સવાર – ગીતા પરીખ

રોજ ઊઠું ને નવી સવાર,
    અહો કશો નિતનવ સંચાર ! – રોજ…

એ જ પૃથ્વીની ગતિ એ જ ને
    એ જ દિશા ઊગમણી,
પ્રભાતને આભે છલકાયે
    એ જ રંગ ઊજવણી;
પણ ઝીલનારે અંતર જાગે
    નિત કેવો અભિનવ ઉદ્ગાર ! – રોજ….

શિશુ – સુકોમલ હાસ્ય સરીખો
    પીઉં પ્રથમ પ્રકાશ,
પંખીગણને સૂરે સૂરે
    ઊડે ઉર-ઉલ્લાસ,
ઝાકળને જલ નાહી નવો શો
    નિત્ય ધરા ધરતી અવતાર ! – રોજ….

રોજ ઊઠું ને નવી સવાર;
    નવ-પરિચિત શી એ જ જિંદગી
પ્રભાતને     ઉષ્મા-અણસાર – રોજ…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુરભિ…. – વર્ષા અડાલજા
કુંવરબાઈનું મામેરું – પ્રેમાનંદ Next »   

7 પ્રતિભાવો : સવાર – ગીતા પરીખ

 1. nayan panchal says:

  સાચી વાત છે. આ બધુ રોજેરોજ નિયમિત રીતે થાય છે એટલે આપણને કંઇ નવાઈ નથી. દરેક નવો સૂર્યોદય, નવો દિવસ તો ભગવાનની એક અણમોલ ભેટ છે.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  રોજ ઊઠું ને નવી સવાર,
  અહો કશો નિતનવ સંચાર !

  સુંદર રચના.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.