એક વાચકનો મનોભાવ – તંત્રી

હંમેશની જેમ રાત્રિના દસ વાગ્યે હું કૉમ્પ્યુટર બંધ કરીને હાથમાં પુસ્તક પકડવાની તૈયારી કરી રહ્યો હતો એટલામાં ફૉનની ઘંટડી રણકી ઊઠી. રાત્રિનો સમય હોવાથી મને થયું કે કદાચ કોઈ ઈન્ટરનેશનલ કૉલ હોઈ શકે.
‘નમસ્તે, હું મૃગેશભાઈ સાથે વાત કરી શકું ?’ રિસીવર ઉપાડતાં સામે છેડેથી કોઈક બેનનો અવાજ સંભળાયો.
‘જી…. કહો..’ મેં કહ્યું.
‘સૌ પ્રથમ હું તમને મારો થોડો પરિચય આપું અને પછી મુખ્ય મુદ્દા પર આવું.’ એમ કહી તેમણે વાત શરૂ કરતાં કહ્યું : ‘મારું નામ મેઘના છે. મેરેજ પછી લંડનમાં રહું છું અને સમયની અનુકુળતાએ રીડગુજરાતીની મુલાકાત લેતી રહીને મારી બેટરી ચાર્જ કરતી રહું છું ! થોડા વર્ષો પહેલાં મેરેજ કર્યા બાદ અહીં લંડનમાં સ્થાયી થયે મને હજુ ત્રણેક વર્ષ થયા છે પરંતુ આખો દિવસ જોબને કારણે સમય ક્યાં જતો રહે છે તેની ખબર નથી પડતી.’

રીડગુજરાતીના તેમના અહોભાવ પ્રત્યે મેં આભાર વ્યક્ત કર્યો અને લંડનના વાચકો, ત્યાંની લાઈબ્રેરીઓ, પ્રકાશિત થતા સામાયિકો તથા ત્યાંના લોકોના વાંચનરસ વિશે તેમની પાસેથી થોડી ઘણી માહિતી મેં એકઠી કરી. ફરીથી તેમણે મુખ્યવાતનો દોર પકડ્યો.
‘મેં તમને એક ખાસ કામ માટે ફોન કર્યો છે.’
‘જરૂરથી કહો. શું આપને કોઈ પુસ્તકની માહિતી જોઈએ છે ?’ મેં આદતથી પૂછી નાખ્યું.
‘ના… ના… મારે કોઈ પુસ્તકની માહિતી નથી જોઈતી, પરંતુ મારા મનમાં એક વિચાર છે એને અમલમાં મૂકવાની શરૂઆત કરવી છે.’
‘ક્યો વિચાર ?’
તેમણે તેમના મનમાં રહેલા વિચારનો વિસ્તૃત ચિતાર આપતાં કહ્યું : ‘મારે કેટલાક જરૂરિયાતમંદોને મદદ કરવી છે. જે અભાવગ્રસ્ત છે તેમને આર્થિક સહાય કરવી છે. ખાસ કરીને મારો વિચાર મધ્યમવર્ગીય લોકોને મદદરૂપ થવાનો છે કારણ કે ગરીબ તો ‘ગરીબ છે’ તેમ કહીને ચલાવી શકે છે, ધનવાનને કોઈ જરૂરિયાત નથી હોતી પરંતુ સમાજનો મધ્યમવર્ગ નથી કોઈને કહી શકતો કે નથી સહન કરી શકતો. તેમને બંને તરફથી ભીંસાવું પડે છે. મેં જોયું છે કે ઘણી વાર આર્થિક સહાયતાના અભાવે એવા વર્ગના બાળકો પોસ્ટગ્રેજ્યુએશન નથી કરી શકતા, ટેલન્ટ હોવા છતાં પરદેશ ભણવા નથી જઈ શકતા. વર્તમાન સમયમાં દીકરીને ‘સ્કૂટી’ વગેરેની જરૂરિયાત હોવા છતાં માતાપિતા નબળી આવકને લીધે તેમને સાધન અપાવી શકતા નથી. સમાજના આવા વર્ગના બાળકો પોતાની આસપાસના ધનવાન બાળકો સાથે રહેતાં-ભણતાં હોય તેથી આ અભાવોથી તેમના મનમાં એક પ્રકારની નિર્બળતા કે અસફળતાની લાગણી ઊભી થાય છે. મારે એ વર્ગને સહાય કરીને તેમને પગભર કરવા છે.’

તેમણે પોતાના જીવનનું દષ્ટાંત આપીને કહ્યું કે : ‘હું પોતે પણ એવા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું અને હજી પણ મધ્યમવર્ગની જ છું. ફરક એટલો છે કે આજે હું ઘર ચલાવવા જેટલું તથા થોડી બચત કરવા જેટલું કમાઈ લઉં છું. પરંતુ હું જ્યારે ભારતમાં ભણતી હતી ત્યારે અમારી આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હતી. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અમને ભણાવવા મારા પપ્પાને અનેક જગ્યાએ સ્કોલરશિપ માટે તપાસ કરવી પડતી. કેટલાક લોકો સ્કોલરશિપ આપવાની ના પાડે, વળી કેટલાકને ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી પડી હોય તો નિરાશ થઈને પાછા ફરવું પડે – એવા ઘણા પીડાદાયી દિવસો મેં જોયા છે. ધનવાન તો નથી જ પરંતુ ગરીબમાં પણ ન ગણાઈએ, એવી આ ત્રિશંકુ સ્થિતિ ક્યારેક બહુ ભયંકર હોય છે. તેથી મનમાં મેં ગાંઠ વાળી હતી કે હું જ્યારે થોડીક આર્થિક પગભર થઈશ કે તરત મારાથી બનતું કંઈક કરવાની કોશિશ કરીશ.’

‘તમારા વિચારો ખૂબ જ સુંદર છે.’ મેં પ્રસન્નતા વ્યકત કરતાં કહ્યું અને ઉમેર્યું, ‘પ્રત્યેક માનવી જો આમ જ વિચારે તો કેટલા સ્વસ્થ સમાજનું નિર્માણ આપણે કરી શકીએ ! કદાચ કોઈકના મનમાં આ પ્રકારના વિચારો હશે પણ ખરા, પરંતુ તમારી જેમ તેનું અમલીકરણ કરવાની તૈયારી ઘણા ઓછાં લોકો કરી શકતા હોય છે. તમને આ પ્રકારના વિચારો આપનાર કોઈ પ્રેરકબળ ખરું ?’ મેં કૂતુહલતાથી પૂછ્યું.

‘હા. વાસ્તવમાં હું પણ મારા મનના ભાવોને આકાર ન આપી શકી હોત પરંતુ દેશમાં અમારા એક પરિચિત વડીલ હતા. તેઓ ખૂબ દયાળુવૃત્તિના હતા. મેં ભાગ્યે જ એવા કોઈ માણસો જોયા છે. તેઓ હંમેશા મને કહેતા કે “તમારે કોઈને મદદ કરવી હોય તો માત્ર પૈસાની આવશ્યકતા હોવી જોઈએ એવું કંઈ જરૂરી નથી. તમારી પાસે જે ક્ષમતા કે પ્રતિભા હોય તેનાથી તમે જીવનમાં બીજાને ઉપયોગી થઈ શકો છો. તમારા અંત:કરણમાં બસ મદદરૂપ થવાની વૃત્તિ હોવી જોઈએ તો સર્વપ્રકારની અનુકૂળતાઓ તમને આપોઆપ સાંપડે છે.” તેઓ ખાલી ભાષણ કરતાં એટલું નહીં પરંતુ તેમણે તે ચરિતાર્થ કરેલું હતું. તે પોતાના વાહન પર મિનરલ વોટરની 25-30 બોટલો લઈને રસ્તા પર નીકળતા અને ઉનાળાના ધોમધખતા તાપમાં પગરીક્ષા ખેંચી જનારા મજૂરો, સામાનનો બોજ ખેંચી જતા ગાડાવાળાઓ અને તમામ મજૂરવર્ગને એ ઠંડા પાણીની એક-એક બોટલ આપી આવતા. આ એમનો રોજનો નિત્યક્રમ હતો. મને તેમના આ કાર્યથી ખૂબ પ્રેરણા મળી. એ પછી પણ મારા સંપર્કમાં આવતા કોઈ ને કોઈ લોકો પોતાની ક્ષમતા અનુસાર કંઈક ઉપયોગી કાર્ય કરી રહ્યા હોય તેવું સતત બનતું રહ્યું.

કોઈક સમાજ ઉપયોગી કાર્ય કરવાનું મારા મનમાં છેલ્લા પાંચેક વર્ષથી ચાલી રહ્યું હતું. સમય વીતતો ગયો… લગ્ન થયાં અને અહીં નવા દેશમાં આવવાનું થયું તેથી વચ્ચેના ઘણા વર્ષો જીવનને પાટા પર લાવવામાં નીકળી ગયા. રીડગુજરાતીના લેખોમાં જ્યારે એવા પ્રેરણાદાયી લેખો આવે ત્યારે ફરી પાછી આ વૃત્તિ ઊભી થાય. થોડા દિવસ કામમાં પરોવાઈ જઈએ, વળી પાછું કંઈક વાંચીએ એટલે મન ઝાલ્યું ના રહે. અંતે તો દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે તો જીવનમાં અન્યને મદદરૂપ થવાની શરૂઆત કરી જ દેવી. દિવસ-રાત વિતતા રહે છે અને આયુષ્ય આમને આમ ખર્ચાતુ જાય છે. કેટલાય અભાવગ્રસ્તો સહાય વિના રહી જતા હશે, તેમાંથી થોડા ઘણાને આપણે થોડીક રીતે મદદરૂપ થઈ શકીએ તો કેટલું સારું.’

‘જી… જરૂર. આ પ્રકારના શુભકાર્યમાં ઉપયોગી થવાનું કોને ન ગમે ? કહો, હું આપને શી રીતે આમાં મદદરૂપ થઈ શકું ?’ મેં તેમની વાતને સમર્થન આપતાં કહ્યું.
‘આર્થિક રીતે હું કાંઈ સદ્ધર નથી પરંતુ મારી થોડી ઘણી બચત સાથે મારો પરિવાર, સગાસંબંધી અને મિત્રવર્તુળ મને આ બાબતમાં મદદ કરવા તૈયાર છે. તેથી મારી ઈચ્છા એટલી છે કે એવા સાચા જરૂરિયાતમંદોની વિગતો રીડગુજરાતીના વાચકો તરફથી મળે તો હું આ શુભકાર્યની શરૂઆત કરી શકું. પરદેશમાં રહેતા હોવાને લીધે વ્યક્તિગતરીતે હું સામાજિક કાર્ય કરતી સંસ્થાઓને રૂબરૂ મળીને તેમની કામગીરી જોઈ શકું તે શક્ય નથી. વળી, મદદના નામે ચકાસણી કર્યા વગર ખોટી જગ્યાએ પૈસા પહોંચે અને તેનો ખોટો ઉપયોગ થાય એવો ભય પણ રહેલો છે. તેથી શિષ્ટ સાહિત્ય વાંચતો સમાજનો વર્ગ, આર્થિકસહાય ઈચ્છતા પરિવારોની વિગતો મારા સુધી પહોંચાડે તો હું શક્ય એટલું મારાથી બનતું કરવા પ્રયાસ કરું. માત્ર એટલું જ નહિ, લંડનમાં રહેતા કોઈ વાચક ને આ પ્રકારની ઈચ્છા હોય અને તે આ શુભકાર્યમાં જોડાશે તો મને અતિ આનંદ થશે.’ એમ કહી તેમણે તેમની વાત પૂરી કરી.

મેઘનાબેન પાસે તમામ વિગતો ઝીણવટપૂર્વક જાણી અને તેમની આ શુભપ્રવૃત્તિમાં મદદરૂપ થવાના ભાગરૂપે લખાયો આ લેખ.
વાચકમિત્રો, રીડગુજરાતીને પણ આ રીતે વાચકો તરફથી ઘણી આર્થિક સહાય મળેલી છે તે હું કેમ ભૂલી શકું ? વ્યક્તિગત આર્થિક ક્ષમતાના અભાવે હું પ્રત્યક્ષ કોઈને મદદરૂપ થઈ શકતો નથી તેથી થયું કે જો હું મેઘનાબેન જેવા મદદરૂપ થનાર લોકોને માટે એક દિશા ચીંધી શકું તોય ઘણું. તેમની ઈચ્છા એવા દરેક વ્યક્તિને મદદ કરવાની છે જે જીવનમાં આગળ વધવાની ધગશ ધરાવનાર હોય. કોઈ બાળકના માતાપિતા સ્કૂલ ફી ના ભરી શકતા હોય, ઉચ્ચ અભ્યાસ ન કરાવી શકતા હોય, અભ્યાસના પુસ્તકો ન લાવી શકતા હોય, રોજગારી માટે કૉમ્પ્યુટર ન હોય, આ ઉપરાંત કોઈ બીમાર વૃદ્ધ આર્થિક સહાયતાના અભાવે દવા ન લાવી શકતા હોય, કોઈકને લગ્નનો ખર્ચ ન પરવડતો હોય અથવા જીવનમાં આવતી દરેક વિકટ પરિસ્થિતિમાં જેને મદદની જરૂરિયાત હોય તેવા કોઈ પણ અભાવગ્રસ્ત વ્યક્તિઓની વિગત આપ તેમના સુધી પહોંચાડશો તો તેઓ બનતું કરવાની કોશિશ કરશે. સહાય ખરેખર યોગ્ય વ્યક્તિને પહોંચે તે માટે આપ તમામ વિગતો બરાબર ચકાસીને તેમના સુધી પહોંચાડશો તેવી નમ્ર વિનંતી છે.

આવો, આપણે સૌ સમાજના છેવાડાના માણસને મદદરૂપ થવાનો આપણી ક્ષમતા અનુસાર પ્રયત્ન કરીએ. મેઘનાબેન સાથે સંપર્ક કરવા માટેની વિગતો નીચે પ્રમાણે છે.

નામ : મેઘના વિજય ડોલિયા
સ્થળ : સાઉથહૉલ, મિડલસૅક્સ, લંડન.
ઈ-મેઈલ : mahi_1981@rediffmail.com

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ન વિસરાયેલી વસંત – નસીર ઈસમાઈલી
ગાર્ગી – રશ્મિ શાહ Next »   

24 પ્રતિભાવો : એક વાચકનો મનોભાવ – તંત્રી

 1. પ્રિય મૃગેશભાઈ,

  આપણી આસપાસ રોજબરોજની થઈ ગયેલી વાતો કે વસ્તુઓની ઊપયોગીતા કદાચ આપણે નથી જાણતા……હું લગભગ રોજ રીડ ગુજરાતી વાંચુ છું પણ આ રીતે એક રચનાત્મક અને ખાસ તો સમાજ માટે એક અત્યંત ઊપયોગી એવી જવાબદારીનું કામ કરવાનું થાય તો તેનાથી સુંદર બીજું કાઈ ના હોઈ શકે…..

  મેઘનાબેન ને આવા સરસ વિચારને માટે અને ખાસતો તેને અમલમાં મૂકવાની શરુઆત કરવા માટે અભિનંદન આપવા જ પડે……મેં ક્યાંક સાંભળ્યુ છે કે ૯૯% વિચારો કદી અમલમાં મૂકાતા નથી……આ બાકીના ૧ % માં આવવામાટે પણ મેધનાબેનનો આભાર….

  આ રીડગુજરાતી માટે એક જવાબદારી છે…..અને મને વિશ્વાસ છે કે તે પૂરી કરી શકીશું……
  આ ભગીરથ કાર્યમાં જ્યારે પણ જરૂરત હોય ત્યારે મને કહી શકો છે કે સંપર્ક કરી શકો છો..

  બસ એક અગત્યનું સૂચન એ જ છે કે જરુરતમંદ ને જ આ મળે અને એ ખોટા હાથ માં ના જાય તે verify કરવુ જરૂરી છે….

  A well begin is half done
  Rest half is our responsibility…..

  Best of Luck
  Jags

 2. damini says:

  Very good thinking,

  In todays world everybody is busy in their own life and all saying they dont have time to do all this or they dont have that much money to help people.

  i like meghnaben’s thinking, she dont have that much moeny even though she wants to help people.

  what a great thinking of SHARING WHATEVER YOU HAVE WITH OTHERS.

  Everybody wants to be happy but nobody wants to keep others happy, lost for words really great thinking.

  God Bless Her

 3. ગાંડાભાઈ વલ્લભ says:

  બહુ જ મહત્ત્વપૂર્ણ અને તાકીદે અમલમાં મૂકવા જેવો વિચાર. મને ખબર નથી કે હું કઈ રીતે આમાં ઉપયોગી થઈ શકું. જો કોઈ રીતે મદદગાર થઈ શકું તો આનંદ થશે.

  મેઘનાબહેનને ધન્યવાદ.

 4. Meera says:

  Many people think about the good deeds. Only thing they do not find is the motivation and the right path. When everybody with the same intensions comes out as a group, then thoughts can definitely be transformed into the actions. I appreciate Meghanben’s efforts.

  First thing that comes in to my mind after this entire article is “Education”. Education could be of prime focus.
  I stay in Ohio and recently writing a research paper on “Sweatshops in India”.
  If ReadgGujarati permits me, I would love to give my paper to ReadGujarati for other readers to read and think upon it.

  Thanks,
  Meera.

 5. vb says:

  RG નું platform આટલા બધા ઉમદા કાર્યોનું સ્થાન બની રહ્યું છે તે ખરે જ આનંદની વાત છે, મૃગેશભાઈ.
  મેઘનાબેનના વિચારો અભિનંદનને પાત્ર છે.

 6. pragnaju says:

  ‘આપણે સૌ સમાજના છેવાડાના માણસને મદદરૂપ થવાનો આપણી ક્ષમતા અનુસાર પ્રયત્ન કરીએ.’ઉમદા વિચાર.આપણે પણ બને તેટલો અમલમાં મૂકવા પ્રયાસ કરીએ
  ધન્યવાદ

 7. Vishal Patel says:

  Can WE do it together?

  Introduction: Vishal Patel; staying in Boston, MA and working as a business improvement manager for StateStreet Bank.

  Opinion: Great honest appealing initiative.

  Suggestions: Can I become WE? Can we try to maximize impact of this appeal by following?

  1. Blog for both willing to help as well as people in need. Kind of adoption agency approach. Readgujarati can post information about in needs and people willing to help can reach out directly.

  2. Can we ask Readgujarati to open OR be incharge of collecting helps/donations from readers (set up a bank account?) and leave it up to Mrugeshbhai to identify & verify people in need.

  3. Can ReadGujarati appeal to all readers to participate in this initiative? It does not matter you give 50 Rupees or 50 dollars, intention is important rather than capability.

  4. Can we take slow & steady approach, rather than one time activity? For E.g. educational expenses for lifetime for a student. I think it is not very difficult for us, especially NRIs.

  5. Can we all readers forward link to all on our friends list? isn’t it better to have 100 than 1? Someone else might be struggling to initiate and this can provide trigger to them.

  Take Away:

  These are suggestions, not decisions. Feel free to comment to improve.

  I thought why shouldn’t i start right here. I am willing to forward possible help to Mrugeshbhai or Meghnaben. My email address is vishu786@hotmail.com

  Hope eveyone can join,

  Vishal Patel

 8. અતુલ જાની (આગંતુક) says:

  પ્રેમ, સહ્રદયતા અને ધીરજ આ સિવાય બીજા કશાની જરુર નથી. (સ્વામી વિવેકાનંદ)

  મેઘનાબહેન આપના ઉમદા વિચારો તથા જરુરિયાતમંદોને આપનાથી બનતી સહાય કરવાના શુભ-સંકલ્પ બદલ ખુબ ખુબ ધન્યવાદ.

 9. અતુલ જાની (આગંતુક) says:

  મેઘનાબહેન,

  આપ મધ્યમવર્ગિય અને ખરેખરી જરિરીયાતવાળા લોકોને મદદરૂપ થવા ઈચ્છો છો તે જાણીને ઘણો આનંદ થયો. મારા ધ્યાનમાં એક ખુબ જ ભલા, માયાળું સદગૃહસ્થ છે કે જેઓ હંમેશા બીજાને મદદરૂપ થવા તત્પર રહેતા હોય છે, પરંતુ વિકટ સંજોગોને કારણે ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

  આ સદગૃઉહસ્થના પરિવારમાં હાલ ૧ પત્નિ, ૩ દિકરીઓ, ૧ પુત્ર, ૧ પુત્રવધૂ તથા ૧ પૌત્રી છે. ૩ણે દિકરીઓને સાસરે વળાવી દીધેલ છે.

  તેમને નિવૃત થયાને લગભગ ૫ વર્ષ થઈ ગયા. નિવૃતી વખતે તેમને લગભગ ૮ લાખ રૂપિયા જેવું પેન્શન મળેલ જે તેમણે જુદી જુદી પેઢીઓમાં વ્યાજે મુકેલ. આ વ્યાજમાંથી તેમનું હવે પછીનું જીવન આરામથી પસાર થઈ જશે તેવી ગણતરીથી મુકેલ પૈસા આ બધીજ પેઢિઓ ઉઠી જતા તેમને વ્યાજ અને મુદ્દલ બંને ગુમાવવાનો વખત આવ્યો છે.

  તેમનો પુત્ર ખાનગી કુરીયર સર્વિસ આપતી પેઢીમાં નોકરી કરે છે અને શક્ય તેટલો આર્થિક બોજો ઉપાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ટુંકો પગાર હોવાને લીધે અત્યારની મોંઘવારીમાં બે છેડા ભેગા કરી શકાતા નથી.

  અધુરામાં પુરુ તેમના પત્નિને ચાર મહિના પહેલા પેરેલિસિસનો હુમલો થતાં છેલ્લા ચાર મહિનાથી તેમના પત્નિ પથારીવશ થઈ ગયેલ છે અને દર મહિને લગભગ તેમની સારવાર પાછળ લગભગ ૨,૦૦૦ રૂ. જેટલો ખર્ચ કરવો પડે છે.

  તેમનિ ૩ણે દિકરીઓ આ પરિસ્થિતિમાં તેમને મદદરૂપ થવાનો પુરો પ્રયત્ન કરે છે પરંતુ સાસરે હોવાને લીધે વળી આર્થિક રીતે તેઓ પણ મધ્યમવર્ગિય હોઈને ખાસ કશી આર્થિક સહાય કરી શકતી નથી.

  અધુરામાં બાકી હોય તેમ તેમની વચલી દિકરીને તેના પતિએ ઘરમાંથી કાઢી મુકી છે. તેથી તેમની તે દિકરી પોતાની ૧૧ વર્ષની બેબી તથા ૯ વર્ષના બાબાને લઈને તેના પીયર આવતી રહી છે.

  અત્યારે આ સદગૃહસ્થ ઉપર તેમના પત્નિની સારવાર કરવા ઉપરાંત એક પૌત્રિ અને એક દોહિત્ર અને એક દોહિત્રને ભણાવવાની જવાબદારી આવી પડી છે.

  જ્યાં ત્યાંથી માંડ માંડ ઘર ચલાવવાની જવાબદારી નીભાવવા ઉપરાંત આ વધારાની જવાબદારી ઉપાડી શકવા માટે હાલમાં તેઓ આર્થિક રીતે જરા પણ સક્ષમ નથી.

  આવી વિકટ પરિસ્થિતિમાં જો આપ તેમને કોઈ પણ રીતે આર્થિક સહાય કરી શકો તેમ હો તો તે તેમના માટે ખરેખર ખુબ જ રાહતરૂપ બની રહેશે.

  જો તમે કોઈ પણ રીતે સહાય કરી શકો તેમ હો તો મને નીચેના ઇ-મેઈલ પર જાણ કરવા વિનંતી.

  atuljaniagantuk@yahoo.com
  atuljaniagantuk@gmail.com

  લી. અતુલ જાની (આગંતુક) (એક રીડગુજરાતીનો વાંચક)

 10. Pinki says:

  મેઘનાબેન અને મૃગેશભાઈને ખૂબ અભિનંદન…..!!
  દર્દને શબ્દોમાં વહેંચતા વહેંચતા દર્દનો ઉકેલ પણ આજે તો મળ્યો…!!

 11. sharmili desai says:

  કેમ છે મેઘના. ઘ્નો સરસ આટીકલ છે.

  I really proud of you that I have your kind of friend.
  I hope you will success in your ambition.
  Best of Luck.
  Shamili Desai

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.