અહિંસાનો પ્રભાવ

મુસ્લિમ સંતોમાં અનેક નામી સંતો થઈ ગયા. એમાં સંત રાબિયાનું નામ ખૂબ ગર્વથી લેવાય છે. એક દિવસ રાબિયા જંગલમાં ગયા. જંગલનાં પશુપક્ષીઓ, જાનવરોને તેઓ નિહાળી રહ્યા હતાં, ધીમે ધીમે વૃક્ષ પર બેઠેલાં તેમજ આકાશમાં વિહરતાં પક્ષીઓ રાબિયા પાસે એકત્ર થવા લાગ્યાં. હરણ, શિયાળ, વરુ પશુઓ રાબિયાના પગને જીભ વડે ચાટી રહ્યાં હતાં. પક્ષીઓ રાબિયાના ખભે-માથે બેસીને કલશોર કરી રહ્યાં હતાં. રાબિયા પશુ-પક્ષીઓની વચ્ચે ખુબ જ પ્રસન્નતા અનુભવી રહ્યાં હતાં.

એટલામાં ત્યાં સંત હસન બસરી ફરતા ફરતા આવી ચડ્યા. એમણે દૂરથી જોયું કે, પશુ પક્ષીઓ સંત રાબિયાજીને ઘેરી વળ્યાં છે ! તેઓ રાબિયાજી નજીક આવ્યા કે બધાં પશુપક્ષીઓ ત્યાંથી જતાં રહ્યાં !

આથી સંત હસન બસરીને ખૂબ દુ:ખ થયું. તેમણે દુ:ખી સ્વરે રાબિયાજીને પૂછયું : ‘રાબિયાજી ! આટલાં બધાં પશુ-પક્ષીઓ તમને વીંટળાઈને વળ્યાં હતાં ને હું જ્યારે તમારી નજીક આવ્યો કે તરત કેમ જતાં રહ્યાં ? જાણે કે હું કોઈ ખૂંખાર આદમી હોઉં એમ મારાથી ડરીને ભાગી ગયાં !

રાબિયાએ સંત હસન બસરીને પૂછયું : ‘તમે શું ખાઓ છો ?’
હસન બસરીએ કહ્યું કે, ‘એને આહાર સાથે શું નિસ્બત છે ?’
રાબિયાએ કહ્યું કે, ‘નિસ્બત છે એટલા માટે તો તમને પૂછી રહી છું !’
હસન બસરીએ જવાબ આપ્યો : ‘હું માંસ ખાઉ છું.’
‘તમારે પશુ-પક્ષીઓએનું માંસ ખાવું છે અને ઈચ્છા રાખવી છે કે તેઓ તમારી પાસે આવે અને તમને વ્હાલ કરે ? જલ્લાદનો ડર કોને નથી લાગતો ?! સંત રાબિયાએ કહ્યું.
હસન બસરીની આંખો ખૂલી ગઈ. એ જ ક્ષણે એમણે માંસ નહીં જ ખાવાનો દઢ સંકલ્પ કર્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમર આશા – મણિલાલ દ્વિવેદી
કહેવું પણ પડે – શોભિત દેસાઈ Next »   

6 પ્રતિભાવો : અહિંસાનો પ્રભાવ

 1. jahal nayak says:

  good thought!!
  if every one be veg. teryan in this world?
  red story of RAMO HATI SHREE GUNATITANAND SWAMI
  SAYS IF ANY ANIMAL DOES NOT EAT HUMAN FOOD THAN WHY
  HUMAN EAT ANIMAL FOOD
  AND PLEASE SEE THE DELHI AKSHARDHAM
  IT GIVES YOU VERY NICE PRESENTATION ON BE VEG, TERIYAN
  BY JAY SWAMINARAYAN

 2. nayan panchal says:

  માંસ ન ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે.

  ૧. જ્યારે કોઈ પણ જીવને પોતાનુ મૃત્યુ નજીક દેખાય છે ત્યારે તેના શરીરમાંથી એક hormone નો સ્ત્રાવ થાય છે, જે તેને ખાનાર માટે હાનિકારક હોય છે. માંસાહારી પ્રાણીઓ તે પચાવી જાણે છે કારણ કે કુદરતે તેમને તે વ્યવસ્થા આપી છે. માણસમા આવી વ્યવસ્થા નથી.

  ૨. માંસાહારી માણસો માટે માંસનુ ઉત્પાદન કરવા માટે વિશાળ સંખ્યામા ઢોર અને અન્ય જાનવરોને પાળવા પડે છે, તેમના માટે ઘાસચારો વગેરેની વ્યવસ્થા કરવી પડે છે. હવે આના માટે જે resources જોઇએ તે વધુ છે. ઉ.ત. જેટલા resource માં ૧૦ માંસાહારીનુ પેટ ભરાય તેટલામાં જ ૧૩-૧૪ શાકાહારીનુ પેટ ભરાય જાય.

  બીજા પણ ઘણા કારણો છે જે તમે google ની મદદથી જાણી શકો છો.

  આગળ મરજી તમારી.
  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  પશુ અને પક્ષિઓના અંતઃકરણ વિકસિત હોય છે અને તે લાગણીઓને સમજે છે. વળી જ્યારે તેમની હિંસા થાય છે ત્યારે તેમને પણ એટલી જ પીડા થાય છે જેટલી એક મનુષ્યની કોઈ હત્યા કરે ત્યારે તેને થાય.

  જેને પાળી-પોષિને મોટા કર્યા હોય તે પશુઓ તો લાગણી થી બંધાઈ ચુક્યા હોય છે તેમની હત્યા કરવી તે તો વિશ્વાસઘાત અને હત્યા એમ બેવડો ગુન્હો છે. માંસ દુર્ગંધવાળુ અને અપવિત્ર તથા અનેક પ્રકારના રોગો તથા વિકૃતિને જન્મ આપનારુ હોવાથી અભક્ષ્ય જ ગણાય છે તેમ છતા વિચાર-વિવેકહિન મનુષ્યો તે ખાવાની લાલચ રોકી નથી શકતા તે એક વિડંબના જ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.