વિસરાઈ ગયેલી બાળરમતો – તરંગ બી. હાથી

[રીડગુજરાતીના યુવાન વાચકમિત્ર શ્રી તરંગભાઈ હંમેશા કંઈક જુદા પ્રકારનું અને વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય લખે છે. તેમના લેખ પાછળ ઘણો અભ્યાસ અને મહેનત હોય છે. આ સુંદર કૃતિ મોકલવા બદલ તરંગભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો hathitarang@gmail.com પર સંપર્ક કરી શકો છો.]

દરેક દેશને પોતાના સ્થળકાળ અનુસાર ભિન્ન ભિન્ન પ્રકારની રમતો હોય છે. આપણા મુરબ્બીઓ એમના બાળપણમાં જે પ્રકારની રમતો રમતા હતા તે પ્રકારની રમતો આજે રમાતી નથી. અવિનાશ વ્યાસનું ગીત ‘હતુતુતુ….’ સાંભળી નાનું બાળક પૂછી બેસશે કે આ ‘હતુતુતુ’ કઈ વસ્તુનું નામ છે ? કોમ્પ્યુટર ગેઈમ્સ, ક્રિકેટ, ટેનીસ, બેડમિંગ્ટન આદિથી પરિચિત આજના બાળકોને ‘હતુતુતુ’ કે ‘ખો..ખો’ વિશે ખ્યાલ ન હોય તે સમજાય તેમ છે !

એક જમાનામાં આપણે નાના હતા ત્યારે આપણા વતનની ભૂમિમાં આપણે કેવી કેવી રમતો રમતા તેની યાદી નોંધવા જેવી છે. આપણી બા પાસે બેસી રમાતી અડકો દડકોથી શરૂ કરીને ગીલ્લી ડંડા, ભમરડા, લખોટીઓ, લંગસીયા, ખૂચામણી, સાત તાળી, નદી કે પર્વત, લોખંડ કે લાકડું, થડ થડ, કલર… કલર… કયો કલર.. ?, ચલકચલાણી, ઈંડું, પકડદાવ, ચોર-પોલીસ, સતોડિયું, કબ્બડી, ખો-ખો, આઈસ-પાઈસ, લંગડી, થપ્પો, કુંડાળા-પગથિયાં વગેરે જેવી આનંદદાયક રમતો આપણે રમતા. એ રમતોને કારણે આપણને શારીરિક કસરત મળતી, માનસિક સાવધાની વિકસતી, ખરા ટાણે કુનેહપૂર્વક નિર્ણય લેવાની દ્રષ્ટિ કેળવાતી અને વિશેષ તો સમુહ જીવનની તાલીમ મળતી. આપણા સાથીદારને મદદરૂપ થવાની વૃત્તિ કેળવાતી. આ રમતોની વિશેષતા એ હતી કે તેમાં કોઈ રમતના સાધનોની જરૂર ઓછી પડતી. કબડ્ડી કે ખો-ખો રમવા માટે ક્યા સાધનની જરૂર પડે ? લંગડી તો માત્ર એક પગથી જ રમવાની શરૂ કરી શકાય ! કોઈપણ પ્રકારના સાધનો વિના રમી શકાય તેવી રમતો આપણે રમતાં. ન કોઈ સાધનો, ન તો કોઈ વિશિષ્ટ ગણવેશ, ન તો કોઈ મેદાન વગેરેની જરૂરિયાત. સાવ સરળ અને સહજ !

વળી, આજકાલ ક્રિકેટમાં ચાલે છે તેવાં ઝીણાં-ઝીણાં નિયમો પણ નહીં. દિવસના કોઈપણ ભાગમાં અને સપાટ જમીન પર રમી શકાય તેવી આ રમતો આપણા જેવા વિકસતા દેશ માટે સ્વાભાવિક હતી. ક્યાં મોંઘા ટેબલ-ટેનિસ, વિડિયો ગેમ્સ, વીજળીથી ચાલતાં રમકડાં અને ક્યાં આપણી લાકડાંની નાની ગીલ્લી અને દંડો ! મળ્યો તો ઠીક નહીંતર ચીંથરે વિંટ્યો દડો ! અરે, સતોડિયામાં તો માત્ર ઠીંકરાઓનો જ ઉપયોગ. ઘણાં બાળકોને તો બાકસની છાપો, ફિલ્મના ફોટાઓ, ફિલ્મની પટ્ટીઓ વગેરે ભેગો કરવાનો જબરો શોખ. પછી આપમેળે તેની કોઈ નવી રમત બનાવીને વગર સાધને રમ્યા કરે. આમ ઓછામાં ઓછા ખર્ચ સાથે વધુમાં વધુ નિર્દોષ આનંદ આપતી આપણી જુની રમતો આપણે વિસરી ગયાં છીએ.

આવો, આજે આપણે આમાંની કેટલીક રમતો રમવાની રીતોનું સ્મરણ કરીએ.

[1] અડકો-દડકો : બે હાથની આંગળી અંગુઠાં સહિત જમીન પર રાખી ‘અડકો દડકો દહીં દડુકો….’ ગાતાં ગાતાં ‘સાકર શેરડી ખજૂર….’ એમ બોલીને જેના હાથ પર ખજૂરનો ‘ર’ આવે તે હાથ પાછળની તરફ વાળી લેવામાં આવતો. આમ, રમનાર બધાના હાથ પાછળ વળી જાય ત્યારે રમત પૂરી થઈ ગઈ કહેવાય.

[2] ગીલ્લી દંડા : લાકડાંની નાની પણ થોડી મજબુત લગભગ ચાર ઈંચની લાકડીની ગીલ્લી બનાવવામાં આવતી અને તેના જેવી લગભગ બાર ઈંચની લાકડીનો દંડો બનાવવામાં આવતો. ઠીકરાં પર ગીલ્લી ગોઠવી તેના એક ખુલ્લા છેડા પર લાકડીનો પ્રહાર કરી હવામાં ગીલ્લીને ફટકારી દૂર સુધી પહોંચાડવામાં આવતી અને જો હવામાં ઉછળતી ગીલ્લીને સામે ઊભેલ ખેલાડી દ્વારા કેચ કરવામાં આવે તો ગીલ્લીને ફટકારનાર ખેલાડીનો દાવ પુરો થઈ ગયો ગણાતો.

[3] ભમરડા : લાકડાનો શંકુ આકારનો ભમરડો, તેની મધ્યમાં લોખંડની આરી (ધરી). ભમરડાના માથે દોરી ભરાવી ગોળ ગોળ આરી સુધી વીંટી અને ઝાટકા સાથે નીચેની તરફ ફેંકી જમીન પર ફેરવવામાં આવતો અથવા હવામાં ફેરવી હથેળી પર ફેરવવામાં આવતો.

[4] લખોટી : એક કુંડાળું કરી તેમાં રમનાર પોતાની પાસેની લખોટીઓ મુકે છે. કુંડાળાથી થોડે દૂર એક રેખા ખેંચવામાં આવતી. અને રેખાની બહાર ખેલાડીઓ પોતાની પાસે રહેલ લખોટી દ્વારા કુંડાળામાં રાખેલી લખોટીને નીશાન તાકીને બહાર લાવતા. બહાર આવેલ લખોટી તે ખેલાડીની માલીકીની ગણાતી. લખોટીની રમતોમાં અલગ અલગ પ્રકારો પણ છે.

[5] લંગસીયા : ઉત્તરાયણ પતી ગયા બાદ વધેલી દોરીને એક ઠીકરાં સાથે બાંધી લંગસીયું બનાવવામાં આવતું. ખેલાડીઓ લંગસીયા હવામાં ગોળ ગોળ ફેરવી એક બીજાના લંગસીયામાં ભેરવી ખેંચતા. જેનું લંગસીયું તૂટી જાય તે હારી ગયો કહેવાય. ટેલીફોનના તાર પર આવું જ એક લંગસીયું ભરાવવામાં આવતું અને તેના બીજા છેડે બીજું એક ઠીકરું બાંધવામાં આવતું. ઠીકરાં પછી દોરીનો છેડો છુટ્ટો રાખવામાં આવતો. છુટ્ટા છેડાથી ઠીકરાંને ગોળ ફેરવી છુટ્ટું મુકવામાં આવતું અને ત્યાર બાદ જેના હાથમાં છેડો આવે તેને દાવ મળતો.

[6] ખૂચામણી : વરસાદના સીઝનમાં આ રમત ખાસ રમવામાં આવતી. લોખંડનો સળીયો લગભગ બાર ઈંચ. ભીની માટીમાં કુંડાળું કરી ઝાટકા સાથે ખોસવામાં આવતો. જો ખેલાડી ખોસવામાં સફળ ન થાય તો બીજાનો વારો આવતો.

[7] સાત તાળી : જે ખેલાડીનો દાવ હોય તેના હાથ પર બીજો ખેલાડી સાત વાર તાળી આપી ને ‘છુટે છે’ કહી ભાગવાનું. દાવ દેનાર ખેલાડી દોડી અને બીજાને પકડી લે તો તે આઉટ ગણાતો અને આઉટ થયેલ ખેલાડીનો દાવ આવતો.

[8] નદી કે પર્વત : ઓટલા ને પર્વત ગણવામાં આવતો અને જમીન ને નદી. હવે આ રમતમાં દાવ દેનાર ખેલાડીને અન્ય ખેલાડી દ્વારા પૂછવામાં આવતું કે નદી કે પર્વત. ખેલાડી જો ‘પર્વત’ કહે તો ઓટલા ઉપર ઊભા રહેવાનું અને ઓટલા પર આવનાર અન્ય ખેલાડી ને પકડી લે તો તે આઉટ જાહેર કરવામાં આવતો. એવી જ રીતે ‘નદી’ કહે તો અન્ય ખેલાડી ઓટલા પર ઊભો રહે અને દાવ દેનાર જમીન પર.

[9] લોખંડ કે લાકડું ? : દાવ દેનાર ખેલાડીને પૂછવામાં આવતું ‘લોખંડ કે લાકડું ?’ જવાબમાં લોખંડ કહેવામાં આવે તો અન્ય ખેલાડીઓ લોખંડને પકડી ઉભા રહેવાનું. લોખંડમાં બારીની ફ્રેમ, હિંચકાનો સળીયો, ગ્રીલ વગેરે. અને લાકડું હોય તો તેમાં બારી, હિંચકો, આસપાસના વૃક્ષો વગેરે. લોખંડ કે લાકડું પકડવામાં કોઈ નિષ્ફળ જાય તો આઉટ જાહેર કરવામાં આવતો અને પછી તેનો દાવ આવતો.

[10] કલર.. કલર કયો કલર.. ? : કલર કલર કયો કલર – એમ પૂછી દાવ લેનાર કોઈ એક કલરનું નામ કહે અને આસપાસમાં તે કલર દેખાય તો તેને સ્પર્શ કરીને ઊભા રહેવાનું. કલર ન મળે તો તે આઉટ જાહેર કરવામાં આવતો.

[11] ચલકચલાણી : ચાર ખુણે ચાર ખેલાડી ઊભા રહે. દાવ દેનાર કોઈ એક ખુણે જઈને પૂછે ‘ચલકચલાણી’ તો તેના જવાબમાં ખેલાડી તેની વિરુદ્ધની ખુણાને ઉદ્દેશીને જવાબ આપે કે ‘પેલે ઘેર ધાણી’ આમ, ખેલાડી બીજી દિશામાં જાય કે તરત ખુણા પર રહેલા ખેલાડી પોતાના ખુણા બદલી લે. જો એમ કરતાં વચ્ચેથી જ દાવ દેનાર ખેલાડી પકડી લે તો તે આઉટ જાહેર થાય.

[12] ઈંડું : ચલકચલાણી જેવી જ રમત પણ થોડી જુદી. ચોરસ જગ્યા પર બે આડા અને ઊભા પાટા બનાવવામાં આવતા. પાટા જ્યાં ક્રોસ થાય ત્યાં નાનું ચોરસ બનતું અને તેમાં રમનાર ખેલાડીઓ પ્રમાણે ટાઈલ્સના ટુકડા રાખવામાં આવતા. દાવ દેનાર ખેલાડી પાટાની અંદરના ભાગમાં રહેતો અને બાકીના ખેલાડીઓ ખુણાના 4 ચોરસમાં ઊભા રહેતા. દાવ દેનાર ખેલાડી પહેલાં પાટાના છેડાઓને સ્પર્શ કરવા જાય તે સમય દરમ્યાન બાકીના ખેલાડીઓ ટાઈલ્સના ટુકડાને લઈ લે. અને તેમ કરતા કોઈ ખેલાડી ઝડપાઈ જાય તો તે આઉટ જાહેર કરવામાં આવતો.

નવા જમાનાની રમતોમાં નિયમો અને યંત્રો મહત્વનાં બની ગયાં છે. આવા નિયમોની જટાજુટમાં રમતના સાત્વિક આનંદની ગંગા ખોવાઈ ગઈ છે. ક્રિકેટની રમતમાં દડો બાઉન્ડ્રીની બહાર ગયો કે નહીં, ફિલ્ડરનો પગ બ્રાઉન્ડ્રીને ટચ થયો કે નહીં તે ખાસ પ્રકારના કેમેરા દ્વારા ત્રીજો ઍમ્પાયર બતાવે છે. આવી રમતોમાં યંત્ર અને નિયમોના બંધનને લીધે રમતની યુક્તિનો આનંદ ઓછો થઈ જાય છે. જૂની રમતોમાં આકાશ જેવી વિશાળતા અને ધરતી જેવી વ્યાપકતા હતી. પવનસમી મુક્તિ હતી. પંચમહાભુતના બનેલા આપણે પંચમહાભુત સાથે એકરૂપ થઈ જતાં. ‘લગાન’ નો ભુવન અને ધોની કેવા ભિન્ન લાગે છે ! ભુવનમાં રમતની સાહજિકતા હતી અને આજના ખેલાડીમાં ફોટોજેનીક ઉત્સાહ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

આમ, આપણી જુની રમતો આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી હતી. સાદગી, સંઘભાવના અને સુમેળમાં રહી રમાતી એ રમતો આજે ભુલાઈ ગઈ છે. વિડીયો ગેઈમ્સ અને કોમ્પ્યુટર ગેઈમ્સના જમાનામાં આવી રમતોને પણ પ્રોત્સાહિત કરવી જોઈએ. જુની રમતોને પુન:જીવીત કરવી જરૂરી છે કેમ કે વિડિયો ગેઈમ્સ, કોમ્પ્યુટર ગેઈમ્સ અને ટીવી પર ચેનલ સર્ફીંગ કરતી આપણી બાળપેઢી શું જુએ છે તે આપણે જાણીએ છીએ. આજની ઉછરતી પેઢી આપણા આંગણામાં ફુટબોલ કે વોલીબોલ જેવી રમતો તો ખરી પણ વિસરાઈ ગયેલી રમતો પણ રમતી હોય તે જરૂરી છે. આ પ્રકારની રમતો અંગકસરથી ભરપૂર છે. આધુનિક રમતોમાં બાળકો બહાર જવાનું ટાળે છે, આખો દિવસ સ્ક્રીન સામે બેસી રહે છે અને બેઠાડુ રમતોના પરિણામે સ્થુળતાનો ભોગ બને છે. ઈન્ટરનેટ પર મોટા પ્રમાણમાં ગેઈમ્સ ઉપલબ્ધ છે. કેટલીક તો ડાઉનલોડ કરીને રમી શકાય છે, તો કેટલીક ઓનલાઈન રમાય છે. બાળકોમાં મોબાઈલ ગેમ્સ પણ પ્રચલિત છે. પરંતુ આ બધાના પરિણામે બાળકોમાં આંખોની તકલીફ અને ચશ્માનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. બાળકની આંખ ગ્રાફિક્સને ઓળખે એ પહેલાં તે તરત બદલાઈ જાય છે. મારધાડથી ભરપુર ગેઈમ્સને કારણે બાળક મટકું મારવાનું પણ ભૂલી જાય છે.

વાસ્તવિકતા એ છે કે જે બાળકો મારધાડથી ભરપુર કોમ્પ્યુટર ગેઈમ્સ નથી રમતાં તેની ગણના ‘દેશી’માં કરવામાં આવે છે. આવી દેખાદેખીને કારણે બાળપણની રમતો રમાતી નથી. ઓલિમ્પ્લિક્સ, એશિયન અને કોમનવેલ્થ જેવી પશ્ચિમી સંસ્કૃતિ પર આધારિત રમતો તો ખરી જ પણ તે ઉપરાંત દરેક દેશની સુગંધ અનુભવાતી હોય તેવી દેશની વિલક્ષણ રમતો રમાય તો રમતવિશ્વનો વિસ્તાર થશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પોટલી – ડૉ. રેણુકા એચ. પટેલ
એક પ્રશંસનીય નિર્ણય – હંસા દવે Next »   

54 પ્રતિભાવો : વિસરાઈ ગયેલી બાળરમતો – તરંગ બી. હાથી

 1. sujata says:

  Ishawar no abhar maaniye ke thoda vahela janam lidho ne aa badhi ramat rami ne mota thaya………aaj na chhokrao sarireek ramto thi vancheet che ane alag alag rog na bhog banya che…….

 2. મૌલિક says:

  નાનપણ ના દિવસો યાદ આવી ગયા.

  સરસ – અડકો-દડકો બધી લીટી ઓ આપી શકો તો સારુ.

 3. BHAUMIK TRIVEDI says:

  reallly….nice work…thank you for taking us thru our golden days..

  નાનપણ ના દિવસો યાદ આવી ગયા…..

 4. Tarang Hathi says:

  મૌલીક ભાઈ,

  આપના માટે ખાસ અડકો-દડકો બધી લીટી ઓ

  અડકો દડકો દહી દડુકો પીલ્લુ પાકે શ્રાવણ ગાજે
  ઊલ મુલ ધતુરાના ફુલ સાકર શેરડી ખજુર

  બાઇ તમારા છૈયા છોકરા જાગે છે કે ઊંઘે છે પિત્તળ પગલા પાડે છે
  અસકો મસકો ભમેડી નો……….ભૂ………સ……..કો.

 5. Amit Shah says:

  Great …
  I use to read articles on readgujarati but this is one of the most attached article to my childhood.

  Childhood days, good innocent friends, all are coming now on the eye screen. Today where they are I do not know… but yes rememberance is still there in our mind…

  Mr. Tarang Keep it up.. and come with such good articles in future also.

 6. આપણી જુની રમતો તો ખુબ જ સરસ છે … અને ગામડાની અમુક સ્કુલ્સમાં મેં આજે પણ આમાંની અમુક રમાતી જોઇ છે …

  પણ વિડીયો ગેમ્સ અને ઈન્ટરનેટ ગેમ્સ છેક જ નુકસાનકર્તા નથી હોતી …. હકીકતમાં “યોગ્ય પ્રમાણમાં દરેક વસ્તુ કરીએ તો ફાયદો નહી તો નુકસાન તો નહી જ કરે” એ સનાતન નિયમ અહીં પણ લાગૂ પડે છે ….

 7. પણ લેખ સંદર્ભે એક આડવાત એ પણ ખરી કે લેખ વાંચીને બીજા બધા વાચકોની જેમ મને પણ બાળપણ યાદ આવી ગયું …. 🙂

 8. Himanshu says:

  નાનપણ ના દિવસો યાદ આવી ગયા.

  આપણી જુની રમતો તો ખુબ જ સરસ છે

 9. અતુલ જાની (આગંતુક) says:

  અડકો દડકો દહી દડુકો પીલ્લુ પાકે શ્રાવણ ગાજે
  ઊલ મુલ ધતુરાના ફુલ સાકર શેરડી ખજુર

  એક નાનકડો ફેરફાર

  અડકો દડકો દહી દડુકો પીલ્લુ પાકે શ્રાવણ ગાજે
  ઊલ મુલ ધતુરાનું ધોળું ફુલ સાકર શેરડી ખજુર

 10. કલ્પેશ says:

  આંધળો-પાટો, લંગડી, પકડાપકડી, સાંકળી, થપ્પો, કબડ્ડી, કોડા (શંખલા જેવી વસ્તુથી રમાય), ખો-ખો

  🙂

 11. urmila says:

  Really enjoyed the article -article remined me of ‘tug of war’ (rope Game),and “kooda” – game with 5 stones – didnot cost anything and gave hours of enjoyment – we still play some of the games mentioned above in our ladies club – weather permitting like -langadi – n khokho – n hututu

 12. Kalpendu says:

  તરઁગભઈ,

  રિવર્સ ટાઈમ ટ્રાવેલ કરાવવા બદલ આભાર

  કલ્પેન્દુનો થપ્પો

 13. અરે વાહ , બાપુ! મજા આવી ગઈ. સતોડીયો રહી ગયો ! મને તેની ખબર નથી.
  સાત વરસથી અમેરીકામાં દીકરીના દીકરાઓ જોડે અમેરીકન રમકડાંઓથી પણ રમેલો છું !!!

  હોબીઓમાં ‘ઓરીગામી’ મારો પ્રીય હોબી છે. ગમે તે નકામો કાગળ વાપરી શકાય તેવી આ બીન ખર્ચાળ હોબી બાળકોને ખાસ શીખવવા જેવી છે. થોડાંક મોડલોની સુચના મારી બહેનના બ્લોગ પર મેં મુકેલી છે –
  http://rajeshwari.wordpress.com/category/

  આપણે ત્યાં હોબી પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. પણ મનના વીકાસ માટે અને એકાગ્રતા કેળવવા તે બહુ લાભદાયક હોય છે.

 14. Chirag Patel says:

  બહુ જ આનન્દ થયો. બચપણ તાજું થઈ ગયું.

  કદાચ, ગામડાઓમાં હજી પણ આ રમતો પ્રચલીત હશે. નવી હવા શહેરોને જલ્દી સ્પર્શી જાય છે. એમાં જો કે કશું ખોટું પણ નથી. પરીવર્તન તો સત્ય છે. આજથી 200 વર્ષ પહેલાંની રમતો આપણે રમતા કે જાણતા નહોતા.

 15. Hetal says:

  Hello,
  I don’t know what to say but its simply remind my childhood and when I talk to my daughter than she always tells me that I was so lucky that I played all these games that she never played.

  She likes to play અડકો દડકો દહી દડુકો …………….

  And hope fully I will tech her more games and she tech her friends and they all enjoy even in USA.

  Thank you so much for reminding my childhood.
  Hetal

 16. અતુલ જાની (આગંતુક) says:

  તરંગભાઈ મજા આવી ગઈ, બાળપણની રમતો માણવાની. હજુ પણ બહુ વિકસ્યા ન હોય તેવા શહેરોમાં જ્યા જગ્યાની મોકળાશ હોય અને થોડાક બાળકો ભેગા થઈ શકતા હોય ત્યાં આ રમતો રમાય છે. ગામડાઓમાં પણ આવી રમતો રમાતી જ હશે.

  આ ઉપરાંત ભારતમાં તહેવારોને વિશિષ્ટ રીતે ઉજવાવામાં આવે છે, જેમ કે મકરસંક્રાતિમાં પતંગ ઉડાડીને, હોળીમાં રંગો અને ગુલાલ, દિવાળીમાં મીઠાઈ અને ફટાકડા, બેસતા વરસે એક બીજાને ભાવથી મળવું, રક્ષા-બંધનને દિવસે રાખડી બાંધવી, દશેરામાં રાવણદહન, આ ઉપરાંત અન્ય દેશોના તહેવારો પણ આપણે ઉત્સાહથી ઉજવીએ છીએ.

  મારું એક સુચન છે કે હવે એકાદ લેખ આપણા અવનવા તહેવારો અને તેની ઉત્સાહભેર થતી ઉજવણી વીશે આપો.

 17. Rupa says:

  Very good article. Remind me all my childhood memories. I used to play all these games with my friends. Game no. 6 I will remember all my life. because I got hurt by that game. I hope those days come back & play those games again. Tarangbhai & Murgeshbhai Thank you very much for giving this article.

 18. અરે વાહ…..એક દીવસ મોડા વાંચવાનો અફ્સોસ થયો……

  અને ખૂબ મજા આવી……મને યાદ છે….ચોથા ધોરણ માં સરકારી શાળા (નિઝામપુરા કુમારશાળા) માં ભણતા અને ખુંચણીયું ખૂબ રમતા….ક્યારેક પાણી ભરેલા ખાડાઓમા “દેડકી” પણ કૂદાવતા…..અને થપ્પો ય રમતા

  સરસ…..બાળપણની મીઠી યાદો તાજી કરાવી….અને મોટા થયાનું દર્દ …

  ધન્યવાદ…

 19. બાળપણ યાદ આવી ગયું…!

 20. Vikram Bhatt says:

  બાળપણના “તરંગ” અનુભવ્યા, તરંગ!!

 21. Anish & Vaishali says:

  બહુ મઝા આવી ગઈ.ઘણી બધી વાતો યાદ આવે, ને બાળપણ ફરી થી માણવા મલે તો કેવુ!!
  We do play some of the games with our children. Our kids likes to play થપ્પો, અડકો દડકો દહી દડુકો. Do you know a game called as હાથી ની સુડ, a diffrent form of પકડ દાવ?
  We do miss our freinds from those days. Very nice article and please keep it up. Thanks for giving us an opportunity to remeber the days of fun and freinds!!

  Anish & Vaishali

 22. ભાવના શુક્લ says:

  નાની બાળાઓની ખોળો વાળીને રમાતી “પાચીકા” (પાંચ લગભગ ગોળ અને લીસ્સા પથ્થરો)ની રમત તો કેમ ભુલાય.. કઈક કન્યાઓના આંખના વિઝન સુધારનારી આ રમત મારી પ્રિય રમત હતી. આ સિવાય ચણોઠી અને ચલસ કે જેને તળપદી ભાષા મા ઈષ્ટો કહે છે (આઠ ઉભા અને આઠ આડા ખાનાની સોગઠાબાજી ને મળતી આવતી કોડી થી રમાતી રમત) આ બધી રમત ‘જાગરણ” માટેની હોટ ફેવરીટ…

 23. બચપન યાદ આવિ ગયુ અમે પણ ,BomBaY “રમતા જે મા દાવ લેવા વાળૉ બોલે અને તે ગોળ ફરે અને પછિ તેને અડકિ ને બધા ભાગિ જાય ,અને પકડ્વા દોડૅ પકડાઈ જાય તે આઊટ્,,રમવાનિ મજા આવતિ ,ઊનાળા નિ રજા ઓ મા રમતો રમિ ને આન્ંદ આવતો ,”,બચપન કે ભિ ક્યા દિન થે ” તે હવે આપણા બાળકો મા જોઈ એ છિએ,અ ને તે મનિ સાથે રમિ એ છિએ.તરંગ ભાઈ લેખ વાચિ ને બચપન ના દિવસ ના સંભારણા યાદ કરા વ્યા મજા આવિ .આવા લેખ વાચિ આજ ના સમય મા ફ્ર્રેસ થઈ જવાય્;તમ ને આભાર,,,,,,,,,,

 24. ઋષિકેશ says:

  નદી પર્વત અને લોખંડ લાકડું રમતા હતા એવું તમે યાદ કરાવ્યું ત્યારે યાદ આવ્યું..
  ક્યારેક ફરી પાછું બાળપણ માણવા ની ઈચ્છા થાય પણ એ શક્ય નથી એ realize થતાં એવી અકળામણ થાય કે ……

 25. Tarang Hathi says:

  વૈશાલીબેન

  હાથી ની સુઢ વિશે જાણકારી આપશો.

  ઇ વળી કઇ રમત? કેમ રમાય?

 26. અતુલ જાની (આગંતુક) says:

  હાથીની સુંઢ રમતમાં જેના ઉપર દાવ આવ્યો હોય તેણે એક હાથે વિરુદ્ધ દીશાનો કાન પકડી અને કાન અને તે હાથ વચ્ચેથી બીજો હાથ પસાર કરીને સુંઢની જેમ ઝુલાવતા ઝુલાવતા બાકી રહેલા છોકરાવને પકડવા જવાનું હોય છે. જે પકડાઈ જાય તે આઊટ થયો ગણાય અને તેણે હાથીની સુંઢ બનાવીને બીજા લોકોને પકડવા જવાનું. વળી, દાવ દેનારને હાથી, હાથી તેમ કહીને ચીડવી પણ શકાય.

  તરંગભાઈ તમારી ઉપર તો દાવ ન હોય તો પણ તમને હાથી, હાથી તેમ કહી શકાય.

 27. UrmiSaagar says:

  અરે વાહ મૃગેશ… ખૂબ જ મજા આવી ગઈ. ખરેખર, ફરીથી ગિલ્લી-દંડા, લખોટી, સાત તાળી, સાત ઠીકરી, ઈંડુ, પાંચીકા… અને કેટકેટલું યાદ આવી ગયું…!!! નાનપણની એ અમૂલ્ય યાદોને ફરીથી લીલીછમ્મ બનાવવા બદલ આભાર દોસ્ત!!

 28. Hiral Thaker "Vasantiful" says:

  મારી ગમતી “અમદાવાદ ની બાજી”, “દોરડા” (girls special 🙂 ), “ઢગલા બાજી”, “સાપ સીડી”, “નવો વ્યાપાર”, “ગોળ ગોળ ટામેટુ…નદીએ નાવા જાતુ તુ…” અને ક્યારેક બાળ જોડ્ક્ણા પણ……”મે એ બિલાડી પાળી છે….”, ” મમ્મી ની બેન તે માસી..”, ” મામા નુ ઘર કેટ્લે…દિવો બળે એટલે..”

  હમણા અમારા ઘરમા ક્લર કરાવ્યો…ત્રણ દિવાલ પર ત્રણ્…ત્યારે હુ ને મારો ભાઇ એજ કહેતા કે હવે “કલર કલર..ક્યો કલર” ઘરમા રમીશુ!

  અને રમતા રમતા થુમ્પીસ કરવાની સૌથી વધુ મજા આવતી….વધારેતો જ્યારે પકડાઇ જવાનો ડર લાગે ત્યારે. 😀

  Thank you very much Tarangbhai……

 29. sudhakar hathi says:

  we lost so many game during childhood one game you forget “statue” jai hatkesh

 30. Varad says:

  ખરેખર બહુ મઝા આવી…
  આંખ મા આંસુ આવી ગયા…

  અમે લોકો કાઠિયાવાડ મા ‘લાકડુ-લોખંડ’ ને ‘લાકડા – જુલમડી’ કહીએ છીએ…

 31. anand shah says:

  what a lovely article …!! I really thankful to tarang hathi for reminding me such a golden period of my life…. Congrats ,,.. !!! and keep it up….

 32. gira says:

  OMGGGG!!!!! I MISS INDIA!!! and my HOME n MY freinds and all of those games that we used to play!!!!! Thhapo, Langdi, Sankdi( chuti Sankdi ane bhegi sankdi), chain, and what not!!!! omggg… THANkS FOR this Great Reminise of my ChilDhood!!! thankssss alot!!!!!!!!!!! good ol’ days!!! =)

 33. SAKHI says:

  બહુ મઝા આવિ વાચિ ને

  આખ મા આશુ આવિ ગયા

  Thank you very very much so beautiful .

 34. Gunvant says:

  મારા મામાની ઘેર ગાડીમા જતા ગીત ગાતા હતા, “મામાનુ ઘર કેટલે…….”. છોકરાઓ પણ ગાતા હતા. મામાના ઘરને ૧૦ મીનીટ ની વાર હતી. અમે હાઇવૅ પર હતા.
  દારૂડિ યો મોટર સાયકલ લઇને વચ્ચૅ આવ્યૉ.ખબર પડૅ તે પહેલા ગાડી અથડાઈ.
  મામાની ઘેર પહોચતા ૩ કલાક લાગ્યા. ઘેર જઇ ને મામા, મામી અને બા સાથે પ્રસગ યાદ કરી હસ્યા.

  મુ ઝે લૌટા દે મેરે બીતે હુએ દિન…………………….

 35. Ajay Mistry says:

  મારુ બાલપણ યાદ આવ્યુ.મોટ ભાગનેી બધિ રમતો રમેલા અમે.થેન્ક યુ.

 36. Tejas Patel says:

  ખુબ ખુબ આભાર તરંગભાઈ,

  ઘણા દિવસો પછી આ લેખ પાછો વાંચ્યો. એ બાળપણનાં દિવસો પાછા નથી આવવાનાં એ વિચારે મન ઊદાસ થઇ ગયુ. કદાચ એ વખતે એ દિવસોની અગત્યતા ખબર ન હતી. જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આ સમય, વસ્તુ કે વ્યક્તિ પાછા નથી આવવાનાં ત્યારે એમ થાય છે કે ……………

  હાર્દિક આભાર!

 37. તરઁગ હાથી says:

  મે ક્યાંક સાંભળ્યું હતું કે હંમેશા સાચું અને હકારાત્મક વિચારો કારણકે ”ચર” વાસ્તુ દિવસ માઁ એક વાર તથાસ્તુ બોલે છે એટલે તે સમયે બોલાયેલું અથવા તે સમયે વિચારવામાં આવેલ વિચાર સત્ય સાબિત થાય છે.

  આ વાક્ય કહેવા પાછળ મારો એક હેતુ છે કે હંમેશા વર્તમાનમાં જીવો અને બને ત્યા સુધી સાચું અને હકારાત્મક જીવો.

  બાળપણ તો પાછુ આવવાનું નથી, તેને યાદ કરી તે સમયે કરેલા આનંદ વાગોળો ખુબ આનંદ આવશે.

 38. Chirag Patel says:

  ફરી એકવાર ધન્યવાદ મૃગેશ. આ અઠવાડીયે અમે મારા દીકરાની વર્ષગાઁઠ નીમીત્તે ઉજાણી કરવાના છીએ અને એ માટે હું રમતો શોધતો હતો અને મને આ લેખ યાદ આવી ગયો.

 39. બાળપણ યાદ આવિ ગયુ. હુ વધારાનિ રમતો ઉમેરુ છુ, જે હુ રમતો
  થપ્પો, ઉભઙુક, આન્ધળો પટ્ટો, આમ્બ્ળિ પિપળિ, ગોટલિ દાવ, કેટલા રે કેટલા, ચોટડુક, ધમધમ્ ખારો પાટ, ટમેટુ રે ટમેટુ, વગેરે. હજુ ઘણી બધી યાદ છે પણ નામ યાદ આવતા નથી.

 40. rahul says:

  મારદડી નો ઉલેખ્ખ ના કર્યો ? આપણા બાળપન મા રમેલિ સૌથિ સારિ રમત…………………….

 41. ranjan pandya says:

  કાશ નાનપણના દિવસો પાછા આવી શકતા હોત તો તો કેવું સારું!!

 42. AJAY PANCHAL says:

  આ રમતો જ એવિ ચે કોમ્પયુતર નિ ગેમ્સ નો કઈજ ક્લાસ નથિ.આ રમતો એક્તા નુ પ્રતિક ચે.પ્રેમ અને લાગનિ નો અહેસાસ આપે ચે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.