ધણીને ધાકમાં રાખો (પ્લસ !) – ચિત્રસેન શાહ

dhani ne dhaak maa raakho[ ‘ધણીને ધાકમાં રાખો’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ અને તેમાંના લેખો આપણે ગત વર્ષે માણ્યા હતા. તાજેતરમાં આ પુસ્તકની સંવર્ધીત આવૃતિ તેમાંના 35 લેખો ઉપરાંત બીજા નવા 20 લેખો ઉમેરીને ‘ધણીને ધાકમાં રાખો (પ્લ્સ !)’ નામથી પુન: પ્રકાશિત કરાઈ છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી ચિત્રસેનભાઈનો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક પ્રાપ્તિ માટેની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે. ]

[1] મારો પહેલો ભાડૂઆત !

મારો પહેલો ભાડૂઆત ઘણી જગ્યાએ છેલ્લા ભાડૂઆત તરીકે રહી આવ્યો હતો ! એ મને પાછળથી ખબર પડી ! જ્યાં જ્યાં એ રહેતો હતો એ મકાનમાલિકોએ તેના ગયા પછી કોઈને પણ મકાન ભાડે ન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી ! આજથી એક વર્ષ પહેલાંનો એ કમનસીબ રવિવાર મને આજે પણ એવો જ યાદ છે, કારણ કે એ રવિવારે એક વર્ષ માટે મારી ઊંઘ ચોરી લીધી હતી ! રાત્રે ઊંઘ આવે ને દિવસે તારા દેખાય !

રવિવારે સવારે પેપરમાં ‘આપની આજ’ વાંચતો હું બેઠો હતો ! ‘મીન’ રાશિવાળા માટે તેમાં લખ્યું હતું – ‘આજે તમને કોઈ અજાણી વ્યક્તિનો ભેટો થશે જેનાથી તમારું ભાગ્ય પલટાઈ જશે ! જો જો બેદરકાર ન રહેતા !’ હું તે દિવસ સુધી સંપૂર્ણ સુખી હતો ! પરંતુ માણસોને પોતાની વર્તમાન સ્થિતિમાં હમેશાં દુ:ખ જ દુ:ખ દેખાયા કરતાં હોય છે અને તેથી તેઓ હમેશાં ‘આપની આજ’ ના સોનેરી દિવસોની દિશામાં દિશાશૂન્ય બની મીટ માંડીને બેસી રહેતા હોય છે ! મારું પણ એવું જ હતું ! આમ વિચારમાં બેઠો હતો ત્યાં ‘ડૉરબેલ’ વાગી અને એ ‘ડૉરબેલે’ મારા ખ્વાબોને છિન્નભિન્ન કરી નાખ્યા ! મારા સંપૂર્ણ સુખી જીવનના શાંત પાણીમાં જાણે પથ્થર ફેંકી અશાંતિનાં વમળો પેદા કર્યાં !
ફલેટ ભાડે આપવાની મારી ઍડવર્ટાઈઝમેન્ટના જવાબમાં એક વ્યક્તિ આવી હતી ! ઍડવર્ટાઈઝમેન્ટમાં મેં જણાવેલું કે ફલેટ ભાડે રાખવા ઈચ્છતી વ્યક્તિએ કોઈ સારો ‘રેફરન્સ’ અથવા પોતાના છેલ્લા મકાનમાલિકની ચિઠ્ઠી લાવવાની રહેશે ! આજકાલ તો ‘સારો રેફરન્સ’ કોને કહેવો એ પણ પ્રશ્ન થઈ પડે છે કારણ કે સમાજની પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિઓ પણ કોઈ ને કોઈ કૌભાંડમાં સંડોવાયેલી હોય છે ! હાં, તો આવનાર વ્યક્તિએ લગભગ સાષ્ટાંગ કહી શકાય તેવા પ્રણામ કરી આ દુનિયામાં જાણે સૌથી વધારે દુ:ખી પોતે જ હોય તેવા ભાવ મુખ પર લાવી મારા હાથમાં ચિઠ્ઠી મૂકી. ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘ભાઈશ્રી એડવર્ટાઈઝર ચિત્રસેનભાઈ, આ ચિઠ્ઠી લાવનાર ભાઈ અમારા ભાડૂઆત હતા. અમને જરૂરત હોઈ તેમણે અમારું મકાન તાત્કાલિક ખાલી કરી આપેલ છે. તેમને તમારો ફલેટ ભાડે આપવામાં વાંધો નથી. જ્યારે જોઈશે ત્યારે ખાલી કરી આપશે.’

ચિઠ્ઠી વાંચીને મેં મનોમન ‘ચિઠ્ઠી’ અને ‘આપની આજ’ ના મારા ભવિષ્યને મારા મગજના ‘કૉમ્પ્યુટર’માં ‘ફીડ’ કર્યા ! અને મગજમાંથી તરત જ આદેશ મળ્યો કે – ‘આપી દો ! તમારો ફલેટ ભાડે આપી દો !’ મેં પેલા ભાઈને બેસાડ્યા. શ્રીમતીજીને ચા-પાણી લાવવાનું કહ્યું ! શ્રીમતીજીના ટી.વી. પ્રોગ્રામમાં મેં વિક્ષેપ પાડ્યો એટલે એ પણ બબડતાં બબડતાં રસોડામાં ગયાં ! મેં આવનાર વ્યક્તિને કહ્યું : ‘જુઓ ભાઈ, ફલેટ ભાડે આપવાની મારી કેટલીક શરતો આ પ્રમાણે છે :
(1) આ ફલેટ હું ‘લીવ લાયસન્સ’થી ફકત 11 મહિના માટે જ ભાડે આપવા માગું છું.
(2) માસિક ભાડું એક હજાર રૂપિયા છે અને ત્રણ મહિનાના ભાડાની રકમ ‘ડિપોઝીટ’ તરીકે શરૂઆતમાં મૂકવી પડશે !
(3) ભાડું દર મહિનાની પહેલી તારીખે 11 વાગ્યા પહેલાં મળી જવું જોઈએ કે જેથી તે ભાડું હું તાત્કાલિક બૅંકમાં જમા કરાવી શકું.
(4) ભાડે આપવાનો ફલેટ અત્યારે હું જે ફલેટમાં રહું છું તેની બરોબર ઉપર છે તેથી ઉપર ધબાધબ કે એવા બીજા કોઈ અવાજ કરવા નહીં ! પલંગ ખસેડવા હોય કે ચા માટે એલચી ખાંડવી હોય તો એવાં બધાં કામ રાત્રે દસ વાગ્યા પહેલાં પતાવી દેવાં પડશે કારણકે રાત્રે દસ વાગ્યે હું સૂઈ જાઉં છું !

એણે મારી બધી શર્તો મંજૂર રાખી ! ભાડે લેવા આવનાર વ્યક્તિ પાસે તો તમે ધારો તે શર્તો મંજૂર કરાવી શકો ! તમે એને ટી.વી.ની ‘સાસ ભી કભી…’ સિરિયલ જોવાનું છોડી દેવાનું કહેશો તો તે પણ મંજૂર કરી લેશે ! અરે, એને તમે એક ચક્કર ‘એન્ટાર્કટિકા’ પર મારી આવવાનું કહેશો તો તે પણ મંજૂર રાખશે ! અને આવનાર વ્યક્તિ બની ગઈ મારો પહેલો ભાડૂઆત !

એણે પહેલા મહિને તો મારી બધી શર્તો પાળી ! બીજા મહિને શર્તો પ્રત્યે થોડી ઉદાસીનતા દેખાડી ! અને ત્રીજા મહિને તો એણે એવી વર્તણૂક શરૂ કરી કે જેમ કોઈ રાજકીય પક્ષ એના કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે શિસ્તભંગના પગલાની નોટિસ ફટકારે તેમ મારે પણ નોટિસ ફટકારવી પડી ! 3 મહિના પછી તો તેણે મને ભાડું આપવાનું પણ બંધ કર્યું ! હું ભાડું લેવા જાઉં તો પેપર વાંચતા વાંચતા જવાબ આપે – ‘જરા ફરીને આવો !’ થોડીવાર પછી જઈએ ત્યારે સાહેબ ઘેર હાજર નહીં પણ ‘ગેરહાજર’ હોય ! નવ મહિનામાં તો હું ત્રાસી ગયો ! મારું ભાગ્ય ખરેખર પલટાઈ ગયું હતું ! ફલેટ ભાડે આપી હું સુખી મટી દુ:ખી દુ:ખી થઈ ગયો હતો ! ‘આપની આજ’ વાળો જોશી સાવ સાચો હતો ! 11 મહિના પછી મેં ભાડૂઆતને યાદ દેવડાવ્યું કે ‘આપણી શર્ત મુજબ તમારે હવે મારો ફલેટ ખાલી કરી દેવાનો છે !’
તો મને કહે : ‘પણ તો હું ક્યાં જાઉં ? બીજું મકાન ભાડે મળવું જોઈએ ને ? જે કોઈ મકાનમાલિકને ત્યાં તપાસ કરવા જાઉં છું તે જૂના મકાનમાલિકની ભલામણ ચિઠ્ઠી અને 6 મહિનાનું ભાડું ડિપોઝીટ પેટે માગે છે ! તેથી હવે આ ફલેટ ખાલી કરવા માટે એક જ રસ્તો છે કે તમારે મારી નીચેની બે શર્તો મંજૂર કરવી પડે !
(1) મારે નવા મકાનમાલિકને ડિપોઝિટ પેટે 6 મહિનાના ભાડાની રકમ આપવી પડે જે તમારે ચૂકવવાની રહે, કારણ કે મારી પાસે એટલી રકમ અત્યારે નથી !
(2) નવા મકાનમાલિક ઉપર તમારે મારા માટે ભલામણ ચિઠ્ઠી લખી આપવાની રહેશે કે જેથી નવું મકાન મને મળી જાય !’

મકાનમાલિકે મકાન ખાલી કરાવવા માટે ભાડૂઆતની બધી શર્તો મંજૂર કરવી પડે છે ! મેં પણ મારા પહેલા (અને છેલ્લા !) ભાડૂઆતની બંને શર્તો કબૂલ-મંજૂર કરી !

[2] અમે અમદાવાદી !

એક જાણીતો જૉક ઘણાએ કદાચ સાંભળ્યો હશે. તેમાં પિતા-પુત્ર વચ્ચે નીચે પ્રમાણે સંવાદ થાય છે :
પિતા : ‘વાંચે છે ?’ પુત્ર : ‘ના’
પિતા : ‘લખે છે ?’ પુત્ર : ‘ના’
પિતા : ‘તો શું કરે છે ?’ પુત્ર : ‘કાંઈ નહીં.’
પિતા : ‘તો ચશ્માં ઉતાર, ઉડાઉ !’
આ પિતા બીજે ક્યાંયના નહીં પણ અમારા અમદાવાદના છે !

એવો જ બીજો એક પ્રસંગ છે. ચોમાસું હતું. જો કે વરસાદ પડતો નો’તો તેમ તડકો પણ નો’તો. આવી સીઝનમાં હું અમદાવાદમાં છત્રી લઈને નીકળ્યો હતો. જે લોકો મને મળે તે મારા સામું જોતા ! એનું કારણ મને ત્યારે સમજાયું જ્યારે એક જણે મને પૂછ્યું, ‘કેમ, લૉટરી લાગી છે ?’ મેં કહ્યું. ‘કેમ ?’ તો કહે, વરસાદ કે તડકો કાંઈ નથી છતાં છત્રી લઈને વૈભવનું પ્રદર્શન કરો છો !’

અમારા એક અમદાવાદી મિત્ર તો, નેહરૂબ્રિજના છેડે આવેલ ‘પતંગ’ રેસ્ટોરન્ટના ભાવો મૅનુકાર્ડમાં વાંચી બેભાન થઈ ગયેલા ! ફેમિલી સહિત ‘પતંગ’માં ગયા. એક ટેબલ પર જગ્યા લીધી. પાણીના આઠ-દસ ગ્લાસ મંગાવ્યા. ‘પતંગ’ વિશે ઝીણવટભરી પૂછપરછ કરી – કેટલા ટાઈમમાં એક રીવોલ્યુશન ફરે છે વગેરે… ‘ઓહ ! આટલી ઓછી સ્પીડે ફરે છે છતાં આટલા ભાવ ? ગુજરાત ઈલેક્ટ્રીસિટી બોર્ડના પાવર સ્ટેશનનાં મશીનો તો ત્રણ હજારની સ્પીડથી ફરે છે છતાં ત્યાંની કેન્ટીન કેટલી સસ્તી છે !’ મેનું પર અલપઝલપ નજર નાખી. જે આઈટેમ મેનુમાં નો’તી તે અંગે પૂછપરછ કરી ઝટપટ નીચે ઊતરી ગયા !

હવે જ્યારે આપણે ‘અમદાવાદ’ ની વાત કરવા જ બેઠા છીએ તો આવા બધા જ પ્રસંગો તમને કહી દઉં ! અમારા એક અમદાવાદી મિત્રમંડળે તો અમદાવાદમાં જ્યારે ‘ડ્રાઈવ-ઈન-સિનેમા’ નવું નવું શરૂ થયેલું ત્યારે આખી બસ ડ્રાઈવ-ઈનમાં લઈ જવા પ્રયત્ન કરેલો ! જ્યારે ભીંડા મોંઘા હતા ત્યારે એક અમદાવાદી શાકવાળાએ તો વળી ‘ભીંડાના ભાવ’નું બોર્ડ મારેલું ! તે બોર્ડમાં આ પ્રમાણે લેખલું હતું :
ભીંડાના ભાવ
દૂરથી જોવાના – 25 પૈસા.
ભાવ પૂછવાના – 50 પૈસા.
અડવાના – 75 પૈસા.
ખરીદવાના – 35.00 રૂ. કિલો.
એની બાજુમાં ઊભેલા બીજા એક ફુટની લારીવાળાને મેં સફરજનનો ભાવ પૂછ્યો તો મને કહે, ‘સાહેબ, અમદાવાદના છો ?’ મેં કહ્યું ‘કેમ ?’ તો કહે, ‘અમદાવાદની 10 માંથી 9 વ્યક્તિ સફરજનના ફકત ભાવ જ પૂછે છે. તેથી જો તમે ભાવ જ પૂછતા હો તો 60 રૂપિયે કિલો ! પરંતુ ખરેખર ખરીદનાર હો તો 80 રૂપિયે કિલો ! બોલો છે ને અમદાવાદી !

બોયન્સીનો સિદ્ધાંત શોધનાર આર્કિમિડીઝ અમદાવાદી નો’તો કારણ કે એ લેવાદેવા વગર ‘યુરેકા-યુરેકા’ કહીને નહાતાં નહાતાં દોડ્યો હતો ! જો અમદાવાદી હોત તો આ પ્રસંગે પોતાની એનર્જી વેસ્ટ ન કરતાં માણેકચોકમાં જ્યારે ખાંડ સસ્તી મળવાની હોય ત્યારે દોડવા માટે એનર્જી વેસ્ટ કરી હોત ! ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ઝાડ પરથી સફરજન પડવાને કારણે શોધી કાઢ્યો હતો. ન્યૂટનની જગ્યાએ અમદાવાદી હોત તો ‘સફરજન નીચે જ કેમ આવ્યું ? ઉપર કેમ ન ગયું ? એવી કડાકૂટમાં પડવાને બદલે સફરજન ખાઈને ઝાડ નીચે સૂઈ ગયો હોત !

મારા બીજા એક અમદાવાદી મિત્રને એક સાથે 32 ગોલ્ડસ્પોટની ખાલી બોટલ ખરીદતાં જોઈને એનું કારણ પૂછ્યું તો કહે, ‘જુઓ, વાત એમ છે કે મારે ત્યાં બોમ્બેના મહેમાનોની આવ-જા ઘણી રહે છે. એ લોકોને ગોલ્ડસ્પોટ જેવાં પીણાં વધુ ફાવે છે. આપણને રોજ રોજ ગોલ્ડસ્પોટ પોષાય ? તેથી હું ‘રસના’નું પેકેટ લઈ તેમાંથી 32 ગ્લાસ તૈયાર કરી આ બાટલીઓમાં ભરી પેક કરી દઉં છું ! પછી મહેમાનો પાસે “બાપુ” નો વટ પડી જાય છે !’ એક અમદાવાદી તો જ્યારે એના કોઈ પરિચિત આવે ત્યારે પૂછે – ‘બોલો, શું લેશો ? ચા કે ઠંડુ ? (સામાન્ય રીતે આવું પૂછનારની દાનત કશુંય પાવાની હોતી નથી !) પરંતુ પેલો આવનાર જો અમદાવાદી હશે તો જવાબ આપશે. ‘ચા થાય ત્યાં સુધી ઠંડુ ચાલશે !’

ઓલિમ્પિક ગેઈમ્સમાં જો હવે એસિડબલ્બફેંક સળગતા કાકડાફેંક- છૂરાભોંક વગેરે નવા નવા ઈવેન્ટ્સ દાખલ કરવામાં આવે તો સૌથી વધારે ચંદ્રકો અમદાવાદીઓને મળે ! અમદાવાદની પોળો કે ગલીઓમાં જે વ્યક્તિ કોઈ પણ વાહન અકસ્માત કર્યા વગર ચલાવી શકે તે વ્યક્તિને ‘સાઈકલ’ થી માંડીને ‘અવકાશયાન’ ચલાવવા માટેનું ઈન્ટરનેશનલ કે યુનિવર્સલ લાયસન્સ આપી દેવું જોઈએ એવી અમારી માન્યતા છે. ઉતરાણને દિવસે અમારું આખું અમદાવાદ ધાબા પર જ મળે ! તેથી ધોબી, દૂધવાળો, રામો, ગેસનો બાટલો લઈ આવનારો માગવાવાળો વગેરે બધાં જે તે ફલેટમાં જવાને બદલે પોતપોતાના કામ અંગે સીધા ઉપર જ પહોંચી જાય છે !

મહાત્મા ગાંધીથી માંડીને ડૉ. વિક્રમ સારાભાઈ સુધીની આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓની કર્મભૂમિ કે જન્મભૂમિ એવા અમદાવાદના જ અમે પણ નાગરિક છીએ એ વાતનો અમને એક અમદાવાદી તરીકે ગર્વ છે !

[કુલ પાન : 232. કિંમત રૂ. 150/-. પુસ્તક પ્રાપ્તિ માટે : શ્રી ચિત્રસેન શાહ. પ્લોટ નં 314/એ, રાજશ્રી સીનેમા રોડ, સાબર ટ્રાવેલ્સની બાજુમાં, સેક્ટર-20, ગાંધીનગર-382020. ફોન : 079-23260582. ઈ-મેઈલ : priyankasuketu@yahoo.co.in ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એના ગયા પછી – યશવંત કડીકર
આમ ક્યાં સુધી ચાલશે ? – ડૉ. પંકજ જોશી Next »   

21 પ્રતિભાવો : ધણીને ધાકમાં રાખો (પ્લસ !) – ચિત્રસેન શાહ

 1. Charulata Desai says:

  એક તુચ્કો અમ્આઆદિ માતે—
  પન્ચ (૫) ચ્હ્હ્(૬) મિત્રો ફરવા જવાના હતા. ભોજન માતે શુ લાવવુ એ નક્કી કર્યુ.
  સુરતિ ઃ ઘારી,ૂભુસુ વદોદરાવાલોઃ લિલો ચેવ્દો મુમ્બૈવલોઃ હલવો ખમ્ભાત્વલોઃહલવાસન. ચ્હેલ્લે અમદાવાદિ કહે આ બધુ ખાવા હુ મારા બાલકો લાવીશ્.

 2. pragnaju says:

  ચિત્રસેન શાહનો માર્મીક હાસ્ય લેખ રમુજ લાવ્યો પણ સાથે વિચાર કરતા કર્યાં.અમદાવાદ નામે હાસ્ય કરાવનાર ઘણી વાતો અનુભવી પણ છે જ…રતનપોળથી રીચીરોડ રસ્તા પર ધરાર આપણું તથા સાથે ચાલનારના માથાને હડસેલી સાયકલ ચલાવનારો જોયો છે.ભાડૂઆતની ટીપ જેણે તેવો ત્રાસ સહન કર્યો હોય તેને વધુ સમજાય છે!
  આખું પુસ્તક વાંચવું પડશે…

 3. ભાવના શુક્લ says:

  અમદાવાદ ખરેખર શુરવીરોની ભુમી છે…યાદ છે ને જબ સસ્સા આયા…વાળી..
  અમદાવાદ અને અમદાવાદીઓ વિશેની રમુજો ખુબ સુંદર રહી…. ખેલદિલીતો અમદાવાદીઓની પણ એ છે કે જો પુછો તો કોલર ઉચા કરીને રુવાબથી કબુલશે કે ચ્હા તો અડધીજ પિવાની મજ્જા આવે..

 4. કેયુર says:

  હું પણ એક અમદાવાદી છું અને મને એનો ગર્વ છે.

  એક વાર અમે મિત્રો પાર્લર માં કોફિ પિવા ગયા.
  એક મિત્રએ બીજા ને કીધું કે “જરા જલ્દી કર.”
  તો બીજા મિત્રએ પુછયું “કેમ ?”
  તો જવાબ મળ્યો કે “વાર કરીશ તો વધુ પૈસા આપવા પડશે. કારણ કે કોલ્ડ કોફિ નો ભાવ ૨રૂ. વધુ છે.”

 5. ranjan pandya says:

  પેલી જાણીતી કહેવત યાદ આવી ગઈ—-નવ નડીયાદી ,પાંચ પેટલાદી —-અને એક અમદાવાદી—!!

 6. gopal h parekh says:

  હાસ્ય રૂપી ટૉનિક પીરસવા બદલ આભાર

 7. Jalpa says:

  Realy very good. We liked to laugh. Thanks

 8. nayan panchal says:

  remember me, this is someone from ukai …

 9. KIRIT says:

  સારુ

 10. KIRIT says:

  remember me, this is someone from ukai

 11. Kinjal says:

  ખરેખરો અમદવાદના લોકોનેી યાદ અપાવતો લેખ …હાસ્યનો ગુલાલ.

 12. Kinjal says:

  ખરેખરો અમદાવાદના લોકો નો યાદ અપાવતો લેખ……….હાસ્ય ગુલાલ..

 13. ઋષિકેશ says:

  શ્રી શાહબુદ્દીન રાઠોડ ની એક વાત યાદ આવી.
  “હું એક વાર કોઇ પ્રોગ્રામ માટે અમદાવાદ ગયો હતો ત્યાં એક ઓળખીતા ભાઇ મળ્યા. એ કહે કે ‘શાહબુદ્દીન ભાઇ, આવતા વખતે આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ આવજો’, પણ અલ્યા, આ વખતનું શું? ” 🙂

 14. ઋષિકેશ says:

  ફરી એક વાત યાદ આવી.
  એક વાર એક ભાઇને ભૂજ થી વડોદરા જવાનું થયું. અમદાવાદ સ્ટેશન પર બસ નો વિરામ હતો. ગરમી હતી, સામે icecream ની દુકાન હતી. એમણે નીચે ઉતરવાને બદલે બસ પાસેથી પસાર થતા એક છોકરાને ઉભો રાખીને કહ્યું ‘લે બેટા આ દસ રુપિયા, સામેથી મારા માટે પાંચ રુપિયા વાળી એક કેન્ડી લાવી આપીશ? વધેલા પાંચ રુપિયા માંથી તું પણ એક કેન્ડી ખાઈ લેજે’. પેલો છોકરો કેન્ડી ખાતો ખાતો પાછો આવ્યો અને કહ્યું ‘બોસ (અમદાવાદીનો favorite word), આ લો પાંચ રુપિયા, દુકાનવાળા પાસે એક જ કેન્ડી હતી.’ 🙂

  Please Note: the boy came back to return the money as it was A’bad. Had it been Delhi he would have not come back 😉

 15. Anokhi says:

  very well said Rushikesh.

 16. nilesh patel says:

  અમે અમદાવાદી ! ‘ચા થાય ત્યાં સુધી ઠંડુ ચાલશે !’

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.