90-10 નો સિદ્ધાંત – અનુ. જીતેન્દ્ર તન્ના

[મૂળ સ્ટીફન કવેના પુસ્તક ‘90-10 Principal’ માંથી પુસ્તકના હાર્દસમો આ લેખ અનુવાદ કરીને મોકલવા માટે શ્રી જીતેન્દ્રભાઈનો (વેરાવળ) ખૂબ ખૂબ આભાર. ]

લેખક ‘સ્ટીફન કવે’એ આ 90-10નો સિદ્ધાંત શોધ્યો છે. આ સિદ્ધાંત આપણી જિંદગી બદલાવી શકે છે અને કમ સે કમ કોઇ પરિસ્થિતિને આપણે કઇ રીતે જોઇએ છે એમાં તો ફેર પાડી જ શકે છે. આ સિદ્ધાંત શું છે? આપણી જિંદગીના 10% કેવી પરિસ્થિતિ બને છે એના પર આધારિત હોય છે અને બાકીના 90% આપણે આ પરિસ્થિતિ સામે કેવી રીતે જોઇએ છે, પરિસ્થિતિને કેવી રીતે લઇએ એના પર છે. આનો મતલબ કે 10% પરિસ્થિતિ એવી છે કે જેના પર આપણો કંટ્રોલ નથી. જે કાંઇ પણ થાય છે એના 10% પર આપણો કોઇ કંટ્રોલ નથી. પરંતુ જો બાકીના 90% તરફ જોઇએ તો એ પરિસ્થિતિ કે જે આપણા કંટ્રોલમાં છે એને આપણે આપણા જ અભિગમથી કાબુ બહાર કરી દઇએ છીએ.

જો ક્યાંક એક્સિડેન્ટ થાય તો આપણી કારને નુકશાન થાય એ પરિસ્થિતિ આપણી કાબુ બહારની છે. આપણે ક્યાંય જવા માટે નીકળ્યા હોય અને આપણી ફ્લાઇટ મોડી હોય અને આપણું આખુ કામ અને ‘શેડ્યુલ’ બગડે તો એ પરિસ્થિતિ આપણા કાબુ બહારની છે. આપણે કારમાં જતા હોઇએ અને રસ્તામાં ટ્રાફિક હોય અને મોડું થાય તો આ પરિસ્થિતિ પણ 10% વાળી છે કે જે આપણા કાબુ બહાર છે. આપણે ટ્રાફિક સિગ્નલની લાલબતીને કંટ્રોલ કરી નથી શકતા પરંતુ પછીની આપણી પ્રતિક્રિયા પર તો કંટ્રોલ ચોક્કસ કરી શકીએ. હવે જે પરિસ્થિતિ ઉદભવે છે એ આપણે આપણી જાત પર સંયમ રાખી અને પરિસ્થિતિને આપણા પર હાવી ન થવા દઇ શકીએ.

કેવી રીતે? આપણી પ્રતિક્રિયાથી.
હવે ધારો કે એક સરસ મજાની સવારે તમે તમારા કુટુંબ સાથે ચા-નાસ્તો કરવા બેઠા છો અને તમારી વ્હાલી દીકરીથી તમારા ઓફિસના શર્ટમાં ચા ઢોળાય જાય છે. જે થઇ ગયું છે એના પર હવે તમારો કોઇ કંટ્રોલ નથી. એટલે એ 10% પરિસ્થિતિમાં આવશે. હવે તમે કેવી પ્રતિક્રિયા કરો છો એના પર બાકીની 90% પરિસ્થિતિનો આધાર છે.

તમે શું કરો છો ? તમે ખુબ ગુસ્સે થાવ છો. તમે તમારી દીકરીને ઉંચા અવાજે ઠપકો આપો છો. એ બિચારી રડવા લાગે છે. પછી તમે તમારી પત્નીને પણ ડાઇનિંગ ટેબલના ખુણા પાસે ચાનો કપ રાખવા માટે ખિજાવ છો. તમારી પત્ની બેદરકાર છે, આમ છે… તેમ છે… વગેરે વગેરે બોલતા બોલતા તમે શર્ટ બદલવા ઉપર તમારા રૂમમાં દોડો છો અને એક નાનકડી બોલાચાલી પછી એક ઠીક ઠીક ઝઘડો તમારી પત્ની સાથે થાય છે. તમે પાછા આવો ત્યારે તમે જુઓ છો કે તમારી દીકરી હજુ રડે છે અને એટલે એણે નાસ્તો પુરો કર્યો નથી અને હવે એની સ્કુલ બસ ચુકાઈ જવાની છે. તમારી પત્નીને પણ કામે જવા માટે મોડું થાય છે. તમે જલ્દીથી તમારી કાર તમારી દીકરીની સ્કુલ તરફ મારી મુકો છો. હવે વહેલા પહોંચવાની ઉતાવળમાં જ્યાં કલાકના 50 કિ.મી.થી વધારે કાર ચલાવાતી નથી ત્યાં તમે કલાકના 80 કિ.મી.ની ઝડપે જાવ છો અને વધારે સ્પીડથી કાર ચલાવવા પોલિસમેન તમને પકડે છે. તેને માટે તમને 500 રૂ.નો દંડ થાય છે. જો ત્યાં અકસ્માત થાય તો વધારાની 10%વાળી પરિસ્થિતિ આવીને ઉભી રહે. પરંતુ આ બધુ તમારા કાબુ બહાર છે. ઓફિસે જલ્દી પહોચવાની લાહ્યમાં તમે 20 મિનિટ મોડા તો પહોચો જ છો પરંતુ તમને યાદ આવે છે કે તમે તમારી બેગ તો ઘરે ભુલી ગયા છો. બેગ વગર તમારા કેટલાય કામ બરોબર થતા નથી. તમારા બોસ તમારાથી નારાજ થાય છે. આમ આખો દિવસ ખુબ જ ખરાબ બની રહે છે. તમને એમ થાય છે કે હવે જલદી ઘરે પહોચું તો સારુ. ઘરે પહોંચીને તમે જુઓ છો કે તમારી પત્નીએ તમારી સાથે અબોલા લીધા છે અને તમારી દીકરી તમારાથી ખુબ જ નારાજ છે. શા માટે ? કારણકે સવારે તમારા શર્ટમાં ચા ઢોળાયા પછી તમે જે વર્તન કર્યુ એને લીધે બધા તમારાથી ખુબ જ નારાજ છે.

તો તમારો દિવસ ખરાબ શાને લીધે ગયો ?

અ. શું ચાને કારણે આમ થયું ?
બ. તમારી દીકરીને લીઘે તમારો દિવસ બગડ્યો ?
ક. જે પોલીસે તમને દંડ કર્યો તેને લીધે દિવસ ખરાબ થયો ?
ડ. કે પછી તમારા પોતાના ચા ઢોળાયા પછીના વર્તનને લીધે થયુ ?

તો આનો જવાબ છે ‘ડ’. ચા ઢોળાઈ ગઇ એ બાબત પર તમારો કંટ્રોલ ન હતો. પરંતુ પછીની પાંચ સેકન્ડસ જો તમે કંટ્રોલ કરી શક્યા હોત તો બધી પરિસ્થિતિ તમારા માટે અનુકુળ જ હતી.

તમે જે કર્યું એને બદલે ચા ઢોળાય અને તમારી દીકરી ગભરાઈને રડવાની શરુઆત જ કરે અને તમે એમ કહો કે ‘કાંઇ વાંધો નહિ બેટા, બીજી વખતે ધ્યાન રાખજે’ અને તમે તમારા ઉપરના રુમમાં શર્ટ બદલવા ગયા હોત અને રોજની જેમ તમારી બેગ લઇને જ નીચે ઉતરત. તમારી બારીમાંથી તમે તમારી દીકરીને તમે સ્કુલ બસમાં તમને એકદમ પ્રેમથી આવજો કરતી જોઈ હોત એટલે એની સ્કુલ બસ ન ચુકાઇ હોત ને તમારે તમારી કાર ઝડપથી ન ચલાવવી પડત અને તમારા દંડના 500રૂ. પણ બચી જાત. તમે દરરોજ તો બેગ ભુલતા નથી એટલે બેગ પણ ભુલ્યા ન હોત. ઓફિસે એ દિવસે પણ પાંચ મિનિટ વહેલા પહોચીં તમે તમારા સ્ટાફને ગુડ મોર્નિંગ કર્યુ હોત અને તમારા બોસ પણ તમારાથી ખુશ રહેત. અને તમારો આખો દિવસ ખુબ જ શાંતિથી પસાર થયો હોત. વળી તમારી પત્ની સાથે પણ બોલાચાલી ન થાત અને ઘરનું વાતાવરણ પણ સારુ જ રહ્યુ હોત.

હવે આ બન્ને પરિસ્થિતિ જુઓ. બન્નેની શરુઆત એકસરખી થઇ પરંતુ બન્નેનો અંત ખુબ જ અલગ હતો. શા માટે ? કારણ કે બન્ને વખતે તમારી પ્રતિક્રિયા અલગ અલગ હતી. આ હકારાત્મક પ્રતિક્રિયા એટલે જ 90%. એક કામ ખરાબ થાય તો બીજા દસ કામને ખરાબ કરી શકે. પરંતુ જો આપણે એમ માનીએ કે પહેલુ કામ ખરાબ થયું એ આપણા હાથમાં ન હતું પરંતુ બાકીના દસ કામ કેમ કરવા એ આપણા હાથમાં છે તો આપણે ઘણુ મોટું નુકશાન થતું બચાવી શકીએ. તો આ છે 90-10%નો સિદ્ધાંત. અહીં આ સિદ્ધાંત અમલ કરવાના બીજા ઉદાહરણો આપેલા છે.

ધારો કે કોઇ માણસ તમારા વિશે ખરાબ બોલે છે તો તમે એના પર બગડો નહી. કાચ પર પાણી ઢોળાઈને જેમ પસાર થઇ જાય છે એમ એના શબ્દોને તમે તમારા પરથી પસાર થઇ જવા દો છો. આનાથી શું થાય છે ? તમારી સારી પ્રતિક્રિયાને લીધે તમારો દિવસ નહી બગડે. એ ઉપરાંત ક્યાંક તમારા તીખા તેવર તમારો મિત્ર ગુમાવે, નોકરી જાય કે પછી કારણ વગરનો માનસિક વ્યાધી વધારે. કદાચ કોઇ તમને ટ્રાફિકમાં ઓવરટેક કરે તો શું કરો? કદાચ કોઇ તમને રસ્તા પર ઠોકર મારીને ભાગી જાય તો શું થાય? તમે ઉતાવળે તમારી બાઇક ચલાવો અને રસ્તા પર તમારી બાઇક પરથી પડી જાવ તો શું કરો. શું તમે પરિસ્થિતિને ગાળો ભાંડો ? શું તમે તમારા બ્લ્ડ પ્રેશરને એકદમ ઊચું વધવા દેશો ? કોઇ માણસ દસ-વીસ સેકન્ડ વહેલુ કે મોડુ આવે તો કોઇને કાંઇ ફરક નથી પડતો. તમે થોડા મોડા પહોચો તો કોઇને કાંઇ ફરક પડતો નથી તો પછી શા માટે જોખમ લેવું ? તો કરવું શું ? આ 90-10%નો સિદ્ધાંત યાદ કરો અને કોઇ પણ જાતની ચિંતા ન કરો.

તમને કહેવામાં આવે કે તમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે તો તમે શું કરો ? તમે ખુબ ગુસ્સે થાવ છો. તમારી ઉંઘ હરામ થઇ જાય છે. તમે જેની-તેની પર બરાડા પાડો છો. હવે આ બધા પર તમારી શક્તિ ખરચવાને બદલે નવી નોકરી શોધવા માટે આ બધી શક્તિ ખર્ચો તો ચોક્કસ હતી એવી જ કે એનાથી પણ સારી નોકરી મળી શકે. તો પછી જે થઇ ગયુ છે એને શા માટે રડવું ? આપણી ફ્લાઇટ લેઇટ થઇ ગઇ છે અને હવે આપણા દિવસભરના શેડ્યુલ્સ બગડવાના છે. પરંતુ ફ્લાઇટ એટેન્ડન્ટ પર બરાડા પાડવાથી શું વળવાનું છે ? એ બિચારીનો ફ્લાઇટ લેઇટ થાય એના પર કોઇ કંટ્રોલ તો નથી પછી શું ફાયદો ? હવે આપણે આમ રાડો પાડવાને બદલે ક્યાંક ટહેલીએ, સારું પુસ્તક વાંચીએ તો બીજા મુસાફરો સાથે મિત્રાચારી કેળવીએ તો એ ભવિષ્યમાં કામ પણ લાગી શકે. શા માટે ખોટું ટેનશન લેવું ? શા માટે આપણા મગજને તાણ અનુભવવા દેવી ? એનાથી પરિસ્થિતિ વધારે ખરાબ થશે.

તો આ છે 90-10 નો સિદ્ધાંત. જે હવે તમે બરાબર જાણો છો. આનો અમલ કરો અને જે પરિણામ આવે તે તમને આશ્ચર્યચકિત ન કરી નાખે તો કહેજો. તમે માત્ર આ સિદ્ધાંતનો અમલ કરો તમારે કશું ગુમાવવાનુ નથી જ. આ સિદ્ધાંતનો ફાયદો માની ન શકાય તેટલો છે. બહુ ઓછા લોકો આ સિદ્ધાંત જાણે છે અને અમલ કરે છે. પરંતુ એનું પરિણામ ? દુનિયામાં લાખો લોકો બિનજરુરી તણાવથી પીડાય છે. હૃદયના દુ:ખાવાથી હેરાન પરેશાન છે. શરીરમાં અજાણ્યા કેટલાય રોગો આવી ગયા છે. તો આપણે આ સિદ્ધાંતને જાણીને એનો અમલ કરીએ અને કેટલીય તકલીફોને આપણો દરવાજો ખટખટાવવા ન દઇએ. આ સિદ્ધાંત આપણી જિંદગી બદલી શકે છે. તો મજા કરો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લૂંટાલૂંટ – ‘અભિપ્રેત’
કામમાં સુવાસ – ઈશ્વર પેટલીકર Next »   

15 પ્રતિભાવો : 90-10 નો સિદ્ધાંત – અનુ. જીતેન્દ્ર તન્ના

 1. Jalpa says:

  Very good Article. This Article has changed my way of thinking.
  Thanks to readgujarati……..

 2. મૌલિક says:

  Hey !! Good One…!
  “The 7 Habit of Highly Effective People” is another book from Stephen R. Covey.

  The entire book (All Habit) is too good to study and to implement in life.

 3. ITS REALY GUD TO SEE THIS.

  I M ALREADY FOLLOWING THE SAME BUT ITS NICE TO READ
  IT AGAIN.

 4. ગાંડાભાઈ વલ્લભ says:

  આ ૯૦%-૧૦%નો અમલ કરવાથી માત્ર આપણને જ નહિ, આપણી સાથે સંબંધિત સહુને ફાયદો થાય. અને જો મોટા ભાગનાં લોકો એને અનુસરે તો દુનિયામાં કેટલી બધી શાંતિ થઈ જાય!!
  બહુ જ ઉપયોગી લેખ. અભિનંદન અને આભાર મૃગેશભાઈ અને જીતેદ્રભાઈ.

 5. લેખ ઉપયોગ મા આવે તેવો ..,ખરેખર ૯૦% પ્રમાણે ચાલિ યે તો જિવન સરલ બને અને,જે પોજેટિવ વિચાર પ્રમાણે નુ જિવન બનિ જાય ,આરિતે વિચારિ ને ચાલવુ સરળ નથિ,,પણ પ્રયત્ન કરાય સફળતા ધિરેધિરે મળે,

 6. અતુલ જાની (આગંતુક) says:

  અહીં સ્વામિ વિવેકાનંદનું એક “પ્રવચન કર્મ અને તેનો સિદ્ધાંત” યાદ આવે છે. આ પ્રવચન માં સ્વામિજી કહે છે કેઃ- “બહારની દુનિયા પર આપણો જરા પણ કાબુ ભલે ન હોય પરંતુ આપણી પોતાની દુનિયા ઉપર તો આપણો કાબુ છે જ. ઍક અરધુ બહારની દુનિયા એ કર્યુ અને બાકીનું અરધુ આપણે કર્યું માટે ફટકો આવે છે. પરંતુ જો આપણે આપણી જાત પર કાબુ મેળવી લઈએ તો ફટકો કદી પણ ન આવે”

  ખુબ સરસ લેખ. બહાર બનતા બનાવ પર આપણો કાબુ નથી પરંતુ બહારના બનાવની સામે કેવી પ્રતિક્રિયા કરવી તે તો આપણા હાથમાં છે જ.

  સ્ટીફન કવે, જીતેન્દ્રભાઈ તથા મૃગેશભાઈ નો ખૂબ ખૂબ આભાર.

  ૯૦-૧૦ નો સિદ્ધાંત ૧૦૦ માણસોમાં થી ૧૦ માણસોને પણ જો આવડી જાય તો ૯૦ ટકા દુખ ઓછા થઈ જાય.

 7. Hiral Thaker "Vasantiful" says:

  “ધારો કે કોઇ માણસ તમારા વિશે ખરાબ બોલે છે તો તમે એના પર બગડો નહી. કાચ પર પાણી ઢોળાઈને જેમ પસાર થઇ જાય છે એમ એના શબ્દોને તમે તમારા પરથી પસાર થઇ જવા દો છો.”

  Very nice…!

 8. ભાવના શુક્લ says:

  બહુ સરળતાથી એટલુ સમજીએ કે પ્રશ્ન ઉભો થયો છે તો શા માટે? તેની ચર્ચા કરવાને બદલે પ્રશ્ન કેમ ઉકેલાય તે તરફ પહેલા ધ્યાન આપીએ અને ત્યારબાદ ફુરસત ના સમયમા પ્રશ્ન ઉદભવવાના કારણો અને તેના નિવારણ વિશે વિચારી શકાય. આગ લાગે ત્યારે કેમ લાગી? કોણે લગાડી? શુ શુ કર્યુ હોત તો ના લાગત…એ વિચારવા, ચર્ચવા અને મોટાભા થવા કરતા સૌથી પહેલુ કામ આગ ઓલવવાનુ જરુરી!!!
  બહુ સમજવા અને વિચારવા યોગ્ય લેખ અત્યંત સરળ ભાષામા અને સમજી શકાય તેવા ઉદાહરણ સાથે. લેખક-સંપાદક ને ધન્યવાદ!

 9. Ila Shukla says:

  Very Good artical, 50% I follow the 90% 10% rule, but it’s good to refresh mind to coverup rest 50%. Thanks for wonderful artical.

 10. GIRISH Lic says:

  khub saras
  ame anyana bagichama ful gotvama rahaya 10%
  amne too hamna khabar padi a to najar same j chhe

  kain vandho nahi halse chalse favse

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.