનુ નામ છે ભાઈ… શબ્દો અને અવાજથી સ્થુળમુક્તિ મળી શકે પણ માહ્યલામા જે હોવાપણુ છે તે તો ક્યા ઈરેઝથી ભુસી શકાય…. એકબીજાને મુક્ત કરનારા કે એવુ માનનારા યુગલો ખરેખરતો માત્ર અને માત્ર સામા પાત્રને જ પકડી બેઠા હોય છે. મનથી સાથે હતા ત્યારે “તેને શુ ગમશે!!” માજ સમય પસાર થાય અને મનથી સાથે ના હોય પછી “તેને શુ નહી ગમે!!” મા સમય પસાર થાય અને જેને ખરેખર મુક્તિ ગણતા હોઇયે તેવો સ્થુળસાથ સદા માટે એકબીજાથી દુર થાય પછી પણ “તેને શુ ગમતુ ને શુ ના ગમતુ” તે પળેપળ જોડાઈ જાય.. મુક્તિના ભ્રમને પોષનારા સદાય ગુલામીમા જકડાયેલા રહે !! દુર થનારની સુક્ષ્મ આખો તાકતીજ રહે એક નિઃશ્વાસ સાથે કે “મુક્તિ મળી ગઈ! હવે તો ખુશને?” તે ક્યાની મુક્તિ!!! અમાપ અમીટ લાગણીનુ ઉંડાણ બહુ છળ ભરેલુ હોય છે..જો સમજી શકાય તો મુક્તિના ભ્રમથી છુટવુ તે જ મુક્તિ બની શકે…ભારતીય સંસ્કારોની વૈદીક અગ્નીસાક્ષીએ સરજાયેલા યુગલઓતો આ જાણે જ છે.

 4. Jyoti says:

  Two Straingers under one roof……….Like house every relation needs ‘RENOVATION’

 5. Jyoti says:

  Two strangers under one Roof……….

  Like ‘HOUSE’ every relation needs ‘RENOVATION’………..

 6. ranjan pandya says:

  આતો આપણી જ વાત છે ભાઈ——

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.