મારે જાણવું છે – ‘સ્નેહરશ્મિ’

દુનિયા આખીમાં મારે છે
ઘણું ઘણું જોવાનું,
અહીંયાં બેસી રે’તાં મારે
શું શું નહિ ખોવાનું !

 

ધરતીનો છેડો છે ક્યાં ને
સૂરજ આવે ક્યાંથી ?
કોયલ કાળી, પોપટ લીલો,
બગલો ધોળો શાથી ?

 

શિયાળે ઠંડી છે શાને ?
ગરમી કેમ ઉનાળે ?
ચોમાસામાં ગાજવીજ શેં ?
તણખો શાથી બાળે ?

 

આવું આવું ઘણુંક મારે
ભણવાનું હજી બાકી,
લીલી કેરી પીળી પડતાં,
કેમ મનાતી પાકી ?

 

ચાર પગે કેમ પશુઓ ચાલે ?
પંખીને કેમ પાંખો ?
આવી દુનિયા જોવા મુજને
દીધી કોણે આંખો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મેરે પિયા ચલે પરદેશ – હરનિશ જાની
એકલો – સુરેશ દલાલ Next »   

16 પ્રતિભાવો : મારે જાણવું છે – ‘સ્નેહરશ્મિ’

 1. pragnaju says:

  મારે જાણવું છે -સ્નેહરશ્મિની સરળ લાગતી ગહન રચના
  તેમાં “આવી દુનિયા જોવા મુજને ,દીધી કોણે આંખો ?” નો ઉત્તર શોધતા જન્મારો નીકળે

 2. ભાવના શુક્લ says:

  નવજાત બાળક બનીને કવિતા પ્રશ્નાવલી વાચવાની અને વયોવૃદ્ધ બનીને જવાબોની શોધમા લાગી જવાનુ…

 3. tejas says:

  its really very good.. tejas kansara

 4. સનાતન પ્રશ્નોનેી સરળ રજુઆત એ જ શ્રેી ઝેીણાભાઈ નેી શૈલિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.