હાસ્યનું હુલ્લડ – સંકલિત

પતિ : ‘તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?’
પત્ની : ‘સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.’
*********

બે ગામડિયાઓ ઈજિપ્શિયન મમીને જોતા હતા. તેની ઉપર ઘણા બધા પાટા બાંધેલા જોઈ એકે કહ્યું : ‘લાગે છે લોરી-અકસ્માત થયો છે.
તરત બીજો બોલ્યો : ‘હા. જો લોરી નંબર લખ્યો છે BC 1760 !’
**********

છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર : ‘ચીન યુન યાન’ એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : ‘તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.’
**********

પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યું
પતિ : ‘તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો’તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરીશ !’
પત્ની : ‘એમાં રડવાનું શું ?’
પતિ : ‘ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.’
**********

શિક્ષકે પૂછયું : જો તમે 001 ડાયલ કરો તો શું થાય ?
મગન : પોલીસજીપ રિવર્સ ગિયરમાં આવે બીજું શું થાય ?
***********

પ્રોફેસરે વિદ્યાર્થીઓને પોતપોતાના પ્રેમીનાં નામ લખવા કહ્યું. દસ સેકંડ પછી છોકરીઓ બોલી : ‘સર લખાઈ ગયું.’
દસ મિનિટ પછી છોકરાઓએ કહ્યું : ‘સપ્લિમેન્ટરી પ્લીઝ !’
***********

શિક્ષક : એક વર્ષમાં કેટલી રાત આવે ?
મગન : 10 રાત આવે.
શિક્ષક : કેવી રીતે અલ્યા ?
મગન : નવ-નવરાત્રી અને એક શિવરાત્રી. થઈ ગઈને દસ !!
***********

બાપુ બીડી પીતા હતા. કોઈકે પૂછ્યું : બાપુ, ધુમાડા કાં નો નીકળે ?
બાપુ : આ અસ્સલ CNG બીડી છે એટલે….!!
***********

એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?
**********

રસ પડે એવું સર્વેક્ષણ. માત્ર 15% પુરુષોને જ મગજ હોય છે. બાકીના બધાને પત્ની હોય છે ! બોલો તારારમ…. !
**********

સંતાસિંહનું ટાબરિયું અર્ધો લિટર પેટ્રોલ પી ગયું. સંતાએ લાફો મારીને પૂછયું : ક્યૂં પિયા પેટ્રોલ ?
ટાબરિયું : ટીચરને બોલા કી મેરી એવરેજ કમ હૈ, સો મૈંને….
**********

એક ભાઈની પત્નીને બીજા કોઈ સાથે દોસ્તી હતી. તે હાથમાં ખુલ્લી રિવોલ્વરે ‘આજે તો એને મારી જ નાખું.’ બોલતો બોલતો નીકળ્યો કે થોડીક વારમાં ખાલી હાથે પાછો આવ્યો. ટોળામાં જોનારાએ પૂછ્યું : ‘અરે પાપે, વો નહીં મિલા ક્યા ?’
ભાઈ : નહીં યાર, મિલા તો, પર ઉસને પૂછા કિ રિવોલ્વર કિતને મેં ખરીદી ? મૈંને બોલા છેસ્સોમેં. વો બોલા બારાસોમેં દેગા ? તો મૈંને બેચદી…. ક્યા કરેં, ધંધે કા ભી તો દેખને કા ના….
**********

ગ્રાહક : ‘આ તમારી હોટલના નોકરો કેવા છે ? હજામત માટે ગરમ પાણી આપી ગયા તે કેટલું બધું ખરાબ હતું. ?’
મૅનેજર : ‘અરે સાહેબ ! એ તો તમારા માટે સવારની ચા મોકલી હતી. હજામતનું પાણી નહિ.’
***********

પતિ (ગુસ્સામાં) : ‘હવે તું તારી મા પાસે ચાલ્યા જવાની ધમકી આપીશ. ખરું ને ?’
પત્ની : ‘ના, એવી ભૂલ હું નહીં કરું. હું તો મારી માને અહીં જ બોલાવવાની છું.’
************

વીજળીઘરની બહાર બોર્ડ લટકતું હતું. તેમાં લખ્યું હતું : ‘આ થાંભલાને અડનારનું મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ તેને અડકશે તો કાયદા મુજબ તેની પર કામ ચલાવવામાં આવશે.’
************
શિક્ષક : રામુ ! તું વર્ગમાં ઊંઘી શકે નહિ !
રામુ : તમે વચમાં વિક્ષેપ ન પાડો તો જરૂર ઊંઘી શકું, સાહેબ !
*************

જેલર : શું તને તારાં ઘરવાળાંની યાદ નથી આવતી ?
કેદી : એ બધાં તો આ જેલમાં જ છે, સાહેબ !
*************

અમારી બદલી અલહાબાદ થઈ હતી. અમે રોજ ચાર લિટર દૂધ લેતા હતા. અમે દૂધવાળાને પૂછ્યું : ‘ભૈયાજી, તમારી ગાય રોજ કેટલા લિટર દૂધ આપે છે ?’
‘બે લિટર, સાહેબ.’
‘તો પછી ચાર લિટર તમે કેવી રીતે આપો છો ?’
‘એ તો ગંગામૈયાની કૃપા છે, સાહેબ.’
*************

‘તમે એક લિટરમાં કેટલા કિલોમીટર મોટર ચલાવો છો ?’
‘એક કિલોમીટર’
‘એક જ ?’
‘હા, બાકીના પંદર કિલોમીટર મારી પત્ની ચલાવે છે.’
************
ડૉક્ટર ગમનલાલે તેમના દરદી હજારીમલને કહ્યું : ‘તમારા પગે હજી સોજા છે, પણ એની ચિંતા કરવાનું કશું જ કારણ નથી.
હજારીમલ : ‘સાહેબ, જો આપના પગે સોજા હોત તો મને પણ એમાં ચિંતા કરવા જેવું લાગત નહિ.’
************

પુત્ર : ‘પિતાજી, કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય ?’
પિતા : ‘વિશ્વાસઘાત.’
પુત્ર : ‘અને સામા પક્ષમાંથી કોઈ આપણા પક્ષમાં જોડાય તો ?’
પિતા : ‘દીકરા ! એને હૃદયપરિવર્તન કહેવાય, સમજ્યો ?’
************

મિત્રોએ જેમને આજીવન બ્રહ્મચારી માની લીધા હતા તે મનસુખલાલે 58 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : ‘મનસુખલાલ, તમારે લગ્ન કરવાં જ હતાં તો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો ?’
મનસુખલાલે જણાવ્યું : ‘જો મારી પત્ની વઢકણી નીકળે તો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે. પણ એથી ઊલટું જો એ ડાહી નીકળે તો એને માટે આટલી બધી રાહ જોઈ, એ લેખે લાગે.’
*************

નોકર : ‘સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.’
શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?’
‘કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.’
‘પણ એમાંની એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.’ નોકરે જવાબ આપ્યો.
***************

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીવાથી દીવાદાંડી : એક યાત્રા – જિતેન્દ્ર શાહ
મમ-વિશ્વ – પલ્લવી ભટ્ટ Next »   

51 પ્રતિભાવો : હાસ્યનું હુલ્લડ – સંકલિત

 1. હા.. હા… હા…!!!

  વાહ! મજા પડી ગઈ!

 2. સપ્લિમેન્ટરી અને ધંધાવાળી વાત ખુબ જ મજાની .. 🙂

  મજા પડી …

 3. Tarang Hathi says:

  થોડા મારા તરફથી

  પત્ની ; શાહજહાં એ પોતાની મ્રુત્ત પત્નીની યાદ માં તાજ બન્ધાવ્યો હતો તો તમે મારા મ્રુત્યુ પછી મારી યાદ માં શું બન્ધાવશો?
  પતિ ; બાજુ ની હોટલ માં થી ટીફીન
  *******************************************************
  દર્દી ; ડોકટર સાહેબ, મને જમ્યા બાદ ભુખ નથી લાગતી અને શયન પછી નિન્દર નથી આવતી અન હુ કામ કારું તો થાકી જઊ છું તો હવે મારે શું કરવાનુ?
  ડોકટર ; આખી રાત તડકા મા બેસી રહો આરામ થઇ જાશે.
  *******************************************************
  સરદાર ; મને મારા મોબાઈલ પર ધમકી મળી છે.
  પોલીસ ; કોણ આપે છે?
  સરદાર ; જો આપે બીલ ભર્યુ નહિ તો કાપી નાખીશું.
  *******************************************************
  બાપૂ એ બા નિ કિટ્ટા કરી. બા ; બાપુ મારી શું ભુલ છે? બાપુ ; તમે મને કદરુપો કહ્યો બા; ઇ તો મજાક મા કહ્યુ છે. બાપુ; તો પછી રુપાળો કહિ ને મજાક નોં કરાય?
  *******************************************************
  આવતા હસો છો જાતા હસો છો સવારે હસો છો રાત્રે હસો છો સુખ મા હસો છો દુખ માં હસો છો તમને શું લાગે છે?????? તમે એકલા જ ક્લોઝ અપ ઘસો છો??
  *******************************************************
  સન્તા ; તારે ગરે ગયો હતો મને નથી લાગતુ કે આપણા લગ્ન થઇ શકે.
  પ્રિતો ; શુ તમે મારા પપ્પા મમ્મી ને મળ્યા હતાં?
  સન્તા; ના ના તારી નાની બહેન લજ્જો ને મળ્યો હતો.
  *******************************************************
  શિક્ષક ; અશોક ધી ગ્રેટ અને શિવાજી ધી ગ્રેટ વચ્ચે શું સમાનતા છે?
  પપ્પુ ; બન્ને ના પપ્પા નુ નામ એકજ છે
  શિક્ષક ; શું
  પપ્પુ; ધી ગ્રેટ
  *******************************************************
  એક સરદાર ને રસ્તા પર સાઇકલ નુ પેન્ડલ મળ્યું તેને ઉપાડી ને તે પોતાના ઘરે લઇ આવ્યા અને પત્ની ને કહ્યું આને સંભાળી ને રાખો આમાં સાઇકલ નંખાવી દેશું.
  *******************************************************
  પત્ની ; તમે જ્યારે મારો ઘુઘટ ઉઠાવ્યો ત્યારે હું કેવી લાગતી હતી
  પતિ; હું તો તે સમયે મરી જ જાત જો તે સમયે મને હનુમાન ચાલીસા યાદ ના હોત.
  *******************************************************
  મારા જોક્સ સહન કરવા બદલ આભાર

  તરંગ હાથી

 4. jignesh says:

  હું ઊમેરો કરું?

  તમારુ મગજ એક અલભ્ય વસ્તુ છે. તમે ઊઠૉ છો ત્યારથી એ કામ કરવાનું ચાલુ કરે છે અને તમે ઓફીસમાં દાખલ થાઓ ત્યાં સુધી ચાલુ રહે છે.
  ****
  સમયસર ઓફીસમાં આવવાની તકલીફ એ છે કે કોઈ તમને પ્રોત્સાહન આપવા માટે ત્યાં કોઈ હોતુ નથી.
  ****
  તમે કોઈને તકલીફ માં મદદ કરો અને
  તે તમને યાદ કરશે
  પાછો દુખમાં આવશે ત્યારે…
  *****
  દારૂ કોઈ તકલીફનો ઈલાજ નથી
  પણ એ તો દુધ પણ નથી.
  ****
  તમારા દુશ્મનો ને ભૂલી જાઓ પણ તેમના નામ યાદ રાખો…
  ***

 5. sachin gauswami says:

  આઇ લાઇક ………………………..

 6. shahbipins says:

  very good,funny.laughing is a most effective medicine for improving life.congratulations to all.always remember good memories.from:bipin s.shah[m.com.ll.b.]maninagar,ahmedabad

 7. Suchita says:

  good jokes…. liked it very much.

 8. sujata says:

  ek manas plot upar besi ne hasto hato karan e janto hato ke hase tenu ghar vase…….
  swarglok ne narklok ni nathi khabar pan haslok ma lai jawa badal khub abhaar……

 9. દર્શન says:

  કપ્તાન: (એક દુશ્મન જહાજને આવતાં જોઈને) જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.
  સેઇલર: કેમ લાલ શર્ટ?
  કપ્તાન: લડાઈમાં મને લોહી નીકળે તે કોઈ જુએ એ મને પસંદ નથી.

  (થોડા દિવસ પછી)
  કપ્તાન: (એક સાથે પાંચ દુશ્મન જહાજોને આવતા જોઇને) જાવ, મારું પીળું પેંટ લઈ આવો.

 10. nisha says:

  વાચિને મજા પદિ ગૈ. અમુક બહુ જ સરસ ચ્હે એકલા એક્લા હસવુ આવિ ગયુ.

 11. અતુલ જાની (આગંતુક) says:

  હાસ્યનું હુલ્લડ તો ભાઈ બરાબર જામ્યું અને તેમાં પાછા વધારે હુલ્લડખોરો ભળ્યા ઍટલે ઓર મજા આવી ગઈ.

 12. anamika says:

  mja padi gai………………

 13. Ashish Nimbark says:

  સુ લાવ્યા તા સુ લઇ જસો લોકો રડતા રહિ જાસે.. તમે હસતા જાસો..

 14. anu patel says:

  એક વખત બન્યુ એવુ કે એક નવ શિખ્યો દાક્તર એક ગામે આવ્યો અને ત્યા એક કાકાને પુછયુ કાકા મે શહેર માથિ હાલમા જ દાક્તરિ પુરિ કરિ છે, અને અહિ એક દવાખાનુ ખોલવા માન્ગુ છુ તમારે શુ કેહ્વુવુ છે.

  કાકા એ કહ્યુઃ જુઓ દાક્તર સાહેબ અમારા ગામનુ વાતવરણ એવુ છે કે કોઇ અહિ માન્દુ થતુ જ નથિ અને જો કોઇ માન્દુ થતુ હોઇ તો તરત જ સાજો થૈઇ જાય છે અને ખાસ વાત તો એવિ છે કે કોઇ અહિ વ્હેલુ મરતુ જ નથિ

  એવામા સામે થિ લોકો કોઇ નુ મ્રુત શરિર લઈ જઈ રહ્યા હતા.

  એવામા તરતજ દાક્તરે કહ્યુ શુ કાકા ખોટૂ કહો છો કે આ ગામ મા વહેલા કોઇ મરતા નથિ તો આ શુ છે સામે કોઇ નિ અર્થિ જઇ રહિ છે

  કાકા એ ક્હ્યુઃ દાકતર સાહેબ આ તો અમારા ગામ્નો જુનો દાક્તર હતો જે ભુખ થિ મરિ ગયો કેમકે એનો ધન્દો જ થતો નહતો એટ્લે દર્દિ વગર આવક ક્યાથિ આવે અને બિચારો ભુખ થિ મરિ ગયો

 15. Hiral Thaker "Vasantiful" says:

  Very funny….! 🙂

  આતો બહુ મોટુ તોફાન લાગ્યુ….

 16. Nims says:

  Nice
  Thanks to
  Read Gujarati
  Tarang Haati
  Jignesh
  Sujata
  Darshan
  Anu Patel

  Nims

 17. Namrata says:

  “આ કોફી ખાસ દાર્જિલિન્ગ થી આવી છે.”
  “એમ? તો ય હજી ગરમ છે.”

 18. kamlesh says:

  ખુબજ મજા પડિ આવા સરસ જોક્સ હમેસા મોકલતા રેવા હા હા હા હા હા હા હા હા હા હા હા
  મજાક કરતો હતો.

 19. કેયુર says:

  ખુબ સરસ….

  એક વધુ

  જુના જમાના માં ઈજીપ્ત ના બાળકો ખુબ મુંઝાયેલા રહેતા હતા. તેમને એ ખબર નહોતી પડતી કે પપ્પા મર્યા બાદ મમી કેવી રીતે થઈ જાય છે.

 20. Ashok says:

  ખુબ મજા પઙી , અભીનંદન,

 21. hiral says:

  very nice

  Thanks

 22. Kunal Zala says:

  આ જોક્સ વાન્ચેી મજા આવેી ગઇ
  મોકલતા રહેજો વન્ચેીશુ

 23. sameer panchal says:

  મને આ જોક્સ ગમ્યા , બૌજ સરસ , રિદ ગુજરતિ દોત કોમ નો ખુબ ખુબ આભર્

 24. vijay kotecha says:

  Sunder.
  aanad aavyo.bhagvan tamone hamesha hasya buddhi aapti rahe.

 25. vinod says:

  આપની સાઇડ મા આવી વાચી, હસી ખુબમજા પડી. દીલ ખુશ ખુશ થઇ ગયુ.

 26. sweetu says:

  ખુબ જ સરસ……..
  હસી ખુબ મજા પડી ગઇ……..

 27. ritu says:

  jivan k jehrile pan se maine chintan bohot kiya, jitna nahi liya he jag se lekin arpit bohot kiya.

 28. Himanshu says:

  it’s really funny one

 29. Krupa says:

  Nice ones
  thanks for wonderful laughs

 30. naren says:

  સારુ લાગુ

 31. Apeksha says:

  મઝા આવી ગઇ….

 32. nayan panchal says:

  સરસ જોક્સ.

  મજા આવી ગઇ.

  નયન

 33. tiku patel says:

  it’s so nice, i have also interested.

 34. tiku patel says:

  it’s so nice, i have also interested

 35. Rajan says:

  સન્તા: તારે ગરે ગયો હતો મને નથી લાગતુ કે આપણા લગ્ન થઇ શકે.
  પ્રિતો: શુ તમે મારા પપ્પા મમ્મી ને મળ્યા હતાં?
  સન્તા: ના ના તારી નાની બહેન લજ્જો ને મળ્યો હતો.

  very funny 😀 😀

 36. RATANLAL says:

  લાલ દરવાજે વાઘરિ પોપટ વેચવા બેઠો હતો. પાજરા ઉપર પાટીયા મા લખીઊ તુ રામ
  નામ બોલતો પોપટ. આ વાચિ લોકો ભેગા થયા.ટૉળા માથી કોઇયે વાઘરી ને પૂછયુ કે
  સાબિતી આપ એટલે પાજરા માથી પોપટા બહાર લાવિ વાધરી એ પોપટ ના જમણા
  પગ ની દોરી ખેચી એ સાથે પોપટ રામ બોલ્યો.પછી ડાબા પગ ની ખેચી એટલે સીતા બોલયો.
  આથી ટોળા માથી એક અડવીતરો બોલ્યો હે પણ બેઉ દોરી સાથે ખેચેતો સુ બોલે?
  વાઘરી બોલે એ પહેલા પોપટૉ બોલ્યો??મુરખ આ તારો બાપ ગબડી પડે ” સીતારામ” ના બોલે

 37. ભાવના શુક્લ says:

  હાસ્યનુ હુલ્લડ તો વળી હસાવી હસાવીને થકવી નાખે અને હા તરંગભાઈ… પેલી હનુમાનચાલીસા વાળી તો વળી ખુબ રહી…

  આ સાથે જ રંગતરંગ નામના એક બહુ જુના ને જાણીતા માસીકમા “સ્ત્રી પુરુષની નજરે” અને “પુરુષ સ્ત્રી ની નજરે” વાળા વિભાગો યાદ કર કરીને જુનો હળવો સમય માણ્યો.

 38. piyush says:

  maja maja padi gayi bahu divse kanik navu vanchyu..thanks..

 39. ઉપરની હસાતી ને સાઁભળેલી ,
  હાસ્યદરબારમાઁ પણ વાઁચો.

 40. ranjan pandya says:

  મગજ અને મન બંને ફ્રેશ થઈ ગયા.મનોરંજનની મહેફિલની ફરીથી ક્યારે સફર કરાવશો?

 41. Harish says:

  Its fantastic. Enjoyed ever bit of it

 42. DILIP CHEVLI says:

  ખુબ સરસ મઝા આવિ ગઈ.અતિ સુન્દર.
  આભાર.
  દિલિપ ચેવલિ.

 43. nilesh soni says:

  sara joks chhe મજા આવિ ગઇ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.