વાચકોની કલમે – સંકલિત
[A] માનવી થાઈશ હું – કમલેશ ફલા
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી કમલેશભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર.]
માનવ થઈને મહાન ન થયો તો શું
દેવનું દિધેલું કોઈનું વરદાન ન થયો તો શું
કોઈક અંધારી આંખનું દિપક થાઈશ
દિપક કેરા કોળિયાનું દિવેલ પણ થઈશ
ધુપસળી જેમ બીજાના જીવનમાં
સુવાસ ફેલાવી ન શક્યો તો શું થયું
કોઈક બુઝતી આશાના આયખામાંય
અમરતાનો શ્વાસ પુરાવીશ હું
દુનિયાની મહેફિલના જામ
છલકાવી ન શક્યો તો શું થયું
માનવતાની કેટલીયે મહેફીલને
રંગીન બનાવી દઈશ હું
માનવથી પર થઈને મહાન ન થયો તો શું
માનવ થઈને માનવી થાઈશ હું.
[B] રચનાઓ – ગુરુદત્ત ઠક્કર
[વ્યવસાયે રેડિયોલોજીસ્ટ એવા શ્રી ગુરુદત્તભાઈનો રીડગુજરાતીને આ રચનાઓ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર.]
[1]
ઢળતી સંધ્યાએ
એક દિવસ
સૂરજમુખી સૂર્યને
વિનવી રહ્યું,
‘આજ ન જશો..’
સ્મિત સાથે
સૂર્યે કહ્યુ,
‘આજ સૂચન ગઈ રાત્રે
ચંદ્રને રાતરાણી એ કર્યુ…’
[2] મુક્તક:
યાદ તમારી
માનસ સરવરે
છે કાનફૂટી..
[3]
શુષ્ક નયને શુષ્ક ઓષ્ઠે છું તપ્ત આ સહરામાં..
ભીનાશોની તુ ક્યારેક તો એક હલક છલકાવી દે..
સદીઓથી લીલાશો વિરહતો એક વિધુર વ્રુક્ષ છું
તું આવ થઈ વાસંતી વાયરા, ને ડાળ ડાળ મહેકાવી દે..
[C] જીવી રહ્યો છું – હસમુખ બલસારા
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી હસમુખભાઈનો (એડિસન, ન્યુજર્સી) ખૂબ ખૂબ આભાર.]
મળી તમારા કાગળની એક ચબરખી
એ ચબરખીનું જીવથી જતન કરીને જીવી રહ્યો છું.
વહે છે અસીમ વ્હાલનું વહેણ એ ચબરખીમાં
એ વિપુલ વ્હાલના વળગાડે હું જીવી રહ્યો છું.
સંગીતના સૂરને શણગાર્યા શબ્દોથી એ ચબરખીમાં
એ શબ્દોની સળગતી સરહદ પર હું જીવી રહ્યો છું.
નિહાળું છું નમણું સ્મિતભર્યું મુખ એ ચબરખીમાં
એ સ્મિતની સ્નેહલ સૌરભમાં હું જીવી રહ્યો છું.
કલાન્ત ક્ષણમાં સાથ મળે છે તમારો એ ચબરખીમાં
એ સૌમ્યભર્યા સાથના સહકારથી હું જીવી રહ્યો છું.
વાંચીને વિખરાયા વિયોગના વાદળ એ ચબરખીમાં
માત્ર તમારા મધુર મિલનના મોહમાં હું જીવી રહ્યો છું.
Print This Article
·
Save this article As PDF
મજા પડી
ઢળતી સંધ્યાએ
એક દિવસ
સૂરજમુખી સૂર્યને
વિનવી રહ્યું,
‘આજ ન જશો..’
સ્મિત સાથે
સૂર્યે કહ્યુ,
‘આજ સૂચન ગઈ રાત્રે
ચંદ્રને રાતરાણી એ કર્યુ…’
ગુરુદત્તભાઈની આ પંક્તિઓ ખુબ જ ગમી ..
ઢળતી સંધ્યાએ
એક દિવસ
સૂરજમુખી સૂર્યને
વિનવી રહ્યું,
‘આજ ન જશો..’
સ્મિત સાથે
સૂર્યે કહ્યુ,
‘આજ સૂચન ગઈ રાત્રે
ચંદ્રને રાતરાણી એ કર્યુ…’
…………………………………………………
પ્રણયોર્મી આનાથી વધુ નાજુક હોઇ શકે ?
ગુરુદત્તભાઈને ખુબ ખુબ અભિનંદન અને આભાર
ઢળતી સંધ્યાએ
એક દિવસ
સૂરજમુખી સૂર્યને
વિનવી રહ્યું,
‘આજ ન જશો..’
સ્મિત સાથે
સૂર્યે કહ્યુ,
‘આજ સૂચન ગઈ રાત્રે
ચંદ્રને રાતરાણી એ કર્યુ…
મિલન અને વિરહ ખુબ ગમ્યુ.
મજા પડી…..ખુબ ગમ્યુ. સ્મિત સાથે આભાર…