ઈમાનદારીનો અભાવ – દાદા ધર્માધિકારી

જીવનભર હું વિચાર જ કરતો રહ્યો છું; બીજું કાંઈ કરી શક્યો નથી. છેલ્લાં સાઠ વરસથી મારા મનમાં આ દેશ અંગે એક પ્રશ્ન ઘોળાતો રહ્યો છે. તેનો ઉત્તર હું શોધતો રહ્યો છું. સાઠ વરસ થયાં એ જ વિષયનું હું એટલું તો રટણ કરતો રહ્યો છું કે સાંભળવાવાળા પણ કંટાળી જાય. એ પ્રશ્નને હું મૂળભૂત સવાલ માનું છું. દેશના બીજા સવાલો તેમાંથી પેદા થાય છે.

મારો સવાલ એ છે કે જે દેશને આટલી ભવ્ય સંસ્કૃતિનો વારસો મળ્યો, આટલી ઊંચી આધ્યાત્મિકતાનો જે ભૂમિમાં વિકાસ થયો, ત્યાંનો મનુષ્ય આટલા લાંબા કાળ લગી ગુલામ કેમ રહ્યો ?

એની સાથે જ બીજો સવાલ પણ મારા મનમાં જાગ્યો હતો તે આ છે : આપણાં પુરાણોમાં એવું કેમ જોવા મળે છે કે શક્તિ હંમેશાં રાક્ષસો પાસે હતી, અને દેવોમાં નહોતી ? ‘વેદ’માં ઈન્દ્ર અને વૃત્ર રાક્ષસ વચ્ચેના યુદ્ધનું વર્ણન આવે છે. હવે ઈન્દ્ર તો છે દેવોનો રાજા, છતાં એ યુદ્ધમાં કાવાદાવા કરે છે. પણ સામે વૃત્ર રાક્ષસ છે, છતાં સીધી રીતે જ યુદ્ધ કરે છે. અને દાવપેચ છતાંયે હારે છે તો ઈન્દ્ર જ. છેવટે એ દધીચિ ઋષિ પાસે જાય છે અને કહે છે કે, મને તમારાં હાડકાં આપો, એનાથી હું લડી શકીશ; મારાં બધાં હથિયાર તો નકામાં થઈ પડ્યાં છે.

તો દેવતાઓની હાલત એવી કેમ ? દેવો આટલા બધા શક્તિહીન અને રાક્ષસો આટલા શક્તિશાળી – એમ કેમ ? એનો જવાબ ખોળતાં ખોળતાં મારા ધ્યાનમાં આવ્યું કે જે બધા રાક્ષસો હતા, એ તપસ્વી હતા. રાવણનું તો એટલી હદ સુધીનું વર્ણન આવે છે કે તપ કરતાં કરતાં નવ નવ મસ્તક તો એણે ઉતારીને ધરી દીધાં અને દસમું ઉતારવા પણ તૈયાર થઈ ગયો હતો. આમ આ બધા રાક્ષસો ભારે મોટા તપસ્વી હતા. પણ તો પછી એ રાક્ષસ બન્યા શી રીતે ? રાક્ષસ બન્યા એ કારણે કે તપથી મળેલી શક્તિનો ઉપયોગ એમણે ભોગ માટે કર્યો. તપસ્વી ઊઠીને જ્યારે ભોગી બને, ત્યારે એ સીધો રાક્ષસ જ બને છે; પછી વચમાં ક્યાંય એ રોકાતો નથી.

તો, આ દેશની હાલત આવી કેમ થઈ ? – એ સવાલનો જવાબ મને એ લાગે છે કે જે તપસ્વી હતા તે ભોગી થઈ ગયા. તપસ્વીનું પતન થાય છે ત્યારે એ વચ્ચે ક્યાંય અટકતો નથી – જઈને સીધો દાનવ બને છે. અને દાનવોની કોઈ જુદી જાતિ હોતી નથી. પ્રહૃલાદનો બાપ દાનવ હતો, કૃષ્ણનો મામો દાનવ હતો, દાનવ રાવણ પણ એક ઋષિનો પુત્ર હતો. આમ આ જે દાનવો હતા તે બધા આપણા જ સગાસંબંધી હતા.

મારા પહેલા સવાલની પાછી વાત કરીએ તો, જ્યાં આટલું ઊંચું આધ્યાત્મિક દર્શન વિકસ્યું હતું તે દેશ પોતાના ઈતિહાસમાં સ્વાધીન ઓછો અને ગુલામ વધારે રહ્યો, એમ કેમ બન્યું ? કારણ કે આ દેશના નાગરિકની ભાષા તો આધ્યાત્મિક રહી છે, પણ એની પ્રેરણા સદાય ભૌતિક જ રહેલી છે. પશ્ચિમનો નાગરિક ભલે ભૌતિક છે, પણ ઈમાનદાર પૂરો છે. જ્યારે આપણે ત્યાં ભૌતિક ઈમાનદારી નથી, માત્ર ભૌતિક આકાંક્ષા જ છે. મારી દીકરીઓ ક્યારેક પશ્ચિમના દેશોમાં જાય છે. ત્યાં તો અનેક જાતના ગુનાઓ-અપરાધો સમાજમાં થતા રહે છે, છતાં એના ત્યાં જવાથી મને કશો ડર લાગતો નથી. પણ અહીં ક્યારેક છોકરી એકલી બહાર જવા નીકળે છે, તો મનમાં અત્યંત ચિંતા થાય છે. કારણ કે આ આધ્યાત્મિકતાનો દેશ છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લાવણ્ય – ડૉ. પલ્લવી ભટ્ટ
આદર્શ સસરા ગાંધીજી – નીલમ પરીખ Next »   

11 પ્રતિભાવો : ઈમાનદારીનો અભાવ – દાદા ધર્માધિકારી

 1. મૌલિક says:

  બહુજ સાચી અને સીધી વાત !!
  પ્ર્શન નો જવાબ – લાગ છે કે ઈમાનદારી નો અભાવ પોતાન પ્રત્યે, બીજા પ્રત્યે, સમાજ પ્રત્યે !!
  હશે !! આપણી જુની પેઢી એ – ઈમાનદારી શિખવા મા ઈમાનદારી નહિ દાખવી હોય !!!

  🙂

 2. સાવ સીધીસાદી ને સરળ વાત……..ઈમાનદારી ક્યાંય ઉગતી નથી, એ તો લોહીમાં વહે છે….એ વારસાગત નથી……એ કેળવણી થી મળે છે…
  સરસ ચિંતન…

 3. ભાવના શુક્લ says:

  મારો સવાલ એ છે કે જે દેશને આટલી ભવ્ય સંસ્કૃતિનો વારસો મળ્યો, આટલી ઊંચી આધ્યાત્મિકતાનો જે ભૂમિમાં વિકાસ થયો, ત્યાંનો મનુષ્ય આટલા લાંબા કાળ લગી ગુલામ કેમ રહ્યો ?
  …………………………………………………………………………………………..
  આધ્યાત્મિકતા, સંસ્કારીતા, બીજાને માન આપી, નમીને ચાલવાની, અંતરમનથી અન્યોને સ્વિકારરવા, અપનાવવા, દુધમા સાકરની જેમ ભેળવવાની, મારુ તે તારુ ને તારુ તે મારુ એજ આપણા બન્નેનુંની જે સભ્ય સંસ્કૃતિ આપણા ભારર્તીય સમાજે વિકસાવી અને મન વચન અને કર્મથી તેને અપનાવી તેને નબળાઈ સમજીને અનેકોએ ગુલામીની ઉંડી ગર્તામા ધકેલ્યા અને આપણે તેને સભ્યતા સમજીને ઠેલાતા ગયા અને છતા યુગો સુધી ગુલામીમા સબડાવનાર ને શોર્ય, સત્ય અને અહીંસાના પાતળી એવી લાઠીથી દુર દુર હડસેલી આવ્યા..પાછા વળવાના દરેક રસ્તા બંધ કરીને.

 4. કલ્પેશ says:

  “મારી દીકરીઓ ક્યારેક પશ્ચિમના દેશોમાં જાય છે. ત્યાં તો અનેક જાતના ગુનાઓ-અપરાધો સમાજમાં થતા રહે છે, છતાં એના ત્યાં જવાથી મને કશો ડર લાગતો નથી. પણ અહીં ક્યારેક છોકરી એકલી બહાર જવા નીકળે છે, તો મનમાં અત્યંત ચિંતા થાય છે. કારણ કે આ આધ્યાત્મિકતાનો દેશ છે”

  આપણા મુલ્યોનો નાશ આપણે પોતાના હાથે જ કરી રહ્યા છીએ. આપણે આના માટે પશ્ચિમની સંસ્કૃતિને જવાબદાર ગણાવી. આપણી પોતાની કોઈ જવાબદારી છે કે નહી?

  પશ્ચિમ આપણને બગાડવાના કોઈ પ્રય્તન નથી કરી રહ્યુ. આપણા સંસ્કારો, મુલ્યોમા સંયમ અને વિવેકશીલતાનો અભાવ જોવા મળે છે. માત્ર પશ્ચિમને અનુરુપ કપડા પહેરવાથી, અંગ્રેજીમા વાત કરવાથી પશ્ચિમના સારા ગુણો આપણામા તો ન જ આવી શકે ને?

  અને આપણે પશ્ચિમના સારા ગુણોને કેમ આત્મસાત નથી કરતા?
  જ્યારે ભૌતિક પ્રગતિ કરીએ ત્યારે વિવેક માટે આપણે મહેનત જ નથી કરી.

  “આપણે ત્યાં ભૌતિક ઈમાનદારી નથી, માત્ર ભૌતિક આકાંક્ષા જ છે” – આ એક વાક્ય ઘણુ બધુ કહી દે છે.

 5. કલ્પેશ says:

  “આપણી જુની પેઢી એ – ઈમાનદારી શિખવા મા ઈમાનદારી નહિ દાખવી હોય !!!”

  મૌલિકભાઈ – થોડે ઘણે અંશે તમારી વાત સાચી હોઈ શકે. પણ મારા મત પ્રમાણે, દરેકને સારુ-ખોટુ શુ છે એ પારખવાની શક્તિ ઇશ્વરે આપેલી છે. એટલે આપણા પુર્વજો પર દોષનો ટોપલો તો ન ઢોળી શકાય.

  તે છતા જો આપણે જુની પેઢીને જ જવાબદાર ગણીએ તો આવનારી પેઢી પણ આ જ વાક્ય બોલશે એ જાણવુ રહ્યુ. (ત્યારે આપણે જુની પેઢી હોઇશુ)

  ભૂતકાળને દોષ આપવાથી શુ મળે છે?

 6. RAMESH SHAH says:

  “HONESTY, IS THE BEST POLICY” & “KARMANYE VA DHI KARASTE , MAA FALESHU KADACHAN………..”SHRI. KRUSHNA BHAGVAN SAID IN GEETA, DO KARMA AND NEVER EXPECT FRUITS , AND WHERE THEREIS A RELIGION, VICTORY IS THERE. TO-DAY’S LIFE, THE YOUNG GENERATION DOES NOT WANT TO STAY UNITED, SO THEY ARE MISSING HUMANITY, RESPECT TO ELDERS, CULTURE, CUSTOMS, SACRIFICE AND RUNNING AFTER MONEY, MONEY, MONEY AND THEY FORGET “HONESTY” TO ACHIEVE THEIR GOAL BY HOOK OR CROOK.

 7. Maharshi says:

  khub saras prashna khub sari rite raju kariyo….

 8. Rajesh says:

  A very nice article. Thanks to Shri Dada Dharmadhikari ji.
  Your observations are very correct with regard to our country and its culture. We were the best in the world for culture. It is our hard luck that dishonesty has entered in the lives of our people upto such a great extent that you have to find the honest people now. Its like to find some wheat from the stones. Why should we blame the young generation only, they have been watching the elderly people who are doing such kind of dishonesty to their nation, even among themselves.
  તમે એકદમ સાચુ કહ્યુ છે કે “આપણે ત્યાં ભૌતિક ઈમાનદારી નથી, માત્ર ભૌતિક આકાંક્ષા જ છે”. આપણા લોકોમાં ઇમાનદારી મરી પરવારી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.