લો, ઝુકાવ્યું હામ સાથે – અભિલાષ શાહ

લો, ઝુકાવ્યું હામ સાથે
એક તમારા નામ સાથે.

જિંદગી લાખો વરસની
મોતના વિશ્રામ સાથે.

શું કરું તારી રહેમને
કામ મુજને કામ સાથે.

ચેનથી જે પાપ કરશે
વર-તાશે આરામ સાથે.

ઝૂલતો હું બે ધ્રુવોમાં
રામ સાથે જામ સાથે.

‘શૂન્ય’માં છે ‘શયદા’માં છે
છે મજા ‘બેફામ’ સાથે.

છે ગઝલ મારી રગોમાં
જીવું એ ઈનામ સાથે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભગવાન અને જીવણલાલ – માવજી મહેશ્વરી
વાચકોની કલમે – સંકલિત Next »   

5 પ્રતિભાવો : લો, ઝુકાવ્યું હામ સાથે – અભિલાષ શાહ

 1. અતુલ જાની (આગંતુક) says:

  ઝૂલતો હું બે ધ્રુવોમાં
  રામ સાથે જામ સાથે.

  મોટા ભાગના લોકો તો એક જ ધ્રુવમા જીવતા હોય છે (જામ સાથે), અને થોડાક લોકો બે ધ્રુવોમાં જીવે છે – રામ સાથે, જામ સાથે. અને કોઈક વીરલા જીવે છે ફક્ત રામ સાથે.

 2. ‘શૂન્ય’માં છે ‘શયદા’માં છે
  છે મજા ‘બેફામ’ સાથે.

  ટુંકા બહેરની સુંદર ગઝલ ..

 3. ભાવના શુક્લ says:

  છે ગઝલ મારી રગોમાં
  જીવું એ ઈનામ સાથે.
  …………………………..
  હવે આ ગઝલને જરુર રહે છે કોઇ દાદની?
  ફકીરીની અમીરાત ઉઠાવીને ઠાઠથી ચાલતા શબ્દો… અ…ફ….લા….તુ….ન !!!

 4. CKSHAH says:

  I am very happy to read your gazal. Keep it up. I have also published two books on Poetry. CKSHAH

 5. Seroquel xr. says:

  Seroquel xr….

  Seroquel xr….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.