મહા અઘરું કાર્ય – નિરંજન ત્રિવેદી

[‘સરવાળે ભાગાકાર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.]

sarvaade bhagakarઆ બધું ઈશ્વરે બનાવ્યું છે. સકળ વિશ્વ ઈશ્વરનું નિર્માણ છે. આ પહાડ….. નદીઓ… માણસો…
ખરું, બિલકુલ ખરું… પણ ઈશ્વરે એનું સર્જન કર્યું. માણસે એનું નામ આપ્યું.

ઈશ્વરે ભારતની ઉત્તર દિશાએ મહા પર્વત ઊભો કરી દીધો. માણસે તેને હિમાલય નામ આપ્યું. આમ નામકરણ એ માણસજાતની દેન છે. માણસ પોતાનાં બાળકોનાં નામ માટે ઘણું ઘણું વિચારતો હોય છે. જન્મ પહેલાં અનેક નામ વિચારતો હોય છે. બાબો આવશે આ અને બેબી આવશે તો તે… અલબત્ત, પશ્ચિમમાં તેવું વધારે છે. આપણે ત્યાં રાશિઆધારિત નામ રાખવાનાં હોય છે. એટલે નામ માટેની દોડાદોડ પછી થાય છે.

બાળકના જન્મ પછી હરખઘેલો પિતા ઘણી વાર બાળક અને માતાની તબિયતના ખબર પૂછવાને બદલે પહેલાં બાળકની રાશિ પૂછે છે. એની પ્રાથમિક ચિંતા નામ શોધવાની હોય છે. આ પ્રશ્નની બીજી બાજુ એ છે કે માણસને પોતાનું નામ જાણબહાર મળે છે. એનું નામ પડ્યું હોય છે ત્યારે એને ખબર નથી હોતી કે મૃત્યુપર્યંત તેની સાથે ચોંટી રહેવાનું છે એવું નામ તેને લાગી રહ્યું છે. પણ એ બેખબર છે. માણસ પોતાનું નામ પોતે પાડી શકતો નથી. જોકે કવિઓ અને લેખકો ઉપનામ પોતાની જાતે પાડી લેતા હોય છે. પણ આપણે માણસની વાત કરતા હતા એટલે એમાં લેખક-કવિઓ વચ્ચે ન લાવવા એમ થાય છે.

જ્યોતીન્દ્ર દવેએ ‘નામકરણ’ વિશે એક અદ્દભુત લેખ લખ્યો છે. તેમાં નામકરણની સમસ્યા વિશે ઘણું લખ્યું છે. પણ વ્યક્તિના પોતાના નામકરણની સમસ્યા સિવાય પણ નામકરણ એક કઠિન પ્રશ્ન તરીકે સામે આવે છે. તે છે મકાનનાં નામકરણનો પ્રશ્ન. આ અઘરું કામ છે – મકાનનું સુયોગ્ય નામ શોધવું. મારા એક અત્યંત કાર્યક્ષમ મિત્ર છે. એમણે વ્યવસ્થિત પ્લાનિંગ દ્વારા છ માસમાં જ પોતાનું મકાન ઊભું કરી દીધું. અને વાસ્તુ પણ કરી લીધું. પણ આજે છ વર્ષ પછી પણ તેમને તે મકાન માટે સુયોગ્ય નામ નથી મળતું !

પૂનામાં એક મકાનનું નામ ‘એક્સિડંટ’ યાને કે અકસ્માત એવું આપવામાં આવ્યું હતું તેમ એક મેગેઝિનમાં વાંચેલું. આશ્ચર્ય થાય તેવી વાત હતી…. મકાનનું નામ અકસ્માત !! આ નામ વાંચનાર બધાંને આશ્ચર્ય થતું… અને આશ્ચર્યમાં પડીને વાંકી નજરે મકાનના નામ ઉપર રાખીને ચાલતા ચાલતા કેટલાક જણા નાનામોટા અકસ્માતના ભોગ થઈ ગયેલા. આશ્ચર્ય પામેલા ઘણા લોકો મકાનમાલિકને પૂછતા : ‘મકાનનું નામ ‘અકસ્માત’ કેમ ?’ ત્યારે મકાનમાલિકે ચોખવટ કરેલી, કે તેને એક અકસ્માત નડેલો અને તેના વળતર રૂપે વીમા કંપનીએ મોટી રકમ ચૂકવી હતી. તેમાંથી આ મકાન બનાવ્યું હતું. એટલે પછી મકાનનું નામ ‘અકસ્માત’ રાખ્યું.

જોકે કોઈ ભવ્ય બંગલાનું નામ કાળાબજાર… કે દાણચોરી જોવામાં આવ્યું નથી… પૂનાવાળા ગૃહસ્થની થિયરીમાં બધા માનતા નથી લાગતા. આમ તો અકસ્માતમાં મકાન પડી જવાના ઘણા દાખલા નોંધાયા છે, પણ અકસ્માતમાં મકાન ઊભું થાય તેવો દાખલો તો પૂનાવાળાનો જ. ક્યારેક આવા કિસ્સા બને છે જેમાં આવાં ‘ભેદી’ નામ રાખી શકાય.

એક જાણીતા સમાજસેવક છે, એમના મકાનનું નામ ‘રેલ’ રાખી શકાય. (જોકે તેમણે રાખ્યું નથી.) મોરબીમાં રેલ આવી ત્યારે તેઓ ‘રેલરાહત કાર્ય’ માં જોડાયા હતા. એ રેલમાં ઘણાં મકાનો તણાઈ ગયાં હતાં. પણ સમાજસેવકનું મકાન આ રાહતકાર્યમાં ઊભું થઈ ગયું. એમણે મકાનનું નામ ‘સેવા’ રાખ્યું હતું. નામની બાબતમાં મારે શેક્સપિયર સાથે મતભેદ છે. શેક્સપિયરની માન્યતા સાથે હું સંમત નથી. નામમાં તે વળી શું બળ્યું છે ? ગુલાબને ધંતૂરો કહો તો સુવાસ નથી ગુમાવતું – એવું ભલે તે માનતો….. પણ આપણે સૌ જાણીએ છીએ, મકાનનું નામ પાડવા માટે પણ લોકો કેટલો પરિશ્રમ કરતા હોય છે…

મારા એક મિત્ર પારી જયકૃષ્ણભાઈ, જે.ટી.શ્રોફ છે. ભલભલા સીઝન્ડ બૅન્કરોને પણ બે વાત શિખવાડે તેવા… સુંદર બંગલો તેમણે તૈયાર કર્યો. પણ નામ માટે મૂંઝાયા, મને કહે ‘યાર બંગલા માટે સરસ નામ બતાવો.’ હવે મૂંઝાવાનો મારે વારો આવ્યો.
‘અલ્યા ભૈ…. મને જો એમ નામ સૂઝી આવતાં હોત તો પાંચ વર્ષ સુધી મારી પુત્રીનું નામ મુલતવી ન રાખ્યું હોત…’ પણ… ત્યારે મને સૂઝી આવ્યું… તરત જ… કદાચ લાલબહાદુર શાસ્ત્રીની કોઈ વાત મનમાં રમતી હશે… અને મેં તરત જ કહ્યું : ‘વિજયન્ત’ અનાયાસે તે નામ મળ્યું, અને મિત્રને પણ તે પસંદ પડ્યું. પણ મહેનત કરી કરીને મથવા છતાં મકાનનાં નામ મળતા નથી.

એટલે જ મારા મકાન ઉપર હજી કોઈ આરસની તકતી લાગી નથી. મકાન માટે લોન લેવામાં પણ આટલી તકલીફ મને પડી ન હતી. મકાનનાં નામ પાછાં અર્થસૂચક હોવાં જોઈએ તેવો મકાનમાલિકનો આગ્રહ હોય છે. એક ઓળખીતાના મકાનનું નામ ‘મૌન’ છે. એના ઘરમાં સળંગ પાંચ મિનિટ કોઈ પણ માણસ ચૂપ રહી શકતું નથી. છતાં મકાનનું નામ ‘મૌન’ છે. કદાચ એવું કારણ હોય કે મુલાકાતીઓને ફરજિયાત મૌન પાળવું પડતું હશે. (પેલા લોકો એને બોલવા દે તો ને !) એક ભાઈના મકાનનું નામ ‘સહકાર’ છે. મકાનના વાસ્તા વખતે જ કોન્ટ્રાક્ટર સાથે તેઓ બથંબથ્થા આવી ગયા હતા. ટૂંકમાં, અસહકારનાં મંડાણ પ્રારંભથી જ હતાં. પણ મકાનનું નામ ‘સહકાર’… વાહ… !

ઘણી જગ્યાએ મકાનનાં નામ કુટુંબીજનોનાં નામ સાથે સાંકળવામાં આવે છે. જેમ કે ‘મનસુખ-નિવાસ’ કે ‘મનહર-નિવાસ’. કેટલાક અવળચંડા લોકો ‘મનસુખ-નિવાસ’ નામ બોલતાં હાથે કરી ‘મનસુખની…વાસ’ એમ છૂટું પાડી બોલે છે. અને કહેવા પ્રયત્ન કરતા હોય છે કે એમાં તો મનસુખની વાસ આવે છે… ગંધાય છે. આમ મનસુખ માટે કમ્મરતોડ ખરચ પછી બનેલા મકાનમાં પણ મનસુખ ગંધાય છે તેવું સાંભળવાનો વખત આવે છે.

મકાનનાં નામ પાડવાં એ મકાન બનાવવા જેટલી સહેલી વાત નથી.

[કુલ પાન : 128. કિંમત રૂ. 55. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001 ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું આવું ? – રેણુકા એચ. પટેલ
કેટલાક નિબંધો – નવનીત Next »   

14 પ્રતિભાવો : મહા અઘરું કાર્ય – નિરંજન ત્રિવેદી

 1. મકાનનાં નામ પાડવાં એ મકાન બનાવવા જેટલી સહેલી વાત નથી.
  સાવ સાચી વાત છે
  ભલે શેક્સપિયર કહે કે નામ માં શું છે પણ આ વાક્ય લખ્યા પછી લેખક માં એણે પોતાનું જ નામ લખ્યું હતું ને?
  કેટલાક મકાનના મને ગમેલા નામ
  આસ્થા, પ્રસંગ, હાશ,

 2. મકાન નુ નામ હોય કે માણસ નુ નામ પણ નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ, અમે ભણ તા ત્યારે એક લેસન હતો ,છોકરા નુ નામ આન્દ પણ તેમનો ફેસ દિવેલ પિધા જે વો ,સાન્તિબેન હોય પણ અસાન્ત જ હોય ,નામ હસમુખભાઈ પણ ક્યારે હસતા ના હોય,મકાન નુ નામ માતુછાયા હોય પણ માતા “વ્રુધા ગ્રુહમા ” રહે નામ પાડવુ ખરે ખરે સહે લુ નથિ ,”ગુલાબ જાબુ”ગુલાબ નહોય અને જાબુ પણ ન હોય ,,તેમ છતા મિટ્ટા લાગે…….

 3. ભાવના શુક્લ says:

  ખુબ હળવાશથી વર્ણવેલી ભારેખમ સમસ્યા…
  નામ એ તમારી બાહ્ય ઓળખ હોઈ શકે પરંતુ તમારુ પોતાનુ મન જાણતુ હોય કે નામ સાથે તમારુ વ્યક્તિત્વ સુમેળ કરે છે કે નહી. મકાનના નામ સાથે ઘરનુ વાતાવરણ સુમેળ ધરાવે છે કે નહી..
  વાચવાની મજા આવી.

 4. કલ્પેશ says:

  બોમ્બે (માફ કરજો, મુંબઇ) મા ઠાકરેબંધુનુ રાજ (?) ચાલે તો બધા રસ્તા, મકાનોના નામ છત્રપતિ શિવાજી કરે?

  છત્રપતિ શિવાજી માટે મને માન છે પણ એમણે પોતે પણ નહી વિચાર્યુ હોય કે એમના નામનો રાજકારણ માટે દુરૂપયોગ થશે. ગાંધીજીને રુપિયા જોડે કંઇ લેણ-દેણ ન હતી પણ દરેક ચલણી નોટ પર તેઓને મુકવામા આવ્યા છે.

  અને નવો શબ્દ “ગાંધીગીરી” – જે લોકો કહેવાતી “ગાંધીગીરી” કરે છે એઓ માત્ર ફિલ્મનુ અનુકરણ કરે છે. ખરો અર્થ કોણ જાણે છે?

 5. Alvetro says:

  Read in Gujarati.

  Sir, Tamne Jo aavi koi makan na naam padava baldal padi hoi to ek SUGGESTION aapu chu.

  Kashuj vicharya vagar naam rakhi do “Under Construction”

 6. અતુલ જાની (આગંતુક) says:

  જેઓ મકાન બનાવી શકે છે તેમને લાગે છે કે મકાનનાં નામ પાડવાં એ મકાન બનાવવા જેટલી સહેલી વાત નથી. બાકી જેઓ મકાન નથી બનાવી શકતા તેઓ પાસે તો નામની મોટી યાદી હોય છે. ઘણા પોતાના મકાનનું નામ ન આપી શકતા હોય પણ બીજાના ઘરની ઓળખાણ અદભુત રીતે આપતા હોય છે જેમ કે ભૂતિયો બંગલો, કોઢિયાનું ઘર, છાપરાવાળું મકાન, ઝાડવાવાળું ઘર, મોરલાના ટોડલા વાળું ઘર, બાપુની મઢી વગેરે વગેરે..

 7. Nayan Panchal says:

  My fav names for home:

  Kalrav, Tahuko (courtesy: gunwant Shah), “Swyam Prabhuta”…

  nayan

 8. Ranjitsinh Rathod says:

  સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.