ફૂલીબહેનની મજૂરી – પ્રિયદર્શીની

ahbd-image[‘હલચલ’ માંથી સાભાર.]

પોતાના શોખ માટે અથવા તો સ્ટેટસ સિમ્બોલ તરીકે ઘરમાં લાખો રૂપિયાનાં મોંઘા કૂતરાંઓ રાખનારાંઓની કોઈ કમી નથી. એટલું જ નહીં એક કૂતરાની દેખરેખ અને તેના ખાવાપીવા પાછળ મહિને હજારો રૂપિયા ખર્ચનારાઓની પણ કમી નથી. પરંતુ માત્ર કૂતરાંઓને સાચવવા માટે 72 વર્ષની ઉંમરે પણ કોઈ માજી મજૂરી કરવા જાય એવું ભાગ્યે જ કોઈ માની શકશે !

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ગામમાં રહેતાં 72 વર્ષનાં ફૂલીબહેન છેલ્લાં 25 વર્ષથી કારખાનામાં કાળી મજૂરી કરવા જાય છે. જે બદલ તેઓ રોજના પચાસ રૂપિયા કમાય છે. નવાઈની વાત તો એ છે કે જેની આગળ-પાછળ કોઈ રહ્યું નથી, તેવાં આ માજી દિવસ દરમિયાન કમાયેલા રૂપિયા કૂતરાંઓ પાછળ ખર્ચી નાંખે છે. તેઓ કાળી મજૂરી કરીને કૂતરાંઓને પોતાનાં સંતાનોની જેમ સાચવી રહ્યાં છે ! માત્ર 30 કિલો વજન ધરાવતાં આ માજી નબળા શરીરનાં હોવા છતાં આ ઉંમરે તેમનો જુસ્સો અને ઉત્સાહ મજબૂત છે. તેઓ કહે છે કે, ’25 વર્ષ પહેલાં મારા પતિ ગુજરી ગયા હતા. સંતાનમાં કોઈ નથી. પતિ ગુજરી ગયા બાદ હું સાવ એકલી પડી ગઈ હતી. મને જીવનમાંથી જાણે રસ ઊડી ગયો હતો. લગભગ અઢી દાયકા પહેલાં નિકોલ ગામના બળિયાદેવ ટેકરે આવીને રહેવા લાગી હતી. એ સમયે તો અહીં જંગલ જ હતું. આસપાસ 5-7 કિલોમીટરમાં પણ ખાસ વસતી નહોતી. ઝૂંપડું બાંધીને મેં જીવન વિતાવવાનું શરૂ કર્યું ત્યારે મને સ્વપ્ને પણ ખબર નહોતી કે અહીં મને સહારો મળી જશે.’

આ સહારો મળ્યો શેરીનાં રખડતાં કૂતરાંઓનો. તેમનો સાથ તેમના માટે જીવનમાં એક નવી આશા લઈને આવ્યો. કૂલીબહેન ઠાકોર દયાળુ સ્વભાવનાં હોવાથી રોજ એક-બે કૂતરાને રોટલો ખવડાવતાં અને ક્યારેક દૂધ પણ પીવડાવતાં. ધીમે ધીમે આ તેમનો નિત્યક્રમ બની ગયો. બાદમાં કૂતરાંઓની સંખ્યા પણ વધવા લાગી. અત્યારે લગભગ 50 જેટલાં કૂતરાંઓને તેઓ ખવડાવે છે. જો કે તેમની પાસે કોઈ બેન્ક બેલેન્સ કે મૂડી નથી. તેઓ ભીખ પણ નથી માગતાં. પરંતુ કૂતરાંઓને તેઓ પોતાનાં સંતાનો જ ગણે છે માટે ખુદ્દારીથી તેઓ મજૂરી કામ કરે છે.

રબ્બરના એક કારખાનામાં કામ કરતાં માજી જે કંઈ આવક થાય છે તે કૂતરાઓ પાછળ જ ખર્ચી નાખે છે, એટલું જ નહિ, કૂતરાઓ માટે તેઓ દેશી ચૂલામાં જાતે જ રોટલા બનાવે છે. તેમની પડોશમાં રહેતી એક મહિલાએ ફૂલીબહેન અંગે કહ્યું કે તાજેતરમાં જ માજીની બંને આંખોમાં મોતિયો ઉતરાવાયો હતો. ડોક્ટરોએ કાળાં ચશ્માં પહેરવાનું અને ઘૂમાડાથી દૂર રહેવાનું કહ્યું હતું. આમ છતાં આ વૃદ્ધા ચૂલો સળગાવે છે અને કૂતરાંઓ માટે રોટલા રાંધે છે. માજી આટલાં પુણ્યશાળી હોવાથી કુદરત તેમની મદદ કરે છે. માજીની આટલી લાગણી સમજી કૂતરાંઓ પણ તેમને છોડતાં નથી અને આખો દિવસ તેમના ઘરે જ પડ્યાંપાથર્યા રહે છે એટલું જ નહીં, રાત્રિના સમયે 15થી 20 કૂતરાં માજીની સાથે એક ખાટલામાં સૂઈ જાય છે. અને આ વૃદ્ધા પણ કૂતરાંઓને ખાટલામાંથી બહાર કાઢી મૂકતાં નથી. જીવનના અંતિમ ચરણમાં આ વૃદ્ધાની આવી માયા જોઈને હવે તો આડોશપડોશના લોકો પણ પીગળ્યા છે. તેઓ પણ કૂતરાંઓ માટે રોટલા-રોટલી આપી રહ્યાં છે.

વૃદ્ધાનો કૂતરાપ્રેમ જાણ્યા બાદ નિકોલમાં સોનીની દુકાન ચલાવતી એક વ્યક્તિ તેમને મદદ કરે છે. તેઓ ઘઉં, બાજરી જેવી વસ્તુઓ મોકલાવે છે. હીરાના કારખાનામાં જતો પુંજીરામ બ્રાહ્મણ નામનો યુવાન રોજ પોતાના ઘરેથી થોડા રોટલા બનાવીને માજીની મદદમાં નીકળી પડે છે. તે સાયકલ પર નીકળે છે અને માજીના ઘર સુધીમાં રોડ પર જેટલા કૂતરા આવે તે બધાને રોટલા ખવડાવે છે. ત્યારબાદ ફૂલીબહેનના કૂતરાંઓને રોટલા, બિસ્કિટ, દૂધ વગેરે આપે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સત્યઘટનાઓનો સંપુટ – સંકલિત
મધ્યરાત્રિનો મહેમાન – કનુભાઈ રાવલ Next »   

6 પ્રતિભાવો : ફૂલીબહેનની મજૂરી – પ્રિયદર્શીની

 1. BHAUMIK TRIVEDI says:

  dhanya che aava animal lover vruddh-juvan majine…

 2. અતુલ જાની (આગંતુક) says:

  There are thousands reason to live.

 3. ૃૃઋષિકેશ says:

  Very well said Atulbhai. There’s a lot to do in this life..

 4. Jinal says:

  મારા બા મને કહેતા કે આપણે ધામમા જઈએ ત્યારે રસ્તા મા ” વૈતરિણિ ” નદિ આવે. તે પાર કરવા માટ કુતરા ની tai પકડવી પડે.જો આખી life dogs ને feed કર્યુ હોય તો no problem .Otherwise you need to swim. And that river is so big that you cannot swim to the other shore of the river all alone and safe. I think this old lady even don’t have to look for the help. All the dogs will give them ride.
  Salute to such an old lady!!

 5. ભાવના શુક્લ says:

  તણખલુ લઈને તરવાની અરે તરી જવાની વાત છે આતો..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.