તારે જમીન પર – સંકલિત

taare zameen per2ગંગાના કિનારે બેઠેલા મહાત્માને એક માણસે પૂછ્યું કે ‘આ પવિત્ર નદી ગંગામાં રોજ લાખો માણસો દેશ અને પરદેશથી આવીને પોતાના પાપો ધુએ છે તો પછી શું આ પવિત્ર નદી ક્યારેક અપવિત્ર ન થઈ જાય ? શું એની પવિત્રતા નષ્ટ ન થાય ?’
મહાત્માએ હસતા હસતા એ માણસને કહ્યું કે, ‘ગંગાના કિનારે લાખો-કરોડો લોકો પોતાના પાપ ધોવા માટે રોજ આવે છે તે વાત તમારી સાચી છે પરંતુ આ તમામ લોકોમાં કેટલાક સાચા સાધુ-સંતો પણ ડુબકી લગાવે છે અને એ સંતોના સ્પર્શથી ગંગા પુન: પવિત્ર બનીને પ્રચંડ વેગથી સાગર તરફ દોડવા માંડે છે. આમ ગંગાની ગરિમા જરાય નષ્ટ થતી નથી.’

કંઈક આવી જ વાત ભારતીય સિનેમાના ઈતિહાસમાં ક્યારેક બનતી રહે છે. નિમ્ન કક્ષાના સંવાદો, ઉત્તેજક દ્રશ્યો અને મારફાડથી ભરેલા ચલચિત્રો વચ્ચે જ્યારે એક સુંદર જીવનપ્રેરક ફિલ્મ બને છે ત્યારે જાણે લોકહૃદયમાં મંદ થતી પ્રેમ અને લાગણીની ગંગા લોકોની આંખોમાંથી પુન: પ્રચંડ વેગથી વહેવા માંડે છે. પ્રેક્ષકો જ્યારે ફિલ્મ જોઈને ભીની આંખે થિયેટરની બહાર નીકળે તેવી ફિલ્મો ઘણા સમયે એકાદ બનતી હોય છે. જી હા, આ વાત તાજેતરમાં જ રિલિઝ થયેલી ‘તારે જમીન પર….’ મૂવીની છે. અનેક પ્રકારના માર્કેટિંગ કર્યા બાદ પણ મોટી ફિલ્મો સફળ નથી થઈ શકતી, તેની સામે સાવ સાદી સીધી સરળભાષામાં જીવનનો સંદેશો આપતું આ ચલચિત્ર સામાન્ય માનવીની સંવેદનાનો સીધો સ્પર્શ કરે છે.

તમે કહેશો કોઈ ફિલ્મનો સમાવેશ સાહિત્યક્ષેત્રમાં કરી શકાય ? ચોક્કસ કરી શકાય. કેમ ન કરી શકાય ? માનવીય જીવનની સારી બાજુને પ્રકાશિત કરીને વ્યક્તિની ચેતનાને ઉર્ધ્વગતિ આપી શકે તેવી કોઈ પણ વસ્તુ કોઈપણ સ્વરૂપે સાહિત્ય જ છે. હીરાની વીં.ટીં કંઈ ધૂળમાં પડી જાય તો આપણે તે ફેંકી દેતા નથી. સૌનું હિત કરે તે સાહિત્ય. વેદ અને ઉપનિષદો કહે છે કે અમને દશે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. તો પછી સાહિત્યમાં વળી સંકીર્ણતા કેવી ?

પ્રકાશિત થતાની સાથે જ જેણે લોકહૃદયમાં સ્થાન મેળવ્યું છે અને જેને સપરિવાર લોકો માણી શકે છે તેમજ શાળા અને વિદ્યાલયોમાં જેને જોવા માટે ખાસ ભાર મૂકાયો છે, તેવા આ ચલચિત્ર વિશે કેટલાક હિન્દી અને અંગ્રેજીમાંથી રૂપાંતરિત કરાયેલા સુંદર મંતવ્યો સાભાર પ્રસ્તુત છે.

[1] લેખક : તુષાર ઉપ્રેતી

માતાપિતા જરા ધ્યાન આપે…. શું તેઓ પોતાના બાળકોનું પાલન-પોષણ કરે છે કે પછી પોતાના ન પૂરા થયેલા સપનાઓનું ?

taare zameen perબાળપણ એક પ્રકારના એવા રેસા જેવું હોય છે કે તે જો ધીરે ધીરે ખૂલે તો આખી જિંદગી ઓઢી શકાય તેવી ચાદર બની શકે છે અને જો તેને વારંવાર ખેંચવામાં આવે તો તૂટી-ફૂટીને નષ્ટ થઈ જાય છે. કંઈક આવી જ લઢણથી ‘તારે જમીન પર’ ની વાર્તા ફિલ્મના કેનવાસ પર ઊતારવામાં આવી છે. કેનવાસ એટલા માટે કે તેમાં એક માસૂમ બાળકનું બાળપણ છે, જે પોતાની આસપાસના વાતાવરણમાંથી, પ્રકૃતિની ચિત્રકારીમાંથી કંઈક શીખવા માગે છે. તેને એક મહેનતકશ મજૂરના હાથે દિવાલ તૂટતી જોવાની પસંદ છે, પસંદ છે તેને માછલી પકડવાનું, પતંગ લૂંટવાનું, સ્કૂલમાં ગુલ્લા મારવાનું….. એટલે કે તેને એ બધું જ પસંદ છે કે જે સામાન્ય માનવી હોવાની નિશાની છે. પરંતુ તેના મા-બાપની સમસ્યા એ છે કે તેમને ઘરમાં એક ચેમ્પિયન પેદા કરવો છે જે ઈંડા-બૉર્નવિટાની તાકાતે આકાશની ઉંચાઈને માપી શકે…. જેમ કે તે ફિલ્મમાં દર્શાવાયું છે તેમ….

યે ટોનિક સારે પીતે હૈ
યે ઑમલેટ પર હી જીતે હૈ
દુનિયા કા નારા જમે રહો…

ફક્ત એટલું કહેવું પૂરતું થઈ રહેશે કે ત્રીજા ધોરણમાં ભણતા બાળકોના ખભાઓ ઉપર જ્યારે મહાત્વાકાંક્ષાઓનો બોજો નાખવામાં આવે છે ત્યારે તેનું બાળપણ તૂટીને વેરવિખેર થઈ જાય છે. ઈશાન અવસ્થી ના રોલમાં ‘દર્શિલ સફારી’ અને તેની માતાના રોલમાં ‘તિસ્કા ચોપડા’ નું કામ લાજવાબ છે. એમ લાગે છે કે બધી બાબતો સમજવા છતાં તે તેના બાળકના મોંમાંથી લૉલિપોપ છીનવી રહી છે… તેને ચેમ્પિયન બનાવવાના ચક્કરમાં તે તેને વધારે કમજોર બનાવી રહી છે. તેની આંખોમાંથી સંવેદનાના આંસું સુકવી રહી છે.

શ્રેષ્ઠ ફિલ્મોની એક ખાસિયત એ હોય છે કે તેમાં રહેલી ખામોશી પણ તમને કંટાળો નથી આપતી, ઊલટું તે પ્રેક્ષકો સાથે એક સંબંધ સ્થાપિત કરે છે. આમિર ખાનનો એ પ્રયત્ન તેમની અંદર છુપાયેલા કલાકારની ઈમાનદારી છે. ફિલ્મ ઘણું બધું સમજાવી જાય છે. ખાસ કરીને તેના સંગીત અને ગીતોના માધ્યમથી શ્રી શંકર-એહસાન-લૉય શ્રેષ્ઠ સાબિત થયા છે તો પ્રસૂન જોશી શબ્દોથી માનવીય સંવેદનાને સ્પર્શી જાણે છે. જે લોકો કહેતા હોય કે કેમેરો હંમેશા જૂઠું જ બોલે તેમણે અમોલ ગુપ્તાની (ક્રિએટીવ ડાયરેક્ટર) આ ફિલ્મ ‘તારે જમીન પર’ થયેલા રીસર્ચ પર ધ્યાન આપવું રહ્યું. કેમેરો જૂઠું નથી બોલતો, પરંતુ આપણે તેને સાચું બોલવાનો મોકો નથી આપતા.

જિંદગીના કેટલાક સત્યોમાં એક સત્ય એ પણ છે કે બાળપણ ફરી નથી આવતું. એ તો વહેતી નદી જેવું છે. એને રોકશો તો એ ગંદુ થઈ જશે અને વખત પહેલાં જ ખત્મ થઈ જશે. કદાચ કોઈકે સાચું જ કહ્યું છે કે….

‘અરે ! હવે કોઈ સ્કૂલનો ઘંટ તો વગાડો, આ બાળકને હવે થોડું હસવાનું મન થયું છે….’

સૌજન્ય : [http://teer-e-nazar.blogspot.com/2007/12/tare-zameen-per.html]

[2] લેખક : અજ્ઞાત

ધન્યવાદ અમીરખાન…. તમને સો સો સલામ…. એક ડાયરેક્ટર તરીકે અદ્વિતિય કાર્ય કરવા બદલ તમારા વખાણ કરીએ એટલા ઓછા છે. આ ઉપરાંત પેલા બાળકને ‘બેસ્ટ ચાઈલ્ડ એક્ટર’ નહીં પરંતુ ‘બેસ્ટ એક્ટર’ તરીકેનું રાષ્ટ્રીય સન્માન મળવું જ જોઈએ. તેણે એક બાળકનામાં હોય તેવી તમામ ઊર્મિ અને સંવેદનાઓ જેવી કે હાસ્ય, ગુસ્સો, માનવતા અને વિવિધ ગુણો પોતાની એક જ ભૂમિકામાં ચરિતાર્થ કરી બતાવ્યા છે. આમ તો ચાલુ વર્ષમાં અને આ અગાઉના વર્ષમાં પણ અમુક ફિલ્મો કંઈક શીખવી શકે તે પ્રકારની આવી છે પરંતુ જે હદે ‘તારે જમીન પર’ આપણા હૃદયને સ્પર્શે છે તેવી તો કોઈ પણ નથી. તે સુંદર, સરળ અને અદ્વિતિય છે. સરળતાના જુદા જુદા પડોમાં લપેટાયેલી આ ફિલ્મ માનવીને કોઈ ગહન સંદેશો આપી જાય છે.

મને પોતાને પણ ઈશાન જેવી તકલીફ મારા સ્કૂલના દિવસોમાં હતી. મને લેઝધેન < અને ગ્રેટરધેન > ના ચિન્હોને ઓળખવામાં કાયમ મૂંઝવણ થતી. મને ખ્યાલ જ નહતો આવતો. હું એ જાણી શક્તો કે કઈ સંખ્યા મોટી છે પણ તેમ છતાં યોગ્ય ચિન્હ મૂકવાની બાબતમાં મને કાયમ ગોટાળો થતો. અરે ! એ તો છોડો, હજી આજ સુધી મારાથી કેટલાક સ્પેલિંગ ઊલટા જ લખાઈ જાય છે જેવા કે problme , hwo વગેરે…. એ તો સારું છે કે હવે ‘સ્પેલચેક’ હોય છે જેથી કોઈ વાંધો નથી આવતો. પણ સ્કૂલના એ દિવસોમાં તો < અને > ની ભારે તકલીફ મેં વેઠેલી છે.

ફિલ્મનું શીર્ષક મને ખૂબ સ્પર્શે છે. તેમાંથી આવતા પ્રત્યેક શબ્દો મને પેલા સુવાક્યની યાદ અપાવે છે કે ‘Child is the father of the nation.’ કેટલી સરસ આ વાત છે ! એક નિર્દોષ આંખો, આંખોમાં સપનાં, આંખોમાં અનેક પ્રશ્નો, એ પ્રશ્નોના પોતાની રીતે મેળવેલા સરસ મજાના જવાબો, બાળકની ઈચ્છાઓ અને બીજું ઘણું બધું…. કેટલું બધું અદ્દભુત ! કદાચ એનું વર્ણન કરવા માટે આપણી પાસે યોગ્ય શબ્દો નથી. ફિલ્મનું પેલું ‘મા….’ વાળું ગીત પણ અદ્વિતિય છે. તેમને એમ નથી લાગતું કે તે આપણને બધાને લાગુ પડે છે ? નાના બાળકો, મોટા બાળકો, કિશોરો, યુવાનો, કૉલેજના યુવાનો, કામ કરતાં બાળકો કે પછી જેને પોતાના બાળકો છે તેવા યુવાનો… સૌને પોતાની મા તો વ્હાલી જ હોય છે ને ! કોઈ પણ ઉંમરે આપણો મા પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થતો. કારણકે અંતે તો તે આપણી પ્રથમ મિત્ર છે.

હું તો માનું છું કે સૌથી પહેલા ધન્યવાદ તો આમિરખાનને આપવા જોઈએ કે જેણે ધ્યાનપૂર્વક આ છોકરા પર પોતાના પાત્રની પસંદગી ઊતારી અને તે પણ પોતાના ડાયરેક્ટર તરીકેના પ્રથમ મૂવી માટે. થોડા વર્ષો પહેલા NDFC એ બાળકો માટે કેટલીક ફિલ્મો બનાવી હતી પરંતુ એ તો જાણે જૂના પુસ્તકો પર ધૂળ ચઢી જાય તેમ ફેંકાઈ ગઈ હતી. NDFC નું કેન્દ્રબિંદુ ચલિત થઈ ગયું હતું પરંતુ એક મુખ્ય અને પ્રતિષ્ઠિત કલાકાર વ્યક્તિએ મોટા મોટા ફિલ્મ બનાવનારાઓ દ્વારા ન સ્વીકારાયેલા આ વિષય પર પોતાનો પસંદગીનો કળશ ઢોળીને ખૂબ જ મોટું કાર્ય કર્યું છે.

આ ફિલ્મ બનાવનાર તમામને હું અભિનંદન પાઠવું છું. માત્ર બાળકો માટે નહિ, મોટેરાંઓને પણ કંઈક શીખવી જતી આ ફિલ્મ માટે તેઓ અભિનંદનને પાત્ર છે જ. તેઓ પ્રશંસાને પાત્ર છે આપણા સ્કૂલના દિવસો યાદ કરાવવા માટે અને આપણને જાગૃત કરવા માટે કે આપણે આપણા બાળકોને સ્પર્ધાની દોડમાં સામેલ કરવા જરૂરી નથી. આપણે આપણા બાળકોને પડોશના બાળકો કે સગાવહાલાંના બાળકો સાથે સરખાવી ન શકીએ, કારણકે તેઓ પોતપોતાની રીતે અદ્વિતિય છે. ફિલ્મે આપણને એ જાગૃતિ આપી છે કે આપણે બાળકોને ભવિષ્યના ડૉક્ટરો, એન્જિનિયરો, સી.એ, મેનેજરો બનાવવાના સપનાંઓ છોડી તેમને જે બનવું હોય તે બનવા માટે મોકળાશ આપવી ઘટે.

ભાઈ આમીર, તમારી ફિલ્મના છેલ્લા કેટલાક દ્રશ્યોએ સૌની આંખને ભીની કરી છે. અમે તમારા આ પ્રકારના બીજા મુવીની રાહ જોઈશું. છેલ્લે, ધન્યવાદ સાથે સૌને આ મુવી જોવા ભલામણ.

સૌજન્ય : [http://mindflirting.wordpress.com/2008/01/12/taare-zameen-per/]

છેલ્લે ‘તારે જમીન પર’ ની ઑફિશિયલ વેબસાઈટ પરથી ફિલ્મનું અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલું એક ગીત.
MA…
I’ve never told you
How scared I am of the dark
I’ve never told you
How much I care for you
But you know, don’t you, Ma ?
You know everything, my Ma.

Don’t leave me alone in crowds
I’ll lose my way back home
Don’t send me to places far away
Where you won’t even remember me
Am I so bad, Ma ?
Am I so bad, my Ma ?

When sometimes Papa swings me
Too high in the air,
My eyes search for you, hoping
You’ll come and hold me safe

I don’t tell him
But I get petrified
I don’t let it show
But my heart sinks
You know everything, don’t you Ma ?
You know everything, my Ma.

I’ve never told you
How scared I am of the dark
I’ve never told you
How much I care for you
But you know, don’t you, Ma ?
You know everything, my Ma.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ઘડી રોકાવ, ચા પીએ જરા ! – પંકજ ત્રિવેદી
માનવી થાઉં તોય ઘણું – મૃગેશ શાહ Next »   

26 પ્રતિભાવો : તારે જમીન પર – સંકલિત

 1. Dhaval says:

  Just one word “Excellent…!!!”

 2. કલ્પેશ says:

  આભાર મૃગેશભાઈ !!

  પ્રભુ આપણી પેઢીને (મા-બાપ અને ભવિષ્યના મા-બાપને) સમજણ આપે.
  આ આંધળી દોટમા આપણા બાળક પિસાય છે.

  અને, એના જવાબદાર આપણે અને આપણી ટુંકી-દ્રષ્ટિ છે. માતૃભાષા પણ આમાનો જ એક મુદ્દો છે. જો માત્ર ભણવાથી અને સારા ગુણાંક લાવવાથી અને અંગ્રેજીમા પોપટની જેમ કડકડાટ બોલવાથી જીંદગીમા સફળ થવાતુ હોય તો બધા લોકો એ જ ન કરતે?

  વિશ્વના દરેક મહાન દેશ અને વ્યક્તિઓને જોઇશુ તો સમજાશે કે આની કોઈ જરુર નથી.
  જાપાન, ચીન, જર્મની આ બધા પોતાની ભાષામા જ વાત કરશે. ત્યાના નેતાઓને આપણી જોડે વાત કરવા દુભાષિયાની જરુર પડે છે. અને આપણને આપણી ભાષામા વાત કરતા શરમ આવે છે. અંગ્રેજીનુ આજના સમયમા મહત્વ છે પણ દરેક બાળકને ઘરમા અને મિત્રો જોડે વાત કરવા અંગ્રેજીમા બોલવુ ક્યાનો ન્યાય છે. આપણી નિશાળ પણ એવા લોકોથી ભરેલી છે જેઓ આ લઘુતાગ્રંથિ નો શિકાર છે.

  લિયો ટૉલ્સ્ટૉયએ કહેલુ એક વાક્ય યાદ આવે છે – “કોઈ દેશનુ ભવિષ્ય જાણવુ હોય તો તેની શેરીમા રમતા બાળકોને જોઈ લો” (અર્ધી સદીની વાંચનયાત્રા)

  જો આ વાંચીને કોઇની લાગણી દુભાઈ હોય તો ક્ષમા કરશો.

 3. હું વિચારતો હતો કે આ અદભુત કહી શકાય તેવા Masterpiece movie પર અને સાર્વત્રીક ચર્ચાતા વિષય પર અહીં કેમ કંઇ આવ્યું નહી?? Thankis mrugeshbhai for also discussing these kind of Important -To-Life topics …..The movie should be eye opener for the community…

  કલ્પેશ ની વાત સાથે હું સહમત છું, ભલે કોઇ વિચારે કે તે આવા વિચાર વાળો નથી પણ આખો સમાજ જ એ પ્રકારનો છે…….આપણા સમાજ માં બાળકો ને વિકસવા માટે કેટલી જગ્યા મળે છે?? અને એ આપણી મહત્વાકાંક્શાઓમાં જ ઢબૂરાઇ ને રહી જાય છે….

  આમીર ખાન આમ પણ સારા ચલચિત્રો બનાવવા માટે મારા ફેવરીટ છે ……પણ ધણા વખત પછી અમારા ધરની ત્રણેય પેઢીએ સાથે બેસીને “તારે જમીન પર….’ જોયું, અને મારા દાદા દાદી ના પ્રતિભાવ હતા કે તારી સાથૅ પણ આમ થતુ ને તેમ થતુ, તેમને પાછા બાળકની જેમ કિલકીલાટ કરાવવા બદલ આમીરખાનને શું કહું???

  આ પોસ્ટ મને ખૂબજ ગમી……

 4. Tarang Hathi says:

  Dear Mrugeshbhai,

  Lots of thanks for this article.

  ખરેખર આવા લેખો આપવા બદલ. આજે માર ધાડ વાળી ફિલમો કરતા જરા હટકે ફિલમ હોવાથી થીયેટર માં ૫ણ લોકો માણે છે.

  આમિરખાન નો ખુબ ખુબ આભાર

 5. pragnaju says:

  આ શું છે?This Account Has Exceeded Its CPU Quota

  Please contact this site’s webmaster.

  Wait a few minutes and use your browser’s “Back” button or click here to try again.

  ——————————————————————————–
  If you are the webmaster, your account may have gotten this error for one or more of the following reasons:
  Your account has used more than its share of the cpu in the past 60 second sliding window.
  Your account has too many concurrent processes running simultanously.
  Your account has consumed too much memory.
  Your site was recently very busy trying to run inefficient scripts.
  The solution would be to optimize your applications to use less CPU.
  Adding appropriate indeces to your SQL tables can often help reduce CPU.
  Using static .html documents instead of painful .php scripts will practically eliminate CPU usage.

 6. Jalpa says:

  execellent.

 7. Editor says:

  નમસ્તે પ્રજ્ઞાજુબેન,

  સર્વર પર load વધી જાય ત્યારે 5 થી 10 સેકન્ડ માટે સ્વાભાવિક પણે આવતો તે મેસેજ છે. તેમાં ચિંતાનું કોઈ કારણ નથી. થોડીક જ ક્ષણોમાં સાઈટ ફરીથી નોર્મલ થઈ જાય છે.

  ધન્યવાદ.

  તંત્રી

 8. ભાવના શુક્લ says:

  મે તો અહિ લેખ વાચ્યા પછી મુવી જોયુ અને થયુ કે ખરેખર કોઇ મા-બાપ કે શિક્ષકો પોતાના બાળક પ્રત્યે કે વિદ્યાર્થી પ્રત્યે આટલા હતોત્સાહ હોઇ શકે? આજે તો મોટાભાગની શાળાઓમા કાઉન્સેલર હોય છે જે વિદ્યાર્થીની અસ્વાભાવિક વર્તણુક વિશે અને ખરેખર તો તેન કારણ વિશે શાળા અને વાલીને સભાન કરી શકે છે. ૨-૩ કલાકના ચલચિત્રમા ક્યારેક અતિશયોક્તિ હોઈ શકે પણ ડીસેલેકીયાની સમસ્યા ખરેખર કૈક અંશે નવિન હતી જે વિચારવા અને દ્રષ્ટિકોણ કે અભિગમ કેળવવા પ્રેરી રહી…

 9. pragnaju says:

  મારી ભૂલ થાય છે તે દહેશત હતી.ખુલાસો કરવા બદલ આભાર.હજુ બરોબર ગુજરાતીમાં લખતા સવાલ તો આવે જ છે!તમારા પેડ પર આaવ્ુuંM Cછ્aપ્aાaય્a Cછ્ેe!
  તેથી સૌરભ જોષીના પેડ પર લખી પેસ્ટ કરું છું.આ ચલિચત્ર જોયું તો નથી પણ તે િવષે વાંચી આનંદ થયો.મારાં ૫ પુત્ર-પુત્રીઓ તથા ૯ પૌત્રો-દોહીત્રોના ઉછેરમાં કાંઈક કેટલી સમસ્યાઓ તો આવી. ભાવનાબેનની વાત-‘આજે તો મોટાભાગની શાળાઓમા કાઉન્સેલર હોય છે જે વિદ્યાર્થીની અસ્વાભાવિક વર્તણુક વિશે અને ખરેખર તો તેના કારણ વિશે શાળા અને વાલીને સભાન કરી શકે છ” — અનુભવી પણ છે!ે
  હવે તો આ ચલચીત્ર જોવું જ છે
  ખૂબ સરસ લેખ બદલ સૌને ધન્યવાદ

 10. dipika says:

  really nice and touchy movie..appreciated in overseas as well.this movie should be sent for oscar nominations…

 11. vijay manek(Manchester) says:

  another extra ordinary film from Amir,keep it up.Every Indian should be proud of you.

 12. Parthesh says:

  me pan aa filma joi chhe. ha, kharekhar sundar film chhe. baLkone ApNe bhanavvanu nathi hotu, pan apne bhaNta karvana hoy chhe. mari kalpananu chitra dore te nathi paN teni kalpna ne vacha ape tevi paristhiti nirmaN karvanu kam maru (shikshaknu) chhe. tare zami par a vat samjave chhe. pan apne karishu?

 13. meghna says:

  Aamirkhan’s all recent movies are good.

  There is always a strong message.

  really good movie. i liked it

 14. meghna says:

  Aamirkhan’s all recent movies are good.

  There is always a strong message.

  really good movie. i liked it

  even ”RANG DE BASANTI” was very good one aswell with a strong message.

  i love that song too much. TUJE SAB HE PATA MERI MA.

 15. rutvi says:

  લેખ ની રચના ખુબ સરસ રીતે થઇ છે .

  વાચકો ના મન ને સ્પર્શી જાય તેવુ છે.

 16. rutvi says:

  meghna,
  i am with your opinion about RANG DE BASANTI
  ભલે તે ગુજરાત મા ના ચાલી , પણ તે એક યુવા પેઢી ને સંદેશો સુચવતી મુવી છે.
  મને પણ RANG DE BASANTI બહુ જ ગમે છે. મારી તે મનપસ્ંદ મુવી છે.

 17. Gira Shukla says:

  BESTEST MOVIE EVER!!!! it’s true.. if you haven’t seen this movie.. you guys are missing it people!!!:D very very touching and does have a message for the community… which has to spread around… as we all know why… and i agree with some of the reader’s opinions.. that ALL AMIRKHAN”S movie are SUPER!!!!… and if you look at it.. all of his movies have hit the floor!!! i love all the movies that he has done…:) and TZP is the BESTEST ONE!!! i love love this movie!!! and i recommend each and everyone to watch it… and really.. great article.. and thoughts … 🙂 thanks!!!

 18. nayan panchal says:

  સરસ લેખ.

  રીડગુજરાતી પર ભવિષ્યમાં પણ જો કોઈ સારી ફિલ્મો પરના લેખ આપવા હોય તો બિંદાસ આપજો, તેને વાચકો આવકારશે જ. માત્ર હિંદી શું કામ, ઇવન અંગ્રેજી કે અન્ય ભાષાની ફિલ્મોના લેખો પણ ચાલશે.

  ફિલ્મો તો મારા માટે સમાધિ અવસ્થા જેવી છે. સાંભળ્યુ છે કે નવી ફિલ્મ wall-e આવી જ એક અદભુત અને સંદેશાસભર ફિલ્મ છે.

  નયન

 19. jay says:

  nice article…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.