લૂંટાલૂંટ – ‘અભિપ્રેત’

પુણે નજીક એક વિમાન તૂટી પડ્યું. તેમાં માર્યા ગયેલાઓનાં શબ ગીચ જંગલમાં વેરણછેરણ પડ્યાં હતાં. એ મૃતદેહો પરથી કીમતી ચીજો, દરદાગીના ને કપડાં સુદ્ધાંની ચોરી થઈ ગઈ. પટણા નજીક રેલવે હોનારત થઈ પછી તુરત મૃતદેહો પરથી અને ભંગારમાંથી લૂંટાલૂંટ કરીને કેટલાક માણસો ભાગી ગયેલા.

શબોને પણ ન છોડ્યાં ! જ્યારે મદદ માટે દોડી જવું જોઈએ, ત્યારે પણ માણસને પૈસો ને માલમિલકત જ સાંભર્યાં ! આ હકીકત સમાજ સામે પ્રશ્નાર્થ ચિન્હરૂપ નથી ? માણસની માનવતાનો પારો આટલો બધો નીચે ઊતરી ગયો, તે માટે જવાબદાર કોણ ? આવી પરિસ્થિતિ કેમ પેદા થઈ ?

જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી આજે લાખો-કરોડો વંચિત રહે છે અને જેમને એ પ્રાપ્ય છે તે પણ ભૌતિક ચક્રવ્યૂહમાં કેવા ફસાયા છે ! ખાવાપીવા અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી ઘડીની ફુરસદ મળતી નથી. માલમિલકતની વહેંચણી માટે આજે સમાજમાં કેટલા ઝઘડા થાય છે ! પૈસાનો પ્રશ્ન આવે ત્યારે બીજા બધા સંબંધો કેવા નેવે મૂકી દેવાય છે ! મનોરંજન માટે કળાનાં હાટ મંડાયાં છે, ત્યાંથી શાંતિ કે સુખની ભ્રાંતિ મેળવી ફરી પાછો માણસ આ ચકડોળમાં હેલે ચડે છે. ન એને જીવન વિશે વિચારવાની ફુરસદ છે, ન માનવતાના વિકાસ માટે વિચારવાની ફુરસદ છે. આજે માનવતા કરતાં પૈસા અને માલમિલકતનું મૂલ્ય વધુ અંકાય છે. સમાજમાં જે અસમાનતા પ્રવર્તે છે તે પેલીના જેવી જ એક લૂંટાલૂંટનું પરિણામ નથી શું ? ફરક માત્ર એટલો જ કે આ લૂંટાલૂંટ સમાજમાન્ય છે.

આપણી અને પેલા લૂંટનારાઓની વચ્ચે જે ભેદ છે તે માત્રાનો છે, પ્રકારનો નહીં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સફળતાની સીડીનાં 25 વર્ષ – ઈલા શુક્લ
90-10 નો સિદ્ધાંત – અનુ. જીતેન્દ્ર તન્ના Next »   

14 પ્રતિભાવો : લૂંટાલૂંટ – ‘અભિપ્રેત’

 1. અતુલ જાની (આગંતુક) says:

  આપણી અને પેલા લૂંટનારાઓની વચ્ચે જે ભેદ છે તે માત્રાનો છે, પ્રકારનો નહીં.

  વાત સાચી છે. દરેક માણસ કાંઈક ને કાંઈક લૂંટવા ઇચ્છે છે. જેને જે ખુટે છે તે નહીં પરંતુ જેની જરુર ન હોય તેવી વસ્તુ પણ માણસ જાત લૂંટે છે. હોનારતોમાં, હુલ્લડોમાં, અકસ્માતોમાં અને કરુણ અને દારુણ પરિસ્થિતીમાં તો સહાનુભુતિ આપનારાને બદલે લુંટારાઓ પહેલા પહોંચી જાય છે.

  આના કારણો તપાસતા માનવ જાતના મુળભુત આંતરિક દુશ્મનો જડશે અને તે છે ૧.ઈચ્છા ૨.તૃષ્ણા ૩.વાસના વળી તેની સાથે લોભ ભળે એટલે માનવ માનવ મટી ને દાનવ બને.

  આનો ઉપાય છે યમ અને નિયમ નું પાલન. અને ખાસ કરી ને અપરિગ્રહના સિદ્ધાંતનું અનુશિલન.

 2. ભાવના શુક્લ says:

  ભુખ્યુ પેટ રોટી લુટવા ભાગે છે કારણકે અનાજ કોઠારોમા વધુ પડતુ સચવાઈ રહે છે.(આ સાચવણીને લુટનુ નામ ના આપી શકાય!!!!)
  આતો દરેક સમજે તોજ કામનુ. લાલ બત્તી સમા લેખ તો ઘણા લખી શકાય અને (અહિ છાપા માથી કોલગેટ પેસ્ટની ફ્રી કુપનો કાપતા કાપતા કમેન્ટ લખવી પણ એટલીજ સરળ છે.)
  “હુ મારૂ આંગણુ વાળુ” તેમ બધાજ વિચારે તો સવારે ૨૦ મિનિટમા આખી દુનીયાના આંગણાની સફાઈ થઈ જાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.