- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

હાસ્યનું હુલ્લડ – સંકલિત

પતિ : ‘તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?’
પત્ની : ‘સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.’
*********

બે ગામડિયાઓ ઈજિપ્શિયન મમીને જોતા હતા. તેની ઉપર ઘણા બધા પાટા બાંધેલા જોઈ એકે કહ્યું : ‘લાગે છે લોરી-અકસ્માત થયો છે.
તરત બીજો બોલ્યો : ‘હા. જો લોરી નંબર લખ્યો છે BC 1760 !’
**********

છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર : ‘ચીન યુન યાન’ એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : ‘તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.’
**********

પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યું
પતિ : ‘તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો’તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરીશ !’
પત્ની : ‘એમાં રડવાનું શું ?’
પતિ : ‘ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.’
**********

શિક્ષકે પૂછયું : જો તમે 001 ડાયલ કરો તો શું થાય ?
મગન : પોલીસજીપ રિવર્સ ગિયરમાં આવે બીજું શું થાય ?
***********

પ્રોફેસરે વિદ્યાર્થીઓને પોતપોતાના પ્રેમીનાં નામ લખવા કહ્યું. દસ સેકંડ પછી છોકરીઓ બોલી : ‘સર લખાઈ ગયું.’
દસ મિનિટ પછી છોકરાઓએ કહ્યું : ‘સપ્લિમેન્ટરી પ્લીઝ !’
***********

શિક્ષક : એક વર્ષમાં કેટલી રાત આવે ?
મગન : 10 રાત આવે.
શિક્ષક : કેવી રીતે અલ્યા ?
મગન : નવ-નવરાત્રી અને એક શિવરાત્રી. થઈ ગઈને દસ !!
***********

બાપુ બીડી પીતા હતા. કોઈકે પૂછ્યું : બાપુ, ધુમાડા કાં નો નીકળે ?
બાપુ : આ અસ્સલ CNG બીડી છે એટલે….!!
***********

એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?
**********

રસ પડે એવું સર્વેક્ષણ. માત્ર 15% પુરુષોને જ મગજ હોય છે. બાકીના બધાને પત્ની હોય છે ! બોલો તારારમ…. !
**********

સંતાસિંહનું ટાબરિયું અર્ધો લિટર પેટ્રોલ પી ગયું. સંતાએ લાફો મારીને પૂછયું : ક્યૂં પિયા પેટ્રોલ ?
ટાબરિયું : ટીચરને બોલા કી મેરી એવરેજ કમ હૈ, સો મૈંને….
**********

એક ભાઈની પત્નીને બીજા કોઈ સાથે દોસ્તી હતી. તે હાથમાં ખુલ્લી રિવોલ્વરે ‘આજે તો એને મારી જ નાખું.’ બોલતો બોલતો નીકળ્યો કે થોડીક વારમાં ખાલી હાથે પાછો આવ્યો. ટોળામાં જોનારાએ પૂછ્યું : ‘અરે પાપે, વો નહીં મિલા ક્યા ?’
ભાઈ : નહીં યાર, મિલા તો, પર ઉસને પૂછા કિ રિવોલ્વર કિતને મેં ખરીદી ? મૈંને બોલા છેસ્સોમેં. વો બોલા બારાસોમેં દેગા ? તો મૈંને બેચદી…. ક્યા કરેં, ધંધે કા ભી તો દેખને કા ના….
**********

ગ્રાહક : ‘આ તમારી હોટલના નોકરો કેવા છે ? હજામત માટે ગરમ પાણી આપી ગયા તે કેટલું બધું ખરાબ હતું. ?’
મૅનેજર : ‘અરે સાહેબ ! એ તો તમારા માટે સવારની ચા મોકલી હતી. હજામતનું પાણી નહિ.’
***********

પતિ (ગુસ્સામાં) : ‘હવે તું તારી મા પાસે ચાલ્યા જવાની ધમકી આપીશ. ખરું ને ?’
પત્ની : ‘ના, એવી ભૂલ હું નહીં કરું. હું તો મારી માને અહીં જ બોલાવવાની છું.’
************

વીજળીઘરની બહાર બોર્ડ લટકતું હતું. તેમાં લખ્યું હતું : ‘આ થાંભલાને અડનારનું મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ તેને અડકશે તો કાયદા મુજબ તેની પર કામ ચલાવવામાં આવશે.’
************
શિક્ષક : રામુ ! તું વર્ગમાં ઊંઘી શકે નહિ !
રામુ : તમે વચમાં વિક્ષેપ ન પાડો તો જરૂર ઊંઘી શકું, સાહેબ !
*************

જેલર : શું તને તારાં ઘરવાળાંની યાદ નથી આવતી ?
કેદી : એ બધાં તો આ જેલમાં જ છે, સાહેબ !
*************

અમારી બદલી અલહાબાદ થઈ હતી. અમે રોજ ચાર લિટર દૂધ લેતા હતા. અમે દૂધવાળાને પૂછ્યું : ‘ભૈયાજી, તમારી ગાય રોજ કેટલા લિટર દૂધ આપે છે ?’
‘બે લિટર, સાહેબ.’
‘તો પછી ચાર લિટર તમે કેવી રીતે આપો છો ?’
‘એ તો ગંગામૈયાની કૃપા છે, સાહેબ.’
*************

‘તમે એક લિટરમાં કેટલા કિલોમીટર મોટર ચલાવો છો ?’
‘એક કિલોમીટર’
‘એક જ ?’
‘હા, બાકીના પંદર કિલોમીટર મારી પત્ની ચલાવે છે.’
************
ડૉક્ટર ગમનલાલે તેમના દરદી હજારીમલને કહ્યું : ‘તમારા પગે હજી સોજા છે, પણ એની ચિંતા કરવાનું કશું જ કારણ નથી.
હજારીમલ : ‘સાહેબ, જો આપના પગે સોજા હોત તો મને પણ એમાં ચિંતા કરવા જેવું લાગત નહિ.’
************

પુત્ર : ‘પિતાજી, કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય ?’
પિતા : ‘વિશ્વાસઘાત.’
પુત્ર : ‘અને સામા પક્ષમાંથી કોઈ આપણા પક્ષમાં જોડાય તો ?’
પિતા : ‘દીકરા ! એને હૃદયપરિવર્તન કહેવાય, સમજ્યો ?’
************

મિત્રોએ જેમને આજીવન બ્રહ્મચારી માની લીધા હતા તે મનસુખલાલે 58 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : ‘મનસુખલાલ, તમારે લગ્ન કરવાં જ હતાં તો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો ?’
મનસુખલાલે જણાવ્યું : ‘જો મારી પત્ની વઢકણી નીકળે તો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે. પણ એથી ઊલટું જો એ ડાહી નીકળે તો એને માટે આટલી બધી રાહ જોઈ, એ લેખે લાગે.’
*************

નોકર : ‘સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.’
શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?’
‘કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.’
‘પણ એમાંની એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.’ નોકરે જવાબ આપ્યો.
***************