મહિમા – નાથાલાલ દવે
માનવીનું મસ્તિષ્ક તો બેમિસાલ ચીજ,
જેમાં અંકુરિત મુક્ત વિચારનાં બીજ.
ખાળી ના શકાય, એને ટાળી ના શકાય,
લાખ વાતે ઢાળ મહીં ઢાળી ના શકાય.
વક્ષને ટટ્ટાર રાખી, ઉચ્ચ રાખી શિર,
નિતાંત નિર્ભયે ચાલે આત્માના અમીર.
માને ધને પ્રલોભને નમે ના લગીર,
સર્વોચ્ચ સંપત્તિ જેનાં દિલનું ખમીર.
કાનૂનો કારાગારોનો અર્થ નવ સરે,
લોહ કેરી શૃંખલાથી દિલે નહિ ડરે,
અંતરે અભયમંત્ર ધારીને જે ફરે,
સત્યના સુવર્ણમાર્ગે સદા જે વિચરે.
માનવીનાં મનોબળની ના કોઈ સીમા,
પૃથ્વીપટે મનુષ્યત્વ કેરો એ મહિમા.
Print This Article
·
Save this article As PDF
લખવા માટે શબ્દો નથી.
માનવી હોવાની મહિમા શ્રી નાથાલાલ દવેજીએ સરસ રીતે લખી છે.
માનવીનાં મનોબળની ના કોઈ સીમા
સરસ મહીમાગાન……એક અલભ્ય સંપતિ જેનો કોઈ જોટો જડે એમ નથી એવા માનવ હોવાની મહીમા સરસ વર્ણવી છે…..
મનુષ્યના મનોબળનું મહિમાગાન. સુંદર સૉનેટ છે.
માનવીના અસીમ મનોબળનું યથાર્થ મહિમાગાન શ્રી નાથાલાલ દવેએ ખુબ સુંદર સોનેટ દ્વારા વ્યક્ત કર્યું છે.
જેમની મુખ્ય શક્તિ પ્રાણ હોય તે બધા પ્રાણીઓ કહેવાય છે જ્યારે જેમની મુખ્ય શક્તિ મન હોય તે બધા માનવી કહેવાય છે. સઘળાં મન પ્રકૃતિના શુદ્ધ સત્વગુણમાંથી બને છે, પ્રાણ રજોગુણમાંથી અને શરીર તમોગુણમાંથી બને છે. તેથી દેહ અને પ્રાણની અપેક્ષાએ મન વધારે મુલ્યવાન ગણાય છે.
માનવીનાં મનોબળની ના કોઈ સીમા,
પૃથ્વીપટે મનુષ્યત્વ કેરો એ મહિમા.
Great inspiring Poem!