ચાલો રસભર થઈએ – અનિલ ચાવડા

મંદમંદ આ મહેકી ઊઠી છે ચાલો રસભર થઈએ,
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.

અંધારું અંધારે બાંધી
અજવાળે અજવાળું,
ચાલ ખોલીએ કૂંચી થઈને
વાદળ નામે તાળું,

તાળું ખોલી, ધીમું બોલી, ઝરમર ઝરમર થઈએ.
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.

જળ પર વ્હેતાં લીસ્સાં લીસ્સાં
તરંગ વસ્ત્રો ખેંચી,
કયું કામ કોને કરવાનું
ચાલો લઈએ વ્હેંચી,

કૂણી કૂણી કમળ-પાંદડી વચ્ચે ઘર ઘર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાચી છબી – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
અંતવેળાએ – ઈશા-કુન્દનિકા Next »   

13 પ્રતિભાવો : ચાલો રસભર થઈએ – અનિલ ચાવડા

 1. Nims says:

  કલ્પના ના રસ થિ તરબોદ કવિતા.

  બહુજ સુન્દર્

  નિમ્સ્

 2. મંદમંદ આ મહેકી ઊઠી છે ચાલો રસભર થઈએ,
  એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.

  વાહ….તમે તો અમને પણ રસ તરબોળ કરી દીધાં….

  સરસ રચના

 3. કાવ્યમા મા “ચાલો ખોલિ એ કૂચિ થઈ ને વાદળ નામે તાળુ “કવિ એ સરસ ઉપમા આપિ ને આપણ ને રસ મય કરિ દિધા સરસ કાવ્ય ગાવા નિ મજા આવિ ..,

 4. Snehal Patel says:

  મંદમંદ આ મહેકી ઊઠી છે ચાલો રસભર થઈએ,
  એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.

  વાહ….તમે તો અમને પણ રસ તરબોળ કરી દીધાં….

  Very nice creation….. સરસ રચના

 5. ભાવના શુક્લ says:

  વાદળ નામે તાળુ ખોલીને અનરાધાર વરસ્યુ આતો!!!
  સુંદર નમણી રચના.

 6. નાજુક નમણું ગીત ગમી ગયું.

 7. shaileshpandya BHINASH says:

  nice………….

 8. અતુલ જાની (આગંતુક) says:

  મંદમંદ આ મહેકી ઊઠી છે ચાલો રસભર થઈએ,
  એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.

  ઉપર મહેકી નહી પણ મહેક હોવું જોઇઍ.

  મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ,
  એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.

  નીચેના અંતરામાં બરાબર છે.
  તાળું ખોલી, ધીમું બોલી, ઝરમર ઝરમર થઈએ.
  મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.

  ખુબ સરસ રચના – ગાવાની અને માણવાની વારંવાર મજા આવે તેવી.

 9. swati says:

  ખરેખર રસતરબોલ કરે તેવિ કવિતા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.