એકલો – સુરેશ દલાલ

એકલો એકલો તારી સાથે વાત કરું છું
તું સાંભળે છે કે નહીં ?
સમજે છે કે નહીં ?
તું મને ઓળખે છે કે નહીં ?
મને એની પરવા નથી.

તારી સાથે વાત કરું
ને હળવો થાઉં
તું ગુલાબ હોય કે
આભનો ઊંચો ચંદ્ર
તું આકાશ હોય કે
પૃથ્વી :
તું કાંઈ પણ હોય
કે ન પણ હોય
પણ હું હોઉં છું
એટલે વાત કરું છું:
વાત કર્યા વિના મને
ચેન પડે નહીં.

તું કોઈ પણ રીતે
હશે તો ખરો !
નહીં તો વાત કરવાની
ઝંખના કદી જાગે નહીં.
વાદક ક્યાંક તો હશે
નહીં તો વીણા કદી
અમથી અમથી
હવાના સ્પર્શે
આટલી ઝીણી વાગે નહીં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારે જાણવું છે – ‘સ્નેહરશ્મિ’
મનને શાંત રાખવાની કળા (ભાગ-1) – જ્યોતિ થાનકી Next »   

11 પ્રતિભાવો : એકલો – સુરેશ દલાલ

 1. pragnaju says:

  મોટા ગજાનાં સુરેશ દલાલનું તદન સરળ કાવ્ય…
  તેમાં
  “તું કોઈ પણ રીતે
  હશે તો ખરો !
  નહીં તો વાત કરવાની
  ઝંખના કદી જાગે નહીં.
  વાદક ક્યાંક તો હશે
  નહીં તો વીણા કદી
  અમથી અમથી
  હવાના સ્પર્શે
  આટલી ઝીણી વાગે નહીં.”
  પંક્તીઓ તો હૃદયસ્પર્શી…

 2. ઈશ્વર સાથે… આ જ તો સાચી રીત છે … ગુફ્તગુ કરવાની …

  ખુબ જ સુંદર અને હ્યદયસ્પર્શી કાવ્ય …

 3. ભાવના શુક્લ says:

  સરસ!!

 4. Jayesh Panchal says:

  Sureshbhai is a living legend of poetry & language. His mission for the Gujarati language & litrature is impacable,unferfatable & the valuless. We have proud of him.

  Long live SURESHBHAI, best wishes for new year to all the readers & Mrugeshbhai.

  Thanks
  jayesh panchal
  Sydney (Australia)

 5. prashant oza says:

  kharekhar atyant saras….kavya

 6. પૂર્વી says:

  અદ્ભૂત……..ઈશ્વર સાથે કેટલી સહજ રીતે સુરેશજી વાત કરી શકે ચ્હે

 7. Dholakia Angel says:

  I can not comment,I can JUST SALUTE “MR. SURESH DALAL”.

  —— ANGEL

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.