મોતનાં ફરમાન – અમૃત ‘ઘાયલ’

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બેવફા બારી – ડૉ. રેણુકા.એચ.પટેલ
સંસ્કારિતાની ઈજારાશાહી હોય ખરી ? – સુધા મૂર્તિ Next »   

21 પ્રતિભાવો : મોતનાં ફરમાન – અમૃત ‘ઘાયલ’

 1. Anand says:

  Simply
  Fantastic….

  Nothing more abt it………

 2. JAWAHARLAL NANDA says:

  NICE! NICE ! ! MAJAA AAVI GAYI

  BAHUJ SARAJ KAVITA

  AATMA FRESH THAYI GAYI

 3. kinchit desai says:

  aa kavya vachine lagyu ke farithi hu mara vatan ma pochi gayo. bahuj saru kam karo chho bas avi ritne aagad vadhata raho.

 4. raj dangar says:

  સમય વહી જાય છે, જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે, આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે

 5. chetna says:

  સમય વહી જાય છે, જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે, આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે ..its true…!…pan je yaad rahi jaay chhe e zindgi bhar bhulata nathi..!!!

 6. MEHUL says:

  THE NAME IT SELF SAYS lots of things (“GHAYAL”)

  biju to su kahi saku pan gujrati ma WORLD’S best poem ane gajal chhe pan vaanchvaa vaalaa nathi

 7. drashti says:

  ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
  કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

  ખુબ જ સરસ.
  thnks mrugesh bhai 4 this poem

 8. deven says:

  amrut dhayal is called “gujarat no galib”.after reading above gazal can anyone make doubt on it?

 9. sachin says:

  મને તમારી ગજલ નો ફેન છુ. તમારી ગજલ ખુબ જ સરસ .
  સચિન રામજીયાની

 10. nayan panchal says:

  મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
  કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

  સરસ

 11. અતુલ જાની (આગંતુક) says:

  હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
  ‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

  વાહ !

  આ શ્વાસનો વળી શો વિશ્વાસ અને એટલે જ કહ્યું છે કે –

  પ્રતિશ્વાસે સ વિશ્વાસં રામં સ્મર દિને દિને |
  પુનઃશ્વાસે ન વિશ્વાસં આગમિષ્યતિ વા ન વા ||

  પ્રત્યેક શ્વાસે વિશ્વાસ સહિત ઈશ્વરનું સ્મરણ કરવું, બીજા શ્વાસનો શું વિશ્વાસ તે આવશે કે નહીં આવે ?

 12. pravin tank says:

  બહુજ સારસ લાગયુ

 13. VISHAL says:

  આ ગજલ મને બહુ ગમી છે
  હુ તમારી ગજલ બહુ વાચુ છુ
  હુ તમારો ફેન છુ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.