મહાત્મા અને માણસ – ધીરજલાલ શાહ

[ રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા માટે શ્રી ધીરજભાઈનો (ઉં.વ. 87, હ્યુસ્ટન-ટેક્ષાસ) ખૂબ ખૂબ આભાર.]

[1] ગાંધીજીનો જય

ગાંધી તારો જય થશે
જરૂર તારો જય થશે
એક દિવસ જરૂર તારો જય થશે
એક દેશે નહિ
એક ખંડે નહિ
નવખંડ ધરતીમાં તારો જય થશે
એક દિવસ એવો ઊગશે
કે જગત તારાં ગીતડાં ગાશે,
તારે પગલે પગલે ચાલશે
અને હિંસાથી થાકેલી આ દુનિયા
અંતે અહિંસાને વરશે.
ગાંધી તારો જય થશે
જરૂર તારો જય થશે
એક દિવસ જરૂર તારો જય થશે.

[2] માણસ અને નેતા

એક માણસને
કેડેથી બેવડો
વળી ગયેલો જોઈને
એક રાજકીય નેતાએ
તે માણસને પૂછ્યું,
‘હે મિત્ર ! દેશનો ભાર તો
મારા માથે છે,
તું કેમ બેવડો
વળી ગયો છું ?’
માણસે કહ્યું,
‘નેતાજી, એ ભાર આજની મોંઘવારી
જેટલો ભારે નથી.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સોનલ માનસિંગ સાથે મુલાકાત – જયવતી કાજી
દ્વિદલ – કાકા કાલેલકર Next »   

14 પ્રતિભાવો : મહાત્મા અને માણસ – ધીરજલાલ શાહ

 1. Hiral Thaker "Vasantiful" says:

  Nice Poems.

  ‘નેતાજી, એ ભાર આજની મોંઘવારી
  જેટલો ભારે નથી.’

 2. disha says:

  respected sir ,

  i like gujarati kavita specially for your kavita i like thanks for publish

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.