મધ્યરાત્રિનો મહેમાન – કનુભાઈ રાવલ

tenaliram[‘ચોરનો ગુરુ – તેનાલીરામની વાર્તાઓ’ માંથી સાભાર.]

અંધારી ઘનઘોર રાત્રિ હતી. તેનાલીરામ સૂતો હતો. ઘરમાં ખડખડાટ થયો. તેની ઊંઘ ઊડી ગઈ. પથારીમાં સૂતો સૂતો જાગે. ઘરમાં કાળો પડછાયો દેખાયો. તેને થયું કે ‘ઘરમાં કોઈ ઘૂસ્યું છે.’ એકલા સામનો કરવાની હિંમત નહિ. ચોરની પાસે હથિયાર હોય તો મુશ્કેલી પડે. તે ચતુર-હોશિયાર હતો. એટલે તેણે ઉતાવળ ન કરી. કબાટની પાછળ ચોરને સંતાતો જોયો.

‘જમના જાગે છે કે સૂઈ ગઈ ?’ તેનાલીરામે બૂમ પાડી.
‘નિરાંતે સૂવા તો દો.’ આંખો ચોળતાં જમના બોલી.
‘ભગવાન આપણને પુત્ર આપશે કે પુત્રી ?’
‘તે દિવસની વાત ત્યારે, અત્યારે તો સૂવા દો.’ કંટાળો બતાવતી જમના બોલી.
‘કહે તો ખરી.’
‘પુત્ર આવશે… બસ…’
‘તેનું નામ શું રાખીશું ?’ બીજો પ્રશ્ન કર્યો.
‘કૃષ્ણ….’ જમનાએ કહ્યું.
‘કૃષ્ણ તો ઘણા બધા છે, રામ નામ પાડીશું.’
‘ના, કૃષ્ણ બરાબર છે.’
‘હું કહું છું… રામ.’ તેનાલીરામ બોલ્યો. બન્ને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. બન્નેની ઊંઘ ઊડી ગઈ અને જોરથી બોલવા લાગ્યાં.

‘રામ… એ રામ….’ તેનાલીરામે બૂમ પાડી. અડોશી પડોશી જાગી ગયા.
‘તમે તે કંઈ સમજો છો કે નહિ ! અડધી રાત્રિના દેકારો કરો છો, પાડોશી જાગી જશે.’ ગુસ્સે થતાં જમના બોલી.
તેનાલીરામ કાંઈ સાંભળે જ નહિ. એ તો બૂમ પાડે. પાડોશમાં એક જમાદાર રહેતો હતો, તેનું નામ રામ. મોટી મૂછો, કોડા જેવડી આંખો… અલમસ્ત શરીર. હાથમાં લાકડી લઈને દોડતો આવ્યો તેનાલીરામના ઘેર. સાથે પડોશીઓ. તેનાલીરામે બારણું ઉઘાડ્યું. બધાને ઘરમાં બોલાવ્યા.

‘કેમ ભાઈ, શું કામ પડ્યું ?’ જમાદારે પૂછ્યું.
‘મારે તો કાંઈ કામ નથી.’
‘તમો બૂમો પાડતા હતા.’ જમાદારે ગુસ્સે થતાં કહ્યું.
‘વાત એમ છે કે જો અમારે ત્યાં દીકરો આવે તો નામ શું પાડશું એમાં અમારે ઝઘડો થયો. મેં કહ્યું કે તેનું નામ રામ પાડીશું. જમના માનતી નથી એટલે મીઠો ઝઘડો થયો. બીજું કંઈ નથી. જો આ વાત સાચી ન માનતા હોય તો જે કંઈ બન્યું છે તેનો સાક્ષી પેલા કબાટ પાછળ સંતાયો છે તે સદગૃહસ્થને પૂછો.’ કબાટ તરફ આંગળી કરી તેનાલીરામ બોલ્યો. જમાદાર ઈશારતમાં સમજી ગયા. ચોરને પકડ્યો. બધાએ ભેગા થઈને ખૂબ પીટ્યો અને પોલીસને સોંપી દીધો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફૂલીબહેનની મજૂરી – પ્રિયદર્શીની
ધાક – રમેશ ઠક્કર Next »   

13 પ્રતિભાવો : મધ્યરાત્રિનો મહેમાન – કનુભાઈ રાવલ

 1. BHAUMIK TRIVEDI says:

  very funny..and heard from teachers in old days ..thanks again..for reminding such a funny story..keep it up

 2. Tarang Hathi says:

  તેનલીરામ નિ વાર્તાઓ વિશે પહેલા દુરદર્શન માં સિરિયલ આવતી તે જોવાની મજા આવતી આ જે તે તાજુ થૈ ગયું.

  તરંગ હાથી

 3. અતુલ જાની (આગંતુક) says:

  બીરબલની બુદ્ધિચાતુર્યની વાર્તાઓની જેમ જ તેનાલીરામની વાર્તાઓ પણ જ્ઞાન સાથે ગમ્મત આપે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.