એ જ લિખિતંગ – નિર્મિશ ઠાકર

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nirmish1960@hotmail.com પર સંપર્ક કરી શકો છો.]

[અ] સુરતી મુક્તકો

[1] આજની મારી ડસા

હાઠ મારો માગટી’ટી કૈંક છોકરીઓ, હવે –
આ જવાની પર સમયનો કાટ લાયગો, હું કરા ?
‘સ્હેજ ટેકો આપજોની !’ આજ બોઈલી પ્રેમઠી
એક ડોસીએ ય મારો હાઠ માયગો, હું કરા ?

[2] કાંતિ અને ક્રાંતિ

કાંટિ નામે એક નવરો ચૂટનીને ચારે ચઈરો
જોટજોટામાં ટો એ ક્રાંટિપ્રનેટા ઠઈ ગીયો
આપને ઉલ્લૂ હટા, ટો બી ફરી ઉલ્લૂ બઈના
ક્રાંટિનું કૈં ના ઠયું પન કાંટિ નેટા ઠઈ ગીયો !

[3] સ્કૂલમાં એડમીશન

કોઈ પ્રિન્સિપલ નઠી હોટો સીઢો
મેં મારી રીટનો રસ્ટો લીઢો
‘ઝાલ ડોનેસન’ કીઢું ને મેં પછી –
બાબલો આખો જ ટાં આલી ડીઢો !

[4] મારી કવિટા
રોટાં કરી ડે એવી હસ્ટીને હું કરે ?
કાવ્યો લખાવે એવી મસ્ટીને હું કરે ?
પટનીને મેં કહ્યું લે વાંચ આ ગઝલ,
બોલી ટરટ પછી એ : ‘પસ્ટીને હું કરે ?’

[5] કોઓપરેટીવ બેંક વિસે

ખાટાં ખોલી ખોલીને ભૈ, હું લેવાનું ટંબૂરો ?
પૈહા પાછા ના ય મલે ભૈ, હું લેવાનું ટંબૂરો ?
બેંક લૂંટવા જાવ ટો એની લાઈન, ને એ લાઈનમાં –
પેલ્લો મેનેજર હોવાનો, હું લેવાનો ટંબૂરો ?

[બ] કુભાષિતો

[1]
જુઠું ગમે ત્યાં બોલવું,
ધરવું આળસ અંગ;
લડી-વઢીને ચાલવું,
જામે રૂડા સંગ !

[2]
વિપત પડે નવ વલખીએ
કરીએ સૌને તંગ;
લપટાવી સહુને સખે,
મારવી તૂર્ત છલંગ !

[3]
દૂર રહીને દેખવો,
કદી ના કરવો પ્યાર;
પળ બેપળ મસ્તી પછી,
ખવડાવે બહુ માર !

[4]
બેહદ બબડે શ્રીમતિ,
લમણાં મારે બ્હેર;
જાય પિયર ત્યારે અહો…
કરવી લીલ્લાલ્હેર !

[5]
રામાને રામો કહો
કડવાં લાગે વેણ;
તૂર્ત રકાબી ફોડશે,
નહિ સાંધો નહિ રેણ !

[6]
વખત પડ્યે આપો અને
વખત મળ્યે લ્યો લાંચ;
વ્હેંચીને ખાતાં ખરે,
સ્હેજ ન આવે આંચ !

[7]
ચંદ્ર વગરની રાતડી,
ફૂલ વગરની ડાળ;
લાંચ વગરની જિંદગી
નીત્ય દીસે કંગાળ !

[8]
વા ખસે વાદળ ખસે,
ખસે નદીનાં પૂર;
નેતા પદથી ના ખસે,
(ભલે) પશ્ચિમ ઊગે સૂર !

[9]
ખુરશી ફરતે… ગેલમાં
ભેગી થાય જમાત;
રકઝક ખેંચમતાણ ને…
અંતે લાતમલાત્ !

[10]
નેતાને મત આપતાં,
બે બાજુનાં દુ:ખ;
હાર્યો તોફાને ચડે,
જીત્યો ઠારે ભૂખ !

[11]
નેતાને નહિ આબરૂ
ગર્દભને નહિ જ્ઞાન;
મારો ડફણાં તોય શું ?
લજવે ઊજળાં વાન !

[ક] સજી શણગાર બેઠો છું !

કવિ છું કાવ્ય કેરા હું સજી શણકાર બેઠો છું !
હવે લ્યા ભાગવું ક્યાંથી ? ભરી દરબાર બેઠો છું !

લખ્યેથી કાવ્ય મારા ભૈ કશુંયે હાથ ના લાગે,
વધુમાં કે ગુમાવી હું હવે ઘરબાર બેઠો છું !
વનિતાના અરેરે સાથ કો’દી સાંપડે ક્યાંથી ?
કવિતાનો બનીને જ્યારથી ભરથાર બેઠો છું !

‘છલોછલ છું… છલોછલ છું !’ કહી પડઘાઉં એથી શું ?
હવે તો શૂન્યતાનો હું બની અવતાર બેઠો છું !

કદી હા શબ્દને ઝાલું, વિચારોને મરોડું છું,
અખાડો કાવ્યનો ને હું બની લડનાર બેઠો છું !

નથી વિવેચકોને ક્યાંય સાંધા સૂઝતા આમાં,
અને ગૂંચો વધારી હું બની પડકાર બેઠો છું !

ઘણી છે ભીડ સાલી, કાવ્યની હદમાં ન ફાવે હોં !
કરું છું કાંકરી-ચાળા અને હદ બ્હાર બેઠો છું !

કવિ છું કાવ્ય કેરા હું સજી શણગાર બેઠો છું !
હવે લ્યા ભાગવું ક્યાંથી ? ભરી દરબાર બેઠો છું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હોસ્ટેલમાં ખાતા-યોજના – નટવર પંડ્યા
ધરતી હિન્દુસ્તાનની – નાથાલાલ દવે Next »   

32 પ્રતિભાવો : એ જ લિખિતંગ – નિર્મિશ ઠાકર

 1. Dhaval B. Shah says:

  બહુજ મજા આવી. “હું કરા ?” બહુજ ગમ્યુ!!

 2. Yogini Joshi says:

  Kharekhar bhau j saras.
  Donation aapi ne poyro aapi diho was really good one.

  “Parni ne pastaay to KETO ni ” kavita yaad aavi gai

  Thnx

 3. Mohita says:

  excellent!!

 4. pragnaju says:

  હુરટી મુક્તકોમાં
  પટનીને મેં કહ્યું લે વાંચ આ ગઝલ,
  બોલી ટરટ પછી એ : ‘પસ્ટીને હું કરે ?’
  કુભાષિતોમાં
  નેતાને મત આપતાં,
  બે બાજુનાં દુ:ખ;
  હાર્યો તોફાને ચડે,
  જીત્યો ઠારે ભૂખ !
  રચનામાં આ પંક્તીઓ ગમી
  કવિ છું કાવ્ય કેરા હું સજી શણગાર બેઠો છું !
  હવે લ્યા ભાગવું ક્યાંથી ? ભરી દરબાર બેઠો છું !
  ઘણી છે ભીડ સાલી, જેવી ભાષામાં ગાળ ન માનવી પણ દલપતરામની જેમ િવચાર કરવો.
  સૌનો સાળો સૌનો સસરો હું છું દલપતરામ…

 5. Axresh says:

  “સુરતી મુક્તકો” ખુબ સરસ છે. મજ્જા આવી ગઈ. ધન્યવાદ.

 6. Hiral Thaker "Vasantiful" says:

  Very Nice…

  “વનિતાના અરેરે સાથ કો’દી સાંપડે ક્યાંથી ?
  કવિતાનો બનીને જ્યારથી ભરથાર બેઠો છું !”

  😀 😀

 7. sujata says:

  surti bhasha ma hasvu sahelu nathi………

 8. ઋષિકેશ says:

  so sweet….
  I have south gujarati friends, whom I love to listen to..

 9. મૌલિક says:

  સરસ!

 10. નીલા says:

  મઝા આવી ગઈ. સાચ્ચે જ .

 11. કેયુર says:

  હુરટી વાંચવા ની ખુબ મજા પડી ગયી.

  કેયુર

 12. Nitin says:

  Great Pleasure to read Surti MUKTAKS.

 13. tapan says:

  હુરતિ વાચવાનિ મઝા એક હુરતિ ને જ ખબર પદે. Really enjoyed a lot… need more…

 14. Nagji Barot says:

  Kharekhar bahu saras abhivyakti, it fattastic

 15. dhiraj thakkar says:

  લો વાંચો ……………

  ટુ હુ ને ટન્હઈ, એ ટો ઠીક મારા ભાઈ;
  પછી પોયરા ગરજાય ટો કેટો ની,
  આજ કાલ નો પ્રેમ ટો રેહમ ની દોરી,
  પછી એમા લુઘરા હુકવાય ટો કેટો ની.

 16. Darshana says:

  What should I say?
  Its really amazing..:) 🙂
  Act. I don’t know more Surati Gujarati..because I am from Morbi…
  I read your novel which publish in “Sandesh”..
  Why you stop writing ???
  I really miss your Articals …
  Please , publish your artical in Sandesh…
  Have a Nice Life..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.