સાચી છબી – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને
દરિયો થવાની ખેવના કેવી નડી મને

તાજી જ ધાર કાઢેલા ચપ્પુની અણી જેમ
માથા ફરેલ શ્હેરની સંધ્યા અડી મને

વસ્ત્રો હતાં નહીં ને હું ટીંગાઈ ના શક્યો
ખીંટી કોઈ જ રીતથી ના પરવડી મને

કટ્ટરપણાની હદ સુધી જેણે હણ્યાં ફૂલો
શીખવે છે એ જ પ્રેમની બારાખડી મને

નારાજગીનો એટલે વિસ્તાર થઈ ગયો
સાચી છબી ના ઉમ્રભર મારી જડી મને.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું અને મારો દેશ ભારત – ડો. એ.પી. જે. અબ્દુલ કલામ
ચાલો રસભર થઈએ – અનિલ ચાવડા Next »   

13 પ્રતિભાવો : સાચી છબી – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

 1. pragnaju says:

  સરસ રચના
  આ પંક્તીઓ ગમી
  કટ્ટરપણાની હદ સુધી જેણે હણ્યાં ફૂલો
  શીખવે છે એ જ પ્રેમની બારાખડી મને
  નારાજગીનો એટલે વિસ્તાર થઈ ગયો
  સાચી છબી ના ઉમ્રભર મારી જડી મને.
  યાદ આવી
  શોધું હું કાં તારી છબી હજુ પણ ?
  નથી હૈયામાં સમાણી તું હજુ પણ?
  અરીસો હોય કદરૂપો તો કદરૂપી છબી ઉપસે,
  છતા કંઇ આપ પર મારા વિષેની છાપ …

 2. Sudhir Patel says:

  બહુ જ સુંદર ગઝલ.
  ‘નારાજ’ ને હારિદ્ક અભિનંંંદન .

 3. ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને
  દરિયો થવાની ખેવના કેવી નડી મને

  સરસ રચના…..કદાચ દરીયા પાસેથી વિશાળતાની અપેક્ષા રાખતાં ખારાશ જ મળે…..

 4. ભાવના શુક્લ says:

  સરસ રચના….

 5. shaileshpandya BHINASH says:

  good…………..

 6. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર ગઝલ – “નારાજે” તો રાજી કરી દીધો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.